________________
૧/૪/૧/૨૬૬,૨૩૦
૧૫
જીવલોકમાં હોય તો આંગળી ઊંચી કરે. સ્ત્રીની આ પ્રકૃતિ છે કે, તે બધા પુરષનું મન વિહળ કરી દે છે, પણ કામથી નિવૃત્ત થયો હોય તો, તેનું મન બી ચંચળ કરી શકતી નથી. હવે અકાર્ય કરીશું નહીં એમ કહેવા છતાં કાયાથી વિરુપ આચરણ જ કરે છે. અથવા પાપકર્મ નહીં કરું એવું બૂલ કરીને પણ ફરી કુકર્મો કરે છે.
- હવે સૂત્રકાર સ્ત્રીનો સ્વભાવ પ્રગટ કરતા કહે છે - પાતાળના ઉદર જેવા ગંભીર મન વડે સ્ત્રીઓ મનથી જુદુ ચિંતવે છે, માત્ર કાનને ગમે પણ પરિણામે ભયંકર એવી વાણીથી જુદું જ બોલે છે, વર્તનમાં કંઈ જુદુ જ કરે છે. આ રીતે સ્ત્રીઓ ઘણી માયાવી છે. આવું જાણીને સાધુ, સ્ત્રીનો વિશ્વાસ ન કરે, તેની માયા જાળમાં ના ફસાય. ટાંત કહે છે
દત્તને કોઈ ગણિકાએ અનેક પ્રકારે ઠગવા છતાં તેણે વેશ્યાને વાંછી નહીં, તેથી તેણી બોલી કે ધે મારે દૌભગ્યથી લંક્તિ એવીને જીવીને શું પ્રયોજન છે? હવે હું અગ્નિ પ્રવેશ કરીશ. ત્યારે દવે કહ્યું કે વૈશ્યા માયાથી આવું પણ કરે છે. વેશ્યા પૂર્વે ખોદાવેલી સુરંગમાં થઈ, અગ્નિ સળગાવી, ઘેર જતી રહી. દત્તે તેણીના કપટને વિચાર્યું તો પણ ધૂતએ તેને અગ્નિમાં ફેંકી દીધો. માટે સ્ત્રીઓનો વિશ્વાસ કરવો નહીં.
• સૂત્ર-૨૭૧ થી ૨૩૪ -
વિવિધ વસ્ત્રો અને અલંકારયુક્ત કોઈ યુવતી શ્રમણને કહે છે કે હે ભયથી બચાવનાર / મને ધર્મ કહો, હું વિરત બની સંયમ પાળીશ.
અથવા શ્રાવિકા હોવાથી હું સાધુની સાધર્મિણી છું. પણ જેમ નિના સહવાસથી લાખનો ઘડો પીગળે તેમ સ્ત્રી સંસર્ગથી વિદ્વાન વિષાદ પામે છે.
જેમ લાખનો ઘડો અગ્નિથી તપ્ત થઈ શીઘ નાશ પામે છે, તેમ મીના સંસર્ગથિી સાધુ શીઘ સંયમથી ભ્રષ્ટ થાય છે.
કોઈ સાધુ પાપકર્મ કરે છે, પણ પૂછીએ તો જલ્દી કહે છે કે હું પાપકર્મ કરતો નથી, સ્ત્રી તો બાળપણથી મારા ખોળે મેલી છે.
• વિવેચન-૨૦૧ થી ૨૭૪ :
અભિનવ યૌવના સ્ત્રી વિવિધ વય અલંકારથી વિભૂષિત શરીર બનીને કપટથી સાધુને કહે છે - હું ઘરના ફંદાથી વિરત છું, મારો પતિ મને અનુકૂળ નથી, મને તે ગમતો નથી અથવા તેણે મને ત્યાગી છે. માટે હવે હું સંયમને આવરીશ અથવા બીજા પાઠ મુજબ મૌન અર્થાત મુનિનું વર્તન એટલે સંયમને આદરીશ. માટે હે ભયકાત! મને ધર્મ કહો, જેથી હું તમે કહેલા ધર્મને સાંભળીને દુ:ખોનું ભાજન ન બનું.
અથવા આવા બહાને સ્ત્રીઓ સાધુ પાસે આવીને કહે છે કે - હું શ્રાવિકા છું, તેથી સાધની સાઘર્મિણી છું, આવી માયાથી નજીક આવીને કુલવાલુક માફક સાધુને ધર્મથી ભ્રષ્ટ કરે છે અર્થાત નું સાંનિધ્ય બ્રહ્મચારીને મહા અનર્થ માટે થાય છે. કહ્યું છે કે - તે જ જ્ઞાન, તે જ વિજ્ઞાન, તે તપ અને તે સંયમ - બધું જ સ્ત્રીના એક પગલાંથી ભ્રષ્ટ થઈ જાય છે. આ જ વાત માટે દૌટાંત આપે છે - લાખનો ઘડો. જેમ અગ્નિ પાસે રાખતા જલ્દી પીગળી જાય છે, તેમ સ્ત્રીઓ પાસે બેસતા બીજા તો
૧૩૬
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ ઠીક પણ વિદિત વેધ-વિદ્વાન પણ ધર્માનુષ્ઠાનમાં ઢીલો બની જાય છે. આ પ્રમાણે સ્ત્રીસંસર્ગના દોષ બતાવી હવે તેના સંપર્શજન્ય દોષો બતાવે છે.
