________________
૧/૧/૨/૫o
૫૫
પોતાના મતની પ્રશંસા અને બીજાના મતની નિંદા કરતા પોતે વિદ્વાનું હોય તેમ વિસરે છે. અથવા સ્વશાસ્ત્રમાં વિશિષ્ટ યુક્તિ બતાવે છે. તે આ પ્રમાણે બોલનાર ચાર ગતિરૂપ સંસારના ભ્રમણમાં અનેક પ્રકારે બદ્ધ થઈ સંસારમાં ભમે છે.
હવે “ચતુર્વિધ કર્મબંધ ભિક્ષુ ન કરે” તેમ બોદ્ધના સંબંધમાં કહેવાયેલ વાતનું નિરાકરણ સૂગકાર કરે છે–
• સૂત્ર-પ૧ -
હવે બીજું દર્શન ક્રિયાવાદીનું છે. કર્મ ચિંતાથી રહિત તે દર્શન સંસારને વધારનારું છે.
- વિવેચન :
અજ્ઞાનવાદીનો મત કહ્યા પછી પૂર્વોક્ત ક્રિયાવાદી મતચૈત્ય કર્મ વગેરે પ્રધાન મોક્ષાંગ છે એવું જેમનું દર્શન છે તે ક્રિયાવાદી કેવા છે ? તે બતાવે છે - જ્ઞાનાવરણાદિ કર્મમાં ચિંતા તે કમચિંતાને મૂકી દીધેલા છે એટલે તેઓ વિજ્ઞાનાદિથી ચાર પ્રકારે કર્મબંધ થાય છે તેવું ઇચ્છતા નથી, તેમના આ મતથી સાતા ઉદયની પરંપરા વધે છે. કોઈ સ્થાને સંસાર વધે છે, એવો પાઠ છે, એટલે એકલી ક્રિયા માનનારને સંસાર વધે છે, ઉચ્છેદ થતો નથી.
હવે તે કર્મ ચિંતાથી જે રીતે નષ્ટ થયા તેને બતાવે છે• સૂત્ર-પ૨ -
જે પણ જાણીને કાયા થકી કોઈને મારતો નથી, અજાણતા કાયાથી કોઈને હણે છે, તે અવ્યક્ત સાવધ કર્મનું સ્પર્શમાત્ર સંવેદન કરે છે.
• વિવેચન :
જે જાણીને મનથી પ્રાણીને તમે પણ કાયા વડે ન હણે તે અનાકુટ્ટી છે - જે છેદે તે આદી અને ન છેદે તે અનાકુટી - અર્થાત્ કોઈ ક્રોધાદી કારણે માત્ર મનથી, પ્રાણીને હણે, પણ કાયાથી પ્રાણીના અવયવનું છેદન-ભેદન ન કરે, તો તેને પાપ ન લાગે, તે નવા કર્મો ન બાંધે તથા અજાણતા કાયાથી પ્રાણીને હણે ત્યાં મનો વ્યાપાર અભાવે કર્મબંધ નથી. આ શ્લોકાર્ધ વડે નિર્યુક્તિકારે જે કહ્યું છે તે મુજબ
ચાર પ્રકારે કર્મ ઉપયય ન થાય એવું ભિક્ષુ સમય કહે છે - તેમાં પરિજ્ઞા ઉપયિત અને અવિજ્ઞ ઉપચિત એ બે ભેદ સાક્ષાત કહ્યા છે. બાકીના બે ભેદ ઇયપિય અને સ્વપ્નાંતિક છે. તેમાં ઇ-ગમન સંબંધી પથ તે ઇર્યાપથ, તેના સંબંધી કર્મ તે ઇયપિચકર્મ અથતિ તે ચાલતા અજાણતા કોઈ પ્રાણી મરે તો તેથી કર્મબંધ ન થાય. તે રીતે સ્વપ્નમાં પણ કર્મબંધ ન થાય, જેમ સ્વનામાં જમે તો પેટ ન ભરાય, તેમ સ્વપ્નમાં હશે તો કર્મનો ચય ન થાય. કેમકે બિૌદ્ધવાદી કહે છે કે-].
