________________
૧/૧૨/-/ભૂમિકા
બીજા અક્રિયાવાદ, અજ્ઞાનવાદ, વૈનાયિકવાદ એ મિથ્યાવાદ છે. તે કહે છે - અક્રિયાવાદી અત્યંત નાસ્તિક છે, પ્રત્યક્ષ સિદ્ધ એવા જીવ, જીવાદિ પદાર્થો ના માનવાથી મિથ્યાદેષ્ટિ જ છે. અજ્ઞાનવાદી મતિ આદિ હેયોપાદેય પ્રદર્શક જ્ઞાનપંચક ન માની અજ્ઞાનને જ સારું માને છે તથા વિનયવાદી એકલા વિનયને માટે પણ જ્ઞાનક્રિયાથી સાધ્ય મોક્ષ છે, તેથી તે પણ નકામો છે. આમ તેઓ મિથ્યાવાદી છે.
પ્રશ્ન - ક્રિયાવાદીના ૧૮૦ ભેદો છે, તે એકૈક જુદો માનવાથી તેને બીજે સ્થાને મિથ્યાવાદી કહ્યા, તો તમે સમ્યગ્દષ્ટિ કેમ કહો છો ? તેઓ જીવે છે તેમ સ્વીકારે છે, પણ કાળ, સ્વભાવ આદિને કોઈ કોઈ એકાંતે માને છે, બીજાને ઉડાવે છે, માટે મિથ્યાત્વ છે. • x • તેમનો એકાંતમય મિથ્યાત્વ છે પણ કાલાદિ પાંચેને ભેગા લેતા - X - સમ્યકત્વ છે.
પ્રશ્ન • કાલ આદિ પરસ્પર જુદા હોય તો મિથ્યાત્વ છે, ભેગા મળે તો સમ્યકત્વ થાય એમ કેમ બને? પ્રત્યેકમાં નથી તે સમૂહમાં કઈ રીતે સંભવે ? - જેમ એક માણેક, એક હીરો આદિ રત્નો જુદા જુદા હોય તો હાર ન કહેવાય, પણ ભેગા મળે તો રત્નાવલી કહેવાય.
કાળ, સ્વભાવ, નિયતિ, કર્મ, પુરુષાર્થ એકલા હોય તો મિથ્યાત્વ છે, ભેગા મળે તો સમ્યક્ત્વ છે. કાળ આદિ ભેગા મળે તો કાર્યના સાધક થાય છે. * * * બધાં કાર્યના સમ્યક્ કરનારા છે. એકલા કાળથી કંઈ ન થાય, પણ મગ સંઘવા હોય તો પાણી, લાકડા અને સંધનાર પણ જોઈએ. અનેક લક્ષણા વૈડૂયદિના મૂલ્યવાનું છુટા પારા હાર ન કહેવાય, પણ ભેગા મળે તો હાર કહેવાય. તેમ પ્રત્યેક નય પોતાની રીતે સ્વપક્ષ સિદ્ધ કરે, છતાં પરસ્પર સંબંધ અભાવે સમ્યકત્વ ન પામે. દોરામાં પરોવેલા મણિ માફક - ૪ - બધા નયવાદો - x • સાથે યોજાતા સમ્યગ્રદર્શન સિદ્ધ થાય. તેથી સ્વપક્ષ કદાગ્રહી ગયો મિથ્યા છે પણ પરસ્પર સંબંધથી સમ્યકત્વ સ્વભાવવાળા થાય છે. એ રીતે - X - કાળ, સ્વભાવ, નિયતિ, કર્મ અને પુરુષાર્થ પાંચે ભેગા મેળવી કાર્યસિદ્ધિ માનવી તો અમારું કહેલું સત્ય જણાશે.
- 0 - X - સૂત્ર કહે છે– • સૂત્ર-પ૩૫ થી ૫૩૮ :
કિયા, આક્રિયા, વિનય અને અજ્ઞાન એ ચાર સમવસરણ [સિદ્ધાંતો છે, જેને પ્રવકતાઓ પૃથક-પૃથક રીતે કહે છે...અજ્ઞાનવાદી કુશલ હોવા છતાં પ્રશંસનીય નથી, સંશયથી રહિત નથી. તેઓ અજ્ઞાની છે અને જ્ઞાનીઓમાં વિમર્શ કર્યા વિના મિથ્યાભાષણ કરે છે...વિનયવાદી અસત્યને સત્ય ચિંતવે છે, અસાધુને સાધુ કહે છે, પૂછીએ તો વિનયને જ પ્રમાણ બતાવે છે. તેઓ અજ્ઞાનવશ કહે છે કે મને આ જ અર્થ અવભાસિત થાય છે. ક્રિયાવાદી ભ4િણ અને ક્રિયાને કહેતા નથી.
