________________
૪/૪/૩૯૩ થી ૩૯૬
શિક્ષક વિના શીખેલ તે કર્મ, આચાર્ય પાસે શીખેલ તે શિલ્પ કે કોઈ વખત કરાતું તે કર્મ અને નિરંતર વ્યાપાર તે શિલ્પ. કાર્યથી ઉત્પન્ન તે કર્મજા બુદ્ધિ. વિવક્ષિત કાર્યમાં મનને જોડવાથી, પરમાર્થને જાણનારી, કાર્ય અભ્યાસ અને વિચારથી વિસ્તરેલ - ૪ - તે કર્મજા બુદ્ધિ છે. - x - સોનાચાંદીની પરીક્ષા કરનાર અને ખેડૂત આદિ જેવી બુદ્ધિ.
૧૩૯
પરિણામ - દીર્ધકાળ પર્યન્ત પૂર્વાપર પદાર્થના અવલોકનથી ઉત્પન્ન આત્મધર્મ, તે જેનું પ્રયોજન છે કે તે પ્રધાન છે તે પારિણામિકી બુદ્ધિ. વળી અનુમાન, કારણ માત્ર અને દૃષ્ટાંતો વડે સાધ્ય સાધિકા, વય વિપાકથી પુષ્ટ, અભ્યુદય-મોક્ષ ફળવાળી આ બુદ્ધિ છે. અભયકુમારવત્.
મનન કરવું તે મતિ. તેમાં સમસ્ત વિશેષાપેક્ષા રહિત નિર્દેશ ન કરાયેલ એવા રૂપ આદિ સામાન્ય અર્થનું પ્રથમ ગ્રહણ તે અવગ્રહ, તરૂપ મતિ તે અવગ્રહમતિ, એ રીતે સર્વત્ર જાણવું. વિશેષ આ - ગૃહિત અર્થનું વિશેષ આલોચન તે ઇહા. આલોચિત અર્થનો નિશ્વય તે અપાય. નિશ્ચિત અર્થ વિશેષનું અવિચ્યુતપણે ધારવું તે ધારણા.
ઝાંખર - ઉદકનો કુંભ, તેમાં રહેલ ઉદક જેવી મતિ. કેમકે પ્રભૂત અર્થગ્રહણ, ઉત્પ્રેક્ષણ ધરણ સામર્થ્ય અભાવથી અલ્પત્વ અને અસ્થિરપણાથી હોય છે. અરંજરોદક થોડું છે અને શીઘ્ર ખાલી થઈ જાય છે.
બીજી મતિ - નદી કિનારાદિમાં પાણી માટે કરેલ ખાડામાં રહેલ પાણી જેવી મતિ. કેમકે અલ્પત્વ છતાં અન્ય અન્ય અર્થ વિચારણામાં સમર્થ છે અને જલ્દી ખાલી n
થતું નથી. તેમાં પાણી અલ્પ છે પણ બીજું થોડું-થોડું પાણી તેમાં ઝરે છે, માટે જલ્દી ખાલી થતું નથી.
ત્રીજી મતિ - સરોવરના પાણી જેવી. કેમકે તે વિપુલ હોવાથી ઘણાં જનને ઉપકારક છે અને ખાલી થતું નથી. - - ચોથી મતિ - સાગરજલ સમાન, તે સમસ્ત પદાર્થ વિષયત્વથી અતિ વિપુલ, અક્ષય અને મધ્યપણું ન જણાય તેવી છે. સમુદ્રજળનું પણ એવું જ સ્વરૂપ છે.
[૩૯૬] ઉક્ત મતિવાળા જીવો જ હોય છે, માટે જીવસંબંધી સૂત્ર –
સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ આ - મનોયોગી એટલે મનસહિત, ત્રણ યોગમાં મનોયોગનું પ્રાધાન્ય હોવાથી, વચનયોગી બેઇન્દ્રિયાદિ, કાયયોગી તે એકેન્દ્રિય અને અયોગી - નિરુદ્ધયોગવાળા અને સિદ્ધો છે. - - અવેદક જીવો સિદ્ધ આદિ છે. - - ચક્ષુથી સામાન્ય અર્થનું ગ્રહણ તે અવગ્રહ અને ઇહારૂપ દર્શન તે ચક્ષુદર્શન, તે ચઉરિન્દ્રિયાદિ છે. અક્ષુ - સ્પર્શન આદિ ઇન્દ્રિયો, તે દર્શનવાળા એકેન્દ્રિયાદિ. -
સંવત - સર્વવિરતિ, સંવત - અવિરતિ. સંવતાસંવત - દેશવિરતિ, આ ત્રણેના નિષેધવાળા તે સિદ્ધો જાણવા. - - જીવના અધિકારથી જીવ વિશેષ પુરુષો કહે છે– • સૂત્ર-૩૯૭ થી ૪૦૨ ૭
[૩૯૭] ચાર ભેદે પુરષો કહ્યા - મિત્ર અને મિત્ર, મિત્ર અને મિત્ર,
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ અમિત્ર અને મિત્ર, અમિત્ર અને અમિત્ર.. ચાર ભેદે પુરુષ કહ્યા મિત્ર અને મિત્રરૂપ આદિ ચાર ભંગ... ચાર ભેદે પુરુષો કહ્યા - મુક્ત અને મુક્ત, મુક્ત અને અમુક્ત આદિ ચાર... ચાર ભેદે પુરુષો છે મુક્ત - મુતરૂપ.