જેમ અગ્નિ ઉપર રહેલો લાખનો ઘડો અગ્નિનો સ્પર્શ થતાં શીઘ નાશ પામે છે, તે જ પ્રમાણે સ્ત્રીઓની સાથે વસનારા નાશને પામે છે. લાખના ઘડાની માફક કઠણ વ્રત-નિયમોનો ત્યાગ કરીને સંયમરૂપી શરીર થકી ભ્રષ્ટ થાય છે - વળી - - ઉક્ત સંસારની સંગીણીમાં આસક્ત પુરષો આલોક-પરલોકને વિસારીને મૈથુન સેવનાદિ પાપકર્મ કરે છે સમ્યક અનુષ્ઠાનથી ભ્રષ્ટ થઈને ઉકટ મોહવાળાને જ્યારે આચાર્યાદિ પ્રેરણા કરે ત્યારે તેઓ કહે છે કે - આવા ઉત્તમકૂળમાં જન્મેલો હું આવું પાપના ઉપાદાનરૂપ કાર્ય ન કરું. આ સ્ત્રી તો મારી પૂર્વની બી સમાન છે, ખોળામાં બેસનાર હતી, પૂર્વના અભ્યાસથી જ મારી સાથે આવો ભાવ રાખે છે. સંસારના સ્વભાવનો જ્ઞાતા પ્રાણનો નાશ થતાં પણ આવું વ્રતભંગનું કાર્ય ન કરું.
• સૂત્ર-૨૭૫ થી ૨૩૭ -
તે અજ્ઞાનીની બીજી અજ્ઞતા એ છે કે - તે પાપકર્મ કરીને ફરી ઇન્કાર કરે છે. એ રીતે તે બમણું પાપ કરે છે. તે પૂજા-કામી અસંયમને ઇચ્છે છે.
દેખાવમાં સુંદર, આત્મજ્ઞાની સાધુને આમંત્રણ આપીને તેણી કહે છે કે હે ભવતારક! આપ આ વસ્ત્ર, પત્ર, આક્ષ કે પાન ગ્રહણ કરો.
ભિક્ષુ આને પ્રલોભન સમજે. ઘરે જવાની ઇચ્છા ન કરેવિષયપાશમાં બંધાનાર મંદપરય ફરી મોહમાં પડે છે - એમ હું કહું છું.
• વિવેચન-૨૭૫ થી ૨૩૭ :
તે અજ્ઞાની, રાગદ્વેષથી આકુળ અને પરમાર્થને ન જોનારાનું આ બીજું અજ્ઞાનપણું છે એક તો અકાર્યકરણથી ચોથું વ્રત ભાંગ્યુ, બીજું તે વાતનો અપલાપ કરીને મૃષાવાદ સેવે છે, તે બતાવે છે કે - જે અસતનું આચરણ કરે છે અને બીજા કોઈ પ્રેરણા કરે તો કહે છે - એ પાપ મેં નથી કર્યું. તેને આવા અસદ્ અનુષ્ઠાન અને જૂઠું બોલવાથી બમણું પાપ થાય છે - તે શા માટે જૂઠું બોલે છે ? તે સકાર અને પુરસ્કારનો અભિલાષી, મારો લોકમાં અવર્ણવાદ ન થાઓ, એમ વિચારી કાર્યને છૂપાવે છે તેથી તે અસંયમનો સેવનારો “વિષષી બને છે.
સુંદર ચહેસવાળા આત્મજ્ઞ સાધુને જોઈને કેટલીક દુરાચારિણી સ્ત્રીઓ નિમંત્રણ કરીને કહે છે કે - હે રક્ષણહાર સાધુ! વસ્ત્ર, પત્ર, ખાન, પાન આદિ વસ્તુનું આપને પ્રયોજન હોય તો તમને હું બધું આપીશ, તમે મારે ઘેર આવીને તે ગ્રહણ કરો. હવે ઉપસંહારાર્થે કહે છે
આ સ્ત્રીઓનું વસ્ત્રાદિનું આમંત્રણ સાધુએ “નીવારકા” જાણવું. જેમ કોઈ ભવિશેષથી ભૂંડ વગેરે વશમાં આવે છે, તેમ સાધુ પણ આવા કોઈ આમંત્રણથી વશ થાય છે. તેથી તેણીના ઘેર જઈ, વસ્ત્રાદિ ન ઈચ્છે અથવા ગૃહ જ આવતરૂપ છે, તેમ માનીને તે ગૃહભ્રમની ઇચ્છા ન કરે - શા માટે ? - તે વશીકૃત શબ્દાદિ વિષયો જ દોરડા બંધન છે, તેનાથી બંધાઈ પરવશ કરેલો નેહરૂપ પાશાને તોડવા