________________
૨/૧/-૬૪૭
૧૦૯
૧૧૦
કરવાથી, મારતી વખતે માત્ર એક વાળ પણ ખેંચવાથી હિંસાકર દુ:ખ અને ભય જે મને કરાય તે બધું હું અનુભવું છું, એ રીતે બધાંને તેવું દુઃખ થાય છે, તેમ તું જાણ.
તથા સર્વે પ્રાણી, જીવો, ભૂતો, સત્વો આ બધાં એકાર્ચિક શબ્દો છે, થોડો વ્યાખ્યા ભેદ માત્ર છે. તેઓને દંડાદિ વડે મારવાથી ચાવતું માત્ર એક રોમ પણ ખેંચવાથી પણ દુ:ખ થતું જાણીને, તે હિંસાકર દુઃખ તથા ભય બધાં પ્રાણી આપણી માફક સાક્ષાત અનુભવે છે, તેથી સર્વે પણ પ્રાણીને હણવા નહીં, મારી નાંખવા નહીં, બળાકારે કાર્યમાં ન જોડવા, તેનો પરિગ્રહ ન કરવો, પરિતાપ ન ઉપજાવવો, ઉપદ્રવ ન કરવો. તે હું પોતાની બુદ્ધિએ કહેતો નથી, પણ સર્વે તીર્થકરોની આજ્ઞા વડે કહ્યું છું, તે બતાવે છે–
અષભ આદિ જે તીર્થકરો પૂર્વે થયા, વિદેહમાં વર્તમાન સીમંધરસ્વામી આદિ, આગામી ઉત્સર્પિણીમાં થનાર પાનાભ આદિ, દેવ-અસુર-નરેન્દ્રોની પૂજાને યોગ્ય, ઐશ્વર્યાદિગુણ સમૂહયુક્ત, તેઓ બધાં સ્પષ્ટ શબ્દોમાં દેવ, મનુષ્યની પર્ષદામાં કહે છે, તેઓ પોતે જ કહે છે, બૌદ્ધના બોધિસત્વાદિ માફક નહીં - x • વળી હેતુ તથા દેટાંતો સાથે જીવોને સમજાવે છે - x - પ્રરૂપે છે કે
સર્વે જીવોને હણવા નહીં, ઇત્યાદિ. આ પ્રાણિ રક્ષણરૂપ ધર્મ પૂર્વે વણવેલ છે - તે ઘવ છે, પાંત્યાદિ રૂપે નિત્ય, શાશ્વત, આવો ધર્મ કેવળજ્ઞાન વડે જાણીને, ચૌદ રાજલોક પ્રમાણ, તીર્થકરે કહેલ છે. આ પ્રમાણે બધું જાણીને તે તત્વજ્ઞ સાધુ પ્રાણાતિપાતથી પરિગ્રહ સુધી વિરત થઈ, શું કરે તે કહે છે–
પૂર્વોક્ત મહાવ્રતના પાલન માટે ઉત્તગુણો કહે છે. સાધુ નિકિંચન થઈને દાંતણ આદિથી દાંત સાફ ન કરે, સૌવીરદિ અંજન વિભૂષા માટે ન જે. વમનવિરેચનાદિ ક્રિયા ન કરે, શરીર કે પોતાના વસ્ત્રોને ધૂપ ન દે. ઉધરસ આદિ દૂર કરવા ધૂમાડો આદિ ન લે - ન પીવે. હવે મૂલોતર ગુણ કહે છે–
મૂલોત્તર ગુણવાળા સાધુ સાવધક્રિયા ન કરતા હોવાથી અક્રિય છે. આત્માને સંવૃત કરી સાંપરાયિક ક્રિયાના અકર્મબંધક થાય છે. - x • પ્રાણીનો અહિંસક થાય છે. વળી તે ક્રોધ-માન-માયા-લોભરહિત હોય છે. તે કપાયો દૂર થવાથી ઉપશાંત છે, ઉપશાંત થવાથી પરિનિર્વત છે. તે આલોકના તથા પશ્લોકના કામભોગોથી મુક્ત છે, તે બતાવે છે - તે એવી આશંસા ન કરે કે મને આ ઉત્કૃષ્ટ તપ વડે જન્માંતરમાં કામભોગની પ્રાપ્તિ થાય, તે કહે છે–
- આ જન્મમાં આ વિશિષ્ટ તપ-ચરણ ફળરૂપે આમષધિ આદિ લબ્ધિ મળે, પરલોકમાં બ્રહ્મદd આદિને જે ફળ મળ્યા, તે મને મળે - એવી ઇચ્છા ન કરે. - X • આચાર્યાદિ પાસે જાણીને મને પણ વિશેષ લબ્ધિ મળે તેવી આશંસા ન કરે તથા આ સુચરિત તપ-નિયમ-બ્રહમચર્યવાસથી તથા યાત્રામામા વૃત્તિથી ધર્મ આરાઘવાથી અહીંચી મરીને, હું દેવ થાઉં, ત્યાં રહેવાથી મને વશવર્તી કામભોગો મળશે. અથવા બધાં દુ:ખોથી મુક્ત થાઉં અથવા શુભાશુભ કર્મપકૃત્તિ અપેક્ષાએ અશુભ થાઉં, જેથી મને મોહન થાય એવું પણ ન ચિંતવે અથવા વિશિષ્ટ તપ-ચરણાદિના પ્રભાવે મને
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ અણિમાદિ લબ્ધિની સિદ્ધિ થાય, જેનાથી હું સિદ્ધ કહેવાઉં, દુઃખ ન થાય, અશુભ ન થાય. ઇત્યાદિ આશંસા ન કરે.
