________________
૨/૧/-/૬૪૪
બાહ્યાભ્યત્તર પીડા અનુભવું છું, પરિતાપ અનુભવું છું તથા અનાર્યકર્મમાં પ્રવૃત આત્માને ગયું છે, અનર્થ થવાથી પસ્તાઉં છું, એથી તેઓ એમ માને છે કે હું દુઃખ અનુભવું છું, બીજાને પીડા કરવા વડે અકાર્ય કરું છું તથા બીજા પણ જે દુ:ખ, શોક અનુભવે છે અથવા તેમણે મને દુઃખ દીધું કે હું ભોગવું છું ઇત્યાદિ દર્શાવે છે - X • નિયતિવાદી કહે છે કે - x • પોતાથી કે પસ્થી દુઃખસુખ થયેલાં માનનારો અજ્ઞાની છે.
- આ રીતે નિયતિવાદી પુરુષાર્થ કારણ વાદીને અજ્ઞાની કહીને પોતાનો મત કહે છે - X - X • નિયતિ જ સુખ-દુઃખના અનુભવનું કારણ છે. જેમકે - હું દુઃખ પામું છું, શોક કરું છું - x • ઇત્યાદિ. તે દુઃખો મારા કે બીજાના કરેલા નથી. પણ નિયતિથી આવ્યા છે. પુરુષાર્થથી નહીં. કેમકે કોઈને આત્મા અનિષ્ટ નથી કે જેથી અનિટ દુ:ખોત્પાદ ક્રિયાઓ કરે. નિયતિ જ તેને તેમ કરાવે છે, જેથી દુ:ખ પરંપરાનો ભાગી થાય છે. આ જ કારણ બધે યોજવું. આ રીતે નિયતિવાદી પોતે મેધાવી બને છે, પણ તે તેની ઉલ્લંઠતા છે.
જૈનાચાર્ય કહે છે - નિયતિવાદી પુરુષાર્થને પ્રત્યક્ષ જુએ છે, છતાં તેને તજીને ન દેખાતા નિયતિવાદનો આશ્રય લઈ ઉલ્લંઠ બનેલ છે. તેને કહો કે પોતાના કે બીજાથી દુ:ખાદિ ભોગવવા છતાં નિયતિકૃત શા માટે કહો છો, આમાનું કરૂં શા માટે માનતા નથી.
નિયતિવાદી કહે છે કે - કોઈ અસત્ કૃત્ય કરવા છતાં દુ:ખ પામતો નથી, બીજો સત્કૃત્ય કરવા છતાં દુઃખી થાય છે, માટે અમે નિયતિ માનીએ છીએ. તેઓ કહે છે - X - X • બે ઇન્દ્રિયાદિ બસ અને પૃથ્વીકાયાદિ સ્થાવર જીવો-પ્રાણીઓ તે સર્વે નિયતિથી જ દારિક આદિ શરીરના સંબંધમાં આવે છે. કોઈ કમદિથી શરીર ગ્રહણ કરતા નથી. તથા બાલ-કુમાર-ચૌવન-સ્થવિર-વૃદ્ધાવસ્થાદિ વિવિધ પર્યાય નિયતિ જ અનુભવે છે. નિયતિથી જ શરીરથી પૃથ ભાવ અનુભવે છે અને કુબડો, કાણો, લંગડો, વામન, જરા, મરણ, રોગ, શોક આદિ નિંદનીય અવસ્થા પામે છે. આ પ્રમાણે ગસ-સ્થાવર જીવોની દશા છે.
આ પ્રમાણે નિયતિવાદીઓ નિયતિનો આશ્રય લઈને - X - પરલોકથી ન ડરતી એમ જાણતા નથી કે સારુ કૃત્ય તે ક્રિયા અને અક્રિયા તે પાપ છે. પણ નિયતિનો આધાર માનીને તેને મારે દોષ મૂકીને વિવિધ ભોગોના ઉપભોગ માટે સમારંભ કરે છે.
જૈનાચાર્ય કહે છે - એ રીતે પૂર્વોક્ત પ્રકારે તે અનાર્યો એકાંત નિયતિ માર્ગને સ્વીકારી વિપતિપન્ન થયા છે. • X - તેિમને જૈનાચાર્ય પૂછે છે આ તમારી માનેલી નિયતિ સ્વયં કે બીજી નિયતિથી નિર્માણ કરે છે ? જો નિયતિ સ્વયં નિર્માણ કરે છે, તો તે પદાર્થનો સ્વભાવ જ છે તેમ કેમ નથી કહેતાં ? તમારી માનેલી નિયતિમાં ઘણાં દોષ છે. - x તમે જો બીજી નિયતિથી નિર્માણ માનશો તો એક પછી એક નિયતિ લાગુ પડતાં અનવસ્થા દોષ લાગુ પડશે.
વૃિત્તિકારે નિયતિવાદનું ખંડન કરતા, ઘણી દલીલો મૂકી છે, અને તેનો પૂર્ણ અનુવાદ મૂક્યો નથી. તેની સ્પષ્ટ બોધ માટે તેના જ્ઞાતા પાસે જાવું.)
૧૦૦
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ જો નિયતિનો જ આ સ્વભાવ માનશો તો બધાં પદાર્થોનું સ્વરૂપ એક થવું જોઈએ - x • નિયતિને એક માનતા બધા કાર્યો એકાકાર થવા જોઈએ. જગતમાં વિચિત્રતા થવી ન જોઈએ. પણ તેમ દેખાતું નથી - x • નિયતિવાદી જે કિયાવાદીઅક્રિયાવાદી બે પુરુષનું દૃષ્ટાંત આપે છે, તે પણ પ્રતીત નથી, છતાં તુલ્ય માનો તો • x • તે તમારા મિત્રો જ માનશે •x - જન્માંતરમાં કરેલા શુભાશુભ કર્મો જ અહીં ભોગવાય છે - x • x • આવું નજરે જોવા છતાં નિયતિવાદી અનાર્યો યુતિરહિત નિયતિને માની બેઠા છે. પાપ-પુણ્યના ફળ ન માનીને પાપ કરીને વિષયસુખની વૃષણામાં દુ:ખી થયેલા છે. આ ચોથો પુરુષ થયો.
હવે ઉપસંહાર કરતા કહે છે - પૂર્વોક્ત [૧] તે જીવ તે શરીરવાદી, [૨] પંચમહાભૂતવાદી, [3] ઈશ્વર કતૃત્વવાદી[૪] નિયતિવાદી. એ ચારે પુરુષોની બુદ્ધિ - અભિપાય - અનુષ્ઠાન - દર્શન [મત] - રુચિ [ચિત અભિપાય - ધમનુષ્ઠાન - અધ્યવસાય આદિ પ્રત્યેક જુદા જુદા છે. - x -
તેઓ માતા, પિતા, પત્ની, પુનાદિ છોડીને, નિર્દોષ આર્ય માર્ગ છોડીને, પાપરહિત આર્ય માર્ગ ન પામીને, પૂર્વે કહ્યા મુજબ ચારે નાસ્તિકો - માતા પિતાદિ સંબંધ છોડીને, ધન-ધાન્યાદિ છોડીને આલોકના સુખને પામતા નથી, આર્યમાર્ગ છોડવાથી સોંપાધિરહિત મોક્ષ પામીને સંસાર પાણામી થતા નથી તેથી પરલોકના સુખના ભાગી થતા નથી પણ માર્ગમાં જ - ગૃહવાસ અને આર્યમાર્ગની મધ્યે વર્તતા કામભોગોમાં આસક્ત બની, કાદવમાં ફસાયેલ હત્ની માફક વિષાદ પામે છે.
પરતીર્થિકો બતાવ્યા. હવે - x - પાંચમો “ભિક્ષુ” પુરુષ કહે છે– • સૂગ-૬૪૫ -
હું એમ કહું છું કે : પૂનદિ દિશાઓમાં મનુષ્યો હોય છે. જેવા કે - આર્ય કે અનાર્ય, ઉચ્ચગોત્રીય કે નીચગોત્રીય, મહાકાય કે હૃવકાય, સુવર્ણ કે દુવણ, સુરૂપ કે કુરા, તેમને જન-જાનપદ આદિ થોડો કે વધુ પરિગ્રહ હોય છે. આવા પ્રકારના કુળોમાં આવીને કોઈ ભિક્ષાવૃત્તિ ધારણ રવા ઉધત થાય છે કેટલાંક જ્ઞાતિજન, અજ્ઞાતિજન, ઉપકરણ છોડીને ભિક્ષાવૃત્તિ ધારણ કરે છે અથવા કોઈ વિધમાન જ્ઞાતિજન આદિ છોડીને ભિક્ષાવૃત્તિ ધારણ કરે છે.
જે વિધમાન કે અવિધમાન જ્ઞાતિજન, અજ્ઞાતિજન અને ઉપકરણોને છોડીને ભિક્ષારયતિ માટે સમુચિત થાય છે, તેઓને પહેલાથી ખબર હોય છે કે - આ લોકમાં પુરષગણ પોતાનાથી ભિન્ન વસ્તુઓ માટે અમસ્તા જ તેવું માને છે કે આ વસ્તુ માટે કામ આવશે. જેમકે - મારા ક્ષેત્ર-વાસુ-હિરણય-સુવર્ણધન-ધાન્ય-કાંસ-વરા - વિપુલ ધન-કનક-રત્ન-મણિ-મોતી-શંખ-શિલ-પ્રવાલકતરન આદિ સારભૂત વસ્તુઓ, મારા શબ્દો-રૂપ-ગંધરસ-રૂપણ, આ કામભોગો મરા છે, હું તેનો ઉપભોગ કરીશ.
તે મેધાવી પહેલાથી જ સ્વયં એવું જાણી લે કે - આ લોકમાં જ્યારે મને કોઈ દુઃખ, રોગ, આતંક ઉત્પન્ન થાય કે જે મને અનિષ્ટ, અકત, પિય,