________________
૨૧-૬૪૧
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨
તે રાજા મહા હિમવંત, મલય, મંદર, મહેન્દ્ર જેવા સામર્થ્ય કે વૈભવી હોય તે કર્મોદયથી રાજા થાય છે . યાવતુ - ભય-બળવો ઉપશાંત થયા તેવા રાજ્યને ચલાવતા વિચારે છે. તેમાં gિવ એટલે દુશ્મન કે શ્રુગાલનો ભય, એટલે સ્વરાષ્ટ્રનો બળવો. • x • તે આવી ગુણસંપદાને ભોગવતા રાજાને આવા પ્રકારની પર્ષદા હોય છે. જેમકે ઉગ્ર અને તેના કુમાર ઉગ્રપુગો, ભોગ-ભોગપુનો ઇત્યાદિ જાણવા. - x • માત્ર લિચ્છવીઓ વણિક આદિ છે. બુદ્ધિ વડે જીવતા મંત્રિ આદિ છે. તેમાં એકાદો ધર્મની ઇચ્છાવાળો શ્રદ્ધાળુ હોય - x - આ ધર્મશ્રદ્ધાળુ છે તેમ વિચારીને શ્રમણ કે બ્રાહ્મણ વિચારીને તેને ધર્મપતિબોધ કરવા તેમની પાસે જઈને, પોતાના માનેલા ધર્મને - x - તે રાજાની આગળ જઈને કહીશું એમ વિચારી રાજા પાસે જઈને કહે છે - અમારા આવા ધર્મને આપની પાર્ષદામાં કહીશું, તે આપ સાંભળશો.
આપ રાજા છો, ભયથી રક્ષણ કરનારા છો, જે રીતે મેં આ ધર્મ કહ્યો તે સુપજ્ઞપ્ત થશે. આ પ્રમાણે અન્યતીર્થિક પોતાના દર્શનથી રંજિત કરીને સજાદિને પોતાના અભિપ્રાય મુજબ ઉપદેશ આપે છે.
તેમાં પ્રથમ પુરુષજાત - તે જીવ - તે શરીરવાદી રાજાને ઉદ્દેશીને ઘમદશના કરે કે - પગના તળીયાથી ઉપર માયાની ટોચે વાળ સુધી અને તીર્થો ચામડી સુધી જીવ છે. અર્થાત જે આ શરીર છે, તે જ જીવ છે. આ શરીરથી જુદો જીવ નથી. જીવ શરીર પ્રમાણ જ છે. એ રીતે જે કાયા છે તે જ આત્મા છે, આત્માનો પર્યવ છે. તેની સંપૂર્ણ અવસ્થારૂપ છે. જો તે કાયા ન હોય તો આત્મા પણ ન હોય. જેટલો કાળ આ શરીર રહે તેટલો કાળ જ જીવ પણ જીવે છે. કાયા મૃત્યુ પામે તો જીવ પણ ના જીવે. કેમકે જીવ અને કાયા એકાત્મક છે. જ્યાં સુધી આ શરીર પંચભૂતાત્મક ચેતનમય રહે ત્યાં સુધી જ જીવ રહે. તેમાંથી એક પણ ભૂત ઓછું થાય કે વિકાર પામે તો શરીરરૂપી આત્માનો વિનાશ થાય છે. એ રીતે જ્યાં સુધી આ શરીર વાતપિત્ત-કફના આધારે પૂર્વ સ્વભાવથી યુક્ત છે, ત્યાં સુધી જ તે જીવનું જીવિત છે. તેનો વિનાશ થતાં જીવનો પણ વિનાશ છે.
પછી તેને બાળવા માટે શ્મશાન આદિમાં લઈ જાય છે. તે શરીરને અગ્નિ વડે બાળે છે ત્યારે મણ કપોતવર્ણી હાડકાંઓ જ રહે છે. તે સિવાય બીજો કોઈ વિકાર રહેતો નથી, તેથી આત્માના અસ્તિત્વની શંકા થાય. વળી જઘન્યથી ચાર બંધુઓ અને પાંચમો આસંદી-મંચક, તે શરીરને અગ્નિ વડે બાળીને પછી પોતાને ગામ પાછા આવે છે. જે શરીરથી ભિત આત્મા હોય તો શરીરથી નીકળતો દેખાત. પણ તે દેખાતો નથી. માટે શરીર તે જ જીવ છે એમ સિદ્ધ થયું.
ઉક્ત નીતિ મુજબ જીવ અવિધમાન છે, તેમાં રહેલો કે જતો દેખાતો નથી. જેઓ આવું કહે છે, તેમના શાસ્ત્રમાં તેનું વધુ વિવેચન છે. જેઓ શરીરથી જીવ જુદો માને છે, તે આ વાદીના મતે અપમાણ જ છે. તેથી તેઓ પોતાની મૂઢતાથી હવે કહેવાનાર શંકાને સ્વાધીન થશે. તે મતવાળા બીજા મતવાળાને આ પ્રશ્નો પૂછે
હે આયુષ્યમાન ! આ આત્મા શરીરની બહાર જુદો માનો તો કેવા પ્રમાણનો છે. તે કહે - શું તે સ્વશરીરની બહાર - દીધું છે કે ચોખાદિ પ્રમાણ હ્રસ્વ છે ? ક્યાં સંસ્થાન વાળો છે ? કયા વર્ણવાળો છે ? તેની ગંધ કેવી છે ? કેવા રસવાળો છે ? કેવા સ્પર્શવાળો છે ? આ પ્રમાણે સંસ્થાન, વર્ણ, ગંધ, સ, સ્પશદિ ન હોવાથી તે અસત્ છે, તો તેનું ગ્રહણ થાય જ કઈ રીતે? જેઓ જીવ અને શરીરને જુદો કહે છે, તેઓ પણ કોઈ પ્રકારે - X - આત્માને શરીરથી જુદો બતાવી શકતા નથી.
હવે તે શરીર એજ જીવ મતવાળા પોતાના મતનું પ્રમાણ આપે છે - જેમ કોઈ મ્યાનમાંથી તલવાર કાઢીને બતાવે કે જો આ મ્યાન છે અને આ તલવાર છે, તે રીતે હે આયુષ્યમાન્ ! એ રીતે જીવ અને શરીરને બતાવી શકાતા નથી કે આ જીવ છે અને આ શરીર છે. આ રીતે કોઈએ કાયાથી ભિન્ન જીવ બતાવ્યો નથી. આ અર્થની સિદ્ધિ માટે ઘણાં દેટાંતો દર્શાવ્યા છે - [જે સૂકામાં નોંધેલ છે માટે અહીં ફરી નોંધ્યા નથી.)
સુખદુ:ખનો ભાગી પરવોક જનારો આત્મા નથી. તલ-તલ જેવા ટુકડા કર્યા પછી પણ શરીરથી પૃથક જીવ દેખાતો નથી. - પાન અને તલવાર માફક. આવી યુક્તિ વડે આત્માનો અભાવ સિદ્ધ કર્યો, જેઓ આત્માને જુદો માનનારા છે તેઓ પોતાના દર્શનના અનુરાગથી જ આવું કહે છે કે - જીવ જુદો છે, પરલોકમાં જનારો છે, અમૂર્ત છે. આ શરીર તેના આ ભવની વૃત્તિ છે. પણ આ જુદો જીવ માનનારનું કહેવું અસત્ય છે. તેમ તે જીવ-શરીરવાદી કહે છે)
આવા નાસ્તિકો પોતે એકેન્દ્રિયાદિ પ્રાણીની હિંસા કરે છે, વળી પ્રાણાતિપાતમાં દોષ ન માનતા તેઓ પાણિની હિંસાનો ઉપદેશ આપે છે. તે આ પ્રમાણે - તલવારથી જીવોનો ઘાત કરો, પૃથ્વી આદિને ખોદો, ઇત્યાદિ સુગમ છે - ચાવત્ - આ શરીર માત્ર જ જીવ છે. પછી પરલોક નથી. પરલોક ન હોવાથી ઇચ્છા પડે તે કરે - જેમકે - હૈ શોભના! સારું ખા, પી. હે વગામી ! જે ગયું છે તારું નથી, હે ભીરુ ! ગયેલું પાછું આવતું નથી. આ શરીર માત્ર પુતળું છે. આ પ્રમાણે પરલોક જનારા જીવના અભાવથી પુન્ય-પાપ નથી, પરલોક નથી, એવો જેનો પક્ષ છે, તે લોકાયતિક - તે જીવ તે જ શરીરવાદી શું સ્વીકારતા નથી કે - [એમ જૈનાચાર્ય પછે છે).
જેમકે - શું સદુ-અસદુ અનુષ્ઠાનરૂપ ક્રિયા-અક્રિયા તેઓ જાણતા નથી, જે આત્મા તે ક્રિયાથી પ્રાપ્ત કર્મનો ભોક્તા છે, તો અપાયના ભયથી અસદનુષ્ઠાનમાં ચિંતા થાય, જો ભોક્તા નથી તો સદનુષ્ઠાન પણ શા માટે કરવા ? તથા સુકૃત-દુકૃત, કલ્યાણ-પાપ, સારું-નરસુ ઇત્યાદિ ચિંતા જ ન હોય. જો કલ્યાણ વિપાકમાં સાધુપણે હોવું અને પાપ વિપાકમાં અસાધુપણે હોવું, આ બંને હોય તો આત્માને તેનું ફળ ભોગવવું પણ સંભવે. જો તેનો અભાવ હોય તો ફોગટ હિત-અહિત પ્રાપ્તિ-ત્યાગ શું કરવા ?
વળી - સુકૃત અથતુ સાધુ અનુષ્ઠાનથી સર્વકર્મક્ષયરૂપ સિદ્ધિ અને તેનાથી