________________
૨/૧/-/૬૪૨
બ્રાહ્મણ પાસે જવાની ઇચ્છા કરે છે. તે કોઈ એક ધર્મની શિક્ષા દેનાર અન્યતીર્થિક, રાજા આદિને કહે છે - અમે તમને ઉત્તમ ધર્મનું શિક્ષણ આપીશું. હે ભયંત્રાતા ! મારો આ ધર્મ સુઆખ્યાત, સુપજ્ઞપ્ત છે.
આ જગમાં પંચ મહાભૂત છે, જેથી અમારી ક્રિયા, અક્રિયા, સુકૃત, દુષ્કૃત, કલ્યાણ, પાપ, સારુ, ખરાબ, સિદ્ધિ, સિદ્ધિ, નરક કે અનક અધિક શું કહીએ ? તૃણના હલવા જેવી ક્રિયા પણ થાય છે.
૧
તે ભૂત - સમવાયને જુદા-જુદા નામે જાણવા. તે આ પ્રમાણે - પૃથ્વી એક મહાભૂત છે, પાણી બીજું, અગ્નિ ત્રીજું, વાયુ ચોથુ અને આકાશ પાંચમું મહાભૂત છે. આ પાંચ મહાભૂત અનિર્મિત, અનિમર્પિત, અકૃત્ છે. કૃત્રિમ નથી, કડગ નથી, અનાદિક, અનિહણ, અવંધ્ય, અપુરોહિત, સ્વતંત્ર, શાશ્વત છે અને [પંચ મહાભૂત સિવાય] છટ્ઠો આત્મા છે.
કોઈ કહે છે • સત્નો વિનાશ નથી, અસની ઉત્પત્તિ નથી.
આટલો જ જીવકાય છે, આટલા જ આસ્તિકાય છે, આટલો જ સર્વલોક છે આ જ લોકનું પ્રમુખ કારણ છે, તૃણ કંપન પણ તેના કારણે જ થાય છે. તે ખરીદતા-ખરીદાવતા, હણતા-હણાવતા, રાંધતા રંધાવતા ત્યાં સુધી કે કોઈ પુરુષને ખરીદ કરી ઘાત કરનાર પણ દોષનો ભાગી થતો નથી, કેમકે આ બધાં કાર્યોમાં કોઈ દોષ નથી, તે સમજો.
તેઓ ક્રિયાથી લઈ નરકભિન્ન ગતિને માનતા નથી. તેઓ વિવિધરૂપે કસમારંભ વડે વિવિધ કામભોગોને ભોગવવા સમારંભ કરે છે. એ રીતે તેઓ અનાર્ય તથા વિપતિ બની પંચમહાભૂતવાદીઓના ધર્મમાં શ્રદ્ધા રાખતા, પ્રતીતિ કરતા યાવત્ તેઓ આ પાર કે પહેલે પાર ન રહેતા, વચ્ચે જ કામભોગોમાં વિષાદ પામે છે. આ બીજો પંચમહાભૂતિક પુરુષ જાત કહેવાયેલ છે.
• વિવેચન-૬૪૨ -
પહેલા પુરુષ પછી હવે બીજા પુરુષને કહે છે, તે પાંચભૂત-પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આકાશ વડે તત્વ કહે છે, માટે પંચભૂતિક છે અથવા ઉક્ત પંચભૂત માને છે માટે પંચભૂતિક છે. તે સાંખ્યમતિ જાણવો. તે માને છે કે આત્માની એક તૃણને પણ વાંકુ કરવાની શક્તિ નથી, પાંચભૂતરૂપ પ્રકૃતિનું સર્વત્ર કર્તૃત્વ માને છે. લોકાયત મતવાળો નાસ્તિક પાંચભૂત સિવાય કશું બીજું માનતો નથી, તેથી પહેલા પુરુષ પછી આ પંચભૂત-આત્મવાદીને લીધો છે. જેમ પહેલા પુરુષના આલાવામાં પૂર્વ દિશાદિથી આવનારા બતાવ્યા, તે બધું અહીં પણ જાણી લેવું.
હવે સાંખ્ય અને લોકાયતિકનો મત દર્શાવતા કહે છે - આ સંસારે બીજા પુરુષ વક્તવ્યતા અધિકારમાં પૃથ્વી આદિ પાંચ મહાભૂતો છે. તે ભૂતો મહાત્ હોવાથી મહાભૂતો કહ્યા છે. તેઓના સર્વ વ્યાપિતાના સ્વીકારથી મહાપણું છે. તે પાંચ જ છે, છઠ્ઠો [આત્મા] ક્રિયા કરનાર તરીકે સ્વીકારેલ નથી. આ પંચ મહાભૂતના સ્વીકારથી જ અમારી ક્રિયા - ચેષ્ટા કરાય છે. [આત્મા અક્રિય છે. નિર્વ્યાપારરૂપ સ્થિતિરૂપ છે.
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ તેઓનું દર્શન સત્વ, રજસ્, તમો રૂપ પ્રકૃતિભૂત આત્મભૂત સર્વ અર્થ ક્રિયા કરે છે. પુરુષ [આત્મા] માત્ર તેને ભોગવે છે. - ૪ -
બુદ્ધિ જ પ્રકૃત્તિ છે, કેમકે તેનો વિકાર થાય છે. તે પ્રકૃતિ ભૂતોને આશ્રયી હોવાથી સત્વ-રજ-તમના ચય-અપચયથી ક્રિયા-અક્રિયા થાય છે. તેથી ભૂતોથી જ ક્રિયાદિ થાય છે. તેના સિવાય બીજાનો અભાવ છે. તથા સારું કરેલું તે સુત્, એ સત્વગુણની અધિકતાથી થાય છે, તથા દુષ્ટ કૃત તે દુષ્કૃત, તે રજ અને તમની ઉત્કટતાથી પ્રવર્તે છે એ પ્રમાણે કલ્યાણ કે પાપ, સારું કે ખરાબ વગેરે સત્વાદી ગુણોના ઉત્કર્ષ કે અનુકર્ષતાથી યથાસંભવ યોજી લેવું.
૯૨
તે જ પ્રમાણે ઇચ્છિત અર્થ પ્રાપ્તિ તે સિદ્ધિ, વિપર્યય તે અસિદ્ધિ. અથવા નિર્વાણ તે સિદ્ધિ, અસિદ્ધિ તે સંસાર. સંસારીને નસ્ક તે પાપકર્મનું યાતના સ્થાન, અનસ્ક તે તિર્યંચ, મનુષ્ય, દેવગતિ. આ બધું સત્વાદિ ગુણાધિષ્ઠિતા ભૂતાત્મિકા પ્રકૃતિ છે. લોકાયતિકના અભિપ્રાય મુજબ સુખ-દુઃખના સ્થાન સ્વર્ગ-નક છે. તૃણ માત્ર કાર્ય ૫ણ તે ભૂતો જ પ્રધાનરૂપે કરે છે. કહ્યું છે - સત્વ લઘુપ્રકાશક છે, ઇટબળ તે રજ છે. અઘોર કૃત્ય તમથી થાય છે. - ૪ -
આ રીતે સાંખ્યાભિપ્રાયથી આત્માની ભૃણને વાળવાની શક્તિ નથી. લોકાયતિક મતે આત્મા જ નથી, પાંચ ભૂતો જ બધું કાર્ય કરે છે. સમુદાયરૂપે ભૂતો વિવિધ સ્વભાવી કાર્ય કરે છે. પાંચે ભૂતોનો સ્વભાવ આ પ્રમાણે - પૃથ્વી-કાઠિન્યત્વ, પાણીદ્રવત્વ, અગ્નિ-ઉષ્ણત્વ, વાયુ-હરણ, કંપન, આકાશ-અવગાહના દાન, સર્વદ્રવ્ય આધારભૂત. - ૪ - આ પાંચે સમવાયમાં એકપણે છે. - ૪ - આ પાંચે ભૂતોમાં એકે ઓછું કે વધતું નથી. પાંચ જ છે. વિશ્વવ્યાપી હોવાથી મોટા છે, ત્રિકાળ છે માટે ભૂત છે. આ પાંચે મહાભૂતો પ્રકૃતિથી થાય છે. પ્રકૃતિ મહાત્, તેથી અહંકાર, તેથી ગણષોડશક, તેથી પાંચ ભૂતો થાય છે. આ ક્રમે બધું જગત્ છે, તે સિવાય કોઈ કાળ, ઈશ્વર આદિ કોઈએ કશું નિર્માણ કર્યું નથી - કરાવતું નથી તથા અકૃત કોઈએ કર્યુ નથી. વાદળ, ઇન્દ્રધનુમ્ માફક પંચભૂત સ્વભાવથી જ છે. ઘડા માફક કૃત્રિમ નથી. તેમાં કર્યું-કરણ વ્યાપાર નથી. તથા પરવ્યાપાર અભાવે તે કૃતક નથી. પવ્યાપારની અપેક્ષાએ સ્વભાવ નિષ્પતિ હોય તો કૃતક કહેવાય. પણ તે વિસસા પરિણામથી નિષ્પન્ન થયા હોવાથી કૃતક-બનાવેલા કહેવાતા નથી. તે અનાદિ અનંત છે, અવંધ્ય છે. વળી કાર્ય કરનાર પુરોહિત ન હોવાથી અપુરોહિત છે. પોતાનું કાર્ય કરવામાં સ્વતંત્ર છે, શાશ્વત કે નિત્ય છે. આવું જગત્ કદાપિ ન હતું તેમ નથી, તેથી આ પંચભૂતો અને આત્મા છટ્ઠો એમ કોઈ કહે છે. આત્મા કંઈ કરતો નથી. સાંખ્યો આત્મા જુદો માને છે, લોકાયતિકો કાયાકારે પરિણત ભૂતોમાં અભિવ્યક્ત ચેતનાને જ આત્મા માને છે.
[વાદ વિચારણા અમારા કાર્યક્ષેત્રની બહાર છે, છતાં કિચિંતુ અંશો અહીં રજૂ કરેલ છે. વિશેષ જાણવા વૃત્તિ જોઇને લગ્દર્શન તા પાસે સમજવું. $1 સાંખ્યના મતે-સર્વથા વિનાશ કોઈ કાળે થતો નથી. - X -
- જે નથી તે થાય