________________
૨/૧/-/૬૩૯
દૃષ્ટાંતના અર્થસહિત તે “સહાર્થ”. સાર્થ-તે પુષ્કરિણી દૃષ્ટાંત તેને, અન્વય વ્યતિરેક રૂપથી વર્તે તે ‘સહેતુ’. તથાભૂત અર્થને કહીશ. જે રીતે તે પુરુષો ઇચ્છિત અર્થને ન પામ્યા, વાવડીના દુરુવાર કાદવમાં ખૂંચ્યા એ રીતે હવે કહેવાનાર અન્યતીર્થિકો સંસારસાગરને પાર નહીં પામે, પણ તેમાં ડૂબશે એવો અર્થ ઉ૫પત્તિ સહ બતાવશે.
તથા ઉપાદાન કે સહકારી કારણો સાથે દૃષ્ટાંતાર્થે ફરી ફરી બીજા-બીજા દૃષ્ટાંતોથી કહીશ. તે હું હમણાં જ કહું છું, તે તમે સાંભળો. ભગવંત દૃષ્ટાંતનો પરમાર્થ કહે છે– • સૂત્ર-૬૪૦ ઃ
હે આયુષ્યમાન્ શ્રમણો! મેં લોકને પુષ્કરિણી કહી છે. હે શ્રમણ આયુષ્યમાન્ ! મેં કર્મને પાણી કહ્યું છે. કામભોગોને કાદવ કહ્યો છે. જનજાનપદોને મેં ઘણાં શ્રેષ્ઠ શ્વેત કમળો કહ્યા છે. રાજાને મેં એક મહા પાવર
૮૩
પૌંડરિક કહ્યું છે. મેં અન્યતીર્થિકોને તે ચાર પુરુષજાતિ બતાવી છે. હે આયુષ્યમાન શ્રમણો! મેં ધર્મને તે ભિક્ષુ કહ્યો છે, ધર્મતીર્થને મેં તટકિનારો કહ્યો છે. ધર્મકથાને મેં તે શબ્દો [અવાજ] કહ્યો છે. નિર્વાણને મેં તે કમળને વાવડીમાંથી ઉઠીને બહાર આવવા કહ્યું છે. હે આયુષ્યમાન શ્રમણો ! મેં આ રીતે વિચારીને આ રીતે ઉપમાઓ આપી છે.
• વિવેચન-૬૪૦ :
લોક એટલે મનુષ્ય ક્ષેત્ર. ૬ શબ્દ સમુચ્ચયાર્થે, જીતુ વાક્યાંલકારે. મા આત્મનિર્દેશાર્થે છે. આ લોક મનુષ્યનો આધાર છે, તેને હૃદયમાં સ્થાપીને કે ધારીને હે આયુષ્યમાનૢ શ્રમણ ! તે મેં પરોપદેશથી નહીં પણ આત્માથી જાણેલ છે. તે પુષ્કરિણી કમળના આધારરૂપ છે, તથા આઠ પ્રકારના કર્મો જેના બળથી પુરુષરૂપ કમળ થાય છે, તે આવા કર્મો મેં આત્મામાં લાવીને અથવા આત્મા વડે દૂર કરીને અર્થાત્ હે શ્રમણ ! આયુષ્યમાત્ સર્વ અવસ્થાના નિમિત્ત ભૂત કર્મને આશ્રીને તેને જળના દૃષ્ટાંત વડે કહ્યું છે. અહીં કર્મ બોધરૂપ થશે.
તેમાં ઇચ્છા મદન કામ શબ્દાદિ છે, વિષયો જ ભોગવાય તે ભોગ છે. અથવા કામ-ઇચ્છારૂપ મદન કામો જ ભોગો છે, તેને મેં મારી ઇચ્છાથી કાદવ કહ્યો. જેમ ઘણા કાદવમાં ડૂબેલો દુઃખે કરીને પોતાને કાઢે છે તેમ વિષયમાં આસક્ત પોતાને ઉદ્ધરવા સમર્થ નથી, તેથી તેનું અને કાદવનું સામ્ય છે. તથા ખન - સામાન્ય લોક, જનપદમાં થયેલા તે જાનપદ-તેમાં વિશિષ્ટ આર્યદેશમાં ઉત્પન્ન લીધા. તે સાડાપચીશ જનપદમાં થયેલા. તેને આશ્રીને મેં ઉપમારૂપે લઇને ઘણાં શ્રેષ્ઠ કમળોનું દૃષ્ટાંત લીધું તથા મારી ઇચ્છાથી રાજાને મહા શ્વેત કમળરૂપે બતાવ્યા.
અન્યીર્થિકોને આશ્રીતે ચાર પુરુષજાતિ રૂપે ઓળખાવ્યા, તેઓની રાજા રૂપ મુખ્ય કમળ લેવાનું અસામર્થ્યત્વ હોવાથી. ધર્મને મેં આત્માની ઉપમા આપી જે રુક્ષ વૃત્તિવાળો કહ્યો. કેમકે તેનું ચક્રવર્તી આદિ રાજારૂપ ઉત્તમ કમળ ઉદ્ધરવાનું સામર્થ્ય છે. ધર્મતીર્થને મેં વાવડીનો કાંઠો કહ્યો. સદ્ધર્મદેશનાને આશ્રીને મેં સાધુએ કરેલ શબ્દ સાથે સરખાવ્યો તથા નિર્વાણ-મોક્ષ-સર્વ કર્મક્ષયરૂપ પદ્ઘાભારા પૃથ્વી કહી,
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨
જે સૌથી ઉંચે રહેલો ક્ષેત્રખંડ જાણવો. અથવા તેને પાવર પૌંડરીકની ઉત્પત્તિ બતાવી. હવે ઉપસંહારાર્થે કહે છે - હે આયુષ્યમાત્ શ્રમણો ! પૂર્વોક્ત પ્રકારે મેં મારી રીતે આ લોક આદિને ઉપમા આપી, તે આ પુષ્કરિણી આદિ દૃષ્ટાંતત્વથી કિંચિત્ તુલનાત્મકપણે કહ્યા. - ૪ - હવે આ દૃષ્ટાંતને વિશેષથી કહે છે.
૮૪
- સૂત્ર-૬૪૧ ઃ
આ મનુષ્યલોકમાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ દિશાઓમાં વિવિધ પ્રકારના મનુષ્યો અનુક્રમે લોકમાં ઉત્પન્ન થાય છે. જેમકે કોઈ આર્ય, કોઈ અનાર્ય, કોઈ ઉચ્ચ ગોત્રીય, કોઈ નીયગોત્રીય, કોઈ વિશાયકાય, કોઈ ઠીંગણા, કોઈ સુંદરવાં, કોઈ હીનવાં, કોઈ સુરૂપ, કોઈ કુરૂપ હોય છે. તે મનુષ્યોમાં એક રાજા થાય છે, તે મહાન હિમવંત, મલય, મંદર, મહેન્દ્ર પર્વત સમાન, અત્યંત વિશુદ્ધ રાજકુલવંશમાં ઉત્પન્ન, નિરંતર રાજલક્ષણોથી શોભિત અંગવાળો, અનેક જનના બહુમાનથી પૂજિત, સર્વગુણ સમૃદ્ધ, ક્ષત્રિય, આનંદિત, રાજ્યાભિષેક કરાયેલ, માતા-પિતાનો સુપુત્ર, દયાપ્રિય, સીમંકર, સીમંધર, ક્ષેમંકર, ક્ષેમંધર, મનુષ્યોમાં ઇન્દ્ર, જનપદનો પિતા જનપદનો પુરોહિત, સેતુકર, કેતુકર, નરપવર, પુરુષ્પવર, પુરિસીંહ, પુરુષઆસીવિષ, પુરુષવરૌંડરીક, પુરુષવગંધહતી, આટ્સ, દિપ્ત, વિત્ત હતો.
તેને ત્યાં વિશાળ, વિપુલ, ભવન, શયન, આસન, યાન, વાહનની સૂરા હતી. અતિ ધન, સુવર્ણ, રક્તયુક્ત હતો. તેને ઘણાં દ્રવ્યોની આવક-જાવક હતી. વિપુલ ભોજન, પાણી અપાતા હતા. તેને ઘણાં દાસ, દાસી, ગાય, ભેંસ, બકરીઓ હતા. તેના કોશ, કોષ્ઠાગાર, શસ્ત્રાગાર સમૃદ્ધ હતા. તે બળવાન હતો, શત્રુઓને નિર્બળ બનાવતો હતો. તેનું રાજ્ય ઓહયર્કટક, નિહÉટક, મલિયર્કટક, ઉદ્ધિયર્કટક, અર્કટક હતું. ઓહયશત્રુ, નિહશત્રુ, મલિયશત્રુ, ઉદ્ધિતશત્રુ, નિર્જિતશત્રુ, પરાજિતશત્રુ, દુર્ભિક્ષ અને મારીના ભયથી મુક્ત હતું. અહીંથી આરંભીને રાજ્ય વર્ણન ઉવવાઈ સૂત્રાનુસાર “એવા રાજ્યનું પ્રશાસન પાલન કરતો રાજા વિચરતો હતો ત્યાં સુધી જાણવું.
તે રાજાને પદા હતી, તેમાં ઉગ્ર, ઉગ્રપુત્રો, ભોગ, ભોગપુત્રો, ઇક્ષ્વાકુ, ઇક્ષ્વાકુપુત્રો, જ્ઞાત, જ્ઞાતપુત્રો, કૌરવ્ય, કૌરવ્યપુત્રો, ભટ્ટ, ભટ્ટપુત્રો, બ્રાહ્મણ, બ્રાહ્મણપુત્રો, લેચ્છકી, લેચ્છકીપુત્રો, પ્રશાસ્તા, પશાસ્તાપુત્રો, સેનાપતિ અને સેનાપતિપુત્રો હતા.
તેમાં કોઈ ધર્મશ્રદ્ધાળુ હતા. કોઈ શ્રમણ કે બ્રાહ્મણ તેમની પાસે જવા વિચારે છે, કોઈ એક ધર્મ શિક્ષા દેનાર શ્રમણ કે બ્રાહ્મણ એવો નિશ્ચય કરે કે અમે તેને અમારા ધર્મની શિક્ષા આપીશું. તે આ ધર્મશ્રદ્ધાળુ પાસે જઈને કહે છે, હે પ્રજાના રક્ષક રાજન ! હું તમને ઉત્તમ ધર્મનું સ્વરૂપ બતાવું છું. તે તમે સમજો. તે ધર્મ આ પ્રમાણે છે—
પાદતળથી ઉપર, માથાના વાળ પર્યન્ત, તીછું ચામડી સુધી શરીર છે. તે