________________
૨/૧/-/૬૪૫
૧૦૩
આવા દુઃખ કે રોગાતંકમાં મને ભયમાં રક્ષણ આપશે એમ માનીને ક્ષેત્ર, વાસ્તુ, હિરણ્ય, સુવર્ણ, ધન, ધાન્યાદિ પરિગ્રહ કે શબ્દાદિ વિષયો તથા પાળેલા અને એકઠા કરેલા કામભોગો તમે મારા આ દુઃખ કે રોગ, આતંકમાં ભાગ પડાવો - લઈ લો. અત્યંત પીડાથી ઉદ્વિગ્ન ફરી તે જ દુઃખ કે રોગાતંકને હું જાણું છું. તે અનિષ્ટ, અપ્રિય યાવત્ અશુભ છે, જે મને ઉત્પન્ન થયેલ છે, તે તમે વહેંચી લો હું તેના વડે ઘણું દુઃખ પામું છું ઇત્યાદિ. તમે મને આમાંના કોઈપણ દુઃખાદિથી છોડાવો. - ૪ - [આ સૂત્રમાં ૩૭ આદિ ત્રણ વખત લીધા. પહેલી, બીજી, પાંચમી વિભક્તિમાં - જે ત્રણ વાત સૂચવે છે - દુઃખદાયી, દુ:ખને લઈલો, દુઃખથી મૂકાવો.]
આ બધા દુઃખો મને પીડશે, તેવું હું પહેલા જાણતો ન હતો અર્થાત્ તે ક્ષેત્રાદિ પરિગ્રહ વિશેષ શબ્દાદિ કામભોગો તે દુઃખીને દુઃખથી છોડાવી શકતા નથી. તે હવે કિંચિત્ દર્શાવે છે–
આ મનુષ્યને તે કામભોગો ઘણા કાળથી ભોગવ્યા છતાં, તે દુઃખીને રક્ષણ કે શરણ આપતાં નથી. તે કામભોગોનું પરિણામ દર્શાવતા કહે છે - ૪ - પ્રાણીને વ્યાધિ કે વૃદ્ધત્વ આવે ત્યારે અથવા રાજાદિનો ઉપદ્રવ થતાં પોતે કામભોગોને તજી દે છે, અથવા દ્રવ્યાદિ અભાવે કામભોગથી ઉન્મુખ થઈ તજે છે, ત્યારે તે વિચારે છે - આ કામભોગો જુદા છે અને હું તેનાથી જુદો છું. તો પછી આવા અનિત્ય, પરવસ્તુરૂપ કામભોગોમાં મૂર્છા શું કરવી? એ રીતે કેટલાંક મહાપુરુષો સમ્યગ્ જાણીને કામભોગોને અમે ત્યજીશું એવા અધ્યવસાયવાળા થાય છે.
વળી - x - તે મેધાવી એમ જાણે કે - આ ક્ષેત્ર, વાસ્તુ, હિરણ્ય, સુવર્ણ, શબ્દાદિ વિષયાદિ દુઃખ મને રક્ષણ-આપનાર નથી, તે બધું બાહ્ય છે. આ તથા હવે કહેવાનાર પણ મારા નથી, જેમકે - માતા, પિતા, ભાઈ, બહેન આદિ મારા ઉપકારને માટે થશે. હું પણ તેમને સ્નાન-ભોજનાદિ વડે ઉપકાર કરીશ આવો વિચાર પૂર્વે તે મેધાવી કરતો ઇત્યાદિ. - ૪ - હવે તે વિચારે છે કે – આ ભવે મને જ્યારે અનિષ્ટાદિ વિશેષણ વિશિષ્ટ દુઃખ, આતંક ઉત્પન્ન થશે, તો તે દુઃખથી દુઃખી થઈને આ જ્ઞાતિજનોને પ્રાર્થના કરું કે - મને ઉત્પન્ન થયેલા આ રોગ, આતંક તમે લઈ લો, હું - x - તેનાથી ઘણો પીડાઉ છું, માટે તમે મને તેમાંથી છોડાવો. પણ મને પહેલા આવી ખબર નહોતી કે તે સ્વજનો મને દુઃખથી છોડાવવા સમર્થ નથી - ૪ - તે દર્શાવે છે - ૪ - X - આ સંસારમાં કોઈ કોઈનું દુઃખ લઈ શકતા નથી, બધાં જીવો સ્વકૃત્ કર્મોદયથી દુઃખ પામે છે. તેને માતાપિતાદિ કોઈ અન્ય લઈ શકતું નથી. તે પુત્રાદિના દુઃખથી અસહ્ય-અત્યંત પીડાતા સ્વજનો પણ, તેના દુઃખને પોતાનું કરવાને સમર્થ નથી - શા માટે ? - જીવો કષાયવશ બનીને ઇન્દ્રિયોને અનુકુલ થઈ ભોગાભિલાષ - અજ્ઞાન વડે મોહોદયમાં વર્તતા જે કર્મ કરે તે ઉદયમાં આવતા તેને બીજા પ્રાણી ન અનુભવે. કરે કોઈ અને ભોગવે કોઈ તે શક્ય નથી, યુક્તિ સંગત પણ નથી. જે જેણે કર્યુ, તે બધું તે જ અનુભવે. કહ્યું છે કે - બીજાના કરેલા કર્મો બીજામાં સંપૂર્ણ કે થોડાં
પણ જતા નથી, માટે જીવોએ જે કર્મો કર્યા તેના ફળ તેણે જ ભોગવવા પડે. - x
૧૦૪
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨
- કર્માનુસાર પ્રત્યેક જીવ જન્મે છે અને આયુ પૂર્ણ થતાં મરે છે. - ૪ -
પ્રત્યેક ક્ષેત્ર-વાસ્તુ-હિરણ્ય-સુવર્ણાદિ પરિગ્રહ અને શબ્દાદિ વિષયોને તથા માતા, પિતા, સ્ત્રી આદિને છોડે. - X - પ્રત્યેકને કલહ-કષાયો થાય છે, તેથી પ્રત્યેક જીવને મંદ કે તીવ્ર કષાયનો ઉદ્ભવ હોય છે. સંજ્ઞા-પદાર્થ ઓળખવો તે, તે પણ દરેક જીવને મંદ, મંદતર, પટુ, પટુતર ભેદથી હોય. કેમકે સર્વજ્ઞત્વ પ્રાપ્તિ પર્યન્ત બુદ્ધિની તરતમતાથી તેમ બને. પ્રત્યેકની મનન, ચિંતન, પર્યાલોચન શક્તિ જુદી જુદી હોય. પ્રત્યેકની વિદ્વતા, સુખ-દુઃખ અનુભવ જુદા જુદા હોય છે. હવે ઉપસંહાર કરે છે—
આ રીતે કોઈનું કરેલું બીજો કોઈ ન ભોગવે, જન્મ-જરા-મરણાદિ પ્રત્યેકના પોતાના હોય છે. આ સ્વજન સંબંધો સંસારમાં ભમતા અતિ પીડિત જીવને રક્ષણ આપતા નથી કે ભવિષ્યમાં પણ શરણ આપતા નથી. કેમકે પુરુષ ક્રોધોદયાદિ કાળે સ્વજનસંબંધોનો ત્યાગ કરે છે. - ૪ - આ બંધુ આદિ પોતાના નથી અથવા તે પુરુષના અસદાચાર દર્શનથી તેના સ્વજનો જ તેનો ત્યાગ કરી દે છે. - X - તેથી એમ ચિંતવવું કે આ જ્ઞાતિસંયોગાદિ મારીથી ભિન્ન છે અને હું પણ તેમનાથી જુદો છું. આમ જ છે તો અમે શા માટે અન્ય-અન્ય જ્ઞાતિ-સંબંધીમાં મૂર્છા કરીએ ? તેમના પર મમત્વ કરવું એ યોગ્ય નથી, એમ વિચારી અમને વૈરાગ્ય થયો છે, માટે સગાસંબંઘીને તજીને તેઓ તત્વના જ્ઞાતા થાય છે.
હવે બીજી રીતે વૈરાગ્યોત્પત્તિ કારણ કહે છે - તે મેધાવી આવું જાણે કે - આ જ્ઞાતિસંબંધ બાહ્ય છે, આ સાથે રહેલ શરીર નજીકનું છે. કેમકે સગા દૂરના છે
અને શરીરના અવયવો સાથે રહે છે - જેમકે -
મારા બે હાથ અશોકના પલ્લવ જેવા છે, બે ભૂજા હાથીની સૂંઢ જેવી છે, જે નગર જીતવા સમર્થ, પ્રણયિજનના મનોસ્થોને પૂરનારી, શત્રુના જીવિતનો અંતકારી છે. મારા બે પગ સુંદર કમળના ગર્ભ જેવા છે, યાવત્ સ્પર્શનન્દ્રિય મનોહર છે. - x - આ હાથ, પગ વગેરે બધાં અવયવો પણ - x - વૃદ્ધાવસ્થા આવતા જર્જરીત થશે, દરેક ક્ષણે નિર્બળ થશે તે જીવ પોતે સાક્ષાત્ જુએ છે - x - પ્રત્યેક ક્ષણે આયુષ્ય ઘટતું જાય છે, આવીચી મરણથી પ્રતિસમય મરણ પ્રાપ્ત થઈ રહ્યું છે, બળ ઘટે છે, ચૌવન વીત્યા બાદ પ્રતિક્ષણે શરીર શિથિલ થાય છે, સંધિ બંધન ઢીલા પડે છે. શરીરની કાંતિ ઘટે છે - x - શરીર જીર્ણ થતાં શ્રોત્રાદિ ઇન્દ્રિયો પોતાના વિષયને સમ્યક્ રીતે જાણતી નથી. - ૪ - ૪ - ૪ - સાંધા ઢીલા પડે છે. માથાના વાળ ધોળા થતાં - ૪ - પોતાને પોતાનું શરીર ન ગમે, તો બીજાને કેમ ગમે? કહ્યું છે કે - ચામડી લબડી જાય, માંસ સુકાઈ જાય, શરીર ખોખું થઈ જાય ત્યારે પુરુષ સ્વયંને નિંદે છે, તો સુંદર સ્ત્રી કેમ ન નિંદે?
કાળા કેશ બુઢાપાથી સફેદ બને, ત્યારે બૂઢાપાથી આવેલ સન્મતિથી આવું વિચારે કે - આ શરીર યુવાનીમાં વિશિષ્ટ આહારથી પોપેલ. તે પણ મારે પ્રતિક્ષણ ઘટતા આયુને કારણે અવશ્ય તજવાનું છે, એમ સમજીને શરીરની અનિત્યતા સમજી સંસારની અસારતા વિચારી સર્વ ગૃહપ્રપંચ છોડીને નિષ્કિંચનતા પામીને તે સાધુ દેહને દીર્ઘ સંયમ
યાત્રાર્થે ગૌચરી માટે તૈયાર થઈને બે પ્રકારના લોકને જાણે - તે આ પ્રમાણે–