________________
૧/૧૧/-/૪૯૭ થી ૫oo
૨૨૯
દર્શન, તપ, ચારિત્રાત્મક માનિ પામીને સંસાર ઉદરમાં વિવરસ્વત પ્રાણી સમગ્ર ભવસમુદ્ર જે તરવો અતિ દુસ્તર છે, કેમકે તેના પાર કરવાની સામગ્રી અતિ દુકર છે [તે તરી જાય છે] કહ્યું છે-મનુષ્ય જન્મ, આર્યન, - x - શ્રદ્ધા, સંયમ લોકમાં દુર્લભ છે.
[૪૯૮] જંબૂસ્વામી ફરી પૂછે છે - જે માર્ગ સત્વના હિત માટે સર્વ કહ્યો, તે સંપૂર્ણ એકાંત કુટિલતા હિત છે, તેનાથી શ્રેષ્ઠ બીજો કોઈ માર્ગ નથી. તે શુદ્ધનિર્દોષ, પહેલા કે પછી જેનું ખંડન ન થાય તેવો સાવધ અનુષ્ઠાન રહિત •x • તથા ઘણાં ભવમાં એકઠા કરેલા દુઃખના કારણરૂપ કર્મોને મુકાવનાર એવા અનુત્તર, નિર્દોષ, સર્વ દુ:ખક્ષય કારણોને હે ભિક્ષ! જે રીતે તમે જાણતા હો તે રીતે તે સર્વજ્ઞ પ્રણિત માગી હે મહામુનિ ! તમે અમને કહો.
[૪૯૯] જો કે અમને તો પરિચયથી આપના અસાધારણ ગુણો જણાયા છે, તેથી તમારા વિશ્વાસથી માનીશું. પણ અમારે બીજાને આ માર્ગ કઈ રીતે કહેવો ? કેમકે કોઈ વખત અમને સુલભબોધિ અને સંસારથી ખેદ પામેલા સમ્યક્ માર્ગ પૂછે છે. તેઓ કોણ છે ? ચાર નિકાયના દેવો તથા મનુષ્યો. મુખ્યતાએ તેઓના પ્રશ્નો હોવાથી તેમને કહ્યા છે. તેઓ પૂછે તો અમારે કયો માર્ગ કહેવો ? તે તમે જેવું જાણો છો તેવું કહો.
પિoo] આવું પૂછતા સુધમસ્વિામી કહે છે . જો તમને કદાચ કોઈ સંસારથી ખેદ પામેલા મનુષ્યો કે દેવતા સમ્યક્ માર્ગ પૂછે, તો પૂછનારને હવે કહેવાનાર છે. જીવનિકાયનું સ્વરૂપ બતાવનાર, તેનું રક્ષણ કરનાર મા તેમને કહેવો. પરમાર્થમાર્ગ જે છે તે બીજાને સમજાવજો, તે હું કહું છું, તે તમે સાંભળો. પાઠાંતર મુજબ તેમને તમે આ માર્ગ કહેજો.
વળી સુધમસ્વિામી માર્ગની શ્રદ્ધા વધારવા આ પ્રમાણે કહે છે• સૂત્ર-૫૦૧ થી ૫૦૪ -
કાશ્યપ ભગવંત મહાવીર દ્વારા પ્રવેદિત માર્ગ ઘણો કઠિન છે, જેને પામીને પૂર્વે સમુદ્ર વ્યાપારી માફક... અનેક આત્માઓ તર્યા છે, તરે છે, તરશે. તે સાંભળીને હું કહું છું, તે હે પ્રાણીઓ ! મારી પાસેથી સાંભળો...પૃથ્વી જીવ છે, તે પૃથફ પૃથફ છે, પાણી અને અનિજીવ છે, વાયુ જીવ પણ પૃથફ છે તથા તૃણ, વૃક્ષ, બીજ પણ જીવ છે...સિવાય ત્રસ જીવ છે, એ રીતે છકાય કહ્યા છે, અવકાય આટલા જ છે, તેથી અતિરિક્ત કોઈ જીવકાર્ય નથી.
• વિવેચન-૫૦૧ થી ૫૦૪ :
[૫૧] હું તે અનુકમથી કહું છું, તે તમે સાંભળો અથવા અનુક્રમે સામગ્રી કે માર્ગ પ્રાપ્ત થાય છે, તે તમે સાંભળો. જેમકે - પહેલા ચાર કષાયનો ઉદય હોય તો સમ્યક ન થાય યાવત બાર કષાયોનો ક્ષય કે ઉપશમ થાય ત્યારે ચામિ પ્રાપ્ત થાય તથા ચાર અંગ પરમ દુર્લભ છે ઇત્યાદિ.
