________________
૨/૬/-/૩૬૩ થી ૩૬૫
૨૧૯
પકાવ્યો. અમારા મતે, તે ચિત્તની દુષ્ટતાથી પ્રાણિવધ જનિત પાપથી લેપાય છે. કેમકે શભાશુભ બંધનું મળ ચિત્ત છે. આ રીતે અકુશળ ચિતથી જીવહિંસા ન કરનારો પણ પ્રાણિઘાતના ફળથી લેપાય છે.
[૬૪] આ જ દૃષ્ટાંત વિપરીતપણે કહે છે - કોઈ પુરુષને ખળો માનીને કોઈ પ્લેચ્છ શૂળમાં પરોવી, અગ્નિમાં પકાવે તથા કુમારને તુંબડુ માની અગ્નિમાં પકાવે, તેને પ્રાણિહત્યાનું પાપ ન લાગે.
[૬૫] પુરુષ કે કુમારને શૂળમાં વિંધી પકાવે કે ખોળનો પિંડ માનીને અગ્નિમાં નાંખે, તે સારું છે. તે બુદ્ધોને ભોજન માટે કહ્યું છે, તો બીજા માટે શું કહેવું ? એમ સવવિસ્થામાં મન વડે સંકલ્પ ન કરેલ હોય તો કર્મ ન બંધાય, તે અમારો સિદ્ધાંતો છે. • X - X - શાક્યોને દાનનું ફળ કહે છે
• સૂત્ર-૭૬૬ થી ૩૭૩ :
જે પણ રોજ ૨ooo સ્નાતક ભિક્ષુને ભોજન કરાવે છે, તે મહાન પુત્યરાશિ ભેગો કરીને આરોપ્ય નામે મહાસની દેવ બને છે...[અદ્ધક મુનિએ તેમને કહ્યું આપનો મત સંયત માટે અયોગ્ય રૂપ છે, તે પાણીનો ઘાત કરીને પાપનો અભાવ બતાવે છે. જે આવું કહે કે સાંભળે છે તે અજ્ઞાનવકિ અને અકલ્યાણકર છે...ઉદ્ધ-અધો-તિછ દિશામાં ત્રસ સ્થાવરોનું ચિન્હ જાણીને જીવહિંસાની આશંકાથી તેની ધૃણા કરી વિચારીને બોલે કે કાર્ય કરે તો તેને પણ કેમ લાગે?..ખોળના પિંડમાં પુરની પ્રતીતિ કે પરણમાં ખોળની પ્રતીતિ કઈ રીતે સંભવે એવી પ્રતીતિ થવી તેમ કહેનાર અનાર્ય અને અસત્યવાદી છે...જે વચન બોલવાથી પાપ લાગે તેવું વચન બોલવું ન જોઈએ. આ વચનો ગુણોનું સ્થાન નથી, તેથી દીક્ષિત આવા નિસર વચન ન બોલે...અહો! તમે એ જ દાર્થો પ્રાપ્ત કર્યા છે, જીવોનું કર્મફળ સારી રીતે વિચાર્યું છે, પૂર્વથી પશ્ચિમ સુધી તમારો યશ છે, હથેલીમાં રાખેલ વસ્તુ જેમ તમે જગતને જોયું છે...જીવોની પીડા સારી રીતે વિચારી, વિધિથી શુદ્ધ
હાર કરે કપટ જીવિકાચકત વચન ન બોલે. જૈનશાસનમાં સંયતનો આ જ ધર્મ છે...જે પરષ રooo નાતકને નિત્ય ભોજન કરાવે છે, તે અસંયમી તરંજિત હાથવાળો છે, તે લોકમાં નિંદાપાત્ર થાય છે.
• વિવેચન-૩૬૬ થી ૩૩૩ :
[૬૬] સ્નાતક-બોધિસત્વો, પંચશિક્ષાપદિકાદિ ભણેલા ૨૦oo ભિક્ષુઓને જમાડે, તે શાપુઝીય ધર્મમાં સ્થિત કોઈ ઉપાસક રાંધી કે ઘાવી તેમાં માંસ, ગોળ, દાડમથી ઇષ્ટ ભોજનથી જમાડે, તે પુરુષો, મહાસવી, શ્રદ્ધાળુઓ મહાપુન્યસ્કંધથી આરોપ્ય નામક દેવ થઈને આકાશની ઉપમાવાળી સર્વોત્તમ દેવગતિને પામે છે.
(] એ રીતે બુદ્ધ દાનમૂલ, શીલમૂલ ધર્મ બતાવ્યો છે માટે આવો અને તમે બૌદ્ધ સિદ્ધાંત સ્વીકારો. એ પ્રમાણે ભિક્ષુઓએ કહેતા આદ્રકે અનાકુલ દૃષ્ટિથી તેઓને આમ કહ્યું - તમારા શાક્યમતે જે ભિક્ષુ સ્વરૂપ બતાવ્યું, તે તદ્દન અયોગ્ય છે. અહિંસા ધર્મ માટે ઉત્થિત ત્રણ ગુપ્તિથી ગુપ્ત, પાંચ સમિતિથી સમિત, દીક્ષિતને
૨૨૦
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ સમ્યગૃજ્ઞાન પૂર્વકની ક્રિયા કરતા ભાવશુદ્ધિ ફળવાળી થાય છે, તેથી ઉલટું જ્ઞાનાવરીત મતિવાળા, મહામોહથી આકુળ થયેલ અંતરાત્મવાળાને ખોળ-પુરપનો વિવેક નથી તેવાને ભાવશુદ્ધિ ક્યાંથી હોય? - x - જે ખોળની બુદ્ધિએ પુરૂષને શૂળમાં પરોવીપકાવી ખાવું અને બુદ્ધને ખવડાવવું તેમાં તેમની અનુમતિ છે.
