________________
૧/૪/૨૩૯ થી ૨૮૧
૧૩૯
૧૪૦
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧
જેના વડે તુંબડુ છેદાય તેવી છરી આદિ લઈ આવ ! એટલે તુંબડાનું મોટું વગેરે બનાવીએ - પાગાદિની મુખાદિ કરીએ તથા સુંદર નાળિયેર વગેરેના ફળો, તુંબડા આદિ તમે લઈ આવો અથવા વાફળ એટલે ધર્મકથારૂપ વ્યાકરણ કે વ્યાખ્યાનરૂપ વાચાનું ફળ - વસ્ત્રાદિ લાવ.
• સૂત્ર-૨૮૨ થી ૨૮૫ -
કે સાધુ શાક પકાવવા લાકડા લાવો, તેનાથી બે પ્રકાશ પણ થશે. [કહે છે કે-] મારા પગ રંગી દો, મારી પીઠ ચોળી દો...મારે માટે નવા વસ્ત્ર લાવો અથવા આ વસ્ત્ર સાફ કરી દો. અન્ન-પાણી લાવો, ગંધ અને રજ-હરણ લાવો, મારે માટે વાણંદ બોલાવો...મારા માટે અંજનપમ, અહંકાર અને વીરા લાવો, લોuલોuના ફૂલ, વાંસળી અને ગુટિકા લાવો...ઉશીરમાં પીસેલ કોષ્ઠ, તગર, અગર લાવો. મુખ ઉપર લગાડવાનું તેલ અને વાંસની પેટી લાવો.
• વિવેચન-૨૮૨ થી ૨૮૫ -
- તથા શાક, ટક્ક, વસ્તુલ આદિ, પાંદડા વગેરે રાંધવા માટે લાકડા લાવો, ક્યાંક અન્ન-ભાત વગેરે રાંધવા માટે એવો પાઠ છે અથવા સો પ્રકાશ કરવા કામ લાગશે માટે અટવીમાંથી લાકડાં લાવવા કહે છે. તથા પાતરા રંગ, જેથી હું [સાવી બની સુખેથી ભિક્ષા લાવું અથવા મારા પગ અલતા આદિથી રંગ અથવા બીજું કામ છોડીને અહીં આવે અને જલ્દી મારો વાંસો ચોળ, મારું અંગ દુ:ખે છે, તેથી દબાવ, પછી બીજું કામ કરજે.
- મારા વો જીર્ણ થયા છે, તેથી બીજા લાવી આપ અથવા મેલાં વસ્ત્રો ધોબીને આપ અથવા મારા વસ્ત્રો ઉંદર આદિ ખાય ન જાય તેનું ધ્યાન રાખ. અજ્ઞ, પાણી લઈ આવ. ગંધ-પુષ્ટાદિ, હિરણ્ય તથા શોભન જોહરણ લાવ. હું લોચ કરાવી શકું તેમ નથી માટે મારું માથું મુંડવા વાણંદ લાવ. હે શ્રમણ ! મને આજ્ઞા આપ, જેથી હું મારા લાંબા વાળ દૂર કરી શકું.
- ૩અથ શબ્દ અધિકાર અંતર પ્રદર્શન માટે છે. પૂર્વે વેશ-ઉપકરણ આદિને આશ્રીને વર્ણન કર્યું, હવે ગૃહસ્થના ઉપકરણને આશ્રીને કહે છે. જેમકે - સાંજણીકાજલ રાખવાની નળી મને લાવી આપ, કટક-કેયુરાદિ અલંકાર લાવી આપ. પુંખણક મને આપ. જેથી હું સવલિંકારથી વિભૂષિત થઈને વીણાના વિનોદ વડે તમને પ્રસE કરે. તથા લોu, લોણના ફૂલ, કોમળ છાલવાળી વાંસની વાંસળી લાવ, તે દાંત કે ડાબા હાથ વડે પકડીને જમણા હાથ વડે વીણા માફક વગાડાય છે, એવી ગોળી લાવ, જે ખાઈને હું નષ્ટ ન થનાર ચૌવનવાળી બનું.
- ઉત્પલકુષ્ઠ તથા અગર, તગર આ બંને ગંધ દ્રવ્યો છે. આ કુષ્ઠ આદિ વીરણીના મૂળ સાથે વાટવાથી જેમ સુગંધી થાય તેમ કર તથા લોઘ કુંકુમ આદિ વડે સંસ્કારીત તેલ મારા મુખ માટે અને અત્યંગન માટે લાવ. એવા તેલને લગાડવાથી મારું મુખ કાંતિવાનું થાય તથા વેણું-વાંસની બનેલી પેટી, કરંડક આદિ લાવ, જેથી તેમાં વસ્ત્રાદિ રાખું.