કેવો માર્ગ? કાયર પુરુષના સંગ્રામ પ્રવેશ માફક દુર્લભ છે, મહાભયાનક
૨૩૦
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ છે, તે માર્ણ મહાવીર સ્વામીએ કહ્યો છે, તે માર્ગ હું કહીશ, મારી બુદ્ધિથી કહેતો નથી. તે શુદ્ધ માર્ગ ગ્રહણ કરીને, સારો માર્ગ મળવાથી, પૂર્વે તે રીતે ચાલવાથી મહાપુરુષો દુરૂર સંસારને તર્યા છે. ટાંત કહે છે
ખરીદ-વેચાણરૂપ વ્યવહાર કરતા વેપારી; વહાણમાં બેસી વિશેષ લાભ માટે કોઈ નગરે જવા વહાણ વડે દુસ્તર સમુદ્રને તરે છે. તેમ સાધુઓ પણ અનંત-એકાંતઅબાધ સુખની ઇચ્છાથી સમ્યક્ દર્શનાદિ માર્ગ વડે મોક્ષે જવા માટે દુર ભવ સમુદ્રને તરે છે.
[૫૦૨] જે માર્ગને પૂર્વે મહાપુરુષોએ આચરીને - x • ભૂત આદિ કાળમાં અનંતા જીવો સંપૂર્ણ કર્મ કચરો દૂર કરીને સંસારથી મુક્ત થયા છે - તર્યા છે. હાલમાં પણ સામગ્રી મેળવીને સંગાતા જીવો મહાવિદેહમાં સર્વદા સિદ્ધિનો સદુભાવ હોવાથી તરી રહ્યા છે, ભાવિકાળમાં પણ અનંત કાળની અપેક્ષાએ અનંતા જીવો તરશે. આ પ્રમાણે ત્રણે કાળમાં પણ સંસારસમુદ્રને પાર ઉતારનાર, મોક્ષમાર્ગનું કારણ એવા પ્રશસ્ત ભાવમાર્ગને કેવળજ્ઞાન વડે તીર્થકરે ઉપદેશેલ છે, તે મેં સારી રીતે સાંભળી અવધારેલ છે, તે તમને સાંભળનારાને કહીશ.
સધમસ્વિામી જંબુસ્વામીને આશ્રીને બીજા પ્રાણીઓને પણ ઉપદેશ કહે છે - તે દશવેિ છે - હે મનુષ્યો! ચાાિ માર્ગને હું કહું છું, તે અભિમુખ થઈને તમે સાંભળો. પરમાર્થ કથનમાં અતિ આદર ઉત્પન્ન કરવા માટે આ પ્રમાણે શરૂઆત કરે છે.
[૫o3] યાત્રિ માર્ગમાં પ્રાણાતિપાતવિરમણ મુખ્ય હોવાથી તથા તેના પરિજ્ઞાન માટે જીવ સ્વરૂપના નિરપણને માટે કહે છે - પૃથ્વી પોતે કે પૃથ્વી આશ્રિત જીવો, તે પૃથ્વી જીવો, તે દરેક જુદા શરીરવાળા જાણવા. તથા પાણી અને અગ્નિ જીવો પણ જાણવા. બીજા વાયુ જીવો છે. એ રીતે ચાર મહાભૂત આશ્રિત પૃથક્ જીવો પ્રત્યેક શરીરવાળા જપવા. આ પૃથ્વી, પાણી, તેઉ, વાયુ આશ્રિત જીવો જુદા જુદા શરીરવાળા છે.
હવે કહેવાનાર વનસ્પતિ જીવો સાધારણશરીરત્વથી જુદા શરીરવાળા નથી. • x -
જે સૂક્ષમ વનસ્પતિકાય છે તે બધાં નિગોદરૂપ છે, સાધારણ શરીરી છે, બાદરમાં સાધારણ, અસાધારણ બે ભેદ છે. તેમાં પ્રત્યેક શરીરીમાં અસાધારણના કોઈક ભેદ દશવિ છે - દર્મવિરણાદિ તૃણ, આંબો અશોકાદિ વૃક્ષ, શાલિ ઘઉં આદિના બીજ, આ બધાં વનસ્પતિકાય જીવો જાણવા. આના વડે બૌદ્ધ આદિ મતોનું ખંડન કરેલું જાણવું.
આ પૃથ્વી આદિ જીવોનું જીવત્વ પ્રસિદ્ધિ સ્વરૂપનું નિરૂપણ આચારાંગમાં પહેલા શઅપરિજ્ઞા નામક અધ્યયનમાં બતાવેલ હોવાથી અહીં જણાવતા નથી.
| [૫૦૪] છટ્ટા જીવનિકાયને બતાવે છે - પૃથ્વી, અપ, તેઉં, વાયુ, વનસ્પતિ છે પાંચ એકેન્દ્રિય સૂમ, બાદર, પર્યાપ્ત, અપયત ભેદથી પ્રત્યેકના ચાર ભેદ છે.
હવે ત્રસજીવ કહે છે, ત્રાસ પામે તે ત્રસ - બે, ત્રણ, ચાર, પાંચ ઇન્દ્રિયોવાળા