________________
૩/૪/૨૩૮,૨૩૯
વક્રગતિ થાય. આ રીતે જીવને ઉપજવાના અભાવથી પાંચ સમયો થતા નથી અથવા પાંચ સમચો થવા છતાં પણ કહેલ નથી. જેમ ચાર સમયની ગતિ મોટા પ્રબંધમાં કહી
૨૩૭
નથી તેમ અહીં પણ જાણવું. તેથી એકેન્દ્રિયને છોડીને વૈમાનિક પર્યન્ત જીવોને ઉત્કૃષ્ટથી ત્રણ સામયિક વિગ્રહ ગતિ કહી.
મોહવાળા જીવોનું ત્રિસ્થાનક કહીને હવે ક્ષીણમોહવાળાને કહે છે– • સૂત્ર-૨૪૦ થી ૨૪૫ :
[૨૪] ક્ષીણમોહ અન્ત ત્રણ કર્મ પ્રવૃત્તિઓનો એક સાથે ક્ષય કરે છે. તે આ - જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય.
[૪૧] અભિજિત નક્ષત્રના ત્રણ તારા છે. એ રીતે શ્રવણ, અશ્વિની, ભરણી, મૃગશીર્ષ, પુષ્ય, જ્યેષ્ઠા નક્ષત્રોના પણ ત્રણ-ત્રણ તારા છે.
[૪૨] અરહંત ધર્મ પછી અરહંત શાંતિ પોણો પલ્યોપમ ન્યૂન ત્રણ સાગરોપમ કાળ વ્યતિક્રાંત થતા મુત્પન્ન થયા.
[૨૪૩] શ્રમણ ભગવંત મહાવીરથી ત્રીજા યુગપુરુષ સુધી મોક્ષમાર્ગ ચાલ્યો... અર્હન્ત મલ્લીએ ૩૦૦ પુરુષ સાથે મુંડ થઈને યાવત્ પ્રતજ્ઞા લીધી. એ પ્રમાણે પાર્શ્વને પણ જાણવા.
[૨૪૪] શ્રમણ ભગવંત મહાવીરને ૩૦૦ ચૌદપૂર્વીની ઉત્કૃષ્ટ સંપદા હતી. તેઓ જિન નહીં પણ જિન સમાન, સર્પાક્ષર સન્નિપાતી અને જિનની માફક અવિતથ કહેનારા એવા ચૌદપૂર્વીઓ હતા.
[૨૪૫] ત્રણ તિર્થંકર ચક્રવર્તીઓ થયા - શાંતિ, ગ્રંથ, આર. • વિવેચન-૨૪૦ થી ૨૪૫૧
[૨૪૦] જેને મોહનીય કર્મ નાશ પામેલ છે તેવા જિનને ત્રણ કર્મ પ્રકૃતિઓ સમકાળે ક્ષય પામે છે. કહ્યું છે કે - છેલ્લા સમયે જ્ઞાનાવરણીયની પાંચ, દર્શનાવરણીયની ચાર, અંતરાયની પાંચ એ ચૌદ ખપાવીને કેવલી થાય. શેષ સુગમ છે.
અશાશ્વતાને કહીને શાશ્વતાને કહે છે–
[૨૪૧] અભિજિત નક્ષત્ર આદિ સાતે સૂત્રો સુગમ છે.
[૨૪૨] ક્ષીણ મોહનું ત્રિસ્થાનક કહીને હવે તદ્ વિશિષ્ટ તીર્થંકરોને કહે છે ધમ્મ આદિ. એક પલ્યોપમના ચાર ભાગ પૈકી ત્રણ ભાગ વડે ન્યૂન ધર્મજિનથી પોણો પલ્યોપમ ન્યૂન ત્રણ સાગરોપમ કાળે શાંતિ જિન થાય.
[૨૪૩] સમળÆ, યુગ - પાંચ વર્ષ પ્રમાણ કાળ વિશેષ અથવા લોકપ્રસિદ્ધ કૃતયુગાદિ, તે યુગો ક્રમથી વ્યવસ્થિત છે, તેથી ગુરુ-શિષ્ય ક્રમથી કે પિતા પુત્ર ક્રમવાળા, યુગોની જેમ પુરુષો તે પુરુષ યુગો - ૪ - ત્રીજા પુરુષ યુગ પર્યન્ત અર્થાત્ જંબૂસ્વામી પર્યન્ત પુરુષ યુગ, તેની અપેક્ષાએ ભવનો અંત કરનારાની અર્થાત્ મોક્ષગામીઓની ભૂમિ - કાળ તે યુગાંતકર ભૂમિ. એટલે કે ભગવન્ વર્ધમાન સ્વામીના તીર્થમાં તેનાથી જ આરંભીને ત્રીજા પુરુષ જંબુસ્વામી પર્યન્ત મોક્ષમાર્ગ
૨૩૮
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧
ચાલ્યો.