• સૂત્ર-૨૮૬ થી ૨૮૯ :
નંદી સૂર્ણકાદિ લાવો, છત્ર-પગરખાં લાવો, સૂપ છેદન માટે શસ્ત્ર લાવો, ગળી આદિથી વા રંગાવી આપો...શાક બનાવવા તપેલી લાવો, અબળા આદિ, ઘણી લાવવાનું પાત્ર લાવો, ચાંદલા તથા આંજણ માટેની સળી લાતો, હવે ખાવાને વીણો લાવો...સંદશક, કાંસકી, અંબોડા પર બાંધવાની જાળી, દર્પણ, દત પ્રHIલક એ બધું લાવી આપો...સોપારી, પાન, સોય-દોરા લાવો. મૂત્ર-પpx, સૂપડું ખાંડણી-ગાળવાનું પાત્ર લાવો.
- વિવેચન-૨૮૬ થી ૨૮૯ :
નંદીમૂર્ણ એટલે ઘણાં દ્રવ્ય-ભેગા કરીને હોઠ પર લગાડવા બનાવેલ ચૂર્ણ. આવું ચૂર્ણ કોઈપણ રીતે લાવો. તડકા અને વસ્સાદના રક્ષણ માટે છતરી તથા પગરખાંની મને આજ્ઞા આપો, તેના વિના ચાલે તેમ નથી. તથા શાક, પાન સમાવી છરી આદિ લાવો, પહેરવા માટે ગલિકાદિથી વસ્ત્રને રંગી દો જેથી તે કંઈક કે પર્ણ નીલું થાય. ઉપલક્ષણથી લાલ કે બીજા કોઈ વર્ણનું બને.
સારી રીતે કે સુખેથી જેમાં છાસ વગેરે ઉકળે સુફણી, અથતિ થાળી કે કડાઈ નામક વાસણ તે શાક રાંધવા લાવો. સ્નાન કે પિત્તના ઉપશમન માટે આંબળા લાવી આપો. પાણી લાવવા માટે ઘડો લાવી દો. ઉપલક્ષણથી ઘી, તેલ આદિ લાવવાના બધાં વાસણ લાવી દો. ચાંદલો કરવા હાથી દાંત કે સોનાની સળી લાવો, જેનાથી ગોરાચંદનાદિ યુકત તિલક કરું. અથવા જેના વડે તલ પિસાય તે તિલક કરણી કહેવાય. સૌવીરક આદિ અંજન તથા આંખ આંજવાની સળી લાવો. ઉનાળામાં તાપ શાંત કરવાનો વિંઝણો લાવો.
નાકના વાળ ચૂંટવાનો ચીપીયો, વાળ સંવારવાની કાંસકી, અંબોળાને સરખો કરવાને ઉનની જાળી, આખું શરીર જેમાં દેખાય તેવું દર્પણ તથા દાંતને સાફ કરવા દંતપક્ષાલન મારી પાસે લાવીને મૂકો.
સોપારી, પાન ખાવા લાવો, સાંધવા સોય-દોરો લાવ. પેશાબ કરવાની કુંડી લાવો કેમકે રાત્રે બહાર જઈને પેશાબ હું કરી શકું નહીં મને બીક લાગે છે જો આવી કુંડી હોય તો મારે બહાર ન જવું પડે. આના દ્વારા બીજા અધમ કર્તવ્ય પણ ઉપલક્ષણથી જાણવા. તથા ચોખા વગેરે ઝાટકવા સુપડું લાવો, સાજીખાર આદિ ગાળવાના બધાં સાધનો લાવી આપો.
• સત્ર-૨૦ થી ૨૯૩ -
દેવપૂજાનું પત્ર, મદિરા પાત્ર લાવો, શૌચાલયનું છે આયુષ્યમાન ! ખનન કરો, પુત્ર માટે દાનજમણેર-તમારા પુત્ર માટે એક બળદ લાવો... ઘટિા તથા ડિડિમ લાવો, કુમારને રમવા માટે કાપડનો દડો લાવો. વષwતુ નજીક છે, મકાન અને અglનો પ્રબંધ કરો...નવી સુતળીથી બનેલ માંચી અને ચાલવા માટે પાદુકા લાવો. દોહદની પૂર્તિ માટે અમુક વસ્તુ લાવો, આ રીતે નોકર માફક પુરણ પર હુકમ કરે છે...પુત્ર જન્મ થતા મી કહે છે - આ મને લો અથવા