________________
૧/૨/૪/૮૪
૧૬૩
૧૬૪
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧
૬ અધ્યયન-૨ ઉદ્દેશો-૪ “ભોગાસક્તિ” પુ • ભૂમિકા :
ત્રીજો ઉદ્દેશો કહ્યો, હવે ચોથા ઉદ્દેશની વ્યાખ્યા કરે છે. આ ઉદ્દેશામાં - ભોગોમાં આસકત ન થવા કહે છે. તે માટે ભોગીને થતાં દુ:ખોને વર્ણવે છે. પૂર્વે પણ તે જ કહ્યું છે. તે અહીં સૂત્રમાં કહે છે–
• સૂત્ર-૮૪ -
પછી તેને કોઈ વખતે રોગ ઉત્પન્ન થાય છે. જેની સાથે તે રહે છે તે જ સ્વજન કોઈ વખતે તેનો તિરસ્કાર - નિંદા કરે છે. પછી તે પણ તેઓનો તિરસ્કા-નિંદા કરે છે. હૈિ પુરુષ !] તે તને શરણ આપવા કે રક્ષણ કરવા સમર્થ નથી. તું પણ તેને શરણ આપવા કે રક્ષણ કરવા સમર્થ નથી. સુખ-દુઃખ પ્રત્યેકના પોતાના પાણીને [ન્દ્રિય વિજય કર] કેટલાંક મનુષ્યો, જે ઇન્દ્રિય વિજય નથી કરી શકતા તે વારંવાર ભોગોના વિષયમાં જ વિચરતા રહે છે.
• વિવેચન :
પૂર્વે કહ્યું છે કે, સંસારમાં વિષયી જીવ પરિભ્રમણ કરે છે. તે જીવ આ દુ:ખોને પણ ભોગવે છે. આ પ્રમાણે અનંતર સૂત્ર સંબંધ છે. પરસ્પર સૂત્ર સંબંધ આ પ્રમાણે • બાળ જીવ નેહમાં પડી કામ ભોગ કરે છે, તે કામ જ દુ:ખરૂપ છે. તેમાં આસક્ત જીવને વીર્થક્ષય, ભગંદર આદિ રોગો થાય છે. તેથી કહે છે, કામાસાિથી અશુભ કર્મ બાંધી, મૃત્યુ પામી, નરકે જાય છે. નરકેથી નીકળી કલલ-ચાબુદ, પેશીરૂપ ગર્ભપસવાદિ દુઃખ ભોગવે છે. તેને પછી અશાતા વેદનીયના વિપાકથી માથું-પેટ આદિ શૂળ ઉત્પન્ન થાય છે. રોગને કારણે એકદા તેના સગા તેની અવજ્ઞા કરે છે, પછી તે તેના સગાને અવગણે છે. તેઓ તારા પ્રાણ કે શરણ થતા નથી, તું પણ તેને પ્રાણ કે શરણ થતો નથી.
આ પ્રમાણે જાણીને જે કંઈ સુખ-દુ:ખ છે તે પ્રાણીના પોતાનાં જ કર્મોનું ફળ છે, તેમ માની રોગ ઉત્પત્તિમાં દીનતા ન લાવવી. ભોગોને યાદ ન કસ્વા. સૂત્રમાં પણ કહ્યું કે, શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શના વિષયની અભિલાષા ન કરવી. • x • x - પૂર્વે યુવાનીમાં તેનો આનંદ ન લીધો, તે યાદ ન કરવું, જો કે આવા અધ્યવસાયો કોઈકને જ થાય તે કહે છે • સંસારમાં વિષયસના કડવાં ફળ જામ્યા નથી તેવા બ્રહ્મદd આદિને ભોગની ઇચ્છા થાય, પણ સનતકુમાર આદિ જેવાને ન થાય.
તેથી - બ્રહ્મદd મારણાંતિક રોગ વેદનાથી અભિભૂત, સંતાપના અતિશયથી પ્રિય સ્ત્રીને સ્પર્શ કરવા માફક વિશ્વાસ ભૂમિમાં મૂછનિ પામેલો તેને બહુમાનતો - x - વિષમતાથી વિજયી બનેલો, ગ્લાની યુક્ત, દુ:ખથી ઘવાયેલો, કાળથી પીડિત, નિયતિએ દુર્દશામાં મૂકેલો, દૈવે ભાગ્યહીન બનાવેલો, છેવટના શ્વાસમાં પહોંચેલ, - * * વાયાથી વિહળ, શરીરમાં નિર્બળ, પ્રચૂર પ્રલાપ કરતો ઇત્યાદિ અવસ્થા અનુભવતો મહા મોહોદયથી ભોગનો ઇછુક થઈ પાસે બેઠેલી પત્ની કે જે પતિના દુઃખે દુ:ખી
થયેલી છે તેને કુરમતી ! કુરમતી ! પોકારતો તેણીના દેખતા સાતમી નમ્ફ ગયો.
