________________
૧/૩/૪/ર૩૩
૧૨૧
૧રર
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧
બચ્ચાને વળગે છે તેમ તેઓ પણ છે અહીં કથાનક બતાવે છે–
જેમ બધા પશુના બચ્ચાને સૂકા કૂવામાં સ્નેહ પરીક્ષાર્થે ફેંક્યા ત્યારે બીજી પશુ સ્ત્રી કૂવાના કાંઠે રડતી ઉભી રહે છે, પણ ઘેટી સંતાનના સ્નેહમાં અંધ બનીને પરિણામને વિચાર્યા વિના પોતે કૂવામાં પડે છે, માટે બીજા કરતા ઘેટી પોતાના સંતાનમાં વધુ સ્નેહ ધરાવે છે. • x -
કામ આસક્તને દોષો બતાવવા કહે છે– • સૂઝ-૨૩૮,૨૩૯
જેઓ ભવિષ્ય તરફ ન જોતાં, વર્તમાન સુખની જ શોધમાં આસકત રહે છે, તે યૌવન અને આયુ ક્ષીણ થતાં પશ્ચાત્તાપ કરે છે.
જેમણે ધમપાર્જનના સમયે ધમપાર્જન કર્યું છે, તે પછીથી પસ્તાવો કરતા નથી, તે બંધનમુક્ત ધીર પુરુષો અસંયમી જીવનની ઇચ્છા ન કરે.
• વિવેચન-૨૩૮,૨૩૯ :
ભાવિ કામ-ભોગેચ્છાથી અનિવૃતને નકાદિ યાતના સ્થાનોમાં ઘણું દુ:ખ પડે છે તે ન વિચારતા તથા વર્તમાન વૈષયિક સુખાભાસને જોતાં વિવિધ ઉપાયોથી ભોગોની પ્રાર્થના કરતા તેઓ પોતાનું આયુષ્ય ક્ષીણ થતાં સંવેગ પામીને અથવા ચૌવન દૂર થતાં વિષયતૃષ્ણા શાંત ન થવાથી શોક કરે છે કહ્યું છે કે - [તે શોક કરે છે કે-] મુઠ્ઠીઓ વડે મેં ફક્ત આકાશને હણ્યું અને ફોતરાં જ ખાંડ્યા છે, કેમકે મેં મનુષ્ય જન્મ પામીને સત્ અર્થ માટે આદર ન કર્યો તથા સંસારનો વૈભવ અને ચૌવનના મદથી સુકૃતો ન કર્યા હોય, તે બધાં વૃદ્ધાવસ્થામાં યાદ આવતા હદયમાં ખટકે છે.
- પરંતુ જેઓ ઉત્તમ સત્વથી પહેલેથી જ ત૫ અને ચાત્રિમાં ઉધમ કરે છે, તેમને પછીથી પસ્તાવો થતો નથી - તે બતાવે છે - આત્મહિત કરનારા ધર્મ પ્રાપ્તિના અવસરે જેણે ઇન્દ્રિયો તથા કષાયોનો પરાજય કરવામાં ઉધમ કર્યો છે, તેઓ મરણ કાળે કે વૃદ્ધાવસ્થામાં શોકાકુલ થતા નથી. ધર્મ પ્રાપ્ત કરવાનો અવસર વિવેકીઓને પ્રાયઃ સદાને માટે હોય છે. તે જ પુરુષાર્થ પ્રધાન છે. પ્રાયે તે જ કરવો ઉચિત છે. તેથી તેઓ બાળપણાથી સમજીને વિષય અભિલાષ છોડીને, તપ અને સંયમ આચરીને કર્મના વિદારણમાં સમર્થ સ્નેહાત્મક બંધનથી સર્વથા મુક્ત થઈને અસંયમ જીવિત ઇચ્છતા નથી અથવા જીવન-મરણમાં નિસ્પૃહ બની સંયમમાં ઉધમ કરે છે.
• સૂત્ર-૨૪૦,૨૪૧
જેમ તીવ્ર વેગથી વહેતી અને વિષમ તટવાળી વૈતરણી દુત્તર છે, તેમ વિવેકહીન પુરુષો માટે લોકમાં સ્ત્રીઓ દુર છે.
જેમણે શ્રી સંસર્ગ અને કામશૃંગર છોડ્યા છે, તે સર્વે ઉપસર્ગોને જીતી સંવરરૂપ સમાધિમાં સ્થિત થાય છે.
