________________
સ્થાનાંગ-ભૂમિકા
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧
[3] મંગલ - આ અનુયોગ શ્રેયભૂત હોવાથી વિપ્ત થવાનો સંભવ છે, તેથી વિદન વડે હણાયેલ શક્તિવાળા શિષ્યોની પ્રવૃત્તિ તેમાં ન થઈ શકે. તે હેતુથી વિનની શાંતિ માટે મંગલ કરવું ઉચિત છે. કહ્યું છે કે - શુભ કાર્યો ઘણા વિદનવાળા હોવાથી મંગલોપચાર કરીને તેને મહાનિધિ કે મહાવિધા માફક ગ્રહણ કરવા. વળી મંગલ શામના આદિ-મધ્ય-તમાં શાસ્ત્રની નિર્વિદન સમાપ્તિ માટે-સ્થિરતા માટે-અવ્યવચ્છેદને માટે કરવું જોઈએ. • x x • x • તેમાં આદિ મંગલ અર્થ છે આ ! સે.- સૂત્ર છે. કેમકે તેમાં નંદી અંતભૂત શ્રુત શબ્દનું અથવા ભગવંતનું બહુમાન છે. • x • જેના વડે વાંછિત પ્રાપ્ત થાય તે “મંગલ'. અહીં ‘મંગલ' શબ્દનો અર્થ યોજેલ હોવાથી આદિ મંગલ છે.
મધ્ય મંગલ-પાંચમા અધ્યયનનું આદિ સૂa ‘પંચમહબૂણ' છે, ક્ષાયિકાદિ ભાવથી મંગલરૂપ હોવાથી ‘મંગલ’ છે. કહ્યું છે કે - નોઆગમથી ક્ષાયિકાદિ સુવિશુદ્ધ ભાવ મંગલરૂપ છે. અથવા અધ્યયન-૬ ના આદિ સૂત્ર છ ટાળે સંપન્ન મારે, ઇત્યાદિ. અણગાર પંચ પરમેષ્ઠીમાં હોવાથી મંગલપણું છે. સૂત્રોક્ત ગણધર સ્થાનોના વિશેષપણાથી મંગલ છે.
ત્યમંગલ - દશમાં અધ્યયનનું છેલ્લું સૂત્ર રસTUrgવસ્થા છે તેમાં મનંત શબ્દ છે. તે વૃદ્ધિ શબ્દ માફક મંગલરૂપ હોવાથી ત્ય મંગલ જાણવું. અથવા સર્વશાસ્ત્ર જ નિર્જરાના હેતુરૂપ હોવાથી તપની જેમ મંગલરૂપ છે. અહીં શાસ્ત્રનો મંગલરૂપ અનુવાદ શિષ્યોની બુદ્ધિમાં મંગલત્વના ગ્રહણ માટે છે. સાધુની માફક મંગલપણે ગૃહિત શારા મંગલરૂપ છે - આટલું કથન બસ છે. શાસ્ત્રાનું મંગલાદિ નિરૂપણ છે તેમ અનુયોગનું પણ જાણવું. *
[૪] સમુદાયાઈ - સ્થાનાંગ એ શાસ્ત્રનું નામ છે. નામના ત્રણ ભેદ છે. • ૧ યથાર્થ, ૨-અયથાર્થ, 3-અર્થશર્યું. તેમાં પ્રદીપ આદિ યથાર્થ છે, પલાશ આદિ અયથાર્થ છે ડિલ્ય આદિ અર્થશૂન્ય છે. તેમાં સમુદાયની પરિસમાપ્તિ હોવાથી શાસ્ત્ર નામ યથાર્થ છે, તેથી તેનું જ નિરૂપણ કરાય છે. તેમાં સ્થાન અને અંગ બે પદ નિક્ષેપણીય છે. તેમાં સ્થાનના નામાદિ પંદર ભેદ કહે છે
૧-નામસ્થાન-સચેતન કે અચેતન વસ્તુનું સ્થાન એવું નામ કરવું. ૨-સ્થાપનાસ્થાન-મા આદિને સ્થાપના અભિપ્રાયથી સ્થાપવા તે. Bદ્રવ્યસ્થાન - ગુણ, પયયના આશ્રયથી સચિવ, અચિવ, મિશ્ર ભેદરૂપ. ૪-ક્ષેત્રસ્થાન - આકાશ, દ્રવ્યોનો આશ્રય હોવાથી ક્ષેત્ર એવું જે સ્થાન. પ-અદ્ધા-કાલથાન-ભવસ્થિત તે ભવકાલ, કાયસ્થિતિકાયકાલ.
૬-ઉર્થસ્થાન-ઉર્તપણાએ પુરુષનું અવસ્થાન-કાયોત્સર્ગ, અહીં સ્થાન શબદ ક્રિયા વચન છે. તેથી ઉપલક્ષણથી બેસવું, સૂવું આદિ પણ જાણવું.
ઉપરતિ-વિરતિ સ્થાન-વિવિધ ગુણોના આશ્રયત્નથી વિરતિ જ સ્થાન છે. અહીં સ્થાન શબદ વિશેષાર્થે છે. તેથી દેશવિરતિ, સર્વવિરતિ લેવી.
