________________
બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ
नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ $ શ્રુતસ્કંધ-૧ અધ્યયન-૧૨ “સમોસરણ” શું
- X - X - X - X - X - X - X –
ભાગ-૪(૨) રતાંગ-/૨
અનુવાદ તથા ટીકાનુસારી વિવેચન
• ભૂમિકા :
૦ આગમોના વૃતિ સહિતના અનુવાદનો આ ચોથો ભાગ છે, આ ભાગમાં સૂયગડાંગ સૂગના સટીક અનુવાદનો બાકીનો હિસ્સો રજૂ કરાયેલો છે. ત્રીજા ભાગમાં સૂયગડાંગ સૂગના શ્રુતસ્કંધ-૧-ના અધ્યયન-૧ થી ૧૧નું વૃત્તિ સહિતનું ભાષાંતર કરાયેલ છે. અહીં અધ્યયન-૧૨ થી ૧૬ તથા શ્રુતસ્કંધ-૨નો સમાવેશ થયો છે.
અમારા આ પ્રકાશનમાં પૂર્વેના ભાગોમાં જણાવ્યા મુજબ મૂળ સૂત્ર કે ગાથાનો અક્ષરશઃ અનુવાદ, ટીકાનો અનુવાદ તથા અવસરે ચૂર્ણિ કે અન્ય આગમ સાહિત્યની નોંધો મકેલી છે, તે સાથે કેટલાંક વ્યાકરણ પ્રયોગો ન્યાયો કે વાદોના વૃત્તિમાં આવતા અંશોને છોડી પણ દીધેલા છે. તે માટે શક્ય પ્રયને જ્યાં વૃત્તિ અંશ છોડેલ હોય ત્યાં - x• એવી નિશાની મૂકેલ છે અને ચૂર્ણિ આદિના અવતરણો લીધા હોય ત્યાં ઇટાલિક ટાઈપનો ઉપયોગ કરેલો છે.
અહીં કરાયેલ કે ગાયાનું ક્રમાંકન સાળંગ જ છે, જે અમે અમારા મા-THકુત્તાન Hટ માં કરેલું છે તે જ છે, જેથી અધ્યયન કત િતુલના કરવા કે મૂળ પાઠ જોવાની સગવડ રહે છે. અમે કરેલ આગમોના મૂળના ગુજરાતી અનુવાદ તથા હિન્દી અનુવાદમાં પણ આ જ સમ કમાંક છે, તદુપરાંત અમાસ માTMમોકો , મrrTMનામોમો માં પણ આ જ ક્રમાંક મુજબના સંદર્ભો નોંધેલા છે, અમારું “આગમ વિષય દન' પણ આ જ અનુક્રમાંક ધરાવે છે. જેથી તુલના કરવી કે કંઈ શોધવું સળ છે.
આ પ્રકાશનમાં અનુવાદની જ મુખ્યતા રાખી હોવાથી શબ્દ કે ભાષા લાલિત્યનું દષ્ટિબિંદુ ગૌણ કરેલ છે. અધ્યયનકતને જૈન પારિભાષિક શબ્દોમાં અલ્પ પરિચિતતા કેળવાયેલ હશે, તો વાંચવું, સમજવું સરળ બની રહેશે. બાકી કથાસાહિત્યના ટેવાયેલાને dવસાહિત્ય થોડું તો કઠિન લાગે જ, તે સહજ છે.
