________________
૪/૪/૩૮૬ થી ૩૯૧
૧૩૫
છે તે પૂર્ણાવભાસી એ એક. બીજો પૂર્ણ છે પણ કોઈ હેતુથી ચોક્કસ પ્રયોજનના અસાધકપણાદિથી તુચ્છ જણાય છે, એમ બીજો બે ભંગ છે.
(૪) પુરણ તો ધન, કૃતાદિ વડે પૂર્ણ અને તેના વિનિયોગથી પૂર્ણ જ જણાય છે, તે એક. બીજો ધનાદિના અવિનિયોગથી તુચ્છ જ જણાય છે, બીજો-ધનાદિથી તુચ્છ છે, પણ કોઈ રીતે પ્રસંગને ઉચિત પ્રવૃત્તિથી પૂર્ણ જેવો જણાય છે અને ચોથો તુચ્છ છે અને ઉક્ત રીતે તુચ્છ જણાય છે.
(૫) પાણી આદિથી પૂર્ણ, વળી પૂર્ણ અથવા પવિત્ર રૂપ જેનું છે તે પૂર્ણરૂપ કે પવિત્રરૂપ, તે પ્રથમ બીજા ભંગમાં તુચ્છ - જેનો આકાર હીન છે તે તુચ્છરૂપ. એમ શેષ બે ભંગ જાણવા... (૬) પુરુષ તો જ્ઞાનાદિ વડે પૂર્ણ અને પૂર્ણરૂપ અથવા વિશિષ્ટ જોહરણાદિ દ્રવ્યલિંગના સભાવથી પુણ્યરૂપ-સુસાધુ તે એક. બીજો કારણવશ તજેલ વેશવાળો સુસાધુ. બીજો ભંગ-જ્ઞાનાદિ રહિત નિકૂવાદિ અને ચોથો જ્ઞાનાદિથી હીન અને દ્રવ્યલિંગથી હીન.
(9) પૂર્ણ - પૂર્વવત્. - x - કોઈ ઘટ પ્રીતિને માટે થાય તે પિયાર્થ, કેમકે કનકાદિમય હોવાથી સારભૂત છે, તથા પરત - જેનું કારણભૂત માટી આદિ દ્રવ્ય અસુંદર છે તે અથવા વિદારાય છે તે અવદલ, કંઈક ઓછો પાકેલ હોવાથી અસાર છે, તુચ્છ ઘટ પણ એ રીતે જાણવો.
(૮) પુરુષ ઘન, કૃતાદિ વડે પૂર્ણ અને પ્રિયાઈ - કોઈક પ્રિયવચન તથા દાનાદિ વડે પ્રિયકારી - સારભૂત છે, બીજો તેવા નથી માટે પદલ છે - પરોપકાર કરવામાં અયોગ્ય છે, તુચ્છ પણ તે રીતે સમજવો.
(૯) ઘટ પૂર્ણ છે, તો પણ જલાદિ ઝરે છે, અહીં જલાદિ વડે તુચ્છ ઓછો તે જ કરે છે. મપિ શબ્દ સર્વત્ર પ્રતિયોગીની અપેક્ષાએ છે.
(૧૦) કોઈ પુરુષ ઘન કે શ્રુતાદિથી પૂર્ણ છે અને તેને આપે છે, તે એક. બીજો તો પર્ણ છે પણ ધનાદિ આપતો નથી, ત્રીજો અા ધનાદિવાળો છે, તો પણ ધન, શ્રુતાદિને આપે છે, ચોથો ધનાદિ રહિત છે - આપતો નથી.
(૧૧) frä - ફૂટેલો, નંતિ - ફાટવાળો, શ્રાવ - દુપકવ હોવાથી ઝરનારો, અપરિશ્રાવો - કઠિન હોવાથી ન ઝરનારો.
(૧૨) ચારિ, fપન્ન - મૂલ પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિવાળુ - ભાંગેલું, બીજું જર્જરિત - છેદાદિ પ્રાયશ્ચિતની પ્રાપ્તિ યોગ્ય - નબળું. પરિશ્રાવિ - તે સૂમ અતિચાપણાથી - અલા દોષવાળું ચાસ્ત્રિ અને નિરતિચારપણે ચાસ્ત્રિ તે અપરિશ્રાવી છે. અહીં પુના અધિકારમાં પણ જે ચાસ્ટિલક્ષણ પુષધર્મ કહેલ છે, તે ધર્મ અને ધર્માનું કથંચિત અભેદપણું હોવાથી જાણવું.
(૧૩) મધુનો કુંભ તે મધુકુંભ અર્થાત્ મધુથી ભરેલ કે મધુ છે. ઉપધાન - ઢાંકણ જેનું તે મધુપિધાન. એમ બીજા ત્રણ ભાંગા જાણવા.