જો હણનાર જીવ હોય, હણતા તેને આ પ્રાણી છે એમ જ્ઞાન હોય, હું તેને મારું એ બુદ્ધિ હોય, પછી કાયાથી તેને માટે અને તે પ્રાણી મરે તો હિંસા કહેવાય અને તેથી કર્મનો સંચય થાય. • x -
આ પાંચ પદના ૩૨ ભેદો થયા, તેમાં પ્રથમ ભેદે હિંસક છે, બાકીના ૩૧
૫૬
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ ભેદમાં અહિંસક છે. તે આ પ્રમાણે – (૧) મરનાર પ્રાણી, (૨) મારનારને પ્રાણીનું જ્ઞાન, (3) મારવાની બુદ્ધિ, (૪) કાયાથી પ્રવૃત્તિ અને (૫) પ્રાણોથી વિયોગ. એ પાંચ ભંગ પુરા હોય તો હિંસા જાણવી.
કોઈ પૂછે છે કે - શું એકાંતે પરિજ્ઞા ઉપવિતાદિથી કર્મબંધ ન થાય?
જરા નામ માત્ર હિંસા થાય તે પાછલી અર્ધી ગાથા વડે કહે છે - કેવલ મનોવ્યાપારરૂ૫ પરિજ્ઞાચી કે કેવલ કાયક્રિયાથી અથવા અજાણતા ઇયપિચથી કે સ્વMાંતિક એ ચાર પ્રકારે કર્મનો કંઈક સ્પર્શ થાય, તેનો સ્પર્શ માત્ર અનુભવ કરે, તેથી અધિક વિપાક ન થાય. ભીંત પર નાંખેલી મુઠીભર ધૂળની માફક તે કર્મ ખરી જાય, તેથી કર્મના ચયનો અભાવ જાણવો પણ અત્યંત અભાવ ન જાણવો.
આ પ્રમાણે અવ્યક્ત હોવાથી સ્પષ્ટ અનુભવનો અભાવ છે. તે અવ્યક્ત અવધ સાથે વર્તે છે, તે પરિજ્ઞા ઉપયિત કર્મ જાણવું.
તો કમનો ઉપચય કઈ રીતે થાય? તે શંકા માટે વાદી કહે છે કે• સૂત્ર-પ૩,૫૪ -
કમબંધના ત્રણ કારણો છે, જેના વડે પાપકર્મનો ઉપચય થાય. (૧) સ્વયંકૃત પ્રયન-આક્રમણ, (૨) પેશ્વકરાવવું, (3) મનથી અનુજ્ઞa.
આ ત્રણ આદાન છે, જેના વડે પાપકર્મ કરાય છે. પણ જ્યાં ભાવની વિશુદ્ધિ છે ત્યાં [કમબંધ ન થાય], મોક્ષ પ્રાપ્તિ થાય.
• વિવેચન :
જેના વડે પપ થાય છે, તે ત્રણ કમદાન આ છે - (૧) અભિકમ્ય-સામે બાંઘેલ પ્રાણીને તેને માસ્તાની બુદ્ધિથી જાતે પ્રાણીને હણે છે. (૨) નોકરને પ્રાણીઘાત માટે મોકલીને પ્રાણીને હણાવે, (3) કોઈ હણતો હોય તેની મનથી અનુમોદના કરે. પરિજ્ઞા ઉપયિતથી આ ભેદ છે કે તેમાં માત્ર મનથી માસ્વાનું ચિંતવે છે, અહીં બીજો મારતો હોય તેનું મનથી અનુમોદન કરે છે. તેથી આ પ્રમાણે હિંસા કરે, કરાવે, અનુમોદે તેમાં પ્રાણીઘાત કરતા પ્રાણાતિપાતના ક્લિષ્ટ અધ્યવસાયથી કર્મનો ઉપચય થાય, પણ બીજે ન થાય તે બતાવે છે
પૂર્વોક્ત ત્રણે કમદિાન જે દુષ્ટ અધ્યવસાયથી થતાં પાપકર્મ બંધાય પણ જેમની વૃત્તિ હિંસા કરવા, કરાવવા, અનુમોદવાની ન હોય તથા સંગ હેપ વિના વર્તે છતાં જીવહિંસા થાય. તો પણ કેવળ મનથી કે કાયાથી કે બંનેથી થાય તો પણ વિશુદ્ધ બુદ્ધિવાળાને કર્મબંધ ન થતા મોક્ષ પામે છે.
ભાવશુદ્ધિથી પ્રવર્તતાને કર્મબંધ થતો નથી તેનું દટાં• સૂત્ર-પ૫ :
અસંયત પિતા આહારને માટે પુત્રની હિંસા કરે છે, પણ મેધાવી પુરુષ તેનો આહાર કરવા છતાં કર્મથી લિપ્ત થતો નથી.
• વિવેચન :જેમ કોઈ મહાનું કચ્છમાં આવેલ પિતા તેમાંથી બચવા મને મારીને રામ