[૩૮] પંચેન્દ્રિય તિર્યંચયોનિકો ચાર ગતિ અને ચાર આગતિવાળા કહ્યા - પંચેન્દ્રિય તિચિયોનિકો. પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાં ઉત્પર્ધમાન [જીવો] નૈરયિક - તિર્યંચયોનિક - મનુષ્ય - દેવોમાંથી ઉત્પન્ન થાય છે.. પંચેન્દ્રિય તિચિયોનિક, પંચેન્દ્રિય તિર્યંચયોનિત્વને છોડતો નૈરયિક યાવત્ દેવપણે ઉત્પન્ન થાય છે.
૧૪૦
મનુષ્યો ચાર ગતિક, ચાર આગતિક છે, તેને તિચિવત્ જાણવા.
[૩૯] બેઇન્દ્રિય જીવોના આરંભને ન કરનારને ચાર ભેદે સંયમ થાય છે. - (૧) જિલ્લા સંબંધી સુખનો વિનાશ કરતો નથી, (૨) જિલ્લાના દુઃખ સાથે તેમને જોડનાર ન થાય, (૩) સ્પર્શેન્દ્રિય સુખનો વિનાશ ન કરે. (૪) સ્પર્શનેન્દ્રિયના દુઃખ સાથે તેમને જોડનાર ન થાય.
-
બેઇન્દ્રિય જીવોનો આરંભ કરનારને ચાર ભેદે અસંયમ થાય છે - (૧) જિહ્વા સંબંધી સુખનો વિનાશ કરે છે, (૨) જિહ્વા સંબંધી દુઃખ સાથે જોડનાર થાય છે, (૩) સ્પર્શનન્દ્રિય સંબંધી સુખનો વિનાશ કરે છે, (૪) સ્પર્શ ઇન્દ્રિય સંબંધી દુઃખ સાથે જોડનાર થાય છે.
-
[૪૦] સભ્યદૃષ્ટિ નૈરયિકોને ચાર ક્રિયાઓ કહી છે આરંભિકી, પારિંગ્રહિકી, માયાપત્યયા, પત્યાખ્યાનક્રિયા... સમ્યગ્દષ્ટિ અસુકુમારોને ચાર ક્રિયાઓ કહી - પૂર્વવત્. વિકલેન્દ્રિય છોડીને વૈમાનિક સુધી.
[૪૦૧] ચાર કારણે બીજાના છતા ગુણનો અપલાપ કરે - (૧) ક્રોધથી, (૨) પ્રતિનિસેવથી, (૩) અકૃતજ્ઞતાથી, (૪) મિથ્યાભિનિવેશથી,
ચાર કારણે બીજાના છતાં ગુણ પ્રગટ કરે છે - પ્રશંસાના સ્વભાવથી, પરછંદાનુંવર્તિત્વ, કાર્ય હેતુ, કૃત-પ્રતિકૃતતાથી.
[૪૦૨] નૈરયિકોને ચાર કારણે શરીરની પૂર્ણતા કહી - ક્રોધ વડે નિર્તિત યાવત્ લોભ વડે નિર્તિત. એ રીતે વૈમાનિક સુધી જાણવું.
• વિવેચન-૩૯૭ થી ૪૦૨:
[૩૯૭] સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ આ - મિત્ર - આ લોકમાં ઉપકારત્વ, પુનઃ મિત્ર - પરલોક ઉપકારત્વ - સદ્ગુરુવત્. બીજો મિત્ર - સ્નેહવત્વથી, પણ મિત્ર - પરલોકના સાધનનો નાશક હોવાથી - સ્ત્રીની જેમ. ત્રીજો તો અમિત્ર - પ્રતિકૂળત્વથી પણ નિર્વેદતા ઉત્પાદન વડે, પરલોક સાધનને વિશે ઉપકાર કરવાથી - અવિનીત સ્ત્રીની જેમ. ચોથો મિત્ર - પ્રતિકૂળતાથી અને પુનઃ સંકલેશના હેતુપણાથી દુર્ગતિનું નિમિતપણાથી. - x -
મિત્ર - અંતરંગ સ્નેહથી, બાહ્ય ઉપચાર કરવાથી મિત્રની જેવું જ રૂપ તે મિત્રરૂપ તે એક. બીજો બાહ્યોપચાર અભાવે અમિત્રરૂપ. ત્રીજો સ્નેહ રહિતતાથી મિત્ર. ચોથું પ્રતીત છે. મુક્ત - દ્રવ્યથી વ્યક્ત સંગ, મુક્ત - આસક્તિના અભાવથી -