• વિવેચન-૨૪૦,૨૪૧ - ઉદાહરણ - જેમ વૈતરણી નદી મધ્ય ભાગે ઘણાં વેગવાળી અને વિષમતટ
હોવાથી દુસ્તર છે તેમ આ લોકમાં નારીઓને વિવેકરહિત અને હીન સવવાળા પરપો દુઃખેથી છોડી શકે છે. તેણી હાવભાવોથી વિદ્વાન્ પુરુષોને પણ વશ કરે છે. કહ્યું છે કે - જ્યાં સુધી લીલાવાળી સ્ત્રીના નીલ પાંખવાળા કટાક્ષ બાણો - x • પુરુષના હૃદયની ધીરજને ચોરનારાં છે, તે લાગ્યા નથી, ત્યાં સુધી તે સન્માર્ગમાં રહે છે, લજ્જા અને વિનયને સાચવે છે અને ઇન્દ્રિયોને વશમાં રાખે છે, માટે જ વૈતરણી નદી માફક નારીના ફંદામાંથી છૂટવું મુશ્કેલ છે - વળી -
જે સ્ત્રી સંગના વિપાકને જાણનારા ઉત્તમ પુરષોએ અંત સુધી નારીના સંયોગને તજેલ છે. તથા તેની સાથે જ વસ, અલંકાર, માળાથી પોતાની કામ વિભૂષાને તજેલા છે તથા સ્ત્રીના સંગ સંબંધી સર્વે કૃત્યો તથા ભૂખ, તરસ વગેરે પ્રતિકૂળ ઉપસર્ગોના સમૂહને છોડીને, જે મહાપુરુષ સેવિત માર્ગ પ્રતિ પ્રવૃત્ત થયા છે, તે જ સ્વસ્થ ચિત્તવૃતિરૂપે રહેલા છે તેઓ અનુકૂળ-પ્રતિકૂળ ઉપસર્ગોચી ક્ષોભ પામતા નથી, પણ વિષયાસક્ત, સ્ત્રી આદિ પરીષહથી પરાજિત, અંગારા ઉપર પડેલા મીણ માફક રાગરૂપ અગ્નિ વડે બળતા અસમાધિએ રહે છે
- હવે સ્ત્રી આદિ પરીષહ પરાજિતના કુલ કહે છે– • સૂત્ર-૨૪૨,૨૪૩,૨૪૪ [અધુરું-) :
જ્યાં પ્રાણી સ્વકમનુિસાર વિષPણસીન કૃત્ય કરે છે, તે દુઃખી થાય છે અને કામજયી પુરુષ સમુદ્રને પાર કરતા વેપારી માફક સંસાર તરી જાય છે.
સતતી ભિક્ષ ઉક્ત કથનને જાણીને સમિતિ પૂર્વક વિચરે, મૃષાવાદનો ત્યાગ કરે, અદત્તાદાનનું પણ વિસર્જન કરે.
ઉદd, અધો, તિર્થી દિશામાં જે ત્રણ-સ્થાવર જીવો છે, તેની વિરતી કરે, • વિવેચન-૨૪૨,૨૪૩,૨૪૪ [અધુરું-1 -
ઉક્ત અનુકૂલ-પ્રતિકૂળ ઉપસર્ગને જિતનારા સર્વે દુર સંસાર તરશે. દ્રવ્ય ઓઘદષ્ટાંત-જેમ લવણસમુદ્રને વેપારીઓ યાન પાત્ર વડે તરે છે. તેમ ભાવ ઓઘરૂપ સંસાર સંયમરૂપી નાવ વડે સાધુઓ તરે છે, તર્યા છે, તરશે. હવે ભાવ ઓઘ જે સંસાર છે, તેમાં સ્ત્રી સંગથી ખેદ પામી, સ્ત્રી સંગથી બીજા જીવોને પીડે છે, તેઓ પોતાના પાપથી અસાતા વેદનીય બાંધે છે.
હવે ઉપસંહાર કરતા ઉપદેશ આપે છે - ઉપર કહ્યું કે જેમ નારીઓ વૈતરણી નદી માફક દુરસ્તર છે, તે જેણે પરિત્યાગી છે, તેઓ સમાધિપૂર્વક સંસાર તરે છે, સ્ત્રીસંગી સંસારમાં સ્વકૃત કર્મોથી જ દુઃખ પામશે. ભિક્ષુઓ આ બધું જાણીને, હેયઉપાદેયપણે ઓળખી શોભન વ્રતવાળો બની, પાંય સમિતિએ સમિત થઈ વિચરે આમ કહી મૂળ-ઉત્તરગુણ કહ્યા. આવો બની સંયમાનુષ્ઠાન કરે. અસત્ય વચન વિશેષથી વર્ષે. દંતશોધન માત્ર પણ અદત્ત ન લે. આદિ ગ્રહણથી મૈથુન, પરિગ્રહ લેવા. તે મૈથુન આદિ ચાવજીવન આત્મહિત માનતો પરિહરે. - ઉક્ત વ્રતોમાં અહિંસાની વૃત્તિ હોવાથી તેનું પ્રાધાન્ય બતાવવા કહે છે - ઉd, અઘો, તિછ લેવાથી હોમ પ્રાણાતિપાત લીધો. તેમાં જે કોઈ ત્રાસ પામે તે રસ - બે,