________________
૨૨-૬૬૪
૧૩૩
૧૩૮
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ
બળાવે કે બાળનારની અનુમોદના કરે એ રીતે મહાપાપકર્મથી પોતાને પ્રખ્યાત કરે.
ધે બીજા પ્રકારે પાપનું ગ્રહણ બતાવે છે - ક્યારેક કોઈ સડેલ ધાન્ય આદિ આપે ત્યારે ગૃહસ્થ આદિ પર કોપાયમાન થઈને તેના ઉંટ આદિના જાંઘ, છાતી આદિ પોતે જ છેદી નાંખે, બીજા પાસે છેદાવે કે છેદનારની અનુમોદના કરી પોતાને પાપકર્મરૂપે પ્રખ્યાત કરે.
વળી કોઈ કંઈક નિમિત્તથી ગૃહપતિ આદિ પર કુપિત થઈને તેમની ઉંટ આદિની શાળાને કાંટાથી ઢાંકી દઈને પોતે જ અગ્નિથી બાળી દે - ઇત્યાદિ.
વળી કોઈ કંઈક કારણે કોપીને ગૃહપતિ આદિના કુંડલાદિને હરી લે.
હવે પાખંડી ઉપર કોપાયમાન થઈને શું કરે તે બતાવે છે - કોઈ સ્વદર્શનના અનુરાગથી કે વાદમાં બીજાથી પરાજિત થઈને કોઈ નિમિત્તથી કોપાયમાન થઈને શું કરે તે કહે છે . શ્રમને સહન કરે તે શ્રમણ, તેને કે તેવા બીજા કોઈને કોઈ કારણથી કુપિત થઈ દંડ આદિ ઉપકરણોને હરી લે, હરાવી લે, હરનારને અનુમોદે ઇત્યાદિ પૂર્વવત્ જાણવું.
એ રીતે બીજાને દુશ્મન માનીને પાપ કરનારા કહ્યા. હવે તે સિવાયના બીજાને બતાવે છે. • હવે કોઈ દઢમૂઢતાથી વિચારે નહીં કે આવા પાપકર્મથી મને ભવિષ્યમાં શું ફળ મળશે? મારું આ અનુષ્ઠાન પાપાનુબંધી છે તેમ ન વિચારે. તેથી તે આભવપરભવમાં દુઃખદાયી ક્રિયા કરે, તે કહે છે–
| ગૃહસ્થ આદિના શાલિ-ઘઉં આદિ ધાન્યને કારણ વિના જ પોતે જ અગ્નિ વડે બાળે, બીજા પાસે બળાવે કે બાળનારની અનુમોદના કરે.
તથા આલોક કે પરલોકના દોષોની વિચારણા ન કરનારો ગૃહપતિ આદિ સંબંધી ઉંટ વગેરેના જાંઘ આદિ અવયવોને છેદે...ઉંટશાળાદિ બાળે...તેમના કુંડલ આદિ હરી લે...શ્રમણ-બ્રાહ્મણાદિના દંડાદિ ઉપકરણો હરી લે; ઇત્યાદિ આલાવા પૂર્વે ક્રોધના નિમિત્તે કહ્યા, તે જ અહીં ક્રોધના અભાવે અર્થાત નિનિમિત સમજી લેવા.
હવે વિપરીત દૃષ્ટિ - આગાઢ મિથ્યાદેષ્ટિઓ બતાવે છે
કોઈ અભિગૃહીત મિથ્યાર્દષ્ટિ, અભદ્રક સાધુના વેષને કારણે શ્રમણ આદિના નિર્ગમન કે પ્રવેશ વખતે જાતે વિવિધ પાપા-ઉપાદાનરૂપ કમોં વડે બીજાને પીડા આપીને પોતે મહાપાપી રૂપે પ્રખ્યાત થાય, તે કહે છે
કોઈ સાધુને જોઈને મિથ્યાત્વથી હણાયેલ દૈષ્ટિવાળો. અપશુકન માનીને સાધુને આંખ સામેથી ખસેડવા, સાધુને ઉદ્દેશીને ચપટી વગાડે અથવા તેને તિરસ્કારવા કઠોર વયનો કહે, જેમકે - ઓ મુંડીયા! નિરર્થક કાયકલેશ પરાયણ ! ર્બદ્ધિ ! અહીંથી દૂર થા. પછી ભૃકુટી ચડાવીને અસત્ય બોલે. ભિક્ષાકાળે પણ તે સાધુ બીજા ભિક્ષુઓની પાછળ પ્રવેશે ત્યારે અત્યંત દુષ્ટતાથી અાદિ ન આપે, બીજો દાન દેતો હોય તો તેને પણ રોકે અને સાધુનો દ્વેષ કરતો આ પ્રમાણે બોલે
આ પાખંડીઓ છે, તે આવા હોય છે - જેમકે - તેઓ ઘેર ઘાસ કે કાષ્ઠનો ભાર વહન કરવાનું અધમ કર્મ કરે છે, તથા કુટુંબના ભારથી કે પોટલા ઉંચકવાના
ભારથી કંટાળી, ભાંગી પડીને સુખની લાલસાથી, આ આળસુઓ પોતાના કુટુંબનું પાલન કસ્વા અસમર્થ આવા પાખંડ કરે છે. કહ્યું છે કે - ગૃહસ્થાશ્રમ જેવો ધર્મ થયો નથી - થશે નહીં, તેને જે પાળે છે, તે ધન્ય છે, [બાકી] કાયરો છે તે પાખંડનો આશ્રય લે છે. ઇત્યાદિ.
