________________
૧/૫/ભૂમિકા
૧૪૫
Ø શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૫ “નરયવિભક્ત્તિ”
ભૂમિકા :
ચોથું અધ્યયન કહ્યું, હવે પાંચમું કહે છે, તેનો સંબંધ આ પ્રમાણે છે - પહેલા અધ્યયનમાં સ્વસમય-પરસમય પ્રરૂપણા કહી. બીજા અધ્યયનમાં સ્વસમયમાં બોધ પામવાનું કહ્યું. બોધ પામીને અનુકૂળ કે પ્રતિકૂળ ઉપસર્ગ સારી રીતે સહન કરવાનું ત્રીજા અધ્યયનમાં કહ્યું. બોધ પામેલાએ સ્ત્રી પરીષહને સમ્યક્ સહેવાનું ચોથા અધ્યયનમાં કહ્યું. આ અધ્યયનમાં બતાવશે કે ઉપસર્ગભીરુ સ્ત્રીને વશ થતાં અવશ્ય નકે જાય, ત્યાં જે વેદના થાય છે તે. આ સંબંધે આવેલ આ અધ્યયનના ચાર અનુયોગદ્વાર ઉપક્રમ આદિ કહેવા. તેમાં ઉપક્રમ અંતર્ગત્ અધ્યયન અને ઉદ્દેશાનો અર્થાધિકાર છે. અધ્યયન અર્થાધિકાર નિર્યુક્તિકારે પૂર્વે કહ્યો છે. જેમકે - ઉપસર્ગભીરુ સ્ત્રી-વશનો નરકમાં ઉપપાત થાય. ઉદ્દેશાર્થાધિકાર તો નિર્યુક્તકારે કહ્યો નથી. કેમકે તે અધ્યયનાર્થાધિકારમાં આવી ગયો છે.
હવે નિક્ષેપ કહે છે, તે ત્રણ પ્રકારે છે - ઓઘનિષ્પન્ન, નામનિષ્પન્ન અને સૂત્રાલાપકનિષ્પન્ન. તેમાં ઓઘમાં ‘અધ્યયન’ શબ્દ છે, નામમાં નકવિભક્તિ નામ છે. તે બે પદવાળું છે - નક, વિભક્તિ. તેમાં ‘નપદ'ને જણાવે છે.
[નિ.૬૪,૬૫] નરક શબ્દના નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ ભેદે છ નિક્ષેપા છે. નામ સ્થાપના સુગમ છે. દ્રવ્યનક આગમ અને નોઆગમથી છે. તેમાં આગમથી જ્ઞાતા પણ ઉપયોગ ન હોય, નોઆગમથી જ્ઞશરીર-ભવ્યશરીર-વ્યતિક્તિ ત્રણ ભેદ. આ જ મનુષ્ય કે તિર્યંચ ભવમાં જે કોઈ અશુભકર્મ કરવાથી અશુભ જીવો “કાળસૌકિ” આદિ છે અથવા જે કોઈ અશુભ સ્થાનો કેદખાના આદિ છે અને નરક જેવી વેદના છે, તે બધાં દ્રવ્યનસ્ક છે. અથવા કર્મદ્રવ્ય નોકર્મદ્રવ્ય ભેદથી દ્રવ્યનસ્ક બે પ્રકારે છે. તેમાં નરકમાં વેદવા યોગ્ય જે કર્મો બાંધ્યા તે એકભવિક બાંધેલા આયુવાળો અભિમુખ નામગોત્રવાળો એ દ્રવ્ય નરક છે. નોકર્મદ્રવ્ય નસ્ક તો અહીં જ છે. તે અશુભ રૂપ રસ ગંધ વર્ણ સ્પર્શ છે. “ક્ષેત્રનસ્ક” તે કાળ, મહાકાળ, રૌરવ, મહારૌરવ, અપ્રતિષ્ઠાનાદિ ૮૪ લાખની સંખ્યાવાળો વિશિષ્ટ ભૂ-ભાગ છે.
*કાળનક' જેટલો કાળ નરકની વેદના સહે તે છે.
‘ભાવનક' તે જે જીવો નસ્કનું આયુ ભોગવે તે તથા નકમાં ભોગવવા યોગ્ય કર્મનો ઉદય છે અર્થાત્ નરકમાં રહેલ જીવોનો નારકીના આયુના ઉદયથી પ્રાપ્ત અશાતાવેદનીયાદિ કહૃદય તે પણ ભાવનરક છે. આ પ્રમાણે અસહ્ય દુઃખ - કરવતથી વહેરાવું, કુંભીપાક આદિ પરમાધામી કૃત્ અને પરસ્પર ઉદીરણામૃત્ તથા સ્વાભાવિક એ ત્રણ દુઃખ છે.
