________________
૪/૨/૧૨
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-3/
વસ્ત્ર ચાર ભેદે છે - કૃમિરાગથી રંગેલું કર્દીમરાગથી રંગેલું, ખંજન રાગથી રંગેલ, હાલિદ્વરાગથી રંગેલ, એ રીતે લોભ ચાર ભેદે છે - કૃમિરાગરો વસ્ત્ર સમાન, કમરાગત વસ્ત્ર સમાન, ખંજનરાગત સમાન, હાલિદ્ર રાગ સમ. કૃમિરાગ ફક્ત વસ્ત્ર સમાન લોભવાળો જીવ મૃત્યુ પામીને નૈરયિકમાં ઉપજે છે, એ રીતે ચાવત હાલિદ્વરાગરક્ત સમાન લોભવાળો દેવલોકમાં ઉપજે છે.
• વિવેચન-૩૧૨ :
સૂત્ર સ્પષ્ટ છે. પરંતુ વતન - સામાન્યથી વક, વસ્તુ કે પુષ્પકરંડક સંબંધી મૂઠમાં ગ્રહણ કરવાનું સ્થાન વાંસાદિના ખંડવાળું પણ વક્ર હોય, પણ અહીં સામાન્યથી વસ્તુનું વકત્વ વેતન શબ્દથી ગ્રાહ્ય છે.
તેમાં વાંસના મૂળરૂપ વકતવ તે વંશીમલ કેતન, એમ સર્વત્ર જાણવું. વિશેષ એ કે મેંઢ વિષાણ એટલે મેંઢ શીંગડું, ગોમૂમિકા પ્રતીત છે, છોલાયેલ વાંસની સળી વગેરેની જે પાતળી છાલ તે અવલેખનિકા, વંશીમલ આદિ સમાન માયાનું વકપણું તો માયાવાળાના વકપણાના ભેદથી છે. તે આ પ્રમાણે - વાંસનું મૂળ અતિ ગુપ્ત વક છે, એ રીતે કોઈ જીવની માયા પણ અતિ ગુપ્ત વક્ર છે, એ રીતે અવા, ચાલતર, અાતમ માયા વડે અન્ય માયા પણ વિચારવી. આ માયા અનંતાનુબંધી, પ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાન આવરણી અને સંજ્વલનીરૂપે અનુક્રમે જાણવી. અન્ય આચાર્યો કહે છે. - પ્રત્યેક અનંતાનુબંધી આદિ માયામાં અત્યા, અ૫, પિતર, અાતમ એમ ચાર ભેદો હોય છે. તે કારણે જ અનંતાનુબંધી માયાનો ઉદય છતે પણ દેવાદિમાં ઉત્પા થાય છે. એ રીતે માન આદિ પણ જાણવા.
| વાંચનાંતરમાં તો પ્રથમ ક્રોધ અને માનના સ્ત્રો છે. પછી માયાના સૂત્રો છે. તેમાં ક્રોધ સૂરો વાર ના પન્ના, આદિ છે. ચાર પ્રકારે સજિફાટ કહેલી છે, પર્વતરાજિ, પુરવીરજિ, રેણરાજિ, જલરાજિ. આ પ્રમાણે ક્રોધ ચાર ભેદે કહ્યો છે. ઇત્યાદિ માયા સૂત્રોની જેમ કહેવા.
ફળ સૂત્રોમાં તો અનુપવિષ્ટ - તેના ઉદયમાં વર્તનાર. શૈલ એ જ સ્થંભ, તે શૈલશૃંભ, એ રીતે બીજા પણ જાણવા. વિશેષ એ કે • અસ્થિ, દાર (લાકડું પ્રસિદ્ધ છે, તનિશ - એક વૃક્ષ, નતા - છડી, તે નેતરની છડી, તે અત્યંત મૃદુ હોય છે. માનની પણ શૈલખંભાદિ સમાનતા છે, કેમકે માનવાળાને નમન અભાવ વિશેષથી સમાનતા જાણવી. માન પણ અનંતાનુબંધી આદિ ક્રમથી જાણવું, તેનું ફલસૂત્ર સ્પષ્ટ છે.
- રંગ, વૃદ્ધ સંપ્રદાય આ છે - મનુષ્યાદિનું લોહી લઈ કોઈક વસ્તુ વડે સંયુકત કરીને ભાજનમાં રાખે છે, તેમાં કૃમિ ઉપજે છે, તે કીડા વાયુ માટે છિદ્રો દ્વારા નીકળીને મુખથી લાળ મૂકે છે, તે કૃમિત્ર કહેવાય છે. તે સ્વપરિણામ રંગ વડે રંગિત જ હોય છે, બીજા કહે છે - લોહીમાં ઉત્પન્ન કૃમિને લોહીમાં જ મસળી, કચરો દૂર કરી, તેમાં કંઈક ભેળવીને પટ્ટ સૂઝને રંગે છે, તે નહીં ઉતારેલ સ કૃમિરાણા કહેવાય છે. તેના વડે રંગાયેલ તે કૃમિરાગરક્ત. એ રીતે સર્વત્ર જાણવું. વિશેષ એ
કે - કર્દમ એટલે કાદવ, ખંજન એટલે દીવા આદિની મેષ, હળદર પ્રસિદ્ધ છે.
