________________
૨૩૬
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧
૧/૧૧/-/૫૧૭ થી ૨૨૦
૨૩૫ [૫૦] તે આશાસદ્વીપ કેવો છે? અથવા કઈ રીતે તે કહ્યો છે? તે બતાવે છે : મન, વચન, કાયાથી ગુપ્ત એવો તે આત્મગુપ્ત સર્વકાલ ઇન્દ્રિય-મનને દમવાથી દાંત, વચ્ચેન્દ્રિય કે ધર્મધ્યાનધ્યાયી, સંસારના શ્રોતને તોડનાર છે, સ્પષ્ટતા કહેતા - પ્રાણાતિપાતાદિ કર્મ પ્રવેશદ્વારરૂપ આશ્રવ જેમાંથી નીકળી ગયો છે તે નિરાશ્રવ એવો તે સમસ્ત દોષરહિત ધર્મ કહે છે. તે ધર્મ પ્રતિપૂર્ણ, મોક્ષગમન હેતુ, અદ્વિતીય છે.
એવા ધર્મથી વિમુખ જીવોના દોષો કહે છે• સૂત્ર-પર૧ થી ૫૨૪ :
પ્રવકત શુદ્ધ ધર્મથી અજ્ઞાન, અબુદ્ધ હોવા છતાં પોતાને બુદ્ધ માનનાર અમે બુદ્ધ છીએ એમ માનતા સમાધિથી દૂર છે...તેઓ બીજ, સચિત જળ, ઔશિક આહાર ભોગવીને ધ્યાન કરે છે, તે આખેદજ્ઞ, અસમાહિત છે...જેમ ઢક, કંક, કુ, મદ અને શિખી માછલી શોધવા ધ્યાન કરે છે, તેમ તેઓને ધ્યાન કલુષ અને અધમ છે...એ રીતે મિથ્યાર્દષ્ટિ, અનાર્ય શ્રમણ વિષયેચ્છાનું ધ્યાન કરે છે, તે કલુષ-આધમ છે.
• વિવેચન-પર૧ થી ૫૨૪ :
[પર૧] આવા શુદ્ધ, પરિપૂર્ણ ધર્મને ન જાણનારા તે અવિવેકી, અમે જ ધર્મતવ જાણીએ છીએ એમ માનનાર પંડિતમાની સભ્ય દર્શન નામક ભાવસમાધિથી અતિ દૂર રહે છે. તે બધાં પરતીર્થિકો જાણવા.
- તેઓ ભાવસમાધિથી કેમ દૂર રહે છે ? તે કહે છે–
[૫૨૨] તે શાક્યાદિ શ્રમણો જીવ-જીવ ન જાણવાથી શાલિ, ઘઉં આદિ બીજ, સયિત જળ, તેમને ઉદ્દેશીને તેમના ભક્તોએ બનાવેલ આહારાદિ, તે બધું જ વિવેકરહિતપણે લઈ, વાપરી ફરી સાતા-ઋદ્ધિ-રસગારવમાં આસક્ત મનથી સંઘભોજનાદિ ક્રિયા વડે, તેની પ્રાપ્તિ માટે આd ધ્યાન કરે છે. આ લોકના સુખેચ્છ તે દાસી, દાસ, ધન, ધાન્ય આદિ પરિગ્રહવાળા હોવાથી ધર્મધ્યાન થતું નથી. કહ્યું છે કે - ગામ, ખેતર, ગૃહ આદિ, ગાયો, દાસનો જેને પરિગ્રહ હોય, તેને શુભધ્યાના કયાંથી હોય ? તથા મોહનું ઘર, ધીરજનો નાશ, શાંતિનો નાશક, વ્યાોપનો મિત્ર, અહંકારનું ઘર, પાપનો વાસ, દુ:ખનો ઉત્પાદક, સુખનો નાશક, ધ્યાનનો શત્રુ એવો પરિગ્રહ પ્રાજ્ઞને પણ કલેશ, નાશ માટે થાય.
