________________
૧/૩/૨/૨૦૧ થી ૨૦૩
૧૦૯ ચડતા ઘણાં ભાર વાળા ગાડાને ખેંચતા દૂબળા બળદો ખેદ પામીને ડોક ઢાળીને બેસી જાય છે, પણ ભાર ખેંચી શકતા નથી, એ રીતે તે ભાવ-મંદ સ્વીકૃત એવા પાંચ મહાવતનો ભાર ઉઠાવવા સમર્થ ન હોવાથી પૂર્વોક્ત ભાવ આવર્તમાં પડીને વિષાદ પામે છે - વળી -
સંયમ વડે આત્માને પાળવા અશક્ત બની, તથા અનશનાદિ બાહ્ય-અત્યંતર તપ વડે હારીને સંયમમાં મંદ (સાધુ) વિષાદ પામે છે જેમ ઊંચાણમાં ચડતા વૃદ્ધગળીયા બળદ માફક કે યુવાન બળદ પણ જ્યાં ખેદ પામે ત્યાં ગળીયા બળદનું પૂછવું શું? આ પ્રમાણે આવર્ત વિના પણ ધૈર્ય અને બળ યુક્ત વિવેકી પણ સદાય તેવો સંભવ છે. તો મંદોનું કહેવું જ શું?
છેલ્લે બધાંનો ઉપસંહાર કરે છે - પૂર્વોક્ત રીતે વિષય ઉપભોગ વસ્તુના દાનપૂર્વક વિષય ઉપભોગની પ્રાર્થના પ્રાપ્ત થતા વિષય ઉપકરણમાં - હાથી, ઘોડા, રથ આદિમાં અતિ આસક્ત તથા સ્ત્રીમાં વૃદ્ધ - મણી-રામમોહિત તથા ઇચ્છા મદનરૂપમાં કામી બનેલ ચિતવાળા સંયમમાં સીદાતા તમને બીજા ઉધુક્ત વિહારીએ સંયમ પ્રતિ પ્રોત્સાહિત કરવા છતાં સંયમ પાળવા અસમર્થ બનીને ભારે કર્મોથી દીક્ષા છોડી અપસવી ગૃહસ્થ બની જાય છે.
અધ્યયન-૩ ‘ઉપસપિરિજ્ઞા' - ઉદ્દેશા-૨નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
૧૧૦
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ થશે? કેમકે કાર્યસિદ્ધિ ભાગ્યાધીન છે વખતે થોડા માણસો ઘણાંને જીતી લે છે.
વળી એક મુહર્તથી બીજુ મુહૂર્ત-અવસર એવો હોય છે, જેમાં જય કે પરાજય સંભવે છે. તે વખતે આપણે પરાજય પામીએ તો નાસવું પડે, તેમ વિચારી બીકણ પાછળ મુશ્કેલી નિવારવા શરણ શોધી રાખે છે.
આ બે શ્લોક વડે દષ્ટાંત બતાવી હવે બોધ આપે છે– • સૂત્ર-૨૦૬ થી ૨૦૮ :
આ પ્રમાણે કેટલાંક શ્રમણો પોતાને નિર્બળ સમજીને, અનામત ભયને જોઈને-વિચારીને [વિવિધ કૃતનો અભ્યાસ કરે છે.
કોણ જાણે પતન પ્રીથી થશે કે સચિત્ત જળથી ? મારી પાસે દ્રવ્ય નથી તેથી બીજ કંઈ પૂછશે ત્યારે ધનુર્વિાદિ બતાવી આજીવિકા ચલાવીશ.
આ પ્રમાણે વિચિકિત્સા સમm, અકુશળ શ્રમણ આજીવિકાના સાધનોનો વિચાર કરતા રહે છે.
• વિવેચન-૨૦૬ થી ૨૦૮ :
જે રીતે યુદ્ધમાં જતો સુભટ પાછળ જુએ છે - કે શું મારે પરાજયથી પાછળ ભાગતા વલયાદિ શરણ કે રક્ષણ છે? એ પ્રમાણે કેટલાંક શ્રમણો અઢમતિ, અપસવી થઈ પોતાને આજીવન સંયમભાર વહનમાં સક્ષમ જાણીને ભાવિભયને વિચારે છે. જેમકે - હું નિધન છું. મારે વૃદ્ધત્વ કે રોગાદિ અવસ્થામાં કે દુકાળમાં શું આધાર છે ? એ રીતે આજીવિકા ભયથી માને છે કે - આ વ્યાકરણ, ગણિત,
જ્યોતિષ, વૈધક, હોરાશાસ્ત્ર, મંત્રાદિ શાસ્ત્ર શીખીશ, તે મારા ખરાબ વખતમાં રક્ષણ માટે થશે.
