________________
૨/૨/-/૬૫૯
સ્વમતિ કલ્પનાથી બીજા ન જાણે તે રીતે બોલે છે. પોતે ઠગ છતાં બીજાને સાહુકાર છે, તેમ બતાવે છે - સ્થાપે છે. બીજો કોઈ કંઈ પૂછે તો માયા કરી જુદું જ બતાવે છે. જેમકે આંબાના ઝાડનું પૂછો તો આકડાને બતાવે. વાદ કાળે પણ કંઈકને બદલે
કંઈક બતાવે - ૪ - X + X --
૧૨૫
તે સર્વર્સ વિસંવાદિ, કપટ-પ્રપંચ ચતુરોને જે ફળ મળે તે દૃષ્ટાંત વડે બતાવે છે - જેમ કોઈ પુરુષને લડાઈમાં ઘા વાગતાં અંદર કોઈ તીર કે શલ્ય હોય, તે અંતરશલ્યવાળો તે શલ્ય કાઢવાથી થતી વેદનાથી ડરીને તે શલ્યને પોતે ન કાઢે, બીજા પાસે ન કઢાવે, તેમજ તે શલ્ય વૈધના ઉપદેશથી ઔષધ-ઉપયોગાદિ ઉપાયો વડે નષ્ટ ન કરે. કોઈ તેને પૂછે કે ન પૂછે તો પણ તે શલ્યને કારણ વિના છુપાવે છે. તે શલ્ય અંદર રહેલ હોવાથી પીડાતો ચાલે છે, તે રીતે પીડાવા છતાં બીજું કાર્ય વેદના સહી કરે છે.
આ દૃષ્ટાંતનો બોધ કહે છે - જેમ આ શલ્યવાળો દુઃખી થાય છે, તેમ માયા શલ્યવાળો જે અકાર્ય કર્યું હોય તેને છૂપાવવા માયા કરીને તે માયાની આલોચના કરતો નથી, તેનું પ્રતિક્રમણ ન કરે - પાપથી નિવર્તે નહીં, આત્મસાક્ષીએ તે માયા શલ્યની નિંદા ન કરે કે - મને ધિક્કાર છે કે મેં કર્મના ઉદયથી આવું અકાર્ય કર્યું. તેમજ પરસાક્ષીએ તેની ગર્ભ ન કરે - આલોચનાદાન યોગ્ય પાસે જઈને તેની જુગુપ્સા ન કરે કે અકાર્યકરણ એવા તે માયા શલ્યને અનેક પ્રકારે દૂર ન કરે અર્થાત્ અપરાધનું પ્રાયશ્ચિત્ત કરી, ફરી પાપ ન કરવા નિર્ધાર ન કરે - x - આલોચના દાતા પાસે આત્મ નિવેદન કરીને તે કાર્ય ન કરવા માટે તત્પર ન બને, પ્રાયશ્ચિત્ત સ્વીકારીને પણ સંયમપાલન માટે ઉઘત ન થાય. ગુરુ આદિ સમજાવે તો પણ અકાર્યનિર્વહણ-યોગ્ય ચિત્તનું શોધન કરવારૂપ પ્રાયશ્ચિત્ત-વિશિષ્ટ તપકર્મનો સ્વીકાર ન કરે. આવી માયાથી પાપ છુપાવનારો એવો માયાવી આ લોકમાં સર્વ કાર્યોમાં અવિશ્વાસ્ય બને છે - x - કહ્યું છે કે
માયાવી કદાય કોઈ અપરાધ ન કરે તો પણ બધે અવિશ્વાસ્ય થાય છે - x
- વળી અતિ માયાવીપણાથી તે પરલોકમાં સર્વ અધમ યાતના સ્થાનોમાં જન્મ પામીને નક-તિર્યંચાદિમાં વારંવાર જન્મ લઈને દુઃખી થાય છે.
-
વળી વિવિધ પ્રપંચોથી બીજાને ઠગીને તેની નિંદા-જુગુપ્સા કરે છે જેમકે - આ અજ્ઞાન પશુ જેવો છે, તેનાથી આપણું શું ભલું થશે ? આ રીતે બીજાની નિંદા કરીને પોતાને પ્રશંસે છે. જેમકે - મેં આને કેવો ઠગ્યો, એ રીતે પોતે ખુશ થાય છે - x • આ પ્રમાણે કપટી સાધુ ફાવી જતાં નિશ્ચયથી તેવા પાપો વધારે કરે છે તેમાં જ ગૃદ્ધ બનીને, તેવા માયા સ્થાનથી અટકતો નથી. વળી માયાથી લેપાઈને પ્રાણીને દુઃખકારી દંડ આપીને પાછું જૂઠું બોલે છે પોતાના દોષો બીજા પર નાંખે છે. તે માયાવી સદા ઠગવામાં તત્પર રહી - ૪ - જેણે શુભ લેશ્યા સ્વીકારી નથી તેવો તે સદા આર્તધ્યાન વડે હણાઈને અશુભ લેશ્યાવાળો થાય છે. એ રીતે તે ધર્મધ્યાનરહિત અને અસમાહિત, અશુદ્ધલેશ્યાવાળો રહે છે. એ રીતે તેને માયાશલ્ય પ્રત્યયિક સાવધ કર્મ બંધાય છે. આ અગિયારમું ક્રિયાસ્થાન માયાપ્રત્યયિક કહ્યું.
