________________
૧૪૨
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧
૧/૨/૧/૬૪
૧૪૧ * * * * * ઉભેધ અંગુલના અસંખ્યય ભાગ જેટલા શુદ્ધ આત્મપ્રદેશના પ્રતિનિયત ચક્ષ આદિ ઇન્દ્રિયોના સંસ્થાન વડે અંદર રહેલ વૃતિ તે અંતર નિવૃત્તિ અને -x - x • નિમણિનામકર્મ જન્ય બાહ્ય વિભાગ તે બાહ્ય નિવૃત્તિ. આ બંને નિવૃત્તિ ઇન્દ્રિય વડે જેના ઉપર ઉપકાર કરાય છે ઉપકરણ છે, તે ઇન્દ્રિયોના કાર્યોમાં સમર્થ છે. વળી - X - X - નિવૃત્તિ ઇન્દ્રિયમાં ઉપઘાત થાય અંદર આત્માની શક્તિ છતાં તેની જોવા વગેરેની ક્રિયા થતી નથી.
ઉપકરણ ઇન્દ્રિય પણ નિવૃતિ માફક બે પ્રકારે છે. તેમાં આંખની અંદરનું કાળ, ધોળ, મંડલ છે અને બહાર પાંદડા આકારે પાંપણ આદિ છે આ પ્રમાણે બીજી ઇન્દ્રિયોમાં પણ જાણી લેવું.
ભાવેન્દ્રિય પણ લધિ-ઉપયોગ બે ભેદે છે. લબ્ધિ એ જ્ઞાન-દર્શન આવરણીય કર્મના ક્ષયોપશમરૂપ છે. જેના સંવિધાનથી આભા દ્રવ્યેન્દ્રિય નિવૃત્તિ તરફ જાય છે. તે નિમિતે આત્મા મન વડે પદાર્થ ગ્રહણ કરે છે જે ઉપયોગ કહેવાય. * * * * * હવે બધી ઇન્દ્રિયોના આકાર જણાવે છે –
આકારથી કાન કદંબપુષ્પ જેવા, આંખ મશુર જેવી, નાક કલંબુકા પુષ્પ જેવું. જીભ સુપ્ર જેવી અને સ્પર્શનેન્દ્રિયનો આકાર વિવિધ પ્રકારનો છે.
વિષય પરિમાણ - કાન બાર યોજનથી આવેલા શબ્દને ગ્રહણ કરે, આંખ ૨૧-લાખ યોજનાથી કંઈક દૂરની વસ્તુ ને જુએ, પ્રકાશક વસ્તુ સાતિક એક લાખ યોજન હોય તો તેવા રૂપને ગ્રહણ કરે. બાકીની ઇન્દ્રિયો નવ યોજન દૂરના વિષયને ગ્રહણ કરે. જઘન્યથી તો બધી ઇન્દ્રિયનો વિષય અંગુલનો અસંખ્યય ભાગ માત્ર છે.
મૂળ સૂત્રમાં શ્રોત્ર (કાન)ના પરિજ્ઞાનની હાનિ થતાં શું ? તે બતાવેલ છે. તેનો પરમાર્થ એ છે કે - અહીં સંજ્ઞી પંચેન્દ્રિય જીવને ઉપદેશ-દાનનો અધિકાર છે. જે કાનનો વિષય છે. તેથી તેની પતિમાં બધી ઇન્દ્રિયોની પતિ સૂચવી છે. શ્રોત્ર આદિનું વિજ્ઞાન ઉંમર વધતા ઘટે છે. તેથી સૂત્રમાં મર્જાતે ૨ આદિ કહ્યું છે
પ્રાણીઓની કાળકૃત શરીરાવસ્થા ચૌવન આદિ વય છે. તે વૃદ્ધાવસ્થા કે મૃત્યુ સામે જતાં ઘટે છે. શરીર્તી ચાર અવસ્થા છે - કુમાર, ચૌવન, મધ્યમ, વૃદ્ધત્વ, કહ્યું છે કે, પહેલી વયમાં વિધા ન ભણ્યો, બીજીમાં ઘન ન મેળવ્યું, બીજીમાં તપ ન કર્યો તે વૃદ્ધત્વ-ચોથીમાં શું કરશે ? પહેલી બે અવસ્થા જતાં વૃદ્ધાવસ્થા પ્રતિ વય જાય છે. અથવા અવસ્થા બીજી ત્રણ રીતે છે - કુમાર, યૌવન, વૃદ્ધાવ. કહ્યું છે
- કુમાર વયમાં પિતા રક્ષા કરે છે, ચૌવનમાં પતિ અને વૃદ્ધત્વમાં પત્રો રક્ષા કરે છે. પણ સ્ત્રી કોઈ અવસ્થામાં સ્વાતંત્ર્ય યોગ્ય નથી.
અથવા બીજી રીતે ત્રણ અવસ્થા છે. બાળ, મધ્ય, વૃદ્ધત્વ. કહ્યું છે કે, દૂધ અને અન્ન ખાનાને સોળ વર્ષ સુધી બાળક કહેવો. સીતેર વર્ષ સુધી મધ્ય અને પછી વૃદ્ધ કહેવો. આ બધી અવસ્થામાં પણ ઉપચયવાળી અવસ્થામાં પણ ઉપચયવાળી અવસ્થા છોડીને આગળ વધેલો અતિકાંત વયવાળો જાણવો.