ત્યાં પણ અતીશય વેદના ભોગવતો છતાં વેદનાને ન ગણકારતો કુરૂમતિને બોલાવે છે. આ પ્રમાણે ભોગાસતિ ત્યાગ કેટલાકને દુષ્કર છે. ઉદાર સાવશાળી મહાપુરુષોને તે દુકર નથી કે જેમણે આત્માથી શરીરને જુદુ જાણેલ છે. જેમસનતકુમાર આદિએ ભયંકર રોગના ઉદયમાં પણ એમ વિચાર્યું કે આ મારા જ પૂર્વકૃત કર્મોનું ફળ છે. એવા નિશ્ચયપૂર્વક કર્મ સમૂહને છેદવા ઉધત થયેલાને મનમાં જરા પણ પીડા થતી નથી. કહ્યું છે કે
[ઉત્તમપુરષો પોતાના આત્માને સમજાવે છે–] જે મોહરૂપી પાણીવાળો અને અશુભ જન્મરૂપી ‘આલવાલ’વાળો છે, રાગ-દ્વેષ, કષાયરૂપી સંતતિ વડે નિર્વિદનપણે મોટું બીજ તેં સેપ્યું છે, તે રોગ વડે અંકુરિત થયું છે, વિપદા તેના ફૂલો છે. એવું કમરૂપી વૃક્ષ તે કર્યું છે. હવે જો તેને સારી રીતે સહન નહીં કરે તો અધોગતિના દુ:ખવાળા ફળોને પામીશ. આ દુ:ખો ફરીથી પણ તારે ભોગવવા પડશે. કેમકે સંચિત કર્મોનો નાશ તિશે થતો નથી. આ સમજીને જે દુ:ખ આવે તે સહન કર. તે જ વિવેક છે. બીજો કોઈ વિવેક નથી..
ભોગોના મુખ્ય કારણરૂપ ધનને સૂત્રકાર જણાવે છે– • સૂત્ર-૮૫ -
ત્રણ પ્રકારે [d, પર કે ઉભય તેની પાસે થોડી કે ઘણી મિલ્કત થાય છે. તેમાં ભોગી આસકત બનીને રહે છે. એ રીતે કોઈ વખતે તેની પાસે ભોગવ્યા પછી બચેલી સંપત્તિ એકઠી થાય છે. તેને પણ કોઈ વખતે સ્વજનો વહેંચી લે છે, ચોરો ચોરી લે છે, રાજા લુંટી લે છે, નાશ કે વિનાશ પામે છે. આગ લાગવાથી તે બળી જાય છે.
તે અજ્ઞાની બીજાને માટે ક્રૂર કમ કરતો મૂઢ થઈ વિપરીત ભાવ પામે છે [અથવા દુ:ખથી મૂઢ બની વિપરીત પ્રવૃત્તિ કરે છે.]
• વિવેચન :
ત્રણ પ્રકારે તેની પાસે થોડી કે ઘણી ધનસંપત્તિ થાય છે. તે તેમાં જ આસકત થઈને રહે છે. તે માને છે કે આ ધન ભવિષ્યમાં ભોગવી શકાશે. તે કોઈ વખતે તે માટે મોટા ઉપકરણો રાખે છે. તો પણ તે ધન નાશ પામે છે. સ્વજનો વહેંચી લે, ચોરો હરી લે, રાજા લુંટી લે, નાશ પામે કે ઘર બળી જાય. આ ધનને માટે દુર કર્મ કરતો અજ્ઞાની જીવ તેના દુ:ખ વડે મૂઢ બને છે. એ બધું પૂર્વે વ્યાખ્યા કર્યા મુજબ સમજી લેવું. આ પ્રમાણે દુઃખવિપાકી ભોગોને જાણીને શું કરવું ? તે કહે છે
• સૂણ-૮૬ :
હે વીર પણ ! તું ભોગની આશા અને સંકલ્પ છોડી દે - આ ભોગશલ્યનું સર્જન તેં જ કર્યું છે. જે ભોગથી સુખ છે, તેનાથી જ દુ:ખ પણ છે. આ વાત મોહથી આવૃત્ત મનુષ્ય સમજી શકતો નથી.
આ સંસાર સ્ત્રીઓ દ્વારા પરાજિત છે. હે પુરુષ ! તે લોકો કહે છે કે આ