________________
૧/૮/-/૪૧૩,૪૧૪
૧૯૫
સૂત્ર-૪૧૩,૪૧૪ ઃ
તીર્થંકરે પ્રમાદને કર્મ અને અપ્રમાદને અકર્મ કહેલ છે. બાળ કે પંડિત તો ભાવની અપેક્ષાએ જ થાય છે...કોઈ જીવ પાણીના ઘાતને માટે શસ્ત્રોનું શિક્ષણ લે છે, કોઈ પ્રાણી-ભૂતોના વિનાશ માટે મંત્રોનું અધ્યયન કરે છે. • વિવેચન-૪૧૩,૪૧૪ -
– જેના વડે પ્રાણીઓ સદનુષ્ઠાન રહિત થાય તે પ્રમાદ કહેવાય છે - તે મધ વગેરે છે. કહ્યું છે કે - મધ, વિષય, કષાય, નિદ્રા અને વિકથા એ પાંચ પ્રમાદ છે અને તે દૂષણરહિત તે અપ્રમાદ છે, એમ વીતરાગ પ્રભુએ કહ્યું છે. આવો પ્રમાદ કર્મોના ઉપાદાન ભૂત હોઈ તીર્થંકરો તેને કર્મ કહે છે અને અપ્રમાદને અકર્મ કહે છે. સારાંશ એ કે - પ્રમાદયુક્ત જીવ કર્મ બાંધે છે, કર્મ સહિત જીવના જે ક્રિયાનુષ્ઠાન જે તે બાલવીર્ય છે તથા અપ્રમત્તને કર્મનો અભાવ થાય છે આવા સાધુનું અનુષ્ઠાન તે પંડિતવીર્ય છે. આ પ્રમાણે પ્રમાદી સકર્મીનું બાલવીર્ય અને અપ્રમાદી અકર્મીનું પંડિતવીર્ય જાણવું. તે બંને વીર્યનો ભાવ-સત્તા - ૪ - આદેશ બતાવે છે - અભવીનું બાલવીર્ય અનાદિ અનંત છે, ભવીનું બાલવીર્ય અનાદિસાંત કે સાદિ સાંત છે પંડિતવીર્ય તો
સાદિ સાંત જ હોય.
– તેમાં પ્રમાદથી મૂઢ થયેલા સકર્મીના બાલવીર્યને બતાવે છે - શસ્ત્ર - તલવાર આદિ અથવા શાસ્ત્ર એટલે ધનુર્વેદ, આયુર્વેદ આદિ જીવહિંસાકારી છે, તેને સાતાૌરવ ગૃદ્ધો કેટલાંક ઉધમ કરીને શીખે છે. તે શિક્ષણ પછી પ્રાણીના વિનાશને માટે થાય છે. જેમકે તેમાં બતાવે છે કે આ રીતે આલીઢ, પ્રત્યાીઢ વડે જીવોને મારવા માટે સ્થાન કરવું. તે માટે કહે છે–
જેને મારવા હોય તેને પોલી મુટ્ઠીમાં લક્ષમાં લેવું, તેમાં દૃષ્ટિ રાખવી, તે વખતે જો માથું ન હલાવે તો લક્ષ્યમને હણે તથા લવકરસ ક્ષય રોગીને આપવો અથવા અભયારિષ્ટ નામે દારુ આપવો. ચોર આદિને શૂલારોપણ આદિ દંડ દેવો ચાણક્યના અભિપ્રાયથી ધન માટે બીજાને ઠગવો તથા કામશાસ્ત્રાદિ અશુભ અધ્યવસાયથી ભણે. આ રીતે ધનુર્વેદાદિ શાસ્ત્રનો જે અભ્યાસ તે સર્વે બાલવીર્ય છે. વળી કોઈ પાપના ઉદયથી મંત્રો જેમાં અશ્વમેધ, પુરુષમેધ આદિ - ૪ - શીખે છે, તે કેવા છે, તે બતાવે છે— બેઇન્દ્રિયાદિ પ્રાણો, પૃથિવ્યાદિ ભૂતો, તેમને અનેક પ્રકારે બાધક ઋગ્વેદના મંત્રોને ભણે છે, તે કહે છે - અશ્વમેધ યજ્ઞના વચનથી મધ્યમ દિને ૫૯૭ ૫શુઓ મારવા. હવે શસ્ત્ર શબ્દની નિયુક્તિ કહે છે–
[નિ.૮] શસ્ત્ર-અસિ, ખડ્ગાદિ હથિયાર તથા વિધા કે મંત્ર અધિષ્ઠિત દેવકૃત કર્મ પાંચ ભેદે છે - પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ સંબંધિ અને મિશ્ર.