લોભની કૃમિરાગાદિ રંગાયેલ વસ્ત્રની સમાનતા છે, કેમકે અનંતાનુબંધી આદિ લોભના ભેદવાળા જીવોનું ક્રમ વડે દંઢ, હીન, હીનતર અને હીનતમ અનંતબંધપણું છે, તે આ રીતે • કૃમિરાબરકત વસ્ત્ર બળવા છતાં રાણાનુબંધ મુકતું નથી, તેની ભસ્મ પણ લાલ હોય છે, એ રીતે જે મરવા છતાં લોભાનુબંધ છોડતો નથી, તેને કૃમિરાગ ક્ત વસ્ત્ર સમાન અનંતાનુબંધી લોભ જાણવો. એ રીતે સર્વત્ર વિચારવું. ફળસૂત્ર સ્પષ્ટ છે.
આ કષાય પ્રરૂપણા ગાયા - ક્રોધ, જળ-રેણુ-પૃથ્વી-પર્વતજિ સમ ચાર ભેદે છે. માન, નેતની છડી-કાઠ-અસ્થિ-શૈલસ્તંભ સમાન છે. માયા, વાંસની ઝીણી છાલ-ગોમુખ-મેંઢ-શૃંગ-વંસમૂલ સમાન છે. લોભ, હાલિદ્ર-મંજન-કઈમ-કૃમિરાણ સમાન છે. ક્રમશઃ આ સર્વે પક્ષ-ચાતુમસ-સંવત્સર-જાવજીવ અનુગામી અને દેવ-નરતિય-નાક ગતિને સાધવાના હેતુરૂપ કહ્યો છે - કષાય કહ્યા.
કષાય વડે સંસાર થાય છે, માટે સંસારનું સ્વરૂપ કહે છે– • સૂઝ-૩૧૩,૩૧૪ :[૧૩] સંસાર ચાર ભેદે છે . નૈરચિક સંસાર ચાવતું દેવસંસાર - ચાર ભેદે આયુષ્ય કહે છે - નૈરયિકા, ચાવતું દેવાયુ.
[૧૪] આહાર ચાર ભેદે છે - અશન, પાન, ખાદિમ, સ્વાદિમ... ચાર ભેદ આહાર છે • ઉપકરસંપન્ન, ઉપકૃતસંપન્ન, રવભાવસંપન્ન અને પરિજુષિતસંપન્ન.
• વિવેચન-૩૧૩,૩૧૪ -
[૩૧] સૂત્ર સ્પષ્ટ છે. પરંતુ સંસરવું તે સંસાર-મનુષ્યાદિ પર્યાયિથી નારકાદિ પયગમન. નૈરયિક પ્રાયોગ્ય આયુ, નામ, ગોત્ર કર્મનો ઉદય થતા જીવ નૈરયિક કહેવાય છે. કહ્યું છે કે - હે ભગવન! તૈરયિક, નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે કે અનૈરયિક તૈરયિકોમાં ઉત્પન્ન થાય છે ? હે ગૌતમ! નૈરયિક નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે, અનૈરયિક નૈરયિકોમાં ઉત્પન્ન થતો નથી. એ હેતુથી નૈરયિકોનું સંસરણઉત્પત્તિ સ્થાનમાં જવું કે અન્ય અન્ય અવસ્થાને પામવું તે નૈરયિક સંસાર. અથવા જીવો જેમાં સંસરે તે ગતિચતુષ્ટયરૂપ સંસાર, તેમાં નૈરયિકનો અનુભવ કરાતો ગતિલક્ષણ કે પરંપરા વડે ચાર ગતિરૂપ સંસાર તે તૈરયિક સંસાર, એમ તિર્યંચાદિ જાણવા. - ઉક્ત સ્વરૂપ સંસાર આયુષ્યથી હોય છે, માટે આયુ સૂત્ર છે. તેમાં જે આવે છે અને જાય છે તે આયુ-કર્મ વિશેષ જેના વડે પ્રાણી નકભવમાં ધારણ કરાય તે નિરાય, એમ ભવસૂગ છે, તે સ્પષ્ટ છે. માત્ર ભવન - ચવું તે ભવ - ઉત્પત્તિ. નકને વિશે ઉત્પતિ તે નરકમવ. મનુષ્યોમાં ઉત્પત્તિ તે મનુષ્યભવ, ઇત્યાદિ.
[૩૧૪] બધા ભવોને વિશે જીવો આહાર કરનારા હોય છે માટે આહાર માં કહે છે - ગ્રહણ કરાય તે આહાર, ખવાય તે અશન-ચોખા આદિ, પીવાય તે પાનસૌવીર આદિ, ખાવું એ પ્રયોજન જેનું છે તે ખાદિમ-ફળ વગેરે, સ્વાદ એ જ પ્રયોજન છે જેનું તે સ્વાદિમ-તાંબૂલ.