________________
૨૬
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧
યુત-૧, ભૂમિકા
હવે પહેલા શ્રુતસ્કંધના નામ નિક્ષેપાને બતાવે છે–
[નિ.૨૩-] અહીં પહેલા શ્રુતસ્કંધનું નામ “ગાથાષોડશક’ છે. એટલે ‘ગાથા' નામક સોળમું અધ્યયન આ શ્રુતસ્કંધમાં છે. તેમાં ‘ગાથા'નો નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવરૂપ ચાર પ્રકારનો નિક્ષેપ છે. નામ, સ્થાપના પ્રસિદ્ધ છે. દ્રવ્યગાથા બે પ્રકારે છે. - આગમથી, તો આગમથી, આગમથી ગાથાનો જ્ઞાતા પણ ઉપયોગરહિત અને નો આગમથી ત્રણ પ્રકારે - જ્ઞશરીર દ્રવ્યગાથા, ભવ્યશરીરદ્રવ્યગાથા, આ બે સિવાયની દ્રવ્યગાથા - X - X - X -
ભાવગાથા પણ બે પ્રકારે છે - આગમથી, નોઆગમથી. આગમથી ભાવ ગાથાનો જ્ઞાતા અને ઉપયોગવાળો જાણવો, નોઆગમથી આ ગાયા નામક અધ્યયન જાણવું. કેમકે તેમાં આગમનું એક દેશપણું છે.
‘પોડશક’ના પણ નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ એ છ નિક્ષેપ છે. - તેમાં નામ, સ્થાપના સરળ છે. દ્રવ્ય ‘ષોડશક’માં જ્ઞ શરીર, ભવ્ય શરીર અને તે બંને સિવાયના સચિતાદિ ૧૫-દ્રવ્ય લેવા. ક્ષેત્ર પોડશક તે ૧૬-આકાશ પ્રદેશ, કાળ ષોડશક તે ૧૬-સમય કે તેટલો કાળ રહેનાર દ્રવ્ય, ભાવ પોડશક તે આ અધ્યયન જ જાણવું. કેમકે ક્ષાયોપથમિક ભાવવૃત્તિત્વ છે.
શ્રુત અને સ્કંધનો ચાર પ્રકારે નિફોપ છે. જે બીજે વિસ્તાચી કહ્યો છે. હવે પ્રત્યેક અધ્યયનનો અર્થ અધિકાર બતાવવા કહે છે
[નિ.૨૪ થી ૨૮-] પહેલા અધ્યયનમાં સ્વ સિદ્ધાંત, પર સિદ્ધાંત પ્રરૂપણા છે, બીજામાં સ્વ સિદ્ધાંતના ગુણો અને બીજા મતના દોષો જાણીને સ્વ સિદ્ધાંતનો બોધ જાણવો. બીજામાં તત્વોને જાણીને ઉપસર્ગ સહેવા સમર્થ બને તે જણાવ્યું, ચોથામાં
સ્ત્રી-દોષનું વર્જન, પાંચમામાં ઉપસર્ગ ન સહે અને સ્ત્રી વશવર્તી હોય તેનો અવશ્ય નકે ઉપપાત બતાવ્યો છે.
- છઠ્ઠામાં અનુકૂળ-પ્રતિકૂળ ઉપસર્ગ સહેવાથી અને સ્ત્રીદોષ વર્જનથી ભગવંત મહાવીરે જીતવા યોગ્ય કર્મ કે સંસારનો પરાભવ કરી જય પામ્યા તેથી શિષ્યોને પણ આ ઉપદેશ આપ્યો. તે અધિકાર છે. સાતમામાં ગૃહસ્થો, અન્યતીચિંકો કે પાશ્ચસ્વાદિ એવાનો સંગ છોડનાર પરિત્યક્ત નિઃશીલકુશીલ તથા સુશીલ, સંવિનને બતાવ્યા. આઠમામાં બે પ્રકારનું વીર્ય બતાવી પંડિતવીર્યમાં પ્રયત્ન કરવાનું જણાવ્યું.
- નવમામાં યથાવસ્થિત ધર્મ કહે છે. દશમામાં સમાધિસ્વરૂપ કહ્યું, અગ્યારમામાં સમ્યગદર્શન જ્ઞાન ચાસ્ટિારૂપ મોક્ષમાર્ગનું કથન છે બારમામાં - X - ચાર મતમાં રહેલા-કિયાવાદી, અક્રિયાવાદી, અજ્ઞાનવાદી અને વિનયવાદી એવા મતવાળા 363 પાખંડીઓ પોત-પોતાના મત સાધતાં જિનેશ્વર પાસે આવે ત્યારે તેમના વચનમાં રહેલા સાધનદોષોને બતાવીને તેનું નિરાકરણ કરાય છે. તેરમામાં સર્વવાદિઓમાં કપિલ, કણાદ, અક્ષપાદ, શોદ્ધોદન, જૈમિની આદિ મતને અનુસરનારનું કુમાર્ગપણું બતાવ્યું.