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ ઉક્ત “અર્થદંડ” આદિ અગિયાર ક્રિયાસ્થાનો સામાન્યથી અસંચત-ગૃહસ્થોને હોય છે. હવે બારમું ક્રિયાસ્થાન પાખંડીને આશ્રીને કહે છે—
• સૂત્ર-૬૬૦ ઃ
હવે બારમું લોભપત્યયિક ક્રિયાસ્થાન કહે છે - જેમકે અરણ્યનિવાસી, પણકુટીવાસી, ગામનીકટ રહેનાર તથા ગુપ્ત કાર્ય કરનાર છે, જે બહુ સંયત નથી, સર્વે પ્રાણ-ભૂત-જીવ-સત્વની હિંસાથી બહુ પ્રતિવિરત નથી, તે સ્વયં સત્યમૃષા ભાષણ કરે છે. જેમકે - હું મારવા યોગ્ય નથી. બીજા લોકો મારવા યોગ્ય છે, મને આજ્ઞા ન આપો - બીજાને આજ્ઞા આપો, હું પરિગ્રહણ યોગ્ય નથી - બીજા પરિગ્રહણ યોગ્ય છે, મને સંતાપ ન આપો - બીજા સંતાપ આપવા યોગ્ય છે, હું ઉદ્વેગને યોગ્ય નથી બીજા ઉદ્વેગને યોગ્ય છે.
આ પ્રમાણે તે [અાતીર્થિક] સ્ત્રી-કામભોગમાં મૂર્છિત, ગૃ, ગ્રથિત, ગર્ભિત અને આસક્ત રહે છે. તે ચાર, પાંચ કે છ દાયકા સુધી થોડા કે વધુ કામભોગો ભોગવીને મૃત્યુકાળે મૃત્યુ પામીને અસુરલોકમાં કિબિષી અસુરરૂપે ઉત્પન્ન થાય છે. ત્યાંથી ચવીને વારંવાર બકરા જેવા બોબડા જન્માંધ કે જન્મથી મુંગા થાય છે. આ પ્રમાણે તે પાખંડીને ‘લોભપત્યયિક' સાવધ કર્મબંધ થાય છે. બારમા ક્રિયાસ્થાનમાં ‘લોભપત્યયિક' જણાવ્યું.
૧૨૬
-
આ બાર ક્રિયાસ્થાનો મુક્તિગમન યોગ્ય શ્રમણ કે માહણે સારી રીતે જાણી લેવા જોઈએ. [અને તેનો ત્યાગ કરવો જોઈએ.] • વિવેચન-૬૬૦ -
અગિયારમું ક્રિયાસ્થાન કહીને હવે બારમું લોભપ્રત્યયિક ક્રિયાસ્થાન કહે છે - તે આ પ્રમાણે - વનમાં વસનારા તે વનવાસી, તેઓ કંદ, મૂળ, ફળ ખાનારા છે અને વૃક્ષ નીચે વસે છે. કેટલાંક ઝુંપડું બાંધીને રહેનારા છે, બીજા ગામની નજીક રહીને ગામમાંથી ભિક્ષા લઈ જીવનારા છે. તથા કોઈ મંડલ-પ્રવેશ આદિ રહસ્યવાળા તે ચિત્રાહસિકા છે. તેઓ સર્વ સાવધઅનુષ્ઠાનથી નિવૃત્ત નથી. જેમકે - ઘણું કરીને ત્રસ જીવોનો આરંભ કરતા નથી, પરંતુ એકેન્દ્રિયનો આહાર કરનારા તપાસ
આદિ હોય છે. તેઓ સર્વે પ્રાણાતિપાતાદિ વિરમણ વ્રતોમાં વર્તતા નથી. પણ દ્રવ્યથી કેટલાંક વ્રત પાળે છે, ભાવથી નહીં. કેમકે તેમને સમ્યગ્દર્શનાદિ થયું હોતું નથી. તે બતાવવા કહે છે–
તે વનવાસી આદિ સર્વ પ્રાણિ-ભૂત-જીવ-સત્ત્વોથી પોતે તે જીવોના આરંભાદિથી અવિરત છે. તે પાખંડીઓ પોતે ઘણી સત્ય-મૃષા [મિશ્ર] ભાષા બોલે છે-પ્રયોજે છે. અથવા સત્ય હોય તો પણ જીવ-હિંસાપણાથી તે જૂઠ જ છે. જેમકે - હું બ્રાહ્મણ છું માટે મને દંડ વગેરેથી ન મારો, બીજા શુદ્રોને મારો. તેઓ કહે છે - શુદ્રને મારીને પ્રાણાયમ જપવો અથવા તેમને કંઈ બદલો દેવો. તથા ક્ષુદ્ર જીવો જેમને હાડકાં ન હોય તેમને ગાડું ભરાય તેટલા મારીને પણ બ્રાહ્મણોને જમાડવા વળી બીજા કહે છે કે
હું ઉત્તમ વર્ણનો છું, તેથી મારા ઉપર કોઈ હુકમ ન ચલાવવો, મારાથી બીજા
-