(૧૪) પુરુષ સૂત્ર સ્વયમેવ સૂત્રકારશ્રી વિ આદિ ગાથાથી કહે છે. (3૮૮ થી ૩૯૧] ગાથા યતુષ્ટમાં - હૈદ્ય - મન, મપાપ - હિંસારહિત, નુપ
૧૩૬
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ અપતિ રહિત અને મધુરભાષિણી જિલ્લા જે પુરુષને વિધમાન છે તે પુરષ મધુકુંભની જેમ મધુકુંભ છે અને મધુપિધાનની જેમ મધુપિધાન છે. એમ પ્રથમભંગ યોજવો. સૂમ-૩૯૦માં હૃદય ક્લષમય - અપીતિવાળું, ઉપલક્ષણથી પાપવાળું અને જે મધુરભાષિણી જિલ્લા તે જે પુરુષમાં નિત્ય વિધમાન છે તે પુરુષ વિપકુંભ અને મધુપિધાન છે.
અહીં કહેલ ચોથો પુરુષ ઉપસર્ગ કર્તા થાય, માટે ઉપસર્ગ પ્રરૂપણા• સૂત્ર-૩૯૨ -
(૧) ઉપર ચાર ભેદ કહ્યા * દિવ્યા-મનુષ્યા-તિર્યંચયોનિકા • આત્મ સંચેતનીયા... (૨) દિવ્ય ઉપસર્ગો ચાર ભેદે કહ્યા • હાસ્યથી, દ્વેષથી, વિમર્શથી, ઉપહાસથી... (3) મનુષ્ય સંબંધી ઉપસર્ગો ચાર ભેદે કહા. હાસ્યથી, પહેષથી, વીમંસાથી, કુશીલ પ્રતિસેવનાથી...
(૪) તિચિ સંબંધી ઉપસર્ગો ચાર ભેદે કહ્યા • ભયથી, પહેલથી, આહાર હેતુથી, સ્વ સ્થાનની રક્ષા માટે... (૫) આત્મ સંચેતનીય ઉપસર્ગો ચાર ભેદ કહ્યા - સંઘર્ફોનથી, પડી જવાથી, સ્તંભનતાથી, લેશનતાથી.
• વિવેચન-૩૯૨ :
ત્ર સરળ છે. વિશેષ આ - સમીપે પ્રાપ્ત થવારૂપ અથવા ધર્મથી જેઓ વડે ભ્રષ્ટ કરાય છે તે ઉપસર્ગો - બાધા વિશેષ. તે કતના ભેદે ચાર પ્રકારે છે * * * દિવ્ય, મનુષ્ય, તિર્યંચસંબંધી, આત્મસંતનીય. - આત્મા વડે કરાય છે તે આત્મ સંચેતનીય, તેમાં દિવ્યઉપસર્ગો હાસ્યથી થાય છે અથવા હાસ્ય વડે ઉત્પન્ન થવાથી હાસ્ય ઉપસર્ગો. એ રીતે અન્ય ઉપસણોમાં જાણવું. જેમ ભિક્ષાર્થે ગ્રામાંતર ગયેલ ક્ષુલ્લક મુનિઓએ વ્યંતરીને પ્રાર્થના કરી - જો અમે ઇચ્છિત ભોજન મેળવશું તો તને ઉદરેક આદિ આપશું, એમ સ્વીકારીને ઇષ્ટ ભોજન પ્રાપ્ત થતાં ‘આ તારું છે' એમ કહીને ઉડેકાદિ તેઓએ પોતે ખાધુ. દેવીએ હાસ્ય વડે તેઓના રૂપને છુપાવીને તેઓની સાથે કીડા કરી. ક્ષુલ્લક મુનિ ન આવતા ગચ્છ મુનિઓએ આચાર્ય પાસે નિવેદન કર્યું. દેવીએ ક્ષુલ્લકોને વિન કરેલ છે, પછી સમર્થ મુનિએ ઉડેચ્છાદિ યાચીને દેવીને આપતા તેણીએ ક્ષુલ્લક મુનિને છોડ્યા.
પ્રસ્વેષથી - જેમ સંગમે ભગવંત મહાવીરૂં ઉપસર્ગો કર્યા.
વિમર્ષથી - જેમ વષઋિતુમાં કોઈ દેવકુલિકામાં કેટલાંક મહાનુભાવ સાધુ ચાતુર્માસ રહ્યા. પછી તેઓ અબ ગયા. તેમાંથી એક સાધુ પુનઃ ત્યાં આવીને રહ્યા, દેવીએ વિચાર્યું કે - આ સાધુના સ્વરૂપની પરીક્ષા કરું, તેણી ઉપસર્ગ કરવા લાગી છે.
પૃથક્ • ભિન્ન ભિન્ન માત્રા-હાસ્યાદિ વસ્તુરૂપ છે જેઓને વિશે તે પૃથમ્ વિમાના અથવા વિવિધ માત્રા વડે હાસ્યાદિ ઉપસર્ગ કરે. જેમ સંગમ દેવ જ વિમર્ષ દ્વારા પ્રસ્વેષ વડે ઉપસર્ગ કરતો હતો.
મનુષ્ય સંબંધી - હાસ્યથી, જેમ ગણિકા પુગી ક્ષુલ્લક મુનિને ઉપસર્ગ કરતી હતી. મુનિએ તેણીનો દંડ માર્યો. રાજા પાસે વિવાદ ગયો ઇત્યાદિ. પ્રદ્વેષથી સોમિલ બ્રાહ્મણે ગજસુકુમારને માર્યા. પરીક્ષા માટે - ચાણક્યના કહેવાથી ચંદ્રગુપ્ત ધર્મપરિક્ષા