________________
૨/ગ-I૮૦૦
૨૩૯ જીવોના વધની અનુમતિ છે. તથા ભૂત શબ્દ ન વધાસ્વાથી જે ત્રસ જીવ સ્થાવર પર્યાય પામે પછી મારતાં તેને વ્રતભંગનો દોષ લાગે. તેને દૂર કરવા ગૌતમ કહે છે–
કેટલાંક લઘુકર્મી મનુષ્યો દીક્ષા લેવા અસમર્થ છે. તેઓ બીજા ધર્મને સ્વીકારવા ઇચ્છે છે. તેવા અધ્યવસાયવાળાને સાધુ ધમપદેશ આપે, ત્યારે ગૃહસ્થો પહેલાથી જ કહી દે છે કે - ઓ સાધુઓ ! અમે મુંડિત થઈ - દીક્ષા લઈ, ઘર છોડી સાધુ ભાવ સ્વીકારવા અસમર્થ છીએ. અમે તો અનુક્રમે તે સાધુપણું અને સાધુભાવને આત્મા વડે ભેટીશું. અર્થાત્ પૂર્વે દેશવિરતિરૂપ શ્રાવક ધર્મ-ગૃહસ્થને યોગ્ય ધર્મ નિર્મળ રીતે પાળીશું. ત્યાર પછી અનુક્રમે શ્રમણધર્મ પાળશું.
આવી વ્યવસ્થા પ્રત્યાખ્યાન કરતાં બોલે, પોતે આગાર રાખે કે રાજા-ગણ-બલદેવના અભિયોગ કે ગુરનો નિગ્રહ ઇત્યાદિ અભિયોગથી ત્રસ જીવોની હિંસા થાય તો વ્રતભંગ નથી. સૂત્રમાં “ગૃહપતિ ચોર વિમોક્ષણ” ન્યાય આવે છે, તેનો અર્થ આ છે • કોઈ ગૃહસ્થને છ બો હતા. તેમને ક્રમે કરીને દાદા-પિતાનું ઘણું ધન આવ્યું. પણ
શુભકર્મના ઉદયથી રાજાના ભંડારમાંથી ચોરી કરી. ભવિતવ્યતાના યોગે રાજપુણ્યોએ પકડ્યા. એવું એક આચાર્ય કહે છે, બીજા આ દૃષ્ટાંત બીજી રીતે કહે છે
રત્નાપુરે રનશેખર રાજા હતો. તેણે ખુશ થઈને રતનમાલા પટ્ટરાણી આદિ અંતઃપુરનો કૌમુદી મહોત્સવ સ્વીકાર્યો. તે જાણીને નગરજનોએ પણ રાજાની અનુમતિથી પોતાના સ્ત્રી વર્ગને તે રીતે ક્રીડા માટે અનુમતિ આપી. રાજાએ નગરમાં ડાંડી પીટાવી કે - સંધ્યાકાળ પછી કમદી મહોત્સવમાં કોઈ પરપ નગરમાં દેખાશે, તેને મારી નંખાશે. આવી વ્યવસ્થા પછી એક વણિકના છ પુત્રો ક્રય-વિક્રયમાં વ્યગ્ર હોવાથી કૌમુદી દિને સૂર્યાસ્ત થયો ત્યાં સુધી ત્યાં રહ્યા. પછી નગરના દ્વારો બંધ થયા. તેથી પેલા છ પુત્રો બહાર નીકળી ન શક્યા. તેથી તેઓ ભયથી કંપતા નગરમદયે જ પોતાને છુપાવીને રહ્યા. ત્યારે રાજાએ ડૅમુદી મહોત્સવ શરૂ થતાં રાજરક્ષકોને બોલાવીને આજ્ઞા કરી કે - તમે બરોબર તપાસ કરો કે કૌમુદીચારમાં કયો માણસ શહેરમાંથી બહાર નથી નીકળ્યો?
તે રાજરક્ષકોએ બરોબર તપાસ કરતાં છ વણિક પુત્રો મળ્યા. તેનો વૃતાંત યથાવસ્થિત જ રાજાને કહ્યો. રાજાએ આજ્ઞાભંગથી કોપાયમાન થઈને તે છે એના વાનો આદેશ આપ્યો. ત્યારે તેમના પિતા પોતાના છ પુણોના વઘના આદેશ સાંભળીને શોક વિહ્વળ થઈને એકાંડે આવી પડેલ કુળક્ષયના દુ:ખથી ભયભ્રાંત લોયનવાળો બની હવે શું કરવું ? એમ મૂઢ થઈ ગણતરીમાં લાભ કે ખોટનો વિચાર કર્યા વિના રાજા પાસે આવીને ઉભો અને ગદ્ગદ્ વાણીથી કહેવા લાગ્યો કે અમારા કુળનો ક્ષય ન કરો. તમે અમારા કુળકમથી આવેલ અને સ્વબળથી ઉપાર્જિત પ્રભૂત દ્રવ્ય છે, તે લઈ લો, પણ અમારા આ છ પુત્રોને છોડી દો.