આ જ વાત દશવિ છે - પ્રાણોનો નાશ કરીને નિશે પાપ કરીને સસાતાગૌસ્વાદિમાં ગૃદ્ધ બનીને તેનો અભાવ વર્ણવે છે. આ તેમનું પાપના ભાવનું વર્ણન તે બંનેને અબોધિના લાભ માટે થાય છે. તેથી આ અસાધુ છે - તે બંને કોણ ? જેઓ પિનાક બુદ્ધિએ પુરુષને રાંધતા પાપનો અભાવ છે, તેમ બોલે છે અને જે તેમને સાંભળે છે, તે બંને અસાધુ છે. અજ્ઞાની-મઢને ભાવશુદ્ધિથી શદ્ધિ ન થાય. જો થતી હોય તો સંસાપોષકને તેથી કર્મવિમોક્ષ થાય. તેથી એકલી ભાવશુદ્ધિ માનનારા તમને માથુ-દાઢીનું મુંડન, ભિક્ષાચય, ચૈત્યકમદિ અનુષ્ઠાન નિરર્થક થશે. તેથી આવી ભાવશુદ્ધિથી શુદ્ધિ ન થાય, તે સિદ્ધ થયું.
[૬૮] એ રીતે પરપક્ષના દોષ બતાવી આદ્રક મુનિ સ્વપક્ષને બતાવે છે - પ્રજ્ઞાપક અપેક્ષાએ ઉદર્વ-અધો-તિર્થી એ સર્વે દિશામાં ત્રણ-સ્થાવર પ્રાણીનું જે જીવલિંગચલન, સ્પંદન, અંકુરોદ્ભવ, છેદતા મ્યાનવ જાણીને, તેમાં જીવ હિંસાદિ થશે, એવી બુદ્ધિથી તેવા બધાં અનુષ્ઠાન કરતા કે કહેતા અમારા પક્ષમાં તમે કહેલ દોષ કેમ સંભવે?
[૬૯] હવે ખોળમાં પુરપ બુદ્ધિનો અસંભવ જ બતાવે છે - ખોળના પિંડમાં આ પુરષ છે, તેવી મતિ અત્યંત જડને પણ ન થાય. તેથી આવું બોલનાર કે અનુમતિ આપનાર અનાર્ય જ છે, જે પુરુષને પણ આ ખોળ છે, એમ માનીને હણતા દોષ નથી એવું કહે છે, ખોળના પિંડમાં પરપની બુદ્ધિ સંભવે જ કઈ રીતે? આ વાણી જ જીવની ઘાતક હોવાથી અસત્ય છે. તેથી નિઃશંક બની, વિચાર્યા વિના પ્રહાર કરનારો નિર્વિકપણે પાપથી બંધાય છે. તેથી ખોળ-કાષ્ઠાદિમાં પણ વર્તતા જીવો ન હણાય તે માટે પાપભીરુઓએ તેમાં જયણાથી વર્તવું.
[999] વળી વાણી વડે થતાં અભિયોગથી પણ પાપકર્મ થાય છે, માટે વિવેકીભાષા ગુણ-દોષજ્ઞ તેવી ભાષા ન બોલે - x- યથાવસ્થિત અર્થ અભિઘાયી પ્રવજિત આવી પરિશૂલ, નિસ્સાર, નિરુપતિક વચન ન બોલે. જેમકે - ખોળપિંડ તે પુરષ, પુરુષ તે ખોળપિંડ તથા તુંબડુ તે બાળક અને બાળક તે તુંબડુ છે-હવે આર્દક મુનિ આ રીતે તે ભિક્ષને યુક્તિથી પરાજિત કરીને વધુ સમજાવવા કહે છે
[39] અહો ! આપે ખૂબ સારો અર્થ અને યથાવસ્થિત તત્વજ્ઞાન મેળવેલ છે ! જીવોને કર્મનો વિપાક-પીડા પણ તમે સારી રીતે વિચારીને જાણી છે ! આવા વિજ્ઞાનથી તમારો યશ સમુદ્રના પૂર્વથી પશ્ચિમ છેડા સુધી વિસ્તર્યો છે ! તથા આપે આવા વિજ્ઞાન-અવલોકન વડે હથેળીમાં [ફળ માફક લોકને જોયો છે! અહો, શું તમારો જ્ઞાનાતિશય છે, જેનાથી તમે ખોળ અને પુરપમાં તથા તુંબડા અને બાળકમાં કંઈ ભેદ ન જણાયાથી પાપકર્મનો આવો ભાવ-અભાવ પૂર્વે કોલો છે !