- મુનિ દીપરત્નસાગર |4/2]
• ભૂમિકા :
અધ્યયન-૧૧ કહ્યું, હવે બારમું કહે છે - તેનો સંબંધ આ છે - અનંતર અધ્યયનમાં “માર્ગ” કહ્યો. કુમાર્ગ નિવારણથી સમ્યક માર્ગ પ્રાપ્ત થાય છે. કુમાર્ગ દૂર કરવાની ઇચ્છાવાળાએ તેનું સ્વરૂપ જાણવું. તેથી તેના સ્વરૂપના નિરૂપણ માટે આ અધ્યયન છે. તેના ઉપક્રમાદિ ચાર અનુયોગ દ્વારો છે. તેમાં ઉપક્રમમાં આ અધિકાર છે - કમાર્ગ બતાવનારા ચાર સમોસરણો અહીં બતાવે છે - ક્રિયા, અક્રિયા, અજ્ઞાની, વૈનાયિક. નામતિષજ્ઞ નિક્ષેપે “સમોસરણ” નામ છે, તેનો નિક્ષેપ –
[નિ.૧૧૬ થી ૧૧૮-] સમવસરણમાં ધાતુ ગતિવાચી છે, મમ્, મા ઉપસર્ગ સહિતનું આ રૂપ છે. સમવસરણ એટલે એગમન કે મેલાપક, માગ સમાધિ નહીં. તેના નામાદિ છ નિોપા છે. તેમાં નામ, સ્થાપના ગૌણ છે - દ્રવ્ય વિષયમાં નોઆગમથી સમવસરણ જ્ઞ શરીર, ભવ્યશરીર, વ્યતિરિક્ત ત્રણ ભેદે, તેમાં વ્યતિરિકતના સચિવ, અચિત, મિશ્ર એ ત્રણ ભેદો છે. સચિત્તના ત્રણ ભેદ-દ્વિપદ, ચતુષ્પદ, અપદ. તેમાં દ્વિપદમાં સાધુ વગેરેનો તીર્થકરના જન્મ, દીક્ષા સ્થાનોમાં મેલાપક છે. ચતુષદમાં ગાય આદિનો જળ પ્રદેશે મેલાપક. અપદમાં વૃક્ષો જાતે ચાલીને ભેગા ન થાય, પણ વનમાં તેનો સમૂહ હોય. અચિતમાં બે-ત્રણ અણુનો મેળાપક, મિશ્રમાં હથિયાર સહિત સેના જાણવી.
ક્ષેત્ર સમવસરણ પરમાર્થથી નથી. વિવક્ષાથી જયાં દ્વિપદાદિ ભેગા થાય છે. અથવા જ્યાં વ્યાખ્યાન થાય છે. - x • કાલ સમોસરણ પણ એ પ્રમાણે જાણવું. - x • ભાવ સમોસરણમાં ઔદયિકાદિ ભાવોનું એકઠા થયું છે. તેમાં ઔદયિકના ૨૧ભેદ, ૪-ગતિ, ૪-કપાય, 3-લિંગ, મિથ્યાવ, અજ્ઞાન, અસંયતd, અસિદ્ધd, ૬લેસ્યા છે. પથમિકના ૨-ભેદ-સમ્યકાવ અને ચાસ્ત્રિ ઉપશમ. ક્ષાયોપથમિકના ૧૮-ભેદ-૪-જ્ઞાન, 3અજ્ઞાાન, 3-દર્શન, દાનાદિ પ-લબ્ધિ, સમ્યકત્વ, ચામિ, દેશવિરતિ, ક્ષાયિકભાવના ૯-ભેદ - કેવલજ્ઞાન, કેવલદર્શન, દાનાદિ પ-લબ્ધિ, સમ્યકત્વ અને ચારિત્ર. પારિણામિકના-3-ભેદ - જીવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વ. સાલિપાતિકના - બે, ત્રણ, ચાર, પાંચ સંયોગો થાય છે.
તેમાં દ્વિકસંયોગ- સિદ્ધના ક્ષાયિક અને પરિણામિક બે ભાવો. ત્રિક સંયોગીમાં મિથ્યાર્દષ્ટિ, સમ્યગ્દષ્ટિ, દેશવિરતના ઔદયિક, ક્ષાયોપથમિક અને પરિણામિક ભાવ છે તથા ભવસ્થ કેવલિને ઔદયિક, ક્ષાયિક, પારિણામિક ભાવ છે ચતુક સંયોગે ક્ષાયિક સમ્યગ્દષ્ટિ જીવોને ઔદયિક, ક્ષાયિક, ક્ષાયોપથમિક, પારિણામિક એ ચાર ભાવો છે. તથા પથમિક સમ્યગુર્દષ્ટિને ક્ષાયિક સિવાયના ચાર ભાવો છે. પંચસંયોગે પયિક સમ્યગ્રષ્ટિને ઉપશમ શ્રેણિમાં પાંચે ભાવો છે. • x • ઉક્ત છે. ભેદે સાપિાતિકના છ ભેદો થાય છે • અથવા -