તેઓ આ પ્રમાણે કલાના કરે છે - અસત્વવાળા પ્રાણીઓ છે, અને કર્મની ગતિ વિચિત્ર છે. પ્રમાદનાં ઘણાં સ્થાનો છે, કોણ જાણે છે કે સંયમજીવિતથી ભ્રંશ થશે ? કોનાથી પરાજિત થઈ મારો સંયમ ભ્રષ્ટ થશે? સ્ત્રીના કારણે કે સ્નાનાર્થે પાણીની ઇચ્છાથી ? આવી કલ્પના તે બિચારા કરે છે. મારી પાસે કોઈ પૂર્વોપાર્જિત દ્રવ્ય નથી કે જે તે સ્થિતિમાં કામ આવે? તેથી બીજા કંઈ પૂછે ત્યારે હસ્તિશિક્ષા, ધનુર્વેદ આદિ • x• કહીશ. એવું તે હીનતત્વી વિચારીને વ્યાકરણાદિ શ્રુતમાં યત્ન કરે છે. તો પણ તે મંદભાગી સાધુને ઇચ્છિત અર્થની પ્રાપ્તિ થતી નથી.
કહ્યું છે કે
ઉપશમના ફળથી વિધાબીજી ધનના ફળને ઇચ્છતાં જો તેનો પ્રયાસ નિષ્ફળ જાય તો આશ્ચર્ય શું ? નિયત ફળવાળાને કતનો ભાવ ફળાંતર કરવા સમર્થ નથી. જેમ ઘઉં વાવીને જવના કુરા ન મળે.
ઉપસંહાર કરતા કહે છે - જેમ બીકણ સુભટ સંગ્રામમાં પ્રવેશતા જ નાસવા માટે વલયાદિ શોધતા રહે છે, તેમ દીક્ષા લીધેલા મંદભાગ્યતાથી અપસવી બની આજીવિકા ભયથી વ્યાકરણ આદિ જીવન ઉપાયપણે વિચારે છે - કેવા બનીને ? શંકિત ચિતવાળા થઈ - શું આ લીધેલ સંયમને પાળવા હું સમર્થ છું કે નહીં ? તથા
અધ્યયન-3 ઉદ્દેશો-3 ત્રીજો ઉદ્દેશો કહ્યો, હવે ચોથો કહે છે - તેનો સંબંધ આ પ્રમાણે - પૂર્વના ઉદ્દેશામાં અનુકૂળ-પ્રતિકૂળ ભેદે ઉપસોં કહ્યા. તેનાથી આત્મા વિષાદ પામે તે આ ઉદ્દેશામાં કહે છે. એ સંબંધે આવેલા ઉદ્દેશાનું સૂત્ર કહે છે–
• સૂત્ર-૨૦૪,૨૦૫ -
જેમ ભીરુ પુરષ યુદ્ધમાં કોનો પરાજય થશે કે કોણ જાણે છે? એમ વિચારી પાછળની બાજુ ખાડો, ગહન રસ્થાન કે છાનું સ્થાન જોઈ શખે છે.
મુહૂર્તામાં મુહૂર્તમાં એવું પણ મુહૂર્ત આવે છે, જેમાં પરાજિત થઈ પાછળ ભાગવું પડે, તે માટે ભીરુ પુરુષ પાછળ જોઈ રાખે છે.
• વિવેચન-૨૦૪,૨૦૫ -
મંદબુદ્ધિના જીવો દષ્ટાંત વડે જ સહેલાઈથી બોધ પામે છે, તેથી પહેલા દષ્ટાંત કહે છે - જેમ કોઈ બીકણ - ૪ - શત્રુ સાથે યુદ્ધ અવસરે પહેલાથી જ આપત્તિ પ્રતિકાર માટે દુર્ગ આદિ સ્થાનો જોઈ રાખે છે. તે જ બતાવે છે અનn - જેમાં પાણી વલય આકારે હોય કે પાણી ન હોય તેવો દુઃખે પ્રવેશ થાય તેવો ખાડો. Tદન - કેડ સમાણા ધવ આદિ વૃક્ષો. પ્રચ્છન્ન એવી પર્વતીય ગુફા. તેને તે ભી જોઈ રાખે છે. કેમકે તે માને છે કે આવા ભયંકર યુદ્ધમાં - x • કોણ જાણે કે અહીં કોનો પરાજય