________________
૨/૨/-/૬૫૫
૧૨૧
૧ર૦
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨
• સૂત્ર-૬૫૫ -
હવે સાતમું ક્રિયાસ્થાન અદત્તાદાન પ્રત્યાયિક કહે છે જેમ કોઈ પણ પોતાને માટે યાવત પરિવારને માટે સ્વયં અદત્ત ગ્રહણ કરે [ચોરી કરે, બીજ પાસે કરાવે, દત્ત ગ્રહણ કરનારને અનુમોદે, એ રીતે તે અદત્તાદાન પ્રત્યયિક સાવધ કર્મ બાંધે છે. સાતમાં ક્રિયા સ્થાનમાં અદત્તાદાન પ્રત્યાયિક કહ્યું.
• વિવેચન-૬૫૫ :
હવે સાતમું ક્રિયાસ્થાન અદત્તાદાન પ્રત્યયિક કહે છે, તે પૂર્વની માફક જાણવું. જેમકે કોઈ પુરુષ પોતા માટે યાવત્ પરિવાર માટે પરદ્રવ્ય કોઈએ ન આપ્યું હોય તો પણ ગ્રહણ કરે, બીજા પાસે ગ્રહણ કરાવે, ગ્રહણ કરતા બીજાને અનુમોદે, તેને અદત્તાદાન પ્રત્યયિક કર્મ બંધાય, આ સાતમું ક્રિયાસ્થાન.
• સૂત્ર-૬૫૬ :
હવે આઠમું ક્રિયાસ્થાન અધ્યાત્મ પ્રત્યચિક કહે છે. જેમકે કોઈ પુરુષ વિષાદનું કોઈ બાહ્ય કારણ ન હોવા છતાં સ્વયં હીન, દીન, દુઃખી, દુમન બની મનમાં જ ન કરવા યોગ્ય વિચારો કરે, ચિંતા અને શોકના સાગરમાં ડૂબી જાય, હથેળી પર મુખ રાખી, ભૂમિ પર દૃષ્ટિ રાખી, આધ્યાન કરતો રહે છે. નિશ્ચયથી તેના હદયમાં ચાર સ્થાનો સ્થિત છે. જેમકે - ક્રોધ, માન, માયા, લોભ. આ ક્રોધ, માન, માયા, લોભ એ આધ્યાત્મિક ભાવો છે. તેને અધ્યાત્મ પ્રત્યાયિક સાવધકમનો બંધ થાય છે. આઠમાં ક્રિયાસ્થાનમાં અધ્યાત્મ પ્રચયિક કહ્યું
• વિવેચન-૬૫૬ :
વે આઠમું ક્રિયાસ્થાન ‘આધ્યાત્મિક’ - અંતઃકરણમાં ઉદ્ભવેલ, તે કહે છે. જેમકે - કોઈ પરપ ચિંતામાં ડૂબેલો હોય, તેને કોઈ વિસંવાદ પરિભાવથી કે અસદભૂતને પ્રગટ કરવા વડે (અપમાન કે જૂઠાં કલંક વડે ચિત્તમાં દુઃખ ઉત્પન્ન કરાવનાર નથી. તો પણ તે પોતે જ [નિકારણ દુઃખી થાય છે. નીચ વર્ણના [તિરસ્કૃત માફક દીન, રાંક માફક હીન, દુશ્ચિતતાથી દુષ્ટ, દુર્મન અસ્વસ્થતાથી મનના વિચારો વડે હણાયેલ તથા ચિંતાપ શોકનો સાગર તેમાં ડૂબેલો અથવા ચિંતા-શોક, તે જ સાગરમાં પ્રવેશેલ છે, તેની અવસ્થા કેવી થાય છે ? તે દશવિ છે
હથેળીમાં મુખ રાખીને હંમેશા ઉદાસ બેઠેલો, આર્તધ્યાનને વશ થઈને, સારો વિવેક છોડીને, ધર્મધ્યાનથી દૂર વર્તતો, કોઈ કારણ વિના જ રાગ-દ્વેષાદિ દ્વદ્ધને વશ થઈને ચિંતાગ્રસ્ત રહે છે. તે જ ચિંતાશોક સાગરમાં ડૂબેલો અંતર આત્મામાં ઉદ્ભવેલ મન સંબંધી સંશય વિનાના ચાર સ્થાનો થાય છે તે કહે છે - x • જેમકે - કોધ સ્થાન, માન સ્થાન, માયા સ્થાન, લોભસ્થાન, ચારે-ક્રોધ, માન, માયા, લોભ અવશ્ય આત્માની સાથે સંબંધ ધરાવે છે, માટે આધ્યાત્મિક છે. એ હોય ત્યારે જ મન દુષ્ટ થાય છે. તે દુષ્ટ મનથી ક્રોધ-માન-માયા-લોભવતુ તથા મનની સમાધિ હણાતા અધ્યાત્મ નિમિત્તે સાવધકર્મ બંધાય છે. આ આઠમું કિયાસ્થાના આધ્યાત્મિક કહ્યું.
