________________
૧/૪/૮
૧૮
૧૬૭ ન આપે તો તેના પર કોપ કરતો નથી, પણ મારા આ અલાભકર્મનો ઉદય છે, તેમ માની ન મળવાથી મને તપનો લાભ થશે તેમ વિચારે. કોઈ થોડું આપે કે તુચ્છ અs આપે તો પણ તેને ન નિંદે. - * - કોઈ ના પાડે તો પણ રીસાયા વિના ત્યાંથી ખસી જાય, ક્ષણ માત્ર ત્યાં ન રહે, ન દીનતા લાવે, ન દાતાને કટુ વચન કહે.
કહ્યું છે કે, “હે ઉદારમતિ સ્ત્રી ! તને જોઈ, તારો અનુભવ કર્યો, તારું જ પાણી પીધું, તારું નામ સારું, પણ દર્શન નહીં સારું.” આવું ન બોલે.
ભિક્ષાદિ પ્રાપ્ત થાય તો ચાલતા થવું પણ ત્યાં રહી ઉંચા-નીચા વચન વડે સ્તુતિ-નિંદા ન કરે. ભાટની જેમ તેની ભાટાઈ ન કરે.
ઉપસંહાર કરતા કહે છે - પ્રવજ્યાના નિર્વેદરૂપ અદાનથી કોપે નહીં, થોડું આપે તો નિંદે નહીં, ના પાડે તો રોકાય નહીં - તે મોક્ષાર્થી સાધુનું આચરણ છે. તું પણ અનેક ભવ કોટિએ મુશ્કેલીથી પ્રાપ્ત સંયમને પામીને સારી રીતે પાળજે. આ પ્રમાણે ગુરૂ શિષ્યને કહે અથવા આત્માને સમજાવે. - X -
અધ્યયન-૨ “લોકવિજય’ના ઉદ્દેશા-૪ “ભોગાસક્તિ'નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
- X - X - X - X - X - X :
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ " અધ્યયન-૨ ઉદ્દેશો-૫ “લોકનિશ્રા” ધું • ભૂમિકા :
ચોથો ઉદ્દેશો કહ્યો. હવે પાંચમાંની વ્યાખ્યા કહે છે. તેનો સંબંધ આ રીતે છે • આ ભોગોનો ત્યાગ કરી ‘લોકનિશ્રા’એ સંયમદેહ પાળવાને માટે વિહરવું યુક્ત છે. તે આ ઉદ્દેશામાં બતાવે છે. આ લોકમાં સંસાથી ખેદ પામેલા, ભોગનો અભિલાષા
જેલા મુમુક્ષોએ ગૃહિત પાંચ મહાવ્રતભાર વડે નિવધ અનુષ્ઠાન કરનારે દીર્ધસંયમ યાત્રાર્થે દેહપરિપાલન માટે લોકનિશ્રા વડે વિહરવું જોઈએ. કેમકે આશ્રય વિના દેહસાધના ન થાય. દેહ વિના ધર્મ ન થાય.
ધર્મમાં વિચરતા સાધુને લોકમાં પાંચ નિશ્રા પદો છે. રાજા, ગૃહસ્થ, છકાય, સાધુગણ અને શરીર, વસ્ત્ર, પાત્ર, અન્ન, આસન, શયનાદિ સાધનો છે. તેમાં પણ પ્રાયઃ નિરંતર આહારનો મુખ્ય ઉપયોગ છે. તે લોકમાંથી જ શોધવાનો છે. લોકો વિવિધ ઉપાયોથી પોતાના પુત્ર, શ્રી આદિ માટે આરંભમાં પ્રવર્તેલા છે. તેમને ત્યાં સાધુએ સંયમ દેહના નિર્વાહ માટે આજીવિકા શોધવી જોઈએ. તે
• સૂત્ર-૮૮ -
ગૃહસ્થો જે આ વિવિધ શસ્ત્રો વડે લોકમાં કર્મ સમારંભ કરે છે. તે આ પ્રમાણે - તે પોતાના પુત્રો, પુત્રી, પુત્રવધૂ, કુંટુબી, ધાઈ, રાજા, દાસ, દાસી, કર્મચારી, કર્મચારીણી, મહેમાન આદિને માટે વિવિધ લોકોને દેવા માટે, સાંજસવારના ભોજન માટે - આ પ્રકારે સંનિધિ અને સંનિચય કરે છે.
• વિવેચન :
તત્વને ન જાણનારે સુખ પ્રાપ્તિ અને દુઃખ છોડવા માટે વિવિધ પ્રકારના શસ્ત્રો વડે પ્રાણીને દુ:ખ આપનારા બે પ્રકારના શસ્ત્રો બતાવ્યા છે. તે દ્રવ્ય અને ભાવ બે ભેદે છે. તેના વડે પોતાના શરીર, પુત્ર, પુત્રી, પુત્રવધૂ આદિને માટે કર્મો - આરંભ સમારંભો કરે છે તે કહે છે
સુખ મેળવવું, દુ:ખ છોડવું, તે માટે કાયિક, અધિકરણિકી, પ્રાàષિકી, પારિતાપનિકી અને પ્રાણાતિપાત રૂ૫ કિયા અથવા કૃષિ, વાણિજ્યાદિપ સંરંભ, સમારંભ અને આરંભ કરે છે. તેમાં સંરંભ એટલે ઇટ પ્રાપ્તિ અને અનિષ્ટ ત્યાગ માટે પ્રાણાતિપાતાદિ સંકલાનો આવેશ જાણવો.
સમારંભ એટલે સંકલ્પના સાધનો ભેગા કરવા માટે કાયા અને વાણીના વ્યાપાર જનિત પરિતાપનાદિ લક્ષણ પ્રવૃત્તિ. આરંભ એટલે ત્રણ દંડના વ્યાપારથી મેળવેલ તથા ઉપયોગમાં લીધેલ પ્રાણાતિપાતાદિ ક્રિયા. અથવા આઠ પ્રકારના કર્મનો સમારંભ એટલે વસ્તુ મેળવવાના ઉપાયો કરવા.
સૂરમાં કહેલ ‘નોવા' કયો છે ? જેના માટે આરંભાદિ કરાય છે તે કહે છેતે બાદ મuvo આદિ. જે હેતુથી લોક વિવિધ શસ્ત્ર વડે કર્મસમારંભ કરે છે, તે લોકમાં સાધુ આજીવિકા મેળવે. -> • આત્મા એટલે શરીર તેને માટે રાંધવું વગેરે