________________
૨/૫/-/૭૦૫
પટુપજ્ઞ-સારા માઠા વિવેકનો જ્ઞાતા. - ૪ - ૪ - બ્રહ્મચર્ય પાળીને આ સર્વજ્ઞપણિત ધર્મમાં રહીને સાવધ અનુષ્ઠાનરૂપ અનાચાર ન આયરે. - ૪ - અથવા અશુપ્રજ્ઞ સર્વજ્ઞ પ્રતિ સમય કેવલજ્ઞાનદર્શન ઉપયોગવાળા હોવાથી, તેમના કહેલા ધર્મમાં રહીને
હવે પછી કહેવાનાર વાણી અને અનાચાર કદાપી ન આયરે.
૧૯૧
અહીં અનાચાર ન આચરે તેમ કહ્યું. અનાચાર જિન પ્રવચનથી વિરુદ્ધ છે. જિન-પ્રવચન મોક્ષમાર્ગહેતુથી સમ્યક્ દર્શનજ્ઞાન ચાસ્ત્રિાત્મક છે. સમ્યગ્દર્શન તત્વાર્થ શ્રદ્ધાનરૂપ છે, તત્વ-જીવ, અજીવ, પુન્ય, પાપ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષરૂપ છે. તથા ધર્મ, અધર્મ, આકાશ, પુદ્ગલ, જીવ, કાળ એ છ દ્રવ્યો છે, તે નિત્યઅનિત્યરૂપે છે.
સામાન્ય-વિશેષરૂપ અનાદિ અનંત ચૌદ રાજલોકરૂપ લોક તત્વ છે. જ્ઞાનમતિ, શ્રુત, અવધિ, મન:પર્યાય, કેવલ સ્વરૂપ છે. ચાસ્ત્રિ-સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંપરાય, યથાખ્યાત પાંચ ભેદે છે અથવા મૂળ-ઉત્તરગુણ ભેદે અનેક પ્રકારે છે. - x - ૪ - અનાદિ અનંતલોકમાં દર્શનાચાર-પ્રતિપક્ષભૂત-અનાચાર
બતાવવા માટે આચાર્ય ચચાવસ્થિત લોકસ્વરૂપને બતાવતા કહે છે–
. સૂત્ર-૭૦૬,૭૦૭ :
આ લોકને અનાદિ અનંત જાણીને વિવેકી લોકને એકાંત નિત્ય કે એકાંત અનિત્ય છે, તેમ ન માને...આ બંને પક્ષોથી વ્યવહાર ચાલતો નથી. તેથી આ બંને પક્ષોનો એકાંત આશ્રવ અનાચાર જાણવો.
• વિવેચન-૭૦૬,૭૦૭ :
[૭૦૬] આ ચૌદ રાજ પ્રમાણ લોક અથવા ધર્મ-અધર્માદિ દ્રવ્યની આદિઉત્પત્તિ નથી, તેથી અનાદિ છે, તેમ પ્રમાણથી સમજીને તથા અનંત છે, તેમ જાણીને - ૪ - એકાંત નયદૃષ્ટિથી અવધારતા અનાચાર થાય છે, તે દર્શાવે છે - શાશ્વત એટલે નિત્ય, સાંખ્યમતવાળા માને છે - x - જૈનદર્શન સામાન્ય અંશરૂપે ધર્મ, અધર્માદિમાં અનાદિ અનંતત્વ જાણીને આ બધું શાશ્વત છે, તેવી દૃષ્ટિ ન રાખે. તથા વિશેષ પક્ષને આશ્રીને ‘વર્તમાન નાસ્કી ચ્યવી જશે'' આવું સૂત્ર સાંભળીને બૌદ્ધ મત મુજબ બધું જ એકાંત અનિત્ય છે, એવી એકાંત ર્દષ્ટિ ન ધારણ કરવી.
[29] પ્રશ્ન-શા માટે એકાંત નિત્ય કે અનિત્ય બુદ્ધિ ન રાખવી? બધું નિત્ય છે કે અનિત્ય છે એવા બે સ્થાન વડે - ૪ - આલોક કે પરલોક સંબંધી કાર્યની પ્રવૃત્તિ કે નિવૃત્તિરૂપ વ્યવહાર ચાલતો નથી. તેથી કહ્યું છે કે - અપ્રયુત, અનુત્પન્ન, સ્થિર, એકસ્વભાવ, સર્વ નિત્ય છે એમ ન કહેવાય. કેમકે આપણે પ્રત્યક્ષ જ નવા-જૂના રૂપો ધ્વંસ થયા વિના દેખાય છે, લોકમાં તેવી પ્રવૃત્તિ પણ છે. વળી આત્માને નિત્ય માનતા બંધ-મોક્ષાદિ અભાવ થતા દીક્ષા, યમ, નિયમાદિ નિર્થક થાય.
તથા એકાંત અનિત્ય માનતા લોકો ભવિષ્યમાં કામ લાગે તેમ માની ધનધાન્યાદિનો સંગ્રહ ન કરે. આત્માને ક્ષણિક માનતા દિક્ષા વગેરેની પ્રવૃત્તિ પણ
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ નિરર્થક થાય. તેથી નિત્ય-અનિત્ય એવા બે માર્ગમાં સ્યાદ્વાદની સર્વ વ્યવહાર પ્રવૃત્તિ છે. તેથી નિત્ય કે અનિત્યને એકાંત માને તેને આલોક તથા પરલોક સંબંધી કાર્યના વિધ્વંસરૂપ અનાચાર જાણવો. કે જે જિનાગમ બાહ્મરૂપ છે. કથંચિત્ નિત્ય-અનિત્યરૂપે વ્યવહાર થાય તે કહે છે–
૧૯૨
તેથી સામાન્યને આશ્રીને કથંચિત્ નિત્ય છે - x - વિશેષથી ક્ષણે ક્ષણે બદલાતા કથંચિત્ અનિત્ય છે. જિનદર્શનમાં કહ્યા મુજબ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય યુક્ત દ્રવ્ય છે જેમ - ૪ - કોઈના મૃત્યુથી શોક થાય, બીજે જન્મે ત્યાં આનંદ થાય, માટે યોગી માધ્યસ્થ ભાવ રાખે. તેથી એકાંત નિત્ય કે અનિત્ય વ્યવહાર થતો નથી, તે બંનેમાં અનાચાર જાણવો.- ૪ -
• સૂત્ર-૦૮,૭૦૯ :
“સર્વે ભવ્ય જીવો મુક્ત થશે, સર્વે જીવો પરસ્પર વિરાશ છે, તેઓ બદ્ધ રહેશે-શાશ્વત રહેશે.' - આવા વચન ન બોલે...કેમકે આ બંને પક્ષોથી વ્યવહાર ન થઈ શકે, આ બંને એકાંત પક્ષોનું ગ્રહણ અનાસર જાણ. • વિવેચન-૭૦૮,૭૦૯ :
[૨૮] બધાં ક્ષય પામશે, બધાં સિદ્ધિ પામશે. - કોણ? તીર્થંકર અથવા સર્વજ્ઞના શાસનને માનનારા. સર્વે સિદ્ધિગમન યોગ્ય ભવ્યો. પછી જગમાં અભવ્ય રહેશે. [તેવું ન બોલે]. શુષ્કતર્કવાદી કહે છે - વિધમાન જીવોમાં નવા ભવ્યો આવતા નથી, અભવ્યો સિદ્ધ થવાના નથી. તેથી અનંત કાલે ભવ્યો મોક્ષે જતાં, કોઈ ભવ્ય
નહીં રહે - આવું ન બોલવું.
વળી બધાં પ્રાણી પરસ્પર વિલક્ષણ છે. તેમાં કોઈ સાદૃશ્ય નથી, તેમ એકાંતે ન કહેવું. અથવા બધાં ભળ્યો મોક્ષે જતાં - ૪ - સંસારમાં અભવ્યો જ રહેશે, તેમ ન કહેવું. • x - x - બધાં પ્રાણી કર્મોથી બંધાયેલા જ રહેશે, તેમ ન કહેવું. સારાંશ એ કે - બધાં પ્રાણી મોક્ષે જશે કે કર્મબંધને બંધાયેલા રહેશે તેવું એકપક્ષીય વચન
ન
ન બોલે અથવા કર્મની ગાંઠ છોડવામાં અશક્ત હોય એવા જીવો જ રહેશે, તેમ ન કહે. તીર્થંકરો સદાકાળ રહેશે તેમ પણ ન કહે.
[૭૦૯] દર્શનાચાર વિષયમાં એકાંતવાદનો નિષેધ વચન માત્રથી બતાવી, હવે તેની યુક્તિ કહે છે - ઉક્ત બંને સ્થાનમાં - જેમકે - તીર્થંકરોનો ક્ષય થશે કે શાશ્વત રહેશે અથવા તીર્થંકરનું દર્શન પામેલા મોક્ષે જશે કે શાશ્વત રહેશે. અથવા સર્વે જીવો વિસર્દેશ કે સર્દેશ છે, તથા કર્મગ્રંથિ યુક્ત કે રહિત રહેશે એવું એકાંત વચન ન બોલે, કેમકે તે યુક્તિસિદ્ધ નથી. તેથી કહે છે - બધાં તીર્થંકરો ક્ષય પામશે, તેમ કહેવું અયુક્ત છે. કેમકે ક્ષયનિબંધન કર્મના અભાવે સિદ્ધોના ક્ષયનો અભાવ છે. જો ભવસ્થ કેવલી અપેક્ષાએ આમ કહે, તો તે પણ સિદ્ધ નહીં થાય. કેમકે પ્રવાહ અપેક્ષાએ કેવલીઓ અનાદિ અનંત છે. તેથી તેનો અભાવ ન થાય.
વાદી જે કહે છે કે - “નવા ભવ્યોનો અભાવ છે, એક-એક મોક્ષે જતાં છેલ્લે જગત્ ભવ્યજીવ રહિત થઈ જશે.” એ પણ સિદ્ધાંતનો પરમાર્થ ન જાણનારનું વયન