• સૂત્ર-૬૫૭ :
હવે નવમું ક્રિયાસ્થાન માન પ્રત્યયિક કહે છે . જેમ કોઈ પુરુષ જાતિમદ, કુલમદ, બલમદ, રૂપમદ, તપમદ, શ્રતમદ, લાભમદ, ઐશ્વમિદ કે પ્રજ્ઞામદ, એમાંના કોઈપણ એક મદસ્થાન વડે મત્ત બની, બીજાની હીલના, નિંદા, હિંસા, ગહીં, પરાભવ, અપમાન કરીને એમ વિચારે છે કે - આ હીન છે, હું વિશિષ્ટ જાતિ, કુલ, ભલ આદિ ગુણોથી સંપન્ન છું, એ રીતે પોતાને ઉત્કૃષ્ટ માની ગઈ કરે છે, તે મૃત્યુ બાદ કમેવશીભૂત પરલોકગમન કરે છે. ત્યાં તે એક ગર્ભમાંથી બીજ ગર્ભમાં, એક જન્મથી બીજા જન્મમાં, મરણથી મરણ, અને નરકથી નરક પામે છે તે ચંડ, નમતરહિત, ચપળ, અતિમાની બને છે એ રીતે તે માન પ્રત્યયિક સાવધકર્મ બાંધે છે. નવમાં કિા સ્થાનમાં “માનપત્યયિક’ [ક્રિયા કહી.
• વિવેચન-૬૫૩ -
હવે નવમું ક્રિયાસ્થાન માનપત્યયિક કહે છે જેમકે કોઈપણ પુરુષ જાતિ આદિ ગુણવાળો હોય, તે જાતિકુળ બળ, રૂપ, તપ, શ્રત, લાભ, શર્ય અને પ્રજ્ઞા એ (નવ) આઠ મદ સ્થાનોમાંથી કોઈ એક વડે અહંકારી બની પરમ અપબુદ્ધિ વડે હેલના કરે તથા નિંદે, જુગુપ્સા કરે, ગહેં, પરાભવ કરે. આ બધાં કાર્યક શબ્દો છે, તેમાં કથંચિત ભેદ હોવાથી જુદા મુક્યા છે. બીજાનો કઈ રીતે પરાભવ [અપમાન કરે તે બતાવે છે–
આ બીજો છે, તે નીચ જાતિનો છે, તથા મારાથી કુળ, બળ, રૂપ આદિ વડે હલકો છે, બધામાં નિંદિત છે, માટે મારે દૂર બેસવું જોઈએ. વળી હું વિશિષ્ટ જાતિ, કુળ, બળાદિ ગુણોથી યુક્ત છું, એ રીતે આત્માનો ઉકઈ થતું ગર્વ કરે. હવે માનઉકર્ષના વિપાકો કહે છે
આ પ્રમાણે જાત્યાદિ મદથી ઉન્મત થઈને આ લોકમાં ગહિંત થાય છે. અહીં જાત્યાદિ પદના દ્વિક-ત્રિક આદિ સંયોગો બતાવ્યા છે. જેમકે - કોઈને જાતિનો મદ હોય, કળમદ ન હોય, બીજાને કલમદ હોય જાતિમદ ન હોય, ત્રીજાને બંને મદ હોય, ચોથાને એક પણ મદ ન હોય. આ રીતે ત્રણ પદ વડે આઠ, ચાર પદ વડે સોળ * * • x • ઇત્યાદિ ભાંગાઓ થાય છે. તે બધામાં સર્વત્ર મદનો અભાવ એ શુદ્ધ ભેદ છે.
પરલોકે પણ અભિમાની દુ:ખ ભોગવે છે, તે બતાવે છે . પોતાના આયુષ્યનો ક્ષય થતા, શરીર છોડીને ભવાંતરમાં જતા શુભાશુભ આદિ કર્મથી પરતંત્ર બનીને જાય છે. જેમકે - તે પંચેન્દ્રિય અપેક્ષાએ એક ગર્ભથી બીજા ગર્ભમાં જાય છે તથા વિકલૅન્દ્રિયમાં ગર્ભ વિના જન્મીને દુઃખ પામે, તે નરક સમાન ગર્ભદુ:ખ જાણવા. ઉત્પધમાન દુ:ખની અપેક્ષાએ આ રીતે જાણવું - તે એક જન્મથી બીજા જન્મમાં જાય છે તથા મરણથી મરણ પણ અનુભવે છે. તથા ચંડાળને ત્યાં જન્મી, મરીને રત્નપ્રભાદિ નકોમાં જાય છે અથવા સીમંતકાદિ નરકથી નીકળીને સિંહ, મસ્યાદિમાં ઉત્પન્ન થઈ ફરી તીવ્રતર નસ્કોમાં જાય છે અને દુઃખી થાય છે.],
આવી રીતે રંગભૂમિમાં નાની માફક સંસાચકમાં સ્ત્રી, પુરષ, નપુંસકાદિ ઘણી અવસ્થા અનુભવે છે. આવો અભિમાની બીજાનું અપમાન કરતો ચંડ-રૌદ્ધ થાય