________________
૪/૨/૩૦૧
૫૩
આલોકમાં મળે, (૪) પરજન્મમાં સંચિત કુકમનું ફળ પરલોકમાં મળે - તેિ તે સંબંધી કથા તે નિર્વેદની કથા.), - - - (૧) આલોકમાં આચરેલા સકર્મોના ફળ આ જન્મમાં મળે, (૨) આલોકમાં આવેલ સકર્મોના ફળ પરલોકમાં મળે, ઇત્યાદિ ચઉભંગી જાણવી.
વિવેચન-3૦૧ -
સમ સુગમ છે. વિશેષ આ• સંયમને બાધક હોવાથી વિરુદ્ધ કથા - વચનપદ્ધતિ તે વિકથા, તેમાં સ્ત્રીઓની કે સ્ત્રી સંબંધી કથા તે સ્ત્રી કથા. આ કથા કહેલી છે, તો પણ સ્ત્રીના વિષયપણાએ સંયમ વિરુદ્ધ હોવાથી વિકથા છે... એ રીતે ભોજનની, દેશની, રાજાની જે કશા તે વિકથા છે.
બ્રાહમણી આદિમાંથી કોઈપણની પ્રશંસા કે નિંદા, જે જાતિ વડે કરાય તે જાતિ કથા. જેમ - પતિના અભાવે જીવતી આ બ્રાહ્મણીને ધિક્કાર છે, અમે શુદ્ર સ્ત્રીને ધન્ય માનીએ છીએ, જે લાખપતિ છતાં અનિંદિત છે.
એ રીતે ઉગ્ર કુલાદિમાં ઉત્પન્ન સ્ત્રીમાંથી કોઈ રુપીની પ્રશંસા તે કુલકથા. જેમકે - અહો ! જગત્માં ચૌલુક્ય વંશજાનું સાહસ અધિક છે, પતિનું મૃત્યુ થતા તે પ્રેમરહિત સ્ત્રીઓ અગ્નિમાં પ્રવેશ કરે છે.
તથા આંદ્ર વગેરેમાં ઉત્પન્ન સ્ત્રીઓમાંથી કોઈ સ્ત્રીના રૂપની પ્રશંસા તે રૂપકથા. જેમકે - ચંદ્ર જેવા મુખવાળી, કમલ જેવા નેત્રોવાળી ઇત્યાદિ.
તે સ્ત્રીઓમાંથી કોઈ એક સ્ત્રીના પહેરવાના વાની જે પ્રશંસા તે નેપથ્યકથા. જેમકે - ઉત્તરદેશની સ્ત્રીઓને ધિક્કાર છે, જે ઘણાં વોથી ઢંકાયેલ હોવાથી જેનું ચીવન યુવાન પુરુષોની આંખને હર્ષદાયી થતું નથી.
સ્ત્રીની કથામાં દોષો આ પ્રમાણે - સ્ત્રી કથા સ્વ-પરના મોહને ઉદીરે છે, લોકમાં ઉદ્દાહ થાય, સૂત્રાદિની હાનિ, બ્રહ્મવતની ગુપ્તિ આદિ થાય.
આ રસોઈમાં આટલા શાક અને ધૃતાદિ ઉપયોગી થાય છે, આવી કથા તે આવાપ કથા... તેમાં આટલા પકવાણ, વ્યંજનાદિનો ઉપયોગ થાય છે એવી કથા છે. નિવપિકથા... તેમાં આટલા તિતિરાદિનો ઉપયોગ થયો તે આરંભકથા... આટલો દ્રવ્ય-ખર્ચાદિ થશે તે નિષ્ઠાન કથા. - ૪ -
ભોજન કથામાં આ દોષો છે - આહાર કર્યા વિના ગૃદ્ધિથી અંગાર દોષ થાય, આ સાધુ પેટભરા આદિ છે, તેવો લોકાપવાદ થાય, દોષ પરંપરા થાય.
મગધાદિ દેશમાં વિધિ - ભોજનાદિની સ્ત્રના અથવા અમુક ભોજન પ્રથમ ખવાય છે, ઇત્યાદિ કથા તે દેશવિધિ કયા. એમ બીજી કથામાં પણ જાણવું. વિશેષ એ કે - ધાન્યોત્પતિ, ગઢ-કૂવા-દેવકૂલાદિની કથા તે દેશ-વિકા કથા... છંદ - ગમ્યાગમ્ય વિભાગ, અમુક કન્યા પરણવા યોગ્ય છે કે પરણવા યોગ્ય નથી તે દેશછંદ કથા... નેપથ્ય - વેષ સંબંધી કથા.
આ કથામાં આ દોષ છે - રાગદોષોત્પત્તિ, સ્વ-પર પક્ષનો કલહ, કોઈ દેશને ગુણવાણો જાણી સાધુ તે દેશે ગમન કરે, ઇત્યાદિ દોષ.
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ નગરાદિમાં પ્રવેશ સંબંધી કથા - અતિયાન કથા. જેમકે - શ્વેત હાથીના સ્કંધે બેઠેલો, ધોળા ચામરથી વિંઝાતો - x • x - રાજા નગરમાં પ્રવેશે છે.
