________________
૧/૧/૪/૮૬ થી ૮
તો ક્રોધ અવશ્ય થાય, પણ ક્રોધમાં માન હોય કે ન પણ હોય, માટે.
આ પ્રમાણે મૂળ-ઉત્તર ગુણ બનાવી તેનો સાર કહે છે - પાંચ સમિતિથી સમિત સાધુ, પંચ મહાવ્રતયુકત, પાંચ સંવરયુક્ત, ગુપ્તિયુક્ત, ગૃહસ્થોથી નિર્લેપ - X - X • ભિક્ષ શેપકર્મક્ષય કરી મોક્ષ માટે સંયમાનુષ્ઠાન રત રહે. આ પ્રમાણે ગુર ભગવંત શિષ્યને ઉપદેશ આપે છે.
અધ્યયન-૧ “સમય” - ઉદ્દેશા-3નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિત અનુવાદ પૂર્ણ જૂતિ - અધ્યયન સમાપ્તિ, અવનિ - ગણધર કહે છે કે જેમ તીર્થકરોએ કહ્યું છે, તે જ પ્રમાણે હું કહું છું, મારી બુદ્ધિથી તહીં.
અનુગમ પૂરો થયો. હવે તયોનો ઉપસંહાર કહે છે - “બધાં નયોનું અનેક પ્રકારે વકતવ્ય છે, તે સાંભળીને સર્વનયોથી વિશુદ્ધ જે ચરણ ગુણ છે, તેમાં સાધુ રહે.”
-
X - X - X - X - X - X -
5 શ્રુતસ્કંધ-૧ - અધ્યયન-૧ “સમય” ટીકાનુવાદ પૂર્ણ
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ છે શ્રુતસ્કંધ-૧ - અધ્યયન-૨ “વેયાલિય' છે • ભૂમિકા :
‘સમય’ નામક પહેલું અધ્યયન કહ્યું. હવે બીજું “વૈતાલીય” અધ્યયન કહે છે. તેનો સંબંધ-અધ્યયન-૧-માં જૈનદર્શનના ગુણો અને અન્ય મતના દોષો કહ્યા, તે જાણીને જેમ કર્મો નાશ થાય તેમ બોધ કરવો આ સંબંધે આવેલા આ અધ્યયનના ઉપક્રમાદિ ચાર અનુયોગદ્વાર કહેવા. ઉપક્રમમાં અધિકાર બે પ્રકારે-અધ્યયન અને ઉદ્દેશાનો અધિકાર અધ્યયન અધિકાર પૂર્વે નિર્યુક્તિકારે કહ્યો છે - ૪ - ઉદ્દેશાનો અર્થાધિકાર નિયુક્તિકાર કહેશે. નામનિપજ્ઞ નિક્ષેપામાં નિયુક્તિકાર કહે છે–
[નિ.૩૬-] વેયાલિય એ પ્રાકૃત નામ છે, ભાવરૂપે ‘વિદારક’ એવું ક્રિયાવાચક નામ છે, બધે ક્રિયામાં કર્તા-કર્મ-કરણ એ ત્રણનું જોડું છે. એથી તે બતાવે છે - વિદારક, વિદારણ, વિદારણીય. આ ત્રણેના નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર પ્રકારે નિક્ષેપ ગણતા ત્રણ ચતુક થાય. નામ, સ્થાપના સુગમ છે. દ્રવ્ય-વિદારક છે લાકડાં ચીરે છે, ભાવ વિદારક તો કર્મને વિચારવા યોગ્ય હોવાથી નોઆગમથી જીવ વિશેષ તે સાધુ છે - હવે કરણ -
[નિ.3] નામ, સ્થાપના સુગમ છે. દ્રવ્ય વિદારણ તે કુહાડો આદિ છે, ભાવવિદારણ-દર્શન, જ્ઞાન, તપ, સંયમ. તેઓનું જ કર્મ વિદારણમાં સામર્થ્ય છે, દ્રવ્ય વિદારણીય તે લાકડું આદિ ભાવમાં આઠ પ્રકારના કર્મ છે.
[નિ.૩૮-] આ અધ્યયનમાં અનેક રીતે કર્મોનું વિદારણ કહ્યું છે, તેથી નિરુક્તિ વશથી “વિદારક” થાય. અથવા “વૈતાલીય’ એવું નામ છે. અહીં પ્રવૃત્તિમાં નિમિત વૈતાલીય’ નામે છંદ છે તે જ છંદમાં આ અધ્યયન રચ્યું છે માટે “વૈતાલીય' નામ છે. છંદોનુશાસન અધ્યયન-3ના શ્લોક-૫૩માં તેનું સ્વરૂપ બતાવેલ છે. તે ત્યાંથી જાણી-સમજી લેવું. હવે ઉપોદ્ઘાત
[નિ.૩૯] ‘કામ' શબ્દ અહીં સ્વીકાર અર્થમાં છે. જો કે બધા આગમો શાકાત છે, તેમાં રહેલ અધ્યયન પણ શાશ્વત છે. તો પણ ભગવંત આદિનાથે કેવળજ્ઞાન સહિત અષ્ટાપદ ઉપર હતા, ત્યાં-જ્યારે ભરત ચક્રવર્તીએ પોતાના ૯૮ ભાઈઓને કાઢ્યા ત્યારે તેઓએ ભગવંતને પૂછયું કે -x- અમારે શું કરવું? ત્યારે ભગવંતે તેઓને ‘ગારદાહક'નું દેહાંત જણાવી કહ્યું કે, પ્રાણીની ઇચ્છા ભોગથી તૃપ્ત થતી નથી - એવા અર્થ ગતિ આ અધ્યયન કહેવાયું છે તે પુત્રોએ આ સાંભળી સંસારની અસારતા અને વિષયોના કટુ વિપાક અને નિઃસારતા જાણી, આયુ અને યૌવનની ચંચળતા જાણીને ભગવંતની આજ્ઞા જ શ્રેયસ્કર માની તેમની પાસે બધાં ભાઈઓએ દીક્ષા લીધી. અહીં બધો ઉપોદ્ઘાત કહેવો. • હવે ઉદ્દેશાયધિકાર
[નિ.૪૦,૪૧-] ઉદ્દેશા-પહેલામાં હિતની પ્રાપ્તિ, અહિતનો ત્યાગરૂપ બોધ અને અનિત્યતા બતાવી. બીજામાં માન ત્યાગ અને શબ્દાદિમાં અનિત્યતા આદિ અધિકાર છે. બીજામાં અજ્ઞાનથી ઉપચિત કર્મના અપચયરૂપ અધિકાર કહ્યો તથા સાધુએ સુખ
- X - X - X - X - X - ૪ -