________________
૩/૪/૨૦૮ થી ૨૧૦
“વ્યતિક્રમ” છે. આધાકર્મી આહાર ગ્રહણ કરવામાં “અતિચાર” થાય છે અને તે આહારનું ભોજન કરતા “અનાચાર” થાય છે. આ રીતે ઉત્તરગુણ રૂપ ચાસ્ત્રિના ચારે દોષો જાણવા. આ કથન વડે જ્ઞાન-દર્શનના અને તેના ઉપકારી દ્રવ્યોના પુસ્તક, ચૈત્ય વગેરેના ઉપઘાતને માટે અથવા મિથ્યાર્દષ્ટિઓની ઉપબૃહણાને માટે નિમંત્રણ અને સ્વીકાર વડે જ્ઞાન, દર્શનના અતિક્રમાદિ જોડવા.
૨૧૫
ત્રણ અતિક્રમોને આલોચે - ગુરુ પાસે નિવેદન કરે ઇત્યાદિ પૂર્વવત્. વિશેષ એ કે - ચાવત્ શબ્દથી, વિમોદેના, વિષ્ણુના અવતાવાદ્ અમૂના અહાર્દિ તોલમાં પાવચ્છિનં કહેવું.
[૨૧૦] પાપનો છેદક હોવાથી અથવા પ્રાયઃ ચિત્તનો વિશોધક હોવાથી પ્રાકૃતમાં પાન્તિ એટલે શુદ્ધિ કહેવાય છે, તે પ્રાયશ્ચિત વિષય શોધવા યોગ્ય અતિચાર પણ પ્રાયશ્ચિત્ત છે. તે દશ પ્રકારે હોવા છતાં ત્રણ સ્થાનકના અનુરોધથી ત્રણ પ્રકારે છે. તેમાં આલોચવું તે આલોચના અર્થાત્ ગુરુને નિવેદન કરવું તે શુદ્ધિભૂતને યોગ્ય છે - તેનાથી જ શુદ્ધિ થાય. ભિક્ષાચર્યાદિ વડે થયેલ અતિચાર આલોચના યોગ્ય છે, એમ પ્રતિક્રમણ-મિથ્યાદુત્ તેને યોગ્ય-અનુપયોગથી અસમિતિ અને અગુપ્તિપણું જાણવું. ઉભય એટલે આલોચના તથા પ્રતિક્રમણ લક્ષણને યોગ્ય-મન વડે રાગદ્વેષમાં જવું તે થાય.
આ પ્રજ્ઞાપનાદિ ધર્મો પ્રાયઃ મનુષ્યક્ષેત્રમાં જ હોય છે, તેથી તેને કહે છે– - સૂત્ર-૨૧૧ -
જંબુદ્વીપ નામના દ્વીપમાં મેરુ પર્વતની દક્ષિણે ત્રણ કર્મભૂમિઓ કહી છે - હૈમવત, હરિવર્ષ, દેવકુટુ... જંબૂદ્વીપના મેરુની ઉત્તરે ત્રણ અકર્મભૂમિ કહી છે - ઉત્તકુ, રમ્યર્થ અને ઐરણ્યવત... જંબુદ્વીપના મેરુની દક્ષિણે ત્રણ વર્ષ ક્ષેત્રો કહ્યા છે ભરત, હૈમવત, હરિવ.. જંબૂદ્વીપની ઉત્તરે ત્રણ વર્ષોત્રો કહ્યા છે - રમ્યવર્ષ, હૈરણ્યવત્, ઐવત...
-
જંબુદ્વીપના મેરુની દક્ષિણે ત્રણ વર્ષધર પર્વતો છે
લઘુહિમવંત, મહાહિમવંત, નિષઢ... જંબૂદ્વીપના મેરુની ઉત્તરે ત્રણ વર્ષધર પર્વતો કહ્યા છે - નીલવંત, રૂપી, શિખરી... જંબુદ્વીપના મેરુના દક્ષિણે ત્રણ મહદ્રહો કહ્યા છે . પદ્મદ્રહ, મહાપદ્રહ, તિiિછિદ્રહ... તે દ્રહોમાં મહદ્ધિક યાવત્ એક પલ્યોપમની શ્રી, ઠ્ઠી, ધૃતિ... એવી રીતે મેરુની ઉત્તરે પણ ત્રણ દ્રહ છે - કેશરી, મહાડરીક, પોડરિક... તેમાં રહેલ દેવીઓના નામ છે . કીર્તિ, બુદ્ધિ, લક્ષ્મી...
સ્થિતિવાળી ત્રણ દેવીઓ વસે છે
જંબુદ્વીપના મેરુની દક્ષિણે લઘુહિમવંત વર્ષધર પર્વતથી પદ્મદ્રહ નામે મહાદ્રહથી ત્રણ મોટી નદીઓ વહે છે - ગંગા, સિંધુ, રોહિતાંશા... જંબૂદ્વીપમાં મેરુની ઉત્તરે શિખરી વર્ષધર પર્વતના પૌડકિ મહાદ્રહથી ત્રણ મોટી નદીઓ વહે છે - સુવર્ણકૂલા, રકતા, તવતી... જંબુદ્વીપના મેરુની પૂર્વ દિશાએ અને શીતા
-
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧
મહાનદીની ઉત્તરે ત્રણ નદી કહી છે ગ્રાહવતી, કંહવતી, પંકવતી. જંબુદ્વીપના મેરુની પૂર્વે શીતા મહાનદીની દક્ષિણે ત્રણ તનદીઓ કહી છે તપ્તજલા, મતજલા, ઉન્મત્તજલા. જંબૂદ્વીપના મેરુની પશ્ચિમે અને શીતૌદા મહાનદી દક્ષિણે ત્રણ અંતર્નંદી કહી છે - ક્ષીરોદા, શીતશ્રોતા, આંત-વાહિની.. જંબુદ્વીપના મેરુની પશ્ચિમે અને શીતોદા મહાનદીની ઉત્તરે ત્રણ તનદી કહી છે - ઉર્મિમાલિની, ફેનમાલિની, ગંભીરમાલિની.
૨૧૬
આ રીતે ધાતકીખંડ દ્વીપના પૂર્તિમાં અકર્મભૂમિથી લઈને યાવત્ આંતર્નંદી પર્યન્ત સઘળું વર્ણન કહેવું યાવત્ પુષ્કરવરદ્વિપાર્કના પશ્ચિમાર્ક પર્યન્ત સઘળું વર્ણન તેમજ કહેવું.
• વિવેચન-૨૧૧ :
જંબુદ્વીપમાં ઇત્યાદિ બીજા ઠાણ અનુસારે અને જંબુદ્વીપના પટાનુસાર જાણવું. વિશેષ એ કે અંતર્નદીઓની પહોળાઈ ૧૨૫ યોજન છે.
અનંતર મનુષ્યક્ષેત્ર લક્ષણ પૃથ્વીખંડની વક્તવ્યતા કહી. હવે પ્રકારાંતરથી સામાન્ય પૃથ્વી દશવક્તવ્યતા કહે છે–
• સૂત્ર-૨૧૨ :
ત્રણ કારણે પૃથ્વીનો થોડો ભાગ ચલિત થાય છે. - -- રત્નાભા પૃથ્વીના અધોભાગમાં ભાદર પુદ્ગલો વિસસા પરિણામથી ઉછળે ત્યારે તે મોટા પુદ્ગલો પડતાં પૃથ્વીનો દેશ ભાગ ચલિત થાય. -૨- મહાઋદ્ધિવાળો યાવત્ મહા સૌખ્યવાળો મહોરગ દેવ આ રત્નપભા પૃથ્વીના અધોભાગમાં આવાગમન કરે ત્યારે પૃથ્વીનો દેશ ભાગ ચલિત થાય. -૩- નાગ અને સુવર્ણકુમાર દેવોનો સંગ્રામ થાય ત્યારે પૃથ્વીનો દેશભાગ ચલિત થાય. આ ત્રણ કારણે પૃથ્વી ચલિત થાય.
ત્રણ કારણે પરિપૂર્ણ પૃથ્વી ચલિત થાય - ૧-આ રત્નપ્રભા પૃથ્વીનો ઘનવાત સુભિત થાય, ત્યારે તે ઘનવાતના ક્ષોભથી ઘનોદધિ કંપિત થાય, ત્યારે ઘનોદધિ કંપિત થતા પરિપૂર્ણ પૃથ્વી ચલિત થાય. -૨- કોઈ મહર્જિક ચાવત્ મહાઐશ્વર્યવાન દેવ તથા રૂપ શ્રમણ કે માહનને ઋદ્ધિ, ધૃતિ, યશ, બલ, વીર્ય, પુરુષકાર પરાક્રમ દેખાડતો પરિપૂર્ણ પૃથ્વીને ચલિત કરે. -૩- દેવો અને અસુરોનો સંગ્રામ થત્ય હોય ત્યારે પરિપૂર્ણ પૃથ્વી ચલિત થાય. આ ત્રણ કારણે પૃથ્વી ચલિત થાય.
• વિવેચન-૨૧૨ :
સૂત્ર સ્પષ્ટ છે. કેવલ વેશ એટલે ભાગ, રત્નપ્રભા નામે પૃથ્વી, મ - નીચે, રાત - ઉદાર, બાદર. તે વિસસા પરિણામથી પડવાને કારણે ચલે અથવા યંત્રથી મુકેલ મહા પત્થરની માફક બીજા સ્થળેથી આવીને ત્યાં લાગે, તેથી તે પુદ્ગલો પડતાં પૃથ્વી દેશ ચલિત થાય... મોર્શ - વ્યંતર વિશેષ, મિિકૃષ્ણ - પરિવારાદિથી મહદ્ધિક,