૮-વસતિ-સ્થાન કહેવાય છે. તેમાં સ્થિર થવાય છે, માટે સ્થાન. ૯-સંયમસ્થાન - સંયમની શુદ્ધિની વૃદ્ધિ અને હાનિથી થયેલ ભેદરૂપ.
૧૦-પ્રગ્રહસ્થાન-આદેય વચનવથી જેનું વચન ગ્રાહ્ય થાય તે નાયક. તેમાં લૌકિક-તે રાજા, યુવરાજ આદિ, લોકોત્તર તે આચાર્ય, ઉપાધ્યાય, પ્રવક, સ્થવિર, ગણાવચ્છેદકરૂપ છે તેવા બે ભેદ છે, તેમનું સ્થાન તે પ્રગ્રહ.
૧૧-ચોધસ્થાનઆલીઢ, પ્રત્યાલીઢ, વૈશાખ, મંડલ, સમપાદરૂ૫ શરીરન્યાસ. ૧૨-અલસ્થાન-અ લવ લક્ષણવાળો ધર્મ જે સાદિ સાંત છે તે રૂ૫. ૧૩-ગણણ સ્થાન - એક, બે આદિ શીર્ષ પ્રહેલિકા પર્યા ગણના તે રૂ૫.
૧૪-સંધાન સ્થાન - દ્રવ્યથી-ભાંગેલ કાંચળીનું જોડાણ તે છિન્નદ્રવ્ય સંઘાન, રૂના તાંતણાનું જોડાણ તે અછિન્નદ્રવ્ય સંધાન. ભાવથી છિન્ન અને અછિન્ન જોવા પ્રશસ્ત અને અપશસ્ત ભાવનું સંધાન [એ ચાર ભેદ લેવા.].
૧૫-ભાવ સ્થાન - ઔદયિક આદિ ભાવોની અવસ્થિતિ.
આ રીતે સ્થાન શબ્દ અનેક અર્થમાં છે, અહીં વસતિ કે ગણના સ્થાન વડે અધિકાર છે, તે બતાવે છે - હવે અંગ શબ્દનો નિક્ષેપ નામાદિ ચાર ભેદ કહે છે
તેમાં નામ, સ્થાપના પ્રસિદ્ધ છે. મધ, ઔષધાદિ દ્રવ્યનું કારણ કે અવયવ તે દ્રવ્યાંગ. ક્ષયોપશમ આદિ જે અંગ તે ભાવાંગ. અહીં ભાવાંગનો અધિકાર છે.
સ્થાનાંગ-એકવ આદિ વડે વિશેષિત આત્માદિ પદાર્થો જેમાં રહે છે, બેસે છે, વસે છે તે સ્થાન અથવા સ્થાન શબ્દથી અહીં એક-આદિ સંખ્યા ભેદ કહેલ છે. તેથી, આત્માદિ પદાર્થને પ્રાપ્ત એકથી દશ પર્યત સ્થાનોને કહેવાથી “સ્થાન” છે. તે સ્થાન ક્ષાયોપથમિક ભાવરૂપ પ્રવચન પુરુષના અંગ માફક જે અંગ તે સ્થાનાંગ કહેવાય, તે સમુદાયાર્થ જાણવો.
તેમાં દશ અધ્યયનો છે. તેમાં પહેલું અધ્યયન સંખ્યામાં એક હોવાથી એક સંખ્યા યુક્ત આત્માદિ પદાર્થનું પ્રતિપાદક હોવાથી એક સ્થાન છે. તેના ચાર અનુયોગદ્વારો છે ઉપકમ, નિક્ષેપ, અનુગમ અને નય. તેમાં અનુયોજન તે અનુયોગ. સૂત્રનો અર્થ સાથે સંબંધ કરવો તે. અથવા અનુરૂપ કે અનુકૂલ જે યોગવ્યાપાર, સૂગના અર્થ પ્રતિપાદન રૂપ તે અનુયોગ. • x • અથવા અર્થની અપેક્ષાથી સૂત્ર અણુ • લઘુ છે અથવા અર્થની પછી છે માટે મજુ છે, મનુ શબ્દ વાચ્ય સૂનો જે અભિધેય યોગ, તે અનુયોગ છે. - x - તેના જે હાર-પ્રવેશમુખ તે દ્વારો. એક સ્થાનક અધ્યયનરૂપ નગરના અર્થ જાણવાના ઉપાયરૂપ ચાર દ્વારા જાણવા. જેમ દ્વારહિત નગર તે અનગર છે. એક દ્વારમાં પ્રવેશ દુ:ખેથી થાય અને કાર્યની હાનિ થાય. ચાર દ્વાર હોય તો પ્રવેશ સુખે કરી થાય, કાર્યસિદ્ધિ થાય. તેમ એક સ્થાન અધ્યયનરૂપ નગર અર્થાધિગમના ઉપાયરૂપ દ્વારોથી રહિત હોય તો અર્થનું જાણવું અશક્ય થાય.
એક દ્વાવાળું શાસ્ત્ર દુરધિગમ્ય છે, ચાર દ્વારોવાળું હોય તો સુખે કરીને