________________
૨/૭/-|૮૦૪
તે દેશાવકાશ, તેમાં થાય તે દેશાવકાસિક અર્થાત્ પૂર્વગૃહીત દિગ્દતના ૧૦૦ યોજનાદિકને જે પ્રતિદિન સંક્ષેપીને યોજન-ગાવ-પાટણ-ગૃહ મર્યાદાદિ પરિણામ કરવું તે, દેશાવકાશિક કહેવાય. તે જ દર્શાવે છે - રોજ સવારે પ્રત્યાખ્યાન અવસરે દિશાને આશ્રીને આવા પ્રકારે પ્રત્યાખ્યાન કરે કે - પૂર્વાભિમુખ, પૂર્વ દિશામાં મારે આટલું જવું તથા પશ્ચિમ દિશામાં આટલું જવું ઇત્યાદિ ચારે દિશાનો નિયમ કરે. જેમકે આજે માત્ર પાંચયોજન જવું કે એક ગાઉં જવું એવો નિયત રોજ કરે.
આવા દેશવકાસિકથી તે શ્રાવકને સર્વ પ્રાણીના ગૃહીત પરિમાણથી બહાર હિંસાનો ત્યાગ થાય છે. તેથી આ શ્રાવક સર્વ પ્રાણી-ભૂત-જીવ-સત્વેમાં હું ક્ષેમંકર છું એ પ્રમાણે અધ્યવસાયી થાય છે. તેવા ગૃહિત પરિમાણમાં - ૪ - ત્રસ, પ્રાણના વિષયમાં શ્રાવક વ્રતના ગ્રહણથી આરંભીને મરણપર્યન્ત હિંસાનો ત્યાગ કરનાર થાય છે. તે ત્રસો અને પ્રાણીઓ પોતાનું આયુ તજીને ત્યાં જ ગૃહીત પરિમાણ દેશમાં જ યોજનાદિ દેશમાં ત્રસ કે પ્રાણો છે તેમાં ઉત્પન્ન થાય છે. અર્થાત્ ગૃહીત પરિમાણ દેશમાં પ્રસાયુપ્ તજીને ત્રસમાં જ ઉત્પન્ન થાય છે. તેથી તે શ્રાવકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન થાય છે. કેમકે બંનેમાં ત્રસવનો સદ્ભાવ છે. બાકી સુગમ છે. યાવત્ ન્યાયયુક્ત નથી.
૨૫૧
- સૂત્ર-૮૦૫ -
સમીપ ક્ષેત્રમાં જે ત્રસ પાણી છે, તેમની હિંસા કરવાનો શ્રાવકે વ્રત ગ્રહણના સમયથી મરણપર્યન્ત ત્યાગ કરેલો છે. તે ત્યાં આયુનો ક્ષય કરે છે, ક્ષય કરીને સમીપ ભૂમિમાં યાવત્ સ્થાવર પ્રાણીરૂપે ઉત્પન્ન થાય છે. જેમની નિપ્રયોજન હિંસાનો ત્યાગ કર્યો છે, પણ સપયોજન હિંસાનો ત્યાગ નથી, તેમાં દૂરવર્તી દેશમાં ઉત્પન્ન થાય છે. તે શ્રાવકોને અર્થદંડની હિંસાનો ત્યાગ નથી, અનર્થદંડ હિંસાનો ત્યાગ કરે છે. તેઓ પાણી પણ કહેવાય છે અને ત્રસ પણ.
તે ચિરસ્થિતિક યાવત્ ન્યાયયુક્ત નથી.
ત્યાં જે સમીપ દેશમાં રહેલા ત્રણ પાણી છે, જેને શ્રાવકે વ્રતગ્રહણથી આમરણાંત હિંસાનો ત્યાગ કર્યો છે. ત્યાંથી આયુ પૂર્ણ કરીને ત્યાંથી દૂર જે પ્રસ સ્થાવર પ્રાણી છે જેનો શ્રાવકે વતગ્રહણથી આજીવન હિંસાનો ત્યાગ કર્યો તેમા ઉત્પન્ન થાય છે. તે શ્રાવકનું સુપ્રત્યાખ્યાન થાય છે. તે પાણી પણ કહેવાય છે યાવત્ ન્યાયયુક્ત નથી.
ત્યાં સમીપ ક્ષેત્રમાં જે સ્થાવર પ્રાણી છે. જેઓને શ્રાવકને અર્થ દેવાનો ત્યાગ નથી, અનર્થદંડ દેવાનો ત્યાગ છે, તે ત્યાં આયુનો ત્યાગ કરે છે, કરીને ત્યાં સમીપમાં જે ત્રાપાણી છે જેનો શ્રાવકને વ્રત ગ્રહણથી આજીવન ત્યાગ છે, તેમાં ઉપજે છે. તે શ્રાવકોને સુપ્રત્યાખ્યાન થાય છે. તેઓ પાણી પણ છે યાવત્ તમારું કથન ન્યાયી નથી.