- સૂત્ર-૪૧૫,૪૧૬ -
માયાવી માયા કરીને કામભોગનું સેવન કરે છે. સ્વસુખના અનુગામી એવા તે હનન, છેદન, કર્તન કરે છે...તે અસંયમી મન, વચન અને કાયાથી તથા તંદુલમવત્ મનથી આલોક-પરલોક અને બંને માટે પ્રાણિઘાત કરે છે.
૧૯૬
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧
• વિવેચન-૪૧૫,૪૧૬ :
માયા એટલે બીજાને ઠગવાની બુદ્ધિ. તે જેનામાં હોય તે માયાવી બીજાને ઠગે
છે. માયાના ગ્રહણથી ક્રોધી, માની, લોભી પણ લેવા. તેઓ કામેચ્છા તથા શબ્દાદિ વિષયરૂપ ભોગોને સેવે છે. પાઠાંતરથી મન-વચન-કાયાથી આરંભમાં વર્તે છે, ઘણાં જીવોને મારતો, બાંધતો, નાશ કરતો, આજ્ઞા પળાવતો, ભોગનો અર્થી બની ધનોપાર્જન માટે પ્રવર્તે છે. આ પ્રમાણે પોતાના સુખના લોલુપી અને દુઃખના દ્વેષીઓ વિષયાસક્ત બનીને કષાયથી કલુષિત અંતર્ આત્માવાળા થઈ આવા બને છે - પ્રાણીઓને હણનારા, કાન-નાક છેદનારા અને પીઠ, પેટ વગેરે છેદનારા - આ બધું તેઓ કેમ કરે છે? તે કહે છે
જીવોને દુઃખ આપવાનું કાર્ય મનથી, વચનથી, કાયાથી કરતા, કરાવતા, અનુમોદતા અને કાયાથી અશક્ત હોય તો પણ તંદુલીયા મત્સ્ય વડે મનથી જ પાપાનુષ્ઠાનના અનુમોદનથી કર્મ બાંધે છે તથા આરત-પરત લૌકિકવાણી યુક્તિલોકવાયકા પ્રમાણે આલોક, પરલોક બંને માટે પોતે કરીને, બીજા પાસે કરાવીને તે અસંચતો જીવોને ઉપઘાત કરનારા હોય છે.
હવે તે જીવોને દુઃખ દેવાના કર્મનો વિષાક સૂત્રકાર દર્શાવે છે– - સૂત્ર-૪૧૭,૪૧૮ :
તૈરી તૈર બાંધે છે, પછી વૈરની પરંપરા થાય છે, સાવધ અનુષ્ઠાથી પાય પ્રવૃત્તિ કરે છે અને છેલ્લે દુઃખના ભાગી થાય છે...આત્મદુષ્કૃતકારીઓ સાંપરાયિક કર્મો બાંધે છે, રાગ-દ્વેષના આશ્રયથી તે અજ્ઞાની ઘણાં પાપો કરે છે. • વિવેચન-૪૧૭,૪૧૮ :
વૈર જેને હોય તે વૈરી, તે જીવનો હત્યારો સેંકડો જન્મના અનુબંધવાળા ટૈરો બાંધે છે પછી પણ બીજા-બીજા પૈરોથી બંધાય છે, વૈર પરંપરા વધારે છે. એ રીતે પાપની સમીપ જઈને તે પાપી સાવધ અનુષ્ઠાનથી જેનો વિપાક થતાં દુઃખનો સ્પર્શ થાય તેવા અસાતા વેદનીયના ફળ ભોગવે છે.
કર્મ બે પ્રકારે - ઈર્યાપથ અને સાંપરાયિક. તેમાં જે બાદર કષાયથી આવે તે
સાંપરાયિક કર્મ, તે જીવોની હિંસાથી વૈરાનુબંધ થકી, પોતે પાપ કરીને કર્મો બાંધે છે, તેને જ વિશેષથી કહે છે - કષાયથી કલુષ અંતરાત્માનો સારા-નરસાનો વિવેક ભૂલીને તે અજ્ઞાની ઘણાં પાપો બાંધે છે.
આ પ્રમાણે બાલવીર્યને બતાવીને ઉપસંહારાર્થે કહે છે—
- સૂત્ર-૪૧૯,૪૨૦ :
આ અજ્ઞાની જીવોનું સકર્મવીર્ય કહ્યું. હવે પંડિતોનું અકર્મવીર્ય મારી પાસે સાંભળો...અકષાયી બંધનથી મુક્ત છે, સર્વે બંધનો છોડીને, પાપ કર્મને તજીને,
અંતે સર્વે શલ્યોને-પાપકર્મોને કાપી નાંખે છે.
• વિવેચન-૪૧૯,૪૨૦ :
– આ પ્રમાણે પૂર્વે બતાવેલ, પ્રાણીઓને મારવા માટે કોઈ શસ્ત્ર કે શાસ્ત્ર