________________
૫/૧/૪૨૬ થી ૪૨૮
હોતા નથી તેથી વિસ્મય કે લોભ થાય છે. આ નિગમન રહસ્ય છે.
કેવળજ્ઞાન-દર્શન તો ચલિત ન થાય અથવા કેવલી યથાર્થપણે વસ્તુના દર્શનથી, ક્ષીણ મોહનીયત્વથી ભય, વિસ્મય, લોભાદિ અભાવે અતિ ગંભીરપણાથી ચલિત ન થાય. - સૂત્ર સુગમ છે.
નારકાદિના શરીર જોઈ કેવલદર્શન ક્ષોભ ન પામે, માટે શરીર સૂત્ર– • સૂત્ર-૪૨૯ ૭
નૈરયિકોના શરીરે પાંચ વર્ણ-પાંચસવાળા કહ્યા. તે આકૃષ્ણ યાવત્ શુક્લ વર્ષીય, તિક્ત યાવત્ મધુર રસવાળા. એ રીતે વૈમાનિક પર્યન્ત જાણવું... શરીરે પાંચ કહ્યા ઔદાકિ, વૈક્રિય, આહાક, તૈજસ, કામણ... ઔદાકિ શરીર પાંચ વર્ણ-પાંચ રસવાળુ છે. તે આ કૃષ્ણ યાવત્ શુકલ, તિક્ત યાત્ મધુર. એ રીતે યાવત્ કામણ શરીર જાણવું... બધાં સ્થૂળ દેહધારીના શરીરો પાંચ વર્ણવાળા, પાંચ રસવાળા, બે ગંધવાળા, આઠ સ્પર્શવાળા હોય છે. • વિવેચન-૪૨૯ :
સૂત્રનો અર્થ કહેવાયેલ છે. વિશેષ આ - નાકથી વૈમાનિક સુધી જીવોના શરીરોનું નિશ્ચયનયથી પાંચ વર્ણત્વ છે. વ્યવહાસ્ત્રી તો એક વર્ણના બાહુલ્યથી કૃષ્ણાદિમાંથી નિયત એક વર્ણત્વ જ હોય. યાવત્ શબ્દથી કાળા, નીલા, રાતા, પીળા, ધોળા. તીખાં, કડવા, કપાયેલ, ખાટા અને મધુર રસ, વૈમાનિક સુધી અર્થાત્ ચોવીશે દંડકમાં જાણવું.
ઉત્પત્તિના સમયથી આરંભીને દરેક ક્ષણે હાનિ થાય છે તે શરીર. ઔદારિકઉદાર, પ્રધાન. તીર્થંકરાદિની અપેક્ષાએ તેની પ્રધાનતા છે, તેથી બીજું શરીર પ્રધાનતર નથી. સાધિક હજાર યોજન પ્રમાણન્વથી તેનો વિસ્તાર છે, અવસ્થિત અન્ય શરીરનો
એ રીતે અસંભવ છે. કહ્યું છે કે - સાધિક હજાર યોજન શરીર સામાન્યથી એકેન્દ્રિયવનસ્પતિમાં છે. ગર્ભજ મત્સ્ય અને ઉપરિસર્પોનું હોય. વૈક્રિયનું એક લાખ પ્રમાણ છે પણ તે કાયમી નથી. x - અલ્પપ્રદેશ વડે ઉચિતપણાથી અને મહાપણાથી ભિંડવત્. તે જ ઓરાલિક શબ્દથી નિપાત છે. અથવા માંસ, હાડકાં અને સ્નાયુથી બદ્ધ તે ઓરાલિક. કહ્યું છે–
ઔદારિક શરીરના સાર્થક નામો આ પ્રમાણે છે - ઉદાર, ઉરાલ, ઉરલ, ઓરાલ મહવ. ઉરાલ કે ઓરાલ તે જ ઔદારિક. હવે ઉદારાદિ નામોની અપેક્ષાના વિષયને ક્રમથી કહે છે - પ્રથમ ઉદાર શબ્દથી તીર્થેશ્વરનું શરીર છે. વિસ્તારવાળી વનસ્પતિ આશ્રીને સાધિક ૧૦૦૦ યોજન પ્રમાણ છે. સ્વાભાવિક. તેટલા પ્રમાણવાળા
શરીરને અભાવે તે ઉરાલ કહેવાય છે. સ્લોપ્રદેશ વડે બનેલું છતાં ભિંડવત્ મોટું છે તેથી ઉરલ અને માંસ, અસ્થિ તથા સ્નાયુ વડે બદ્ધ છે માટે સિદ્ધાંત પરિભાષાથી
ઓરાલ કહેવાય.
વિવિધા કે વિશિષ્ટા ક્રિયા તે વિક્રિયા. તેમાં થયેલ તે વૈક્રિય શરીર. - ૪ - દેવો અને નારકોને સ્વભાવથી વૈક્રિય શરીર હોય છે. વિવિધ કે વિશિષ્ટને જે કરે
૧૫૩
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨
૧૫૪
છે તે વૈક્રિય અથવા વૈકુર્વિક.