તેમ ન કરવાનું કારણ કહે છે - આ વિશિષ્ટ તપ તથા ચાસ્ત્રિ છતાં કોઈ નિમિતથી દુપ્રણિધાન થતાં સિદ્ધિ થાય કે ન પણ થાય - સર્વકર્મક્ષયરૂપ સિદ્ધિ થાય. કહ્યું છે કે - જે જેટલા હેતુ સંસારના છે, તે જ હેતુ મોક્ષના છે. ઇત્યાદિ.
અથવા અણિમાદિ આઠ ગુણવાળી સિદ્ધિઓ કદાચ થાય, કદાચ ન થાય. આમ હોવાથી વિચારશીલ પુરુષોને આશંસા કરવી કઈ રીતે યોગ્ય છે? આ આઠ સિદ્ધિઓ આ પ્રમાણે છે - અણિમા, લધિમા, મહિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઇશવ, વશિવ, કામ અવસાયિત્વ. એ રીતે આ લોક કે પરલોકને માટે, કીર્તિ-પ્રશંસાપ્લાધાદિ અર્થે તપ ન કરે. હવે સાધુ શબ્દાદિમાં રાગ ન કરે તે કહે છે
તે ભિક્ષ સર્વ આશંસારહિત થઈ વેણુવીણાદિ શબ્દોમાં રાગી કે આસક્ત ન થાય, તથા ગઘેડા આદિના કર્કશ શબ્દોમાં દ્વેષ ન કરે. આ પ્રમાણે રૂપ, રસ, ગંધ, સ્પર્શમાં પણ જાણવું. હવે ક્રોધાદિનો ઉપશમ બતાવે છે - ક્રોધ, માન, માયા, લોભાદિથી વિરત રહે ઇત્યાદિ સુગમ છે. તે ભિક્ષ છે, જે મોટા કર્મોના આદાનને શાંત કરી સંયમમાં ઉપસ્થિત થઈ, સર્વ પાપથી વિરત થાય.
આ રીતે મહા કર્મ ઉપાદાનથી વિરમવાનું સાક્ષાત્ દશવિતા કહે છે - જે કોઈ બસ-સ્થાવર જીવો છે, તે બધાંનો સાધુ સ્વયં જીવઘાતક સમારંભ ન કરે, બીજા પાસે સમારંભ ન કરાવે, બીજા સમારંભ કરનારને ન અનુમોદે. એ રીતે મોટા કમપાદાનથી ઉપશાંત થઈ ભિક્ષુ પ્રતિવિરત થાય છે.
હવે કામભોગની નિવૃત્તિને આશ્રીને કહે છે - જે કોઈ આ કામના કરે છે. તે કામ અને ભોગવાય તે ભોગ. તે સચિત કે અચિત હોય. તે ન સ્વયં ગ્રહણ કરે, ન બીજ પાસે ગ્રહણ કરાવે, ન ગ્રહણ કરનારને અનુમોદે. એ રીતે કમ ઉપાદાનથી વિરત થઈ ભિક્ષ થાય છે. હવે સાંપરાયિક કમપાદાન નિષેધ
ચારે ગતિમાં ભ્રમણ કરાવે તે સાંપાયિક કર્મ. તે તેના દ્વેષ, નિવતા, માત્સર્ય, અંતરાય, આશાતના, ઉપઘાતથી નવાં કર્મો બંધાય છે, તે કર્મ કે કારણને ભિક્ષુ ન કરે, ન કરાવે, ન અનુમોદે [તે જ સાચો ભિક્ષુ છે.]
હવે ભિક્ષા વિશુદ્ધિ બતાવે છે - તે ભિક્ષુ જો એવો આહાર જાણે કે - આહારદાન દેવાની બુદ્ધિથી અથવા સાધુ પર્યાયમાં રહેલા કોઈ સાધુને ઉદ્દેશીને કોઈ ભદ્રક સ્વભાવી સાધુ આહારદાનાર્થે પ્રાણી-ભૂત-જીવ-સત્વોને દુઃખ થાય તેવો આરંભ કરીને, તેમને પીડા આપીને, પૈસાથી ખરીદીને, ઉધાર લાવી, કોઈ પાસે પડાવીને, માલિકની જા વિના આપીને, સાધુ માટે કોઈ ગામથી લાવે, એવો સાધુ માટે કરાયેલા કે ઓશિક આહાર સાધુને અપાય, અજાણપણે સાધુ ગ્રહણ કરે, આવા દોષ દુષ્ટ આહાને જાણીને પોતે ન ખાય, ન બીજાને ખવરાવે, ખાનાર બીજાની અનુમોદના ન કરે. એ રીતે દુષ્ટ આહાર દોષથી નિવૃત્ત એવો તે ભિક્ષુ જાણવો. વળી તે આ પ્રમાણે જાણી લે કે