• વિવેચન-૫૩૫ થી ૫૩૮ :(૫૩૫] આ અધ્યયનનો પૂર્વ અધ્યયન સાથે આ સંબંધ છે • સાધુ ભાવમાર્ગ
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ સ્વીકારીને કુમાર્ગ આશ્રીત પરવાદીનો મત સમ્યક જાણીને છોડી દેવો. તેનું સ્વરૂપ આ અધ્યયનમાં કહે છે. અનંતર સૂત્ર સાથે તેનો આ સંબંધ - મહાપજ્ઞ, ધીર ઇત્યાદિ ગુણવાનું સમાધિમાં રહે, તેમ કેવલિનું વચન છે, પરતીચિંકનો પરિહાર કરવો એ કેવલીનો મત છે. તેમનું સ્વરૂપ આ પહેલી ગાથામાં કહે છે. ‘ચાર' સંખ્યા છે તે બીજી સંખ્યાના નિષેધ માટે છે. તે ચારે જુદું જુદું બોલનારા પરતીર્થિકોના સમૂહરૂપ છે. તે ચારેના નામ તેમના અર્થ પ્રમાણે સંજ્ઞા આપીને કહે છે - ક્રિયા છે તેમ કહેનાર ક્રિયાવાદી, ક્રિયા નથી એમ બોલનારા અક્રિયાવાદી, વિનયવાદી અને અજ્ઞાનિક,
પિ૩૬] તે ક્રિયા-અક્રિયા-વૈનયિક-અજ્ઞાનવાદીને સામાન્યથી બતાવી, તેમના દોષ બતાવવા પહ્માનપૂર્વથી કહે છે
- અજ્ઞાનવાદીઓ બધાં તત્વો ઉડાવે છે, તેથી અત્યંત અસંબદ્ધ છે માટે પહેલા તેને કહે છે - જેમને અજ્ઞાન છે અથવા અજ્ઞાનથી નિર્વાહ કરે છે તે અજ્ઞાની કે આજ્ઞાની તેમને બતાવે છે - અજ્ઞાની અને કુશળ છીએ એવું બોલનારા, અજ્ઞાનને જ શ્રેય માનનારા, મિથ્યાવાદી છે. જ્ઞાનની કિંમત ન સમજવાથી, ચિત્તમાં જે ભ્રાંતિ થઈ હોય તે શંકાને દૂર ન કરી શકવાથી એમ કહે છે કે - જે આ જ્ઞાનીઓ છે, તે પરસ્પર વિરુદ્ધ વાદિતાથી યથાર્થવાદી નથી. જેમ કે - કોઈ આત્માને સર્વવ્યાપી માને છે, કોઈ અસર્વવ્યાપી, કોઈ અંગૂઠા જેવો, કોઈ ચોખા જેવો માને છે ઇત્યાદિ. આ રીતે -x - તેઓમાં એક વાક્યતા નથી. કોઈ અતિશય જ્ઞાની નથી, જેનું વાક્ય પ્રમાણ કરાય કે કોઈ બીજું તે સમજાવનાર નથી, અસર્વજ્ઞ બધું જાણે નહીં.
કહ્યું છે કે - કદાચ કોઈ સર્વજ્ઞ હોય તો પણ જેને તેવું ઉત્કૃષ્ટ જ્ઞાન નથી તે કેવી રીતે બધું જાણે ? વળી તેવા પરિજ્ઞાનના અભાવે તેવું સંભવ પણ નથી. - * * * * * * જે કંઈ દેખાય છે, તેના ત્રણ ભાગ પાડીએ - સામેનો, વચલો, પાછલો. તો માત્ર સામેનો ભાગ દેખાશે. સામે દેખાતા ભાગમાં પણ સૂમ પરમાણુ નજરે દેખાતા નથી. એમ સર્વજ્ઞના અભાવે, સર્વજ્ઞથી યોગ્ય નિર્ણય ન થવાથી, સર્વ વાદીના વિરોધી મતથી સામાન્ય જ્ઞાની, પ્રમાદીને ઘણાં દોષ સંભવે છે, માટે અજ્ઞાન જ સારું છે. જેમ અજ્ઞાની કોઈને લાત મારે તો પણ તેનું ચિત્ત શુદ્ધ હોવાથી દોષનો ભાગી ન થાય, આવું કહેનાર મિથ્યાવાદી છે, તે કંઈ શંકાથી રહિત થતા નથી.
જૈિનાચાર્ય કહે છે-] આવું બોલનારને અજ્ઞાની, અનિપુણ, સમ્યગુ જ્ઞાનરહિત જાણવા. તેઓ કહે છે - પરસ્પર વિરુદ્ધ બોલવાથી યથાર્થવાદી નથી તે ઠીક છે, કેમકે તે બોલનારા અસવજ્ઞના સિદ્ધાંતો માને છે. જો - x • સર્વજ્ઞના આગમ માને તો કયાંય પરસ્પર વિરોધ ન આવે કેમકે તે સિવાય સર્વજ્ઞપણું સિદ્ધ ન થાય. કેમકે - x • જ્ઞાનના સંપૂર્ણ આવરણો ક્ષય થવાથી, રાગ-દ્વેષ-મોહવાળા જુઠાં કારણોનો અભાવ છે, તેથી તેમના કહેલા આગમોમાં વિરોધ સંભવ નથી. [ઇત્યાદિ ચય વૃત્તિમાં નોંધાયેલ છે, અમે તેનો પૂર્ણ ઉલ્લેખ અહીં કરતા નથી. જિફાસુએ તે માટે વૃત્તિ જોઈને તજજ્ઞ પાસે સમજવી.)
સર્વજ્ઞતાને બાધક પ્રમાણ ક્યાંય નથી, તેની વિસ્તૃત ચર્ચા પ્રત્યક્ષ, અનુમાન,