આહાસ્ક - તથાવિધ કાર્ય ઉત્પન્ન થતા ચૌદપૂર્વી મુનિ યોગના બળથી આહરણ કરે છે તે. પ્રાણી દયાવાળા - તીર્થંકરોની ઋદ્ધિ જોવા, નવા-નવા અર્થ ગ્રહણના હેતુથી, સંશયનું છેદન કરવા તીર્થંકરના પાદમૂલે આહારક શરીરથી જાય છે તે શરીર માગેલ ઉપકરણની જેમ કાર્યની સમાપ્તિ થતા પુનઃ મૂકાય છે. [અર્થાત્ આહારક શરીરનો ત્યાગ કરાય છે.] - ૪ -
તેજનો ભાવ તે તૈજસ, તે ઉષ્ણ આદિ ચિહ્નથી પ્રસિદ્ધ છે કહ્યું છે કે - તે બધાંને ઉષ્ણતા વડે પ્રસિદ્ધ છે, રસાદિ આહારના પાકનું જનક અને તેજોલબ્ધિનું નિમિત્ત ભૂત તૈજસ શરીર જાણવું.
કર્મનો વિકાર તે કાર્પણ, તે સમસ્ત શરીરોનું કારણભૂત છે. કહ્યું છે કે - કર્મનો વિકાર તે કાર્પણ, તે વિચિત્ર પ્રકારના આઠ કર્મોથી થયેલું અને સર્વ શરીરોનું કારણભૂત જાણવું.
ઔદાકિાદિ શરીરનો ક્રમ ઉત્તરોત્તર સૂક્ષ્મ એટલે ઓછી ઓછી અવગાહનાવાળો છે અને પ્રદેશોના બાહુલ્યવાળો છે. તે બધા બાદર બોંદિ ધર - પર્યાપ્તપણાએ સ્થૂળ આકારને ધારણ કર્તા કલેવરો - મનુષ્યાદિના શરીરો અવયવોના ભેદથી પાંચ વર્ણવાળા છે. કેમકે ચક્ષુના ગોલક આદિને વિશે તેમજ પ્રત્યક્ષ છે. બે ગંધ - સુરભિ અને દુરભિથી યુક્ત છે. આઠ સ્પર્શ - કર્કશ, મૃદુ, શીત, ઉષ્ણ, ગુરુ, લઘુ, સ્નિગ્ધ, સૂક્ષ ભેદથી છે.
અવાવ - સ્થૂળ આકારને ધારણ નહીં કરનારા શરીરો તો નિયત વર્ણાદિ વ્યપદેશવાળા નથી. કેમકે અપર્યાપ્તપણે અવયવાભાવ છે. શરીરો કહ્યા, માટે શરીરી વિશેષગત્ ધર્મવિશેષોને કહે છે–
• સૂત્ર-૪૩૦,૪૩૧ :
[૪૩૦] પહેલા - છેલ્લા તીર્થંકરોના શિષ્યોને પાંચ કારણે ઉપદેશ દુર્ગમ છે. તે આ - દુરાગ્યેય, દુર્તિભાય, દુર્દર્શ, દુતિતિક્ષ, દુરનુચર.
પાંચ કારણે મધ્યના રર-તીર્થંકરોના શિષ્યોને ઉપદેશ સુગમ થાય છે તે ચ - સુઆધ્યેય, સુવિભાજ્ય, સુદર્શ, સુતિતિક્ષ, સુરનુચર.
પાંચ સ્થાનો શ્રમણ ભગવંત મહાવીરે શ્રમણ નિગ્રન્થોને નિત્ય વર્ણવેલા છે, નિત્ય કીર્તન કર્યા છે, નિત્ય વાણીથી કહ્યા છે, નિત્ય પ્રશંસેલા છે, નિત્ય અનુજ્ઞાપિત કર્યા છે માંતિ, મુક્તિ, આવ, માવ, લાઘવ
-
પાંચ સ્થાનો શ્રમણ ભગવંત મહાવીરે ચાવત્ અનુજ્ઞાપિત કર્યા છે તે આ - સત્ય, સંયમ, તપ, ત્યાગ, બ્રહ્મચર્યવાસ.
પાંચ સ્થાનો શ્રમણ ભગવંત મહાવીરે યાવત્ અનુજ્ઞાપિત કર્યા છે. તે આ
- ઉપ્તિ ચરક, નિતિક, અંતચક, પ્રાંતચક, રૂક્ષચરક.
પાંચ સ્થાનો વત્ અનુજ્ઞાપિત છે અજ્ઞાત ચરક, અન્ય ગ્લાનચારી, મૌનયારી, સંસૃષ્ટકલ્પિક, તજ્જાત સંસૃષ્ટ કલ્પિક.