આ રીતે બધે જાણવું. વિશેષ આ - નિર્ગમન સંબંધી, તે નિર્માણ કથા. જેમકે • વાજીંત્રો વગાડતા, બિરદાવલી બોલાતા - X - X • રાજા નીકળે છે.
બલ-હાથી આદિ અને વાહન-અશ્વાદિની કથા તે બલવાહન કથા. જેમકે - હે મિત્ર ! લાખો ઘોડાઓના હણહણાટ, હાથીનો ગરવ, રથોના ઘણઘણાટ, શગુના લશ્કરનો નાશ કરનાર સૈન્ય કોનું છે?
કોશ-ભંડાર, કોઠાણાર - ધાન્યગૃહ, તેની જે કથા તે કોશકોઠાગર કથા. જેમકે - પુરષ પરંપરા પ્રાપ્ત, વડિલોપાર્જિત ભંડાર - x - રાજા સમાન બીજો કોણ ?
- રાજકથામાં આ દોષ છે - તેથી રાજપુરષોને શંકા થાય છે કે - આ જાસુસ છે, ચોર છે, છુપા ઘાતક છે - X • ઇત્યાદિ શંકા થાય છે, ભક્ત ભોગી દીક્ષિત રાજાને પૂર્વ સુખની સ્મૃતિ થાય, ભક્ત ભોગી નિયાણું કરે આદિ.
આપણી - જે કથા વડે શ્રોતા મોહ છોડી તવ પ્રત્યે આકર્ષાય છે તે. વિક્ષેપણી - જે કથા વડે શ્રોતા કુમાર્ગમાંથી સન્માર્ગમાં લઈ જવાય. સંવેગની - જે કથા સંવેગને પ્રગટાવે, શ્રોતા બોધ કે સંવેગને પામે. નિર્વેદની - જે કથા વડે શ્રોતા સંસારાદિથી ઉદાસીન કરાય છે.
આચાર આક્ષેપણી - લોય, અસ્નાનાદિ આચારના પ્રકાશન વડે કહેવું છે, એ રીતે બીજા ભેદોમાં પણ જાણવું. વિશેષ એ કે - કંઈક થયેલ દોષના નિવારણ માટે પ્રાયશ્ચિત લક્ષણ જે કથન તે વ્યવહાર આક્ષેપણી. સંશય પ્રાપ્ત શ્રોતાને મધુર વચનો વડે સમજાવવું તે પ્રજ્ઞપ્તિ આપણી, શ્રોત્રાની અપેક્ષાએ નય-અનુસાર જીવાદિ સૂક્ષ્મ ભાવ કથન તે દૃષ્ટિવાદ આપણી. બીજા એમ કહે છે કે ‘આચાર' આદિ નામથી આચાર આદિ ગ્રંથો ગ્રહણ કરાય છે. સારાંશ એ કે
જ્ઞાન, ચાગ્નિ, તપ, પુરસ્કાર અને સમિતિ-ગુતિનો શ્રોતા અપેક્ષાએ જે ઉપદેશ તે આક્ષેપણી કથાસાર. પહેલા સ્વસિદ્ધાંત કહી તેના ગુણોનું સ્વરૂપ કહીને પસમયને કહે છે, તેના દોષોને દેખાડે છે, આ વિક્ષેપણી કથાનો પ્રથમ ભેદ, એ રીતે પરસમયના કથન સહ સ્વસમય સ્થાપના તે બીજો ભેદ. પસ્યમયોમાં જિનાગમ તવની સદેશતાથી અવિપરીત-તવોનો વાદ તે સમ્યગુવાદ, તે કહીને પરસમયોના જિનપણીતતત્વોથી વિરુદ્ધ જે મિથ્યાવાદ, તેના દોષનું કથન તે ત્રીજો ભેદ. પરસમયના મિથ્યાવાદનું કથન કરીને સમ્યગ્વાદની સ્થાપના તે ચોથો ભેદ.
અથવા સમ્યગ્વાદ તે અસ્તિપણું, મિથ્યાવાદ-નાસ્તિપણું, તેમાં આસ્તિકવાદની દષ્ટિ કહી નાસ્તિકવાદીની દષ્ટિઓ કહે છે. તે ત્રીજો ભેદ, તેથી વિપરીત તે ચોથો ભેદ,
ઇહલોક - મનુષ્ય જન્મના સ્વરૂપના કથનથી સંવેગની તે ઇહલોક-સંવેગની, આ સર્વ મનુષ્યપણું અસાર છે, અધુવ છે, કેળના સ્તંભ જેવું છે ઇત્યાદિ સ્વરૂપવાળી છે. ચોમ જ દેવાદિ ભવના રવરૂપના કથન રૂપ - દેવો પણ ઈર્ષ્યા, ખેદ, ભયાદિથી પરાભવ પામેલા છે, તો તિર્યંચનું શું કહેવું ? - એ પરલોક સંવેગની. આ મારું શરીર