અહીં માત્ર શ્રોત્ર આદિ પાંચના જ્ઞાનની વાત ન લેવી. પણ તેની સાથે શરીરની બીજી શક્તિઓ પણ નાશ થતાં મૂઢત્વ આવે છે. તેથી વય ઓળંગતા તે પ્રાણી નિશ્ચયથી વધુ મૂઢપણું પામે છે. તેથી ઇન્દ્રિયોના જ્ઞાનની હાનિ કે વય વધતા પ્રાણી મૂઢતા-આત્મવિવેક અભાવ પામે છે, આ પ્રમાણે વૃદ્ધcવમાં મૂઢ ભાવ પામી, પ્રાયઃ લોકમાં તીરસ્કાર યોગ્ય બને છે તે વાત સૂત્રમાં કહે છે
• સૂત્ર-૬૫ -
તે જેમની સાથે રહે છે, તે વજન આદિ તેને અપમાનજનક વચનો કહે છે. પછી તે પણ સ્વજનોની નિંદા કરે છે. તેઓ તારી રક્ષા કરવા કે શરણ આપવા સમર્થ નથી. તું પણ તેની રક્ષા કરવા કે શરણ આપવા અસમર્થ છે.
તે વૃદ્ધ હાસ્ય, ક્રિડા, રતિ કે શૃંગારને યોગ્ય રહેતો નથી. • વિવેચન :
બીજા લોકો તો ઠીક, પણ જેની સાથે ઘરમાં રહે છે તે પોતાના સ્ત્રી, પુત્રાદિ પણ વૃદ્ધાવસ્થામાં કે જેને પોતે સમર્થ હતો ત્યારે પોપ્યા હતા, તે તેની અવજ્ઞા કરે છે. કહે છે કે, આ મરતો નથી અને માંચો મુકતો નથી અથવા પરાભવ કરે કે “હવે આ ડોસો શું કામનો છે ?' તેમ કહે. એટલું જ નહીં, પોતે પણ પોતાને નિંદવા યોગ્ય થાય છે તે બતાવે છે - કરચલી પડી છે, હાડકાં જ રહ્યા છે, ઢીલાં પડેલા
સ્નાયુ ધારણ કર્યા છે. તે જોઈને પોતે જ પોતાના શરીરની જુગુપ્સા કરે છે, તો સુંદર શરીરવાળી સ્ત્રી નિંદા કરે તેમાં શું નવાઈ ?
- X - X - આ વાત દેહાંતથી બતાવે છે - કૈલાંબી નગરીમાં ધનવાનું અને ઘણાં પુગોવાળો ધન સાર્થવાહ હતો. એકલાએ સ્વપ્રયત્નથી ઘણું ધન મેળવેલું. તેના દુ:ખી એવા બધાં સ્વજનાદિ માટે તે ધનનો ઉપયોગ કરેલો. ઉંમર વધતાં તે શેઠ વૃદ્ધ થયા. હોશીયાર પુત્રોને બધો કાર્યભાર સોંપી દીધો. મો પણ તેમનો ઉપકાર માનતા કુળ અનુરૂપ સજ્જનતા ધારણ કરીને રહ્યા. તેમની પત્નીઓ પણ તે વૃદ્ધ શેઠને તેલમર્દન, સ્નાન, ભોજનાદિથી યોગ્ય કાર્ય સંતોષ પમાડતી હતી. કેટલાક કાળ પછી ઘરમાં પુત્ર-પરિવાર, માલ-મિલ્કત વધતાં સ્ત્રીઓ ઘમંડી બની ત્યાં સુધીમાં ધન શેઠ વૃદ્ધ અને પરવશ થઈ ગયો, તેનું શરીર કંપવા લાગ્યું. બધાં દ્વારા ગળવા લાગ્યા. ઘરની સ્ત્રીઓ ઉપચારમાં પ્રમાદી બની.
આ ડોશો પણ સેવાને ઓછી થતી જોઈ ક્રમશઃ દુ:ખમાં ડૂબીને પુત્રવધૂની ફરિયાદ પુત્રોને કરવા લાગ્યો. તેણી બધી પણ પતિના ઠપકાથી ખેદવાળી બનીને થોડી પણ સેવા કરતી બંધ થઈ. બધી ભેગી મળીને પોત-પોતાના પતિને કહેવા લાગી કે આ બુઢાની બુદ્ધિ ભ્રષ્ટ થઈ છે, તેને અમારી સેવાની કદર નથી, જેના પર વિશ્વાસ હોય તેને આ કામ સોંપી દો. -x - x • કાળ ક્રમે પુત્રો પણ ઉપેક્ષા કરવા લાગ્યા. બીજા પાસે ડોશાની નિંદા કરતા થયા. પુત્ર-પુત્રવધૂથી પરાજિત, નોકરોથી અપમાનીત અને અનાદર પામેલો તે દુ:ખી દુ:ખી થઈ ગયો.
આ પ્રમાણે વૃદ્ધાવસ્થાથી અશક્ત થયેલ શરીરવાળા બીજા પણ અસમર્થ થઈ