________________
૧/૧૫/-/૬૧૧ થી ૧૪
ડૂબતો નથી. જેમ નાવ ખલાસીથી ચલાવાતી અને અનુકૂળ વાયુથી કિનારે પહોંચે, તેમ આ સાધુ રાગ-દ્વેષ છોડીને પાર પહોંચે. એ રીતે આયત ચારિત્રી જીવરૂપી વહાણ, આગમરૂપ ખલાસી, પરૂપ વાયુથી સર્વ દુઃખાત્મક સંસારથી મોક્ષ રૂપી કિનારે પહોંચે છે.
૬િ૧૨] તે ભાવના યોગ શુદ્ધાત્મા નાવ માફક જલરૂપ સંસારમાં રહેલો મનવચન-કાયાના શુભ વ્યાપારોથી છૂટે છે. અથવા સર્વ બંધનોથી મુકાય છે - સંસારથી દૂર જાય છે. તે મેધાવી કે વિવેકી આ ચૌદરાજલોક અથવા જીવસમૂહ લોકમાં જે કંઈ સાવધાનહાન રૂપ કાર્યો કે આઠ પ્રકારના કર્મો, તેને જ્ઞપરિજ્ઞાથી જાણે, પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી પરિહરે. તે જ લોક કે કમને જાણતો નવા કર્મો ન બાંધતો, આશ્રવદ્વાર બંધ કરીને, તીવ્ર તપાચરણથી પૂર્વસંચિત કર્મોને તોડે છે, સંવર તથા સર્વ નિર્ભર કરે છે.
૬િ૧૩] કેટલાંક માને છે કે - કર્મક્ષયથી મોક્ષ થયા પછી પણ પોતાના તીર્થની હાનિ થતી જોઈને ફરી સંસારમાં આવે છે - તેનું સમાધાન
તે સંપૂર્ણ ક્રિયારહિતને યોગ વ્યાપાર અભાવે - X • નવા કર્મો બંધાતા નથી. કર્મ અભાવે સંસારમાં આગમન કેમ થાય ? • x • તે મુકતાત્મા રાગદ્વેષ તથા સ્વપરની કલ્પનાનો અભાવ છે. સ્વદર્શન હાનિનો આગ્રહ પણ નથી. આવા ગુણવાળો કમ, તેના કારણ અને ફળને જાણે છે. કર્મની નિર્જસને પણ જાણે છે - x • કર્મના પ્રકૃત્તિ, સ્થિતિ, અનુભાવ, પ્રદેશને પણ જાણે છે - x • ભગવંતના કર્મનું વિજ્ઞાન, કર્મબંધ, તેનો સંવર અને નિર્જરાનો ઉપાય જાણે છે. આ મહા-વીર કર્મ વિદારવા માટે એવું કરે છે જેથી આ સંસારમાં ફરી જન્મવું ન પડે, મરવું પણ ન પડે. અથવા જાતિ વડે આ નાક છે, તિર્યંચ છે એમ ન મનાય. આ સંસાર ભ્રમણનાં કારણોના અભાવને કહેવાથી જૈનેતર મત - x " નું ખંડન કરીને જણાવ્યું કે સંસારનું સ્વરૂપ જાણીને તેનો અભાવ કરાય છે, કોઈ અનાદિથી સિદ્ધ નથી. - ૪ -
[૧૪] કયા કારણે જાતિ આદિથી ઓળખાતો નથી? આ મહાવીર સંપૂર્ણ કર્મક્ષયથી જાત્યાદિથી ઓળખાતો નથી, મરતો નથી, જાતિ-જા-મરણ-રોગ-શોકરૂપ સંસાર ચકે ભમતો નથી. કેમકે - જાતિ વગેરે તેને જ હોય, જેને પૂર્વના કર્મો બાકી હોય. પણ જે ભગવંત મહા-વીરને આશ્રદ્વારના નિરોધથી પૂર્વકૃત કર્મો કે તેના ઉપાદાન કારણો વિધમાન નથી. તેના જન્મ-જરા-મરણ સંભવ નથી, આશ્રવોમાં મુખ્ય
સ્ત્રી છે, તેથી કહે છે - સતત વહેતો વાયુ અગ્નિજવાળાને ઓળંગી જાય છે, તેનાથી પરાભૂત થતો નથી, તેમ મનુષ્ય લોકમાં પ્રિયા-પની દુરતિકમ્ય છે, તેમનાથી પણ તે જીવાતો નથી. તેનું સ્વરૂપ જાણીને આનો જય કરવાથી વિપાક ભોગવવા પડતા નથી.
કહ્યું છે - મિત, ભાવ, મદ, લજ્જા, પરાંશમુખ, કટાક્ષ, વચન, ઈષ્ય, કલહ, લીલા આદિ ભાવોથી સ્ત્રીઓ પુરુષને બંધનરૂપ છે. વળી સ્ત્રીને માટે ભાઈઓ કે સંબંધીમાં ભેદ પડે છે, સ્ત્રી માટે લડીને રાજવંશ નાશ પામ્યા છતાં કામભોગ પ્રાપ્ત થયા નથી. આ પ્રમાણે સ્ત્રીનું સ્વરૂપ જાણી, તેનો જય કરે છે, પણ સ્ત્રીથી જીતાતો નથી. સ્ત્રીને આશ્રવનું દ્વાર કેમ કહ્યું? જીવહિંસા આદિ આશ્રવ વડે કેમ ન કહ્યું ?
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/ર તેનો ઉત્તર આપે છે
કેટલાંકના દર્શનમાં સ્ત્રી ભોગોને આશ્રવ દ્વાર કહેલ નથી. જેમકે - માંસ ભક્ષણમાં, દારુમાં, મૈથુનમાં કોઈ દોષ નથી -x - તેમના મતના ખંડન માટે અથવા મધ્યના તીર્થકરોમાં ચતુર્યામ ધર્મ છે, અહીં પાંચ યામ ધર્મ છે, તેથી આ અર્થને દશવિવા માટે અથવા બીજા મહાવ્રતોમાં અપવાદ છે, ચોથું વ્રત નિરપવાદ છે, તે બતાવવા સ્ત્રી-આશ્રવ કહ્યો. અથવા બધાં વ્રતો તુલ્ય છે, યોકના ખંડનથી બધાંની વિરાધના છે માટે કોઈ એકને લઈને ઉપદેશ કર્યો.
હવે સ્ત્રી આશ્રવનો નિરોધ કહે છે• સૂત્ર-૬૧૫ થી ૬૧૮ :
જે સ્ત્રી સેવન કરતા નથી, તે પહેલા મોક્ષગામી થાય છે. બંધનમુકત તેઓ જીવનની આકાંક્ષા કરતા નથી...જેઓ ઉત્તમ કમથી મોક્ષની સન્મુખ છે, મોક્ષ માર્ગ પરૂપે છે, તેઓ અસંયમી જીવન છોડીને કર્મોનો ક્ષય કરે છે... આશારહિત, સંયત, દાંત, દેઢ અને મૈથુન વિરમ પૂજાની આકાંક્ષા કરતા નથી.
તે સંયમી, પ્રાણીઓની યોગ્યતાનુસાર અનુશાસન કરે છે...જે છિદ્મસોત, નિમળ છે તે પ્રલોભનથી લિપ્ત ન થાય. અનાવિલ અને દાંત સદા આનુપમ દશા પ્રાપ્ત કરે છે.
• વિવેચન-૬૧૫ થી ૬૧૮ :
[૧૫] જે મહાસત્વો આ સ્ત્રીપસંગ કટ વિપાકી છે, એમ જાણી, રુરીઓને સદ્ગતિના માર્ગમાં વિદનકત, સંસારસ્વીથીરૂપ, સર્વ અવિનયની રાજધાની, કપટથી ભરેલી, મહામોહન શક્તિ જાણી, તેનો સંગ ન ઇચ્છે, આવા લોકો સામાન્યજનથી વિશેષ સાધુ છે, તે રાગદ્વેષરહિત એવા આદિ મોક્ષ કહેવાય. • x • કહ્યું છે • સર્વ
અવિનયને યોગ્ય સ્ત્રીનો સંગ જેણે છોડ્યો જ આદિ મોક્ષ છે - મોક્ષ માટે ઉધમ કરનારા જાણવા. મારા શબ્દના પ્રધાનવાગીતાથી તે લોકો માત્ર ઉધમ કરનારા નથી, પણ આપાશ બંધનથી મુક્ત થયેલા, સર્વ કર્મબંધનથી મુક્ત થવા માટે અસંયમી જીવનની ઇચ્છા કરતા નથી, પરિગ્રહાદિ પણ ઇચ્છતા નથી. અથવા વિષયેચ્છા છોડી, સદનુષ્ઠાન સ્ત થઈ, દીર્ધ જીવિત છે નહીં.
૬િ૧૬ વળી અસંયમજીવિતનો અનાદર કરી કે પ્રાણ ધારણરૂપ જીવિતનો અનાદર કરી, સદનુષ્ઠાન રત બની કર્મનો ક્ષય પામે છે. અથવા સદનુષ્ઠાન વડે જીવિતથી નિરપેક્ષ થઈ, સંસારના અંતરૂપ - મોક્ષને પ્રાપ્ત કરે છે. અથવા સર્વ દુઃખથી મુક્તિરૂપ મોક્ષ ન પ્રાપ્ત થાય તો પણ વિશિષ્ટ અનુષ્ઠાન વડે મોના સંમુખ રૂપ ઘાતિ ચતુક ક્ષય ક્રિયા વડે ઉત્પન્ન દિવ્યજ્ઞાનવાળા, શાશ્વત પદને અભિમુખ થયેલા છે.
આવા કોણ છે? જેમણે પૂર્વે તીર્થંકર નામ કર્મ બાંધેલ છે, કેવળજ્ઞાન પામ્યા છે. સર્વ જીવોના હિત માટે જ્ઞાનદર્શન ચારિત્રરૂપ મોક્ષમાર્ગ ભવ્ય પ્રાણીઓને બતાવે છે અને પોતે પણ તેવું પાળે છે.
[૬૧] અનુશાસન પ્રકાને આશ્રીને કહે છે - વિવેકથી જેના વડે સન્માર્ગે