ચૌદમામાં ગ્રંથ નામના અધ્યયનમાં શિષ્યોના ગુણ-દોષનું કથન છે તથા શિષ્યના ગુણ સંપદથી યુક્ત શિષ્ય ગુરુકુલવાસ સેવવાનો અધિકાર છે. પંદરમા
‘આદાનીય’ અધ્યયનમાં આદાનીય પદ કે અર્થોનું ગ્રહણ છે તે પૂર્વે કહેલા પદ અને અર્થો વડે પ્રાયઃ અહીં ગોઠવેલ છે, તથા સમ્યક ચારિત્ર મોક્ષમાર્ગનું સાધક છે, તે અહીં વવિલ છે. સોળમાં ગાથા અધ્યયનમાં પંદરે અધ્યયનમાં કહેલ કાર્ય સંક્ષેપમાં પ્રતિપાદિત કર્યો છે. હવે • x • એક એક અધ્યયનનું અહીં વર્ણન કરીશું–
* શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧ “સમય” ક o પહેલું ‘સમય’ નામક અધ્યયન છે, તેના ઉપક્રમ આદિ ચાર અનુયોગ છે. તેમાં ઉપક્રમણ તે ઉપકમ. અથવા જેના વડે શાસ્ત્રને નિફોપ અવસરમાં લાવીને સ્થાપીએ તે ઉપક્રમ. તેમાં લૌકિક ઉપક્રમ નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ભેદે છે પ્રકારે આવશ્યકાદિમાં વવિલ છે. શાસ્ત્રીય ઉપક્રમ પણ આનુપૂર્વી નામ પ્રમાણ વક્તવ્યતાના અધિકારમાં સમાવતાર રૂપ છ પ્રકારનો જાણવો. તેમાં આનુપૂર્વ વગેરે સમાવતાર પર્યન્ત અનુયોગદ્વાર મુજબ જાણવો.
તે જ પ્રમાણે આ અધ્યયન પણ આનુપૂર્વી આદિમાં જ્યાં જ્યાં ઉતરે ત્યાં ત્યાં ઉતાવું. તેમાં દશ પ્રકારે અનુપૂર્વમાં ગણના અનુપૂર્વમાં ઉતરે છે, તે અનુપૂર્વી આદિ ત્રણ પ્રકારે છે - પૂવનુપૂર્વી, પશ્ચાતુપૂર્વી, અનાનુપૂર્વી. તેમાં આ અધ્યયન પૂર્વનુપૂર્વીમાં પહેલું, પશ્ચાતુપૂર્વીમાં સોળમું, અનાનુપૂર્વી ચિંતવતા એકાદિકથી માંડી સોળ સુધીમાં શ્રેણીમાં અન્યોન્યાભ્યાસ દ્વિપ ન્યૂન સંખ્યાબેદ થાય છે. અનાનુપૂર્વીના ભેદની સંખ્યાના પરિજ્ઞાનનો આ ઉપાય છે. તે આ પ્રમાણે - x •x • x • અહીં આખી ગણિત પ્રક્રિયા છે. તેને જાણવા માટે મૂળ વૃત્તિ જોવી •X X - X -] શ્રુત ક્ષાયોપથમિક ભાવમાં અવતરે છે.
હવે પ્રમાણને બતાવે છે, જેના વડે મપાય તે પ્રમાણ. તે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવથી ચાર ભેદે છે. તેમાં આ અધ્યયન ક્ષાયોપથમિક ભાવમાં વ્યવસ્થિત થવાથી ભાવ પ્રમાણમાં અવતરે છે. આ ભાવ પ્રમાણ ગુણતય સંખ્યાના ભેદથી ત્રણ પ્રકારે છે. તેમાં પણ ગુણ પ્રમાણે સમવતાર છે. તે પણ જીવ-જીવ ભેદથી બે પ્રકારે છે. સમય અધ્યયન ક્ષાયોપથમિક ભાવરૂપ હોવાથી તેના જીવના અન્યવને લીધે જીવગુણ પ્રમાણમાં સમવતાર છે. જીવગુણ પ્રમાણ પણ જ્ઞાન, દર્શન, ચા»િ ભેદથી ત્રણ પ્રકારે છે. તેમાં આ બોધરૂપે હોવાથી જ્ઞાનગુણ પ્રમાણમાં ગણવું.
- તે પણ પ્રત્યa1, જાનુમાન, ઉપમાન, આગમ ભેદથી ચાર પ્રકારે છે. તેમાં આ આગમ પ્રમાણમાં લેવું. તે પણ લૌકિક લોકોતર બે ભેદે જણવું. તેમાં આ સમય અધ્યયન લોકોતરમાં લેવું. તે પણ સૂત્ર, અર્થ, તંદુભયરૂપ ત્રણ પ્રકારે છે, તે ત્રણેમાં ગણવું અથવા આત્મ, અનંતર, પરંપર ભેદથી આગમ ત્રણ પ્રકારે છે. તેમાં તીર્થકરોને અર્થની અપેક્ષાએ આત્માગમ, ગણધરોની અપેક્ષાએ અનંતર તથા શિષ્યોની અપેક્ષાઓ પરંપરાગમ છે. સૂત્રની અપેક્ષાએ ગણધરોને આત્માગમ, તેના શિષ્યોને અનંતરાગમ અને ત્યારપછી શિષ્યોને પરંપરાગમ જાણવું.