મઠ્ઠી - ભગવંત વીર એકલા, ભગવંત પાર્શ્વ અને મલ્લી ૩૦૦-૩૦૦ પુરુષો
સાથે દીક્ષા લીધી છે.
[૨૪૪] સમળે. અસર્વજ્ઞપણાએ, જિન જેવા નહીં પણ સમગ્ર સંશયનો નાશ કરવા વડે જિન એવા, સકલ અક્ષર સન્નિપાત-અકારાદિ વર્ણના સંયોગો છે જેઓને તે સર્વાક્ષર સન્નિપાતિક અર્થાત્ સમસ્ત શાસ્ત્રના જાણનારા, વ્યાખ્યાન કરનારા એવા ચૌદ પૂર્વીઓની સંપદા હતી.
[૨૪૫] શાંતિ, કુંયુ, અર એ ત્રણ અહંતો જ ચક્રવર્તી હતા, શેષ તીર્થંકરો માંડલિક રાજાઓ હતા.
તીર્થંકરો વિમાનથી અવતરેલા હતા તેથી હવે વિમાનનું મિસ્થાનકત્વ કહે છે. • સૂત્ર-૨૪૬ થી ૨૪૮ :
[૨૪૬] ત્રૈવેયક વિમાનના ત્રણ પ્રસ્તર કહ્યા - (૧) હેકમ - (૨) મધ્યમ(૩) ઉપરિમ - શૈવેયક વિમાન પસ્તર...
હેક્રિમ શૈવેયક વિમાન પ્રસ્તટ પણ ત્રણ પ્રકારે છે . હેકિંમહેક્રિમ - હેકિંમમધ્યમ, - હેકિંમઉવર્ણિમ ત્રૈવેયક વિમાન પસ્ત...
મધ્યમ શૈવેયક વિમાન પ્રસ્તટ પણ ત્રણ પ્રકારે - મધ્યમ હેક્રિમ, - મધ્યમ મધ્યમ, - મધ્યમ ઉવર્ણિમ ગૈવેયક વિમાન પ્રસ્ત...
ઉપરિમ ત્રૈવેયક વિમાન પસ્તટ પણ ત્રણ પ્રકારે છે - ઉવમિહેક્રિમ, - ઉવમિમધ્યમ, ઉદ્યમિ ઉવરિમ - ત્રૈવેયક વિમાન પ્રતટ.
[૨૪] જીવોએ ત્રણ સ્થાન વડે ઉપાર્જન કરેલા પુદ્ગલો પાપકર્મપણે એકઠા કર્યા છે - કરે છે - કરશે. તે આ રીતે - સ્ત્રી, પુરુષ, નપુંસકવેદે સંચિત એ રીતે - યયન, ઉપચયન, બંધ, ઉદીરણા, વેદન, નિર્જરા જાણવા.
[૪૮] ત્રિપદેશિક સ્કંધો અનંતા કહ્યા છે. એ રીતે યાવત્ ત્રિગુણ રૂક્ષ પુદ્ગલો અનંતા કહ્યા છે.
• વિવેચન-૨૪૬ થી ૨૪૮ -
[૨૪૬] લોકપુરુષના ગ્રીવા સ્થાને થયેલા તે પ્રૈવેયકો, એવા વિમાનો તે પ્રૈવેયક વિમાનો, તેના પ્રસ્તટો - રચનાવિશેષ સમૂહો. - આ ત્રૈવેયકાદિ વિમાનોનો વસવાટ
કર્મસંબંધે થાય છે માટે કર્મકથન.
[૨૪૭] નીવાળ, ઇત્યાદિ છ સૂત્રો - તેમાં ત્રણ સ્થાનક વડે એટલે સ્ત્રી વેદાદિ વડે ઉપાર્જન કરેલ પુદ્ગલોને પાપકર્મ - અશુભકર્મત્વથી ઉત્તરોત્તર અશુભ અધ્યવસાયથી એકઠા કરેલા, એવી રીતે પરિપોષણ વડે વિશેષ સંચય કરેલા, નિકાચિત કરવાથી દૃઢ બાંધેલા, અધ્યવસાય વશ થઈ ઉદયમાં નહી આવેલ કર્મોને ઉદયમાં પ્રવેશ કરાવી ઉદીરણા કરેલા, અનુભવ કરવાથી વેદેલા, જીવના પ્રદેશો થકી પરિશાટન વડે નિર્જરા કરેલા [અર્થ જાણવા.] ચયનની માફક બધાં પદો ત્રણ કાળ વડે કહેવા.