________________
૨/૫/-/૩૩ થી ૩૫
૨૦૫
૨૦૬
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨
દર્શન-જ્ઞાન-ચાત્રિરૂપ છે, તેની વૃદ્ધિ કરો, જેમ મોક્ષમાર્ગની અભિવૃદ્ધિ થાય તેવું બોલે. સારાંશ એ કે - કોઈ પૂછે તો કોઈ વિધિ-નિષેધ સિવાય દેવા-લેવા સંબંધી નિસ્વધ વચન બોલે..
એ રીતે બીજું પણ વિવિધ દેશના અવસરે સમજી લેવું. કહ્યું છે કે - જે સાવધ કે નિરવધ વયન જાણતો નથી - તે મૌન રહે અથવા વિચારીને બોલે, ઇત્યાદિ. હવે અધ્યયન સમાપ્તિ કરતા કહે છે–
[૩] આ રીતે એકાંત વચનનો નિષેધ કરીને અનેકાંતમય સ્થાપન કરનારા વચનો, જે વાણીના સંયમપ્રધાન અને સમસ્ત અધ્યયનમાં કહેલા છે, તે રાગ-દ્વેષરહિત જિનો વડે કહેવાયા છે. હું મારા સ્વમતિ વિકલ્પોથી કહેતો નથી. તેને હદયમાં ધારતો સંયમવંત મુનિ, આ સ્થાનો વડે આત્મભાવમાં વર્તતો મોક્ષપર્યન્ત-સર્વકર્મના શાયરૂપ મોક્ષ સુધી સંપૂર્ણતયા સંયમાનુષ્ઠાનમાં વ એ પ્રમાણેનો ઉપદેશ જાણવો. ત્તિ - પરિસમાપ્તિ માટે છે. વીકિ - પૂર્વવત્ જાણવું. - ૪ -
શ્રુતસ્કંધ-૨ અધ્યયન-૫ “આચારકૃત”નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
પણ ન કહેવું. કેમકે સમ્યગુ દર્શનાદિભાવથી સુખરૂપ પણ દેખાય છે.
કહ્યું છે કે - તૃણ સંચારે બેસેલ, રાગ-મદ-મોહ નષ્ટ થયા છે તેવા મુનિવર મુક્તિ સુખ અનુભવે, તેવું સુખ ચકવર્તીને પણ ક્યાંથી હોય? તથા ચોર લફંગાને મારી નાંખવા જોઈએ એવું ન બોલવું અને ન મારવા જોઈએ તેમ પણ ન કહેવું કેમકે તેથી હિંસા અથવા ચીરાદિની અનુમોદના થાય. •x• સિંહ, વાઘ આદિ બીજા જીવોને મારી નાંખે છે તે જોઈને માધ્યસ્થભાવ રાખવો, પણ તેને મારી નાંખો કે ન મારો તેવું સાધુ ન બોલે. • x• એ રીતે બીજો પણ વાસંયમ પાળવો. જેમકે - આ બળદ આદિ વહન કસ્વા યોગ્ય છે કે નથી, વૃક્ષાદિ છેદવા યોગ્ય છે કે નથી, એવા વયન ન બોલવા.
| [૩૫] વળી આ વાકસંયમ અંત:કરણ શુદ્ધિને આશ્રીને બતાવે છે - આપણા શારામાં કહ્યા મુજબ જેનો આત્મા સંયત છે, તે નિમૃત આત્માવાળા છે. આવો ક્યાંક પાઠ છે.] આપણા શાસ્ત્રમાં કહ્યા મુજબ બરોબર ચાર પાળનારા તે “સખ્યણું આચારવાળા” છે. અથવા જે સભ્ય આચારવાળા છે. તે સમિતાચારી છે. કે જેઓ ભિક્ષાવૃત્તિથી જીવન ગુજારે છે, તથા સાધુની વિધિએ જીવે છે. તેથી કહે છે કે - તેઓ ઉપરોધ વિધાનથી જીવતા નથી. તેમજ ક્ષાંત, દાંત, જીતકોધી, સત્યસંધી, દઢવતી, યુગાંતર માત્ર દૃષ્ટિથી ચાલનારા, પરિમિતપાણી પીનાર, મૌની, સદા જીવરક્ષક, વિવિકત એકાંત ધ્યાન કરનાર, કુતુહલરહિત એવા ગુણવાળા સરાણી હોવા છતાં વીતરાગી માફક વર્તે છે, એવું માનીને આ મિથ્યાત્વથી જીવે છે તેમ ન વિચારવું, એવું મનમાં પણ ન વિચારવું, એવું વાણીથી પણ ન બોલવું કે આ મિથ્યા-ઉપચાર પ્રવૃત્ત માયાવી છે. આ કપટી છે કે સરળ છે તેવો નિશ્ચય છાસ્થ, સામાન્ય જ્ઞાનવાળો કરી ન શકે. તે સાધુ જૈન હોય કે અન્યધર્મી, પણ સાધુ આવું વચન ન બોલે. કહ્યું છે કે બીજાના ગુણ કે દોષ વિચારવા કરતા તેટલો વખત શુદ્ધ ધ્યાનમાં મનને દોરવું. - વળી -
• સૂત્ર-૭૩૬,૩૩૭ :
અમુક પાસેથી દાન મળે છે કે નથી મળતું” એવું વચન મેધાવી સાધુ ન બોલે. પણ શાંતિ માની વૃદ્ધિ થાય તેવું વચન કહે...અહીં કહેલા જિનોપદિષ્ટ સ્થાનો વડે પોતાને સંયમમાં સ્થાપિત કરી સાધુ મોક્ષપર્યન્ત સંયમાનુષ્ઠાનમાં રહે. • તેમ હું કહું છું.
• વિવેચન-૩૩૬,839 -
દાન-દક્ષિણા. તેની પ્રાપ્તિ તે દાનલાભ, આ ગૃહસ્થાદિથી થશે કે નહીં થાય, તેવું વચન મેધાવી-મર્યાદા વ્યવસ્થિત સાધુ ન બોલે. અથવા પોતાના કે અન્યદર્શની સાઘને દાન દેવા કે લેવામાં જે લાભ છે તે એકાંતે સંભવે છે અથવા નથી સંભવતો તેવું એકાંત વચન ન બોલે, કેમકે તેનાથી દેવામાં કે લેવામાં નિષેધ દોષની ઉત્પત્તિ છે. તે જ કહે છે - તે દાનના નિષેધથી દાનાંતરાય અને સામાને કલેશ થઈ શકે. તે દાનની અનુમતિથી આરંભનો દોષ લાગે. તેથી દાન આપવા - ન આપવાનું રોકાંત વચન ન બોલે.
તો શું બોલે? તે દશવિ છે - શાંતિ એટલે મોક્ષ, તેનો માર્ગ તે સખ્યણું