ત્યાં સમીપમાં જે સ્થાવર પ્રાણી છે, જેનો શ્રાવકે અર્થદંડનો ત્યાગ કર્યો નથી, અનર્થદંડનો ત્યાગ કર્યો છે. તે ત્યાં આયુ પૂર્ણ કરીને જે સ્થાવર પ્રાણી જૈનો શ્રાવકે અર્થદંડને તજ્યો છે. અનર્થદંડને નહીં તેમાં ઉત્પન્ન થાય છે. તે
૨૫૨
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨
ાવત્ - આ રીતે તમારું કથન
શ્રાવકને અર્થથી કે અનર્થથી તે પાણીને પણ -
ન્યાયયુક્ત નથી.
ત્યાં સમીપમાં જે સ્થાવર પ્રાણી છે, જેનો શ્રાવકે અર્થદંડના ત્યાગ નથી
કર્યો અનર્થદંડનો ત્યાગ કર્યો છે ત્યાં આયુ પૂર્ણ કરીને ત્યાંથી દૂરવર્તી જે ત્રાસ્થાવર પાણી જેનો શ્રાવકે વ્રતગ્રહણથી આજીવન ત્યાગ કર્યો છે, તેમાં ઉત્પન્ન થાય છે, તેથી તે શ્રાવકનું સુપ્રત્યાખ્યાન થાય છે. તે પાણી પણ છે યાવત્ આ રીતે તે ન્યાયસંગત નથી.
ત્યાં જે દૂરવર્તી ક્ષેત્રમાં ત્રસ-સ્થાવર પ્રાણી છે, જેનો શ્રાવકે વ્રતગ્રહણથી આજીવન ત્યાગ કર્યો છે. તે ત્યાં આયુ પૂર્ણ કરીને ત્યાં સમીપ ક્ષેત્રમાં ત્રા પ્રાણી છે, જેનો શ્રાવકે વ્રતગ્રહણથી આજીવન ત્યાગ કર્યો છે, તેમાં ઉત્પન્ન થાય છે. તે શ્રાવકનું સુપ્રત્યાખ્યાન થાય છે. તેઓ પાણી પણ છે યાવત્ તમારું કથન ન્યાયમુકત નથી.
ત્યાં જે દૂરવર્તી ક્ષેત્રમાં ત્રસ થાવર પ્રાણી છે, જેનું શ્રાવકે વ્રત ગ્રહણથી આજીવન પ્રત્યાખ્યાન કરેલ છે, તે ત્યાં આયુ પૂર્ણ કરે છે. પૂર્ણ કરીને ત્યાં
સમીપવર્તી ક્ષેત્રમાં જે સ્થાવર પ્રાણી છે જેનો શ્રાવકે અર્થ દંડનો ત્યાગ નથી કર્યો, પણ અનર્થદંડનો ત્યાગ કર્યો છે. તેમાં ઉત્પન્ન થાય છે. જેનો શ્રાવકે અર્થ દંડનો ત્યાગ કર્યો છે, અનર્થદંડનો ત્યાગ નથી કર્યો યાવત્ તે પાણી પણ છે યાવત્ તે ન્યાયી નથી.
ત્યાં દૂરવર્તી ક્ષેત્રમાં જે સસ્થાવર પ્રાણી છે, જેનો શ્રાવકે વ્રત ગ્રહણથી આજીવન ત્યાગ કર્યો છે. તે ત્યાં આયુ પૂર્ણ કરે છે, પૂર્ણ કરીને તે ત્યાં દૂરવર્તી એવા સસ્થાવર પ્રાણી, જેના શ્રાવકે વ્રતગ્રહણથી આજીવન પ્રત્યાખ્યાન કર્યા છે, તેમાં ઉત્પન્ન થાય છે. તેથી શ્રાવકનું સુપ્રત્યાખ્યાન થાય છે. તેઓ પાણી પણ છે યાવત્ તે ન્યાયી નથી.
ભગવત્ ગૌતમે કહ્યું - એવું કદાપિ થયું નથી, થતું નથી કે થશે પણ નહીં કે જે આ સર્વે ત્રસપાણીનો ઉચ્છેદ થઈ જાય અને બધાં પાણી સ્થાવર થઈ જશે. અથવા બધાં સ્થાવર પ્રાણી વિચ્છેદ પામશે કે ત્રસ પાણી થઈ જશે. ત્રા અને સ્થાવર પાણીનો સર્વથા ઉચ્છેદ થતો નથી, તેથી જે તમે કે બીજા એમ કહો છો કે - એવો કોઈ પર્યાય નથી કે જેને લઈને શ્રાવકનું સુપ્રત્યાખ્યાન થાય યાવત્ તે ન્યાય યુક્ત નથી.
• વિવેચન-૮૦૫ :
આ રીતે અન્ય પણ આઠ સૂત્રો બતાવ્યા છે - તેમાં પહેલા સૂત્રમાં જે વ્યાખ્યાત છે, તે આ પ્રમાણે છે, જેમકે - ગૃહીત પરિણામવાળા ક્ષેત્રમાં જે ત્રસો છે તે ગૃહીત
પરિમાણ દેશમાં રહીને તે જ ત્રસમાં ઉપજે છે.
બીજા સૂત્રમાં સમીપવર્તી ક્ષેત્રમાં રહેલ ત્રસ સમીપવર્તી સ્થાવરમાં ઉત્પન્ન થાય છે -૦- છટ્ઠા સૂત્રમાં બીજા ક્ષેત્રવર્તી જે સ્થાવરો છે, તે ગૃહીત પરિમાણ [પરદેશવર્તી]