તેથી આ રીતે સંધવા-રંધાવાની ક્રિયામાં પ્રવૃત, તેમાં જ લક્ષણ રાખનારને શુભયાન કઈ રીતે સંભવે ? વળી તે અન્યતીચિંકો ધર્મ-અધર્મનો વિવેક કરવામાં અનિપુણ છે. તે શાક્ય સાધુઓ મનોજ્ઞ આહાર, વસતિ, શય્યા, આસન આદિ સગના કારણ છતાં તેને શુભ ધ્યાનમાં ઉપયોગી માને છે. કહ્યું છે કે - “ઉત્તમ ભોજન ખાઈને” ઇત્યાદિ તથા માંસને કલિંક એમ કહીને સંજ્ઞાંતર કરી નિદોંષ માને છે. બુદ્ધસંઘાદિ નિમિત્ત આરંભને નિર્દોષ માને છે. તેઓ કહે છે કે - માંસ ખાવાનું છોડીને કલ્કિક નામ આપી માંસ ખાય છે, બીજા નામે આરંભ કરે છે, તેઓ જ્ઞાની
છે, આમ નામ બદલતા નિર્દોષ ન થાય. જેમ તાપને શીતનું નામ આપવાથી તેનો ગુણ ન બદલાય. * * * આ પ્રમાણે બીજા કપિલ આદિનો પ્રગટ કે ગુપ્ત ભાવ એમ નામ આપી જૈનોએ કહેલ વિનાશ, ઉત્પાદનનું નૈપુણ્ય સિદ્ધ કર્યું. આ રીતે તે બિચારા મનોજ્ઞ, ઉદ્દિષ્ટ ભોજન અને પરિગ્રહ વડે આdધ્યાનમાં પીડાતા મોક્ષમાગરૂપ ભાવ સમાધિથી દૂર રહે છે.
[૫૩] જેમ તેઓ રસ, સાતા ગારવણી આર્તધ્યાની થાય છે તે દષ્ટાંત વડે કહે છે -જેમ ઢંક, કંક આદિ પક્ષીઓ જળાશયનો આશ્રય કરી માંસ માટે માછલા શોધે છે, તેમ આd, રૌદ્ર ધ્યાનરૂપ ધ્યાનથી તેઓ અત્યંત કલુષિત, અધમ થાય છે.
[૫૨૪] ઉકત દેટાંત મુજબ - x• મિસ્યાદૃષ્ટિ એવા શાક્ય આદિ અનાર્યકમ કરીને આરંભ, પરિગ્રહપણાથી અનાર્ય બનીને શબ્દાદિ વિષયની પ્રાપ્તિના ધ્યાનમાં કુષ, અધમ થાય છે.
• સૂત્ર-૫૫ થી ૫૨૮ :
આ જગતમાં કેટલાંક દુમતિ શુદ્ધ માર્ગ વિરાધીને ઉન્માર્ગે જઈ દુ:ખી થઈ, મરણની ઇચ્છા કરે છે...જેમ જન્માંધ પરષ છિદ્રવાળી નાવમાં બેસી નદી પર કરવા ઈચ્છે તો પણ મામિાં જ ડૂબી જાય છે..તે પ્રમાણે મિયાદેષ્ટિ, અનાર્ય શ્રમણ આad સેવીને આગમી ભવે મહાભય પામે છે...
ભગવંત મહાવીર દ્વારા પ્રવેદિત આ ધર્મ પામીને મુનિ ઘોર સંસારને તરે, આત્મભાવે વિચરે
• વિવેચન-૫૨૫ થી ૫૨૮ :| [૫૫] નિર્દોષ એવા સભ્ય દર્શનાદિ મોક્ષમાર્ગને કુમાર્ગ પ્રરૂપણા થકી દૂષિત કરીને આ સંસારમાં મોક્ષમાર્ગ બતાવવાને શાક્ય આદિ સ્વ-મતના રાગથી મહામોહથી આકુળ અંતરાત્માને દુષ્ટ પાપ ઉપાદાન મતિવાળા તે દુષ્ટ મતિઓ થઈ સંસાર અવતરણરૂપ ઉમામાં પ્રવૃત્ત થઈ આઠ પ્રકારના કર્મો અથવા અશાતા ઉદયરૂપ દુ:ખના ઘાત માટે સન્માર્ગ વિરાધીને ઉન્માર્ગ ગમનને શોધે છે. અર્થાત્ દુ:ખથી. મરવાના સેંકડો બહાનાં શોધે છે.
[પ૨૬] શાક્યાદિ શ્રમણને થનારા દુ:ખને દષ્ટાંતથી જણાવે છે - જેમ કોઈ જમાંધ સો છિદ્રવાળી નાવમાં બેસી પાર જવા ઇચ્છે છે, પણ છિદ્રને કારણે પાર પહોંચતો નથી, જલ મધ્યે જ ડૂબે છે.
[૫૨] ઉક્ત દષ્ટાંત મુજબ - શાક્યાદિ શ્રમણો, મિથ્યાર્દષ્ટિ, અનાર્યો કમશ્રિવરૂપ ભાવસોતને પામીને પુનઃ પુનઃ સંસામાં ભમીને નાક આદિના દુઃખને પામે છે. તેમને છિદ્રવાળી નાવમાં રહેલાની માફક સંસાર સમુદ્રથી પાર ઉતરવું શક્ય નથી.
[૫૨૮] શાક્યાદિ શ્રમણો મિથ્યાદેષ્ટિઓ, અનાર્યો સંપૂર્ણ સોતથી યુકત, ભાવિમાં મહાભય નિરકાદિ ગામી) હોય છે, તેથી તેમને બતાવે છે કે - આ પ્રત્યક્ષ