વૃષત્ર - અધમ - શુદ્ધ જાતિના, બીજાની સેવા કરનાર કે વસ્તીવ - નમાલા લોકો દીક્ષા લઈ સાધુ થાય છે. હવે ગૃહસ્થોના અસદ્ વર્તનને કહે છે–
ઉક્ત સાધુ નિંદકો, ધર્મના શત્રુઓ આ રીતે બીજાના દોષો ઉઘાડીને જીવનારા ફકત સાધુઓની નિંદામાં પરાયણ રહીને કુત્સિત જીવન જીવે છે. એ રીતે તેઓ અસદ્ આચારી જીવિતને પ્રશંસે છે. તે આ લોકના સુખમાં આસક્ત, સાધુનિંદાથી જીવતા મોહાંધો સાઘને તિરસ્કારે છે, પસ્લોકના કલ્યાણ માટે કોઈ અનુષ્ઠાનનો આશ્રય કરતા નથી. ફક્ત તેઓ સાધુઓને નિંદકવચન પ્રવૃત્તિથી પીડા પહોંચાડે છે, પોતે અને બીજા દુઃખી થાય છે. અજ્ઞાનથી અંધ તેઓ એવું કરે છે જેથી તેમને શોક થાય છે અને બીજાને પણ દુષ્ટ વચનાદિ કહીને શોક ઉત્પન્ન કરાવે છે
- તથા તેઓ બીજાની નહીં કરે છે, પોતાને અને બીજાને સુખથી વંચિત કરે છે. તે રાંકડા ધર્મના સ્પર્શ વિનાના અસદ્ અનુષ્ઠાનોથી પોતાને અને બીજાને પીડે છે. તથા પાપકર્મથી પરિતાપ પામી પોતાને અને બીજાને બાળે છે. આવી અસવૃત્તિથી દુ:ખ, શોક અને ફ્લેશથી કદી દૂર થતાં નથી.
આવા હોવાથી તેઓ જીવહિંસારૂપ મહા આરંભથી તથા પ્રાણિઓને પરિતાપ આપવારૂપ મહા સમારંભથી તથા આરંભ-સમારંભથી બંનેથી વિવિધ પ્રકારના સાવધ અનુષ્ઠાન-પાપકર્મકૃત્યોથી અત્યંત ઉભટ સમગ્ર સામગ્રી - મધ - દારુ - માંસયુકત મનુષ્યભવ યોગ્ય ભોગો વડે ઉત્કટ ભોગો ભોગવતા સાવધ અનુષ્ઠાનને કરનારા થાય છે. એ જ દર્શાવતા કહે છે
તેઓ પાપકૃત્યથી ભોજનકાળે ઇષ્ટ અન્ન મેળવે છે, તે જ રીતે પાન, વસ્ત્ર, શયન, આસન આદિ મેળવે છે. સર્વ વસ્તુ સવાર-સાંજ મેળવી લે છે અથવા સવારસાંજના કૃત્યો કરે છે. અથવા સવારે સ્નાન કરીને - x • વિલેપન-ભોજનાદિ કરે છે. તે સંપૂર્વપદ્ જાણવું. એટલે કે જે જ્યારે ઇચ્છે છે ત્યારે પ્રાપ્ત કરે છે. ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિને કિંચિત્ દશવિ છે–
વૈભવી સ્નાન કરીને દેવતાદિ નિમિતે બલિકર્મ કરે છે, અવતારણક પાદિ કૌતુક, સુવર્ણ-ચંદન-દહીં-અક્ષત-દુર્વા-સરસવ-દર્પણ-સ્પર્શ આદિ મંગલ તથા દુઃસ્વપ્નોના નિવારણાર્થે પ્રાયશ્ચિત કરે છે - ફૂલોની માળા સહિતનો મુગટ પહેરે છે. દેઢ શરીરીયુવાન રહે છે. તથા લાંબા કંદોરા, ફૂલની માળા પહેરે છે. એવો તે માટે નાહીને વિવિધ વિલોપનો કરીને, કંઠમાં માળા ધારણ કરી, બીજા આભુષણો પહેરી, ઉંચાવિશાળ પ્રાસાદમાં વિશાળ ભદ્રાસને બેસે છે. સ્ત્રી વર્ગ સાથે પરિવરેલો તે ઘણાં જ નાટક, ગીત, વાજિંત્ર, વીણા આદિના નાદ સહિત ઉદાર મનુષ્યભોગો ભોગવે છે.
તેને જો કોઈ કામ પડે તો - એક માણસને બોલાવતા ચાર-પાંચ પુરષ હાજર