________________
૨/૩/-/૬૭૫ થી ૬૮૭
૧૬૭
શરીર, ત્યાં ઉત્પન્ન થતાં પોતાની કાયા વડે તેને અચિત્ત કરે છે. અથવા જીર્ણ થયેલ પૃથ્વીકાયાદિ શરીરને કંઈક અચિત્ત અને કંઈક પતિાપિત કરે છે. તે વનસ્પતિકાયના જીવો આ પૃથ્વીકાયાદિના તે શરીરને પોતે ઉપયોગમાં લે છે, તે પૃથ્વીકાયાદિ વડે ઉત્પત્તિ સમયે સ્વકાયરૂપે પરિણમાવેલ છે, તે વનસ્પતિજીવ ત્યાં ઉત્પન્ન થતા કે ઉત્પન્ન થઈને ત્વચા વડે આહાર લે છે, પછી સ્વ શરીરરૂપે પરિણાવે છે, પછી તે શરીને સ્વકાય સાથે સ્વ-રૂપે મેળવી દે છે.
બીજા શરીરો પણ મૂળ, શાખા, પ્રશાખા, પત્ર, પુષ્પ, ફળાદિ છે, તે પૃવીયોનિક વૃક્ષો વિવિધ વર્ણના છે, જેમકે - સ્કંધનો વર્ણ જુદો, મૂલનો જુદો એ રીતે છે. આ પ્રમાણે વિભિન્ન શરીર પુદ્ગલ ગ્રહણથી થાય છે. તેથી વિવિધ રસોના વીર્ય વિપાકવાળા જુદા જુદા પુદ્ગલો લઈને સુરુપ-કુરુપ સંસ્થાનવાળા, દૃઢ કે ઢીલું સંહનન, કૃશ કે સ્થૂલ સ્કંધ થાય છે. આ પ્રમાણે જુદા જુદા શરીરો વિકુર્તીને રહે છે.
કેટલાંક શાક્યાદિ વનસ્પતિ આદિ જીવો નથી તેમ કહે છે, તેના નિષેધ માટે કહે છે, તે વનસ્પતિમાં ઉત્પન્ન જીવો છે - અજીવ નથી. કેમકે ઉપયોગ જીવોનું લક્ષણ છે, તેમનામાં પણ આશ્રયથી ઉંચે જવું આદિમાં ઉપયોગ દેખાય છે. તથા વિશિષ્ટ આહારથી તેના શરીરની વૃદ્ધિ-હાનિ દેખાય છે - x - છેદેલી વધવાથી, છાલ ઉખેડતા નાશ થવાથી, આદિથી વનસ્પતિ જીવ છે, તે સિદ્ધ છે. - x - x - અરિહંતના મતને માનનારો વનસ્પતિના જીવત્વનો અસ્વીકાર ન કરે. - x - તે જીવો વનસ્પતિમાં તેવા કર્મોને લીધે ઉત્પન્ન થાય છે. તે આ પ્રમાણે - એકેન્દ્રિય જાતિ, સ્થાવર નામ, વનસ્પતિ યોગ્ય આયુ વગેરે. તે કર્મોદયથી ત્યાં ઉત્પન્ન થયેલા કહેવાય છે, કાળ કે ઈશ્વરે મોકલેલ નહીં, એમ તીર્થંકરે કહેલ છે. આ રીતે પૃથ્વીયોનિક વૃક્ષો કહ્યા, હવે તેમાં બીજા જીવો ઉત્પન્ન થાય છે, તે કહે છે–
તીર્થંકરોએ આવું કહ્યું છે અથવા તે વનસ્પતિ સંબંધે બીજું પણ આવું કહ્યું છે કે - આ જગમાં કેટલાંક જીવો તેવા કર્મોના ઉદયે વનસ્પતિ યોનિમાં જન્મે છે, અહીં જે પૃથ્વીયોનિક વૃક્ષોમાં કહ્યું, તે અહીં વૃક્ષયોનિક વનસ્પતિમાં પણ બધું કહેવું ચાવત્ - તીર્થંકરે કહેલ છે.
હવે વનસ્પતિના અવયવોને આશ્રીને કહે છે - હવે પછી જે કહ્યું તે દર્શાવ છે - આ જગમાં કોઈક તેવા કર્મોદયવર્તી વૃક્ષયોનિક જીવો હોય છે. તેના અવયવના આશ્રિત હોવાથી તે પણ વનસ્પતિરૂપે બીજા જીવો જ ગણાય છે તથા મુખ્ય એક વનસ્પતિજીવ આખા વૃક્ષને વ્યાપીને રહેલો છે, તેના બીજા અવયવોમાં મૂળ, કંદ, સ્કંધ, છાલ, ડાળી, પ્રવાલ, પત્ર, પુષ્પ, ફળ, બીજરૂપ દશ સ્થાનોમાં જીવો ઉત્પન્ન થાય છે, તે ત્યાં ઉત્પન્ન થતાં વૃક્ષસોનિક, વૃક્ષોદ્ભવ, વૃક્ષમાં વ્યુત્ક્રમેલા કહેવાય છે.
બાકી પૂર્વવત્ જાણવું.
અહીં પૂર્વે ચાર સૂત્રો કહેલાં છે, તે સૂત્રો આ પ્રમાણે જાણવા - [૧] વનસ્પતિ પૃથ્વી આશ્રિત છે, [૨] તેનું શરીર અકાયાદિ શરીસ્નો આહાર કરે છે. [૩] તે વધીને આહાર કરેલું શરીર અચિત્ત અને નાશ કરીને પોતાનારૂપે બનાવે છે. [૪] બીજા પણ
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ પૃથ્વીયોનિક વનસ્પતિના શરીરો પોતે મૂળ, કંદ, સ્કંધ આદિ જુદા જુદા વર્ણવાળા થાય છે. તેમ અહીં પણ વનસ્પતિયોનિક વનસ્પતિના એવા જ વિષય બતાવનારા ચાર
પ્રકારના સૂત્રો યાવત્ - ૪ - કર્મોપ૫ન્નક છે, સુધી સમજવા.
હવે વૃક્ષો પર ઉત્પન્ન વૃક્ષોને આશ્રીને કહે છે - આ પણ તીર્થંકરે કહેલું છે - કેટલાંક જીવો વૃક્ષયોનિક હોય છે જે પૃથ્વીયોનિક વૃક્ષો જ્યાં છે, તે વૃક્ષના ભાગરૂપે બીજા વૃક્ષો ઉત્પન્ન થાય છે, તે એક વનસ્પતિના મૂળથી આરંભ અને ઉપચયનું કારણ હોવાથી તે વૃક્ષયોનિક કહેવાય છે અથવા જે પૂર્વે મૂળ-કંદ આદિ દશ સ્થાનવર્તી કહ્યા તે વૃક્ષ યોનિક જાણવા. - ૪ - કર્મોપાદાન કારણે ઉપ-ઉપર વધે છે, તે અધ્યારૂહવૃક્ષ ઉપર થયેલા વૃક્ષો કહેવાય છે. જેમકે વૃક્ષ પરની વેલ આદિ- x -.
તેને આશ્રીને બીજા વનસ્પતિકાય જીવો તે વૃક્ષોનિક વૃક્ષોમાં ઉત્પન્ન થાય છે. અહીં પણ પૂર્વવત્ ચાર સૂત્રો જાણવા - [૧] વૃક્ષયોનિક વૃક્ષોમાં બીજાં અધ્યારૂહો ઉત્પન્ન થાય, [૨] તે ત્યાં ઉત્પન્ન થઈને સ્વયોનિભૂત વનસ્પતિનો આહાર કરે, તથા પૃથ્વી આદિ શરીરનો આહાર કરે, [3] આહારિત શરીરને અચિત્ત, વિધ્વસ્ત કરી સ્વકાયરૂપે પરિણમાવે, [૪] તેમાં રહેલા બીજા અવયવોને વિવિધરૂપે બનાવે. આ બધાં જીવો ત્યાં સ્વકૃત્ કર્મોપન્ના છે તેમ કહ્યું છે, આ પહેલું સૂત્ર.
બીજું આ છે - પૂર્વોક્ત વૃક્ષયોનિક વૃક્ષોમાં અધ્યારૂહ કહ્યા. તેના દરેક ભાગમાં વધીને પુષ્ટિ કરનારા વૃક્ષો પર ઉગેલી વનસ્પતિરૂપે જે ઉત્પન્ન થાય છે તે જીવો સ્વયોનિભૂત શરીરનો આહાર કરે છે. ત્યાં બીજા પણ પૃથ્વી આદિ શરીરનો આહા કરે છે. બીજા અધ્યારૂહસંભવા, અધ્યારૂહ જીવોનાં વિવિધ વર્ણ આદિના શરીરો બને છે.
૧૬૮
ત્રીજું સૂત્ર આ પ્રમાણે - ૪ - કટેલાંક જીવો અધ્યારૂહ સંભવમાં અધ્યારૂહ થઈને અધ્યારૂહપણે ઉત્પન્ન થાય છે. તે અધ્યારૂહયોનિક અધ્યારૂહ જે શરીરો છે તેને ખાય છે બીજા સૂત્રમાં વૃક્ષયોનિક અધ્યારૂહના જે શરીરો છે તેને બીજા અધ્યારૂહ જીવો ખાય છે. ત્રીજા સૂત્રમાં અધ્યારૂહયોનિક અધ્યારૂહ જીવોના શરીરો સમજાવા એટલું વિશેષ છે. આ ચોથું સૂત્ર આ પ્રમાણે - - ૪ - કેટલાંક જીવો અધ્યારૂહયોનિક અધ્યારૂહ વૃક્ષોમાં મૂળ, કંદ, સ્કંધ આદિ દશરૂપે ઉત્પન્ન થાય છે. તે તેવા પ્રકારના કર્મોવાળા છે તેમ કહ્યું - x ".
હવે વૃક્ષ વ્યતિરિક્ત શેષ વનસ્પતિકાયને આશ્રીને કહે છે - ૪ - કેટલાંક જીવો પૃથ્વીમાં ઉત્પન્ન થઈ, પૃથ્વીમાં સ્થિર થઈ, પૃથ્વીમાં વધે છે, વગેરે જેમ વૃક્ષમાં ચાર આલાવા કહ્યા, તેમ તૃણમાં પણ જાણવા. તે આ છે - વિવિધ પૃથ્વીયોનિમાં તૃણપણે ઉત્પન્ન થાય છે, પૃથ્વી શરીરને ખાય છે, બીજું પૃથ્વીયોનિકમાં તૃણમાં ઉત્પન્ન થઈ, તૃણ શરીરને ખાય છે. ત્રીજું તૃણયોનિક તૃણમાં ઉત્પન્ન થઈ તૃણયોનિક તૃણ શરીરને ખાય છે. ચોથું તૃણયોનિક તૃણ અવયવોમાં મૂળ આદિ દશ પ્રકારે ઉત્પન્ન થઈ તૃણ શરીરને ખાય છે.
આ રીતે ઔષધિ આશ્રિત ચાર આલાવા કહેવા. વિશેષ કે ત્યાં ‘ઔષધિ' શબ્દ કહેવો. એ રીતે ‘હતિ’ આશ્રિત ચાર આલાવા કહેવા. ‘કુહણમાં એક આલાવો