આ વચન સાંભળીને રાજાએ ફરીથી છએને મારવાનો હુકમ કર્યો. ત્યારે વણીકે છ ના મવાના ભયથી ડરીને કહ્યું કે આપ છ ને ન બચાવો તો કૃપા કરીને પાંચને મુકત કરો. તો પણ સજા સંમત ન થયો ત્યારે ચાર પુત્રોને છોડવા વિનંતી
૨૪૦
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ કરી, તો પણ રાજાએ તેનો અનાદર કર્યો અને કોપથી મુખ ફેરવીને ઉભો રહ્યો. ત્યારે ત્રણ પુત્રોને મુક્ત કરવા તેના પિતાએ આદર પૂર્વક વિનંતી કરી. રાજા-તેને મુક્ત કરવા પણ તૈયાર ન થયો ત્યારે બેને બચાવવા પ્રાર્થના કરી. ત્યારે પણ રાજાને અવજ્ઞાપધાન જાણીને, મોટા નગરવાસીને લઈને રાજાને વિનંતી કરી કે - હે દેવ! અકાંડ જ અમારા કુળનો ક્ષય આવ્યો છે. હવે આપ જ ત્રાણરૂપ છો. હવે એક પુત્રને મુક્ત કરવાની આપ કૃપા કરો એમ કહીને નગરજનો સહિત રાજાને પગે પડ્યો. રાજાએ પણ અનુકંપાવી તેના મોટા મને મુક્ત કર્યો.
આ દેટાંતનો બોધ આ રીતે લેવો - તે આ પ્રમાણે - સાધુ કોઈને સમ્યકત્વ પામેલો જાણીને શ્રાવકને સર્વ પ્રાણાતિપાત વિરતિ ગ્રહણ કરવા પ્રેરણા કરે, પણ તે સર્વ પ્રાણાતિપાત વિરતિ સ્વીકાસ્વા અસમર્થ હોય તો, જેમ આ વણિકે રાજાને પ્રાર્થના કરવા છતાં છ પુત્રોને મુક્ત કર્યા નહીં, પાંચ-ચાર-ત્રણ કે બે પુત્રોને પણ ન છોડ્યા. ત્યારે એકને છોડાવીને પોતાને કૃતાર્થ માનતો રહ્યો. આ પ્રમાણે સાધુએ પણ શ્રાવકને યથાશક્તિ વ્રત ગ્રહણ કરતાં તેને અનુરૂપ વ્રત ઉચ્ચરાવવું તે યોગ્ય છે. જેમ તે વણિકે બાકીના પુત્રોના વધ માટે લેશમાત્ર અનુમતિ આપેલ ન હતી, તેમ સાધુને પણ બાકીના પાણીના વધની અનુમતિ નિમિતે કર્મબંધ થતો નથી.
- શા માટે ? જે રીતે વ્રત ગ્રહણ કરીને જે બાદર જીવોના સંકજનિત પ્રાણી વધ નિવૃતિ કરી, ગૃહસ્થોને તે દેશવિરતિ કુશલાનુબંધી જ છે, તેમ સૂત્ર વડે જે દશવિ ચે - ત્રાસ પામે તે ત્રસ - બેઇન્દ્રિયાદિ છે. તે ધ્યાનમાં રાખીને - તે છોડીને દંડ દેવો અથતિ ત્રસજીવોને બચાવવાની વિરતિ લેવી. ગૃહસ્થોને તે દેશવિરતિ કુશળ હેતુ હોવાથી લાભદાયી જ છે. હવે બસજીવ સ્થાવસ્પણું પામતા, બહાર રહેલા નગરજનને મારતાં અવશ્ય વ્રતભંગ થાય તેવાં દૃષ્ટાંતનો પરિહાર કરતાં કહે છે
• સૂત્ર-૮૦૧ : -
બસ જીવ પણ ત્રસ સંભારવૃત્ કર્મને કારણે બસ કહેવાય છે, તેઓ બસનામ કમને કારણે બસનામ ધારણ કરે છે. તેમનું વ્યસ અયુ ક્ષીણ થાય તથા ત્રસકાય સ્થિતિક કર્મ પણ ક્ષીણ થાય ત્યારે તે આયુષ્યને છોડી દે છે. તેઓ કસાય છોડીને સ્થાવરપણે ઉત્પન્ન થાય છે. સ્થાવરો પણ સ્થાવર કમીને કારણે
સ્થાવર કહેવાય છે અને સ્થાવરનામકર્મ ધારણ કરે છે. સ્થાવર આય ક્ષીણ થાય છે તથા સ્થાવસ્કાય સ્થિતિક પૂર્ણ થતાં સ્થાવર આયુને છોડે છે. તે આયુ છોડીને પુનઃ પ્રભાવને પામે છે. તે જીવ પાણી પણ કહેવાય છે અને ત્રસ પણ કહેવાય છે. તે મહાકાય-ચિરસ્થિતક હોય છે.
• વિવેચન-૮૦૧ -
બેઇન્દ્રિયાદિ જીવો પણ ત્રસ જ કહેવાય છે. તેઓ બસપણાનો કર્મસમૂહ એકઠો કરવાથી ઉત્પન્ન થા છે. સંભારનામ અવશ્ય કર્મનો વિપાક વેદવો પડે. તે અહીં બસ, પ્રત્યેક વગેરે નામ કર્મની પ્રકૃતિ રવીકારેલી છે. ગસપણે જે આયુ બાંધ્યું તેનો ઉદય થાય છે. ત્યારે ત્રસકર્મના સમૂહર્શી ત્રસ તરીકે બોલાય છે, તે વખતે તેનો કોઈ