આ બધું જાણીને તપ અને ચાસ્ત્રિના અનુષ્ઠાનમાં રક્ત રહેવું, કેમકે તે બંને નરકના શત્રુ છે, તથા સ્વર્ગ-પવર્ગનો એક હેતુ છે. તેથી આત્મહિતને ઇચ્છતા સાધુએ બીજુ છોડીને આ બેને સાધવા. 3/10
૧૪૬
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧
હવે વિભક્તિ પદના નિક્ષેપાને કહે છે—
[નિ.૬૬-] વિભક્તિના નામ સ્થાપના દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ એમ છ પ્રકારે નિક્ષેપ છે. (૧) કોઈ સચિતાદિ દ્રવ્યનું નામ ‘વિભક્તિ' હોય તે નામ વિભક્તિ જેમકે - મૈં આદિ આઠ વિભક્તિ [સંસ્કૃતમાં] છે. (૨) સ્થાપના વિભક્તિ - પદ કે ધાતુને અંતે સ્થપાય છે અથવા પુસ્તક-પાનામાં છાપેલી છે. (૩) દ્રવ્યવિભક્તિ જીવ, અજીવભેદથી બે પ્રકારે છે. તેમાં જીવ વિભક્તિ સંસારી અને સિદ્ધ બે ભેદે, સિદ્ધ જીવ વિભક્તિ દ્રવ્ય અને કાળથી બે ભેદે છે. તેમાં દ્રવ્યથી તીર્થસિદ્ધ, અતીર્થસિદ્ધાદિ ૧૫ ભેદે છે. કાળથી પ્રથમ સમય સિદ્ધાદિ ભેદે અનેક પ્રકારે છે.
સાંસારિક જીવ વિભક્તિ ઇન્દ્રિય-જાતિ-ભવભેદથી ત્રણ પ્રકારે છે. તેમાં ઇન્દ્રિયવિભક્તિ એક ઇન્દ્રિયાદિ પાંચ પ્રકારે છે. જાતિ વિભક્તિ પૃથ્વીકાયાદિ છ ભેદે છે અને ભવ વિભક્તિ નારાદિ ચાર ભેદે છે.
-
અજીવ દ્રવ્ય વિભક્તિરૂપી, અરૂપી એમ બે ભેદે છે. તેમાં રૂપી દ્રવ્ય વિભક્તિ સ્કંધ, સ્કંધદેશ, સ્કંધપ્રદેશ અને પરમાણુ પુદ્ગલ ચાર ભેદે છે. અરૂપી દ્રવ્ય વિભક્તિ દશ ભેદે - ધર્માસ્તિકાય, ધર્માસ્તિકાય દેશ અને ધર્માસ્તિકાય પ્રદેશ, એ પ્રમાણે અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયના ત્રણ-ત્રણ ભેદો તથા દશમું અદ્ધા સમય. (૪) ક્ષેત્ર વિભક્તિ ચાર પ્રકારે - સ્થાન, દિશા, દ્રવ્ય, સ્વામીને આશ્રીને. તેમાં સ્થાનથી ઉર્ધ્વ, અધો, તીછું એમ લોક વૈશાખ સ્થાન પુરુષ માફક કેડે હાથ દઈ ઉભેલ જેવો જાણવો. તેમાં પણ અધોલોકવિભક્તિ રત્નપ્રભાદિ સાત નરક પૃથ્વી, તેમાં પણ સીમંતક આદિ નઇન્દ્રક આવલિકાપ્રવિષ્ટ પુષ્પાવકીર્ણ, વૃત્ત, ત્રિકોણ, ચતુષ્કોણ આદિ નકનું સ્વરૂપ કહેવું. તિર્યશ્ર્લોકવિભક્તિ જંબુદ્વીપ, લવણસમુદ્ર આદિ બમણાબમણા વધતા સ્વયંભૂરમણ પર્વત દ્વીપ-સમુદ્રો જાણવા, ઉર્ધ્વલોકવિભક્તિ સૌધર્માદિ ઉપર ઉપર રહેલા બાર દેવલોક આદિ જાણવા. તેમાં પણ વિમાનેન્દ્વક આવલિકા પ્રવિષ્ટ પુષ્પાવકીદિ વિમાન સ્વરૂપ જાણવું.
દિશાને આશ્રીને પૂર્વાદિ દિશામાં રહેલ ક્ષેત્ર છે.
દ્રવ્યાશ્રયી શાલ્યાદિના ખેતર, સ્વામી આશ્રયી અમુકનું ક્ષેત્ર છે તે અથવા
ક્ષેત્ર વિભક્તિ આર્ય-અનાર્ય ભેદથી બે પ્રકારે છે. તેમાં પણ આર્ય ક્ષેત્ર સાડા પચીશ દેશ [જનપદ] ને આશ્રીને આ પ્રમાણે - મગધમાં રાજગૃહ, અંગદેશમાં ચંપા, બંગમાં તામ્રલિપ્તી, કલિંગમાં કાંચનપુર, કાશી દેશમાં વાણારસી, કોશલમાં સાકેત, કુરુમાં ગજપુર, કુશાર્તામાં સૌરિપુર, પંચાલે કંપિલપુર, જંગલામાં અહિછત્રા, સૌરાષ્ટ્રમાં દ્વારસ્વતી, વિદેહમાં મિથિલા, વત્સમાં કૌસાંબી, સાંડિલ્યમાં નંદીપુર, મલયમાં દ્દિપુર, વચ્છમાં વૈરાટ, વરણમાં અચ્છા, દર્શાર્ણમાં મૃતિકાવતી, ચેદીકમાં શુક્તિમતી, સિંધુસૌવીરમાં વીતભય, શૂરસેનમાં મથુરા, પાપામાં ભંગનગરી, પુરીમાં માસા, કુણાલમાં શ્રાવસ્તી, લાઢમાં કોટિવર્ષ, કૈકયીના અર્ધભાગમાં શ્વેતાબિંકા નગરી ઉક્ત સાડા પચીશ દેશ તે આર્યક્ષેત્ર છે. [નગરીમાં નામ માહિતી માટે જણાવેલા છે.] આ દેશોમાં તીર્થંકર, ચક્રવર્તી, બલદેવ, વાસુદેવનો જન્મ થાય છે.