________________
૧૨૬
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧
૧/૨/૧/ભૂમિકા
૧૫ વાચવાળો નેતા જાણવો. તેના બે ભેદ છે - (૧) લૌકિક - પ્રગ્રહસ્થાન પાંચ ભેદે છે . રાજા, યુવરાજ, મહાર, અમાત્ય અને રાજકુમાર. (૨) લોકોત્તર પ્રગ્રહસ્થાન પાંચ ભેદે - આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર, ગણાવચ્છેદક.
(૧૧) યોધસ્થાન • પાંચ છે • આલીઢ, પ્રત્યાવીઢ, વૈશાખ, મંડલ, સમપાદ.
(૧૨) અચળસ્થાન ચાર ભેદે. ૧. સાદિ સપર્યવસાન - પરમાણુ આદિ દ્રવ્યનો એક પ્રદેશથી અવસ્થાન જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અસંગેય કાળ, ૨. સાદિ અપર્યવસાન - સિદ્ધોનું ભવિષ્યકાળ રૂ૫. 3. અનાદિ સપર્યવસાન અતીત અદ્ધારૂપ શૈલેશી અવસ્થાના અંત સમયે ભવ્ય જીવોના કામણ, તૈજસ શરીરને આશ્રીને. ૪. અનાદિ અપર્યવસાન - ધર્મ, અધર્મ, આકાશ સંબંધી.
(૧૩) ગણનાસ્થાન - એક, બે થી શીર્ષ પ્રહેલિકા સુધીની ગણના.
(૧૪-૧૫) સંધાનસ્થાન - બે ભેદે છે. (૧) દ્રવ્યથી; (૨) ભાવથી. દ્રવ્ય સંધાનના બે ભેદ ૧-છિન્ન, કંચુક આદિનું સાંધવું, -અછિન્ન-કપડામાં તાણા-વાણી જોડાય છે. ભાવ સંધાનના બે ભેદ ૧-પ્રશસ્ત અછિન્ન ભાવ સંધાન ઉપશમ ક્ષપકા શ્રેણિયો ચઢતા મનુષ્યને અપૂર્વ સંયમાન અછિન્ન જ હોય અથવા શ્રેણિ સિવાય પ્રવર્ધમાન કંડકના લેવા. છિન્ન પ્રશસ્ત ભાવ સંધાન-ભાવથી ઔદયિક આદિ બીજા ભાવમાં જઈને પાછળ શુદ્ધ પરિણામવાળા થઈને ત્યાં આવતા થાય છે.
અપશસ્ત અછિન્ન ભાવ સંધાન ઉપશમ શ્રેણિયી પડતાં અવિશુદ્ધમાન પરિણામવાળા મનુષ્યને અનંતાનુબંધી મિથ્યાત્વના ઉદય સુધી જાણવું અથવા ઉપશમ શ્રેણિ સિવાય કષાયના વશચી બંધ અધ્યવસાય સ્થાનોને ચઢતા અવગાહમાન કરનારાને હોય છે. અપશસ્ત છિન્ન ભાવ સંધાન ઔદયિક ભાવથી ઔપશમિકાદિ ભાવાંતર સંક્રાતિ કરી પુનઃ તે જ ભાવમાં ગમન.
અહીં સંધાન અને ભાવસ્થાનનું જોડકું સાથે જ કહ્યું. તેમાં સંધાનસ્થાન દ્રવ્ય વિષયનું અને બીજું ભાવવિષયનું છે અથવા ભાવસ્થાન જે કષાયોનું સ્થાન છે તે અહીં લેવું કારણ કે તેઓને જ જીતવાપણાનો અધિકાર છે. તે શબ્દાદિ વિષયને આશ્રીને થાય છે, તે બતાવે છે–
[નિ.૧૭૬] કામ એટલે ઇચ્છા અનંગરૂપ. તેના ગુણોને આશ્રીને ચિત્તનો વિકાર છે તે દશવિ છે - તે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એ પાંચ છે. તે પાંચ વ્યસ્ત કે સમસ્ત વિષય સંબંધી જે જીવનું વિષય સુખ ઇચ્છાથી અપરમાર્થદર્શીનું સંસાપ્રેમી જીવને ગ દ્વેષરૂપ તિમિરથી મનોજ્ઞ-અમનોજ્ઞ વિષય પ્રાપ્ત થતાં કપાયો ઉદ્ભવે છે, તે મળનું વૃક્ષ તે સંસારનો ઉદભવ. તેથી શબ્દાદિ વિષયોથી ઉત્પન્ન કપાયો સંસારિવષયનું મૂળ સ્થાન છે. આ પ્રમાણે કહેવાય છે કે
ગાદિ ડામાડોળ થયેલ ચિતવાળો જીવ પરમાર્થને ન જાણવાથી આત્માને તેની સાથે કંઈ સંબંધ નથી છતાં વિષયને આત્મરૂપ માની આંઘળાથી પણ વધુ અંધ બની કામી જીવ સ્મણીય વિષયો જોઈને આનંદ પામે છે.” તેથી કહ્યું છે–
અંધ જગતમાં દેશ્ય વસ્તુ જોતો નથી. પણ ગાંધ આત્મા આત્મભાવને
છોડીને અનાત્મભાવને જુએ છે. કામી પુરુષ પ્રિય સ્ત્રીના શરીરને કુલ, કમળ, પૂર્ણ ચંદ્ર, કળશ... આદિ ગંદકીના ઢગલાની ઉપમા આપી, તેમાં આનંદ માને છે અથવા કર્કશ શબ્દ સાંભળી તેમાં દ્વેષ કરે છે. તેથી મનોજ્ઞ-અમનોજ્ઞ શબ્દાદિ વિષયો કષાયોનું મૂળ સ્થાન છે. તે કષાયો સંસારોનું મૂળ છે.
જો શબ્દાદિ વિષયો કપાય છે તો તેનાથી સંસાર કઈ રીતે છે ?
કર્મ સ્થિતિનું મૂળ કપાય છે. કર્મસ્થિતિ એ સંસારનું મૂળ છે. સંસારીને અવશ્ય કષાયો હોય છે, તે હવે નિયુક્તિ ગાયામાં કહે છે–
[નિ.૧૭] જેમ સર્વ વૃક્ષોના મૂળો પૃથ્વીમાં રહેલા છે, તેમ કર્મવૃક્ષના કષાયરૂપ મૂળો સંસારમાં રહેલા છે. પ્રશ્ન - કર્મનું મૂળ કષાય છે, તે કેમ મનાય ? તે કહે છે - મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ એ બંધના હેતુ છે, કહ્યું છે કે
“હે ