________________
૧/૧૩/-/૫૭૩ થી ૫૩૬
૪૬
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨
મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગરૂપ જાણીને તથા સર્વ કર્માયરૂપ મોક્ષ અને તેના કારણ-સમ્યગ દર્શન-જ્ઞાન-ચાસ્ટિા એ બધું જાતે જ સમજીને કે આચાર્ય પાસે સાંભળીને બીજા મુમુક્ષને શ્રુત-ચાત્રિ ધર્મ કહે. - કેવો? -
વારંવાર જન્મે તે પ્રજા - ત્રણ સ્થાવર પ્રાણી, તેમને હિતકારી, સદા ઉપકારી ધર્મ સદુપદેશથી કહે. ઉપાદેય બતાવી હવે હેય કહે છે - જે નિંદનીય છે તે મિથ્યાત્વ આદિ કર્મબંધના હેતુઓ છે, નિદાન સહ વર્તે તે સનિદાન. પ્રયોજાય તે પ્રયોગવ્યાપાર કે ધર્મકથા પ્રબંધ. તેનાથી મને પૂજા, લાભ આદિ થશે, એવા નિદાન કે આશંસા ચાસ્ત્રિમાં વિનભૂત છે, માટે સુધીર ધમ સાધુ તે ન સેવે.
અથવા જે ગતિ કે સનિદાન વયનો જેવા કે - તીર્થિઓ સાવધાનઠાનરd, નિઃશીલા, નિર્ણતા આદિ છે, એવા બીજાના દોષ ઉઘાડવા રૂપ મર્મ વેધી વચનો તે સુધીરધર્મીઓ ન બોલે. - વળી -
[૫૬] કેટલાંક મિથ્યાષ્ટિ, કુતીર્ચિભાવિત, સ્વમત આગ્રહીઓ વિતર્કથી - સ્વમતિ કલાનાણી, દુષ્ટ અંત:કરણવૃત્તિી અબુદ્ધ એવા કોઈ સાધુ કે શ્રાવક સ્વધર્મ સ્થાપવા, અન્યતીચિંકને કડવા વચનો કહે, તેને તેવા વચનો ન રુચે, ન સ્વીકારે ત્યારે અતિ કટ ભાવથી સાધુની હત્યા કરાવે જેમ પાલકે ખંઘકાચાર્યની કરાવી. તે શુદ્ધત્વ બતાવે છે–
તે અન્યદર્શની નિંદાવચનથી કોપાયમાન થઈને બોલનારને મારી નાંખે, તેથી - x - ધર્મદેશના પૂર્વે તે પુરુષને જાણવો - આ પુરુષ કોણ છે ? કયા દેવને માને છે ? કોઈ મતનો આગ્રહી છે કે નહીં? એ જાણીને, તેને યોગ્ય ધમદેશના આપે. કેમકે પરવિરોધી વચનથી સાધુને આલોક કે પરલોકમાં મરણાદિ અપકાર પ્રાપ્ત થાય છે. તેથી અનુમાનથી, પરીક્ષા કરી - x - તેમને સાચા ધર્મનું જીવાદિ સ્વરૂપ સ્વ-પર ઉપકાર માટે કહે.
• સૂત્ર-પ૩૩ થી પ ૯ :
વીર સાધુ કર્મ અને છંદ જાણી ધર્મ કહે, તેમનું મિથ્યાત્વ દૂર કરે, ભયાવહ રૂપમાં લુબ્ધ નાશ પામે છે. એ રીતે ત્રણ સ્થાવર જીવોને ઉપદેશ આપે...સાધુ પૂm -પ્રશંસાની કામના ન કરે કોઈનું પિય-અપ્રિય ન કરે. સર્વે અન છોડીને, અનાકુળ-અસાયી બને...ધર્મનું યથાર્થ સ્વરૂપ જોઈને, બધાં પાણીની હિંસાને તજે. જીવન-મરણનો અનાકાંક્ષી બને તથા માયાથી મુક્ત થઈને વિચરણ કરે - તેમ હું કહું છું.
• વિવેચન-૫૩૭ થી પ૩૯ :| પિB9] ધીર-સબુદ્ધિ અલંકૃત સાધુ દેશના અવસરે ધર્મકથા શ્રવણ કરનારનું અનુષ્ઠાન કે તેના ગુર-લઘુકમપણું, તેનો અભિપ્રાય સારી રીતે જાણી લે, જાણીને પર્ષદાને અનુરૂપ જ ધર્મદેશના કરે. જેથી તે શ્રોતાને જીવાદિ પદાર્થનો બોધ થાય અને તેનું મન ન દુભાય, પણ પ્રસ થાય. આ સંદર્ભમાં કહે છે - તેમના અંતઃકરણના અશુભ ભાવો વિગેરે દૂર કરે. તેમનામાં વિશિષ્ટ ગુણોનું આરોપણ કરે, પાઠાંતરથી
- અનાદિભવોના અભ્યાસથી લાગેલ મિથ્યાવાદિ દૂર કરે અથવા વિષયાસકિત દૂર કરે. આ જ વાત કહે છે - નયન મનોહારી સ્ત્રીના અંગ, ઉપાંગ, કટાક્ષાદિ રૂપો જોવાથી અલાસવી જીવો સદ્ધર્મથી પતિત થાય છે. તે રૂ૫ ભયાવહ છે તે રૂપાદિ વિષયમાં આસક્ત સાધુની નિંદા થાય, નાક-કાનાદિ કાપીને બુરા હાલ કરે. જેમાંતરે તીર્યચ-નાકાદિ પીડા સ્થાનમાં તેવા જીવોને વેદના અનુભવવી પડે. આ સમજીને ડાહ્યો સાધુ ધદિશના જ્ઞાતા બીજાનો અભિપ્રાય જાણીને બસ-સ્થાવરને હિતકારી, ધર્મ કહે.
[૫૮] સાધુએ પૂજા-સકારાદિથી નિરપેક્ષ થઈને તપ-ચાગ્નિને આરાધવા. વિશેષથી ધમદિશનાર્થે આ વાત કહે છે - સાધુ દેશના આપતા વા, પગાદિ લાભની આકાંક્ષા ન રાખે, આભપશંસા ન ઇચ્છે, તથા જે સાંભળનારને પ્રિય એવી રાજકથાદિ વિકથા આદિ અને ઠગવાની કથાદિ ન કહે તથા અપ્રિય અને તે જે દેવતાને માનતો હોય તેની નિંદા ન કહે. રાગદ્વેષરહિતપણે, શ્રોતાના અભિપ્રાયને વિચારી, યથાવસ્થિત સમ્યક્ દર્શનાદિ ધર્મ કહે. ઉપસંહાર કરે છે - પૂજા, સકાર, લાભ અપેક્ષા અને બીજાના દૂષણોને ત્યાગીને કથા કહે. સૂત્રાર્થ સમજીને સાધુ કપાયી થાય.
[૫૯] અધ્યયનનો ઉપસંહાર કહે છે - યથાતથ્ય - ધર્મ, માર્ગ, સમોસરણ ત્રણે અધ્યયનનો સાર, સૂવાનુગત સમ્યકત્વ કે ચાસ્ત્રિ તેને વિચારતો. સૂત્રાર્થને સારી ક્રિયા વડે પાળતો, સર્વ - x • પૃથ્વીકાયાદિની - x - જીવહિંસાને તજીને, પોતાના પ્રાણ જાય તો પણ ચાથાતથ્ય [સાચા ધર્મને ઉલ્લંઘે નહીં, તે કહે છે - અસંયમ જીવિત કે દીધયુષની જીવહિંસાચી ઇચ્છા ન કરે. પરીષહથી પરાજિત કે વેદના સમુઘાતથી હણાઈને, પાણી કે અગ્નિમાં પડીને, જીવપીડા કરતો મરણ ન ઇચ્છે. યાયાવચ્ચ જોતો, સર્વ જીવહિંસાથી વિરમી, જીવનમરણ ન ઇચ્છતો સંયમાનુષ્ઠાન આચરે, મોહનીકર્મની માયામાં ન વીંટાતો, સંયમ પાળીને મોક્ષે જાય.
શ્રુતસ્કંધ-૧ અધ્યયન-૧૩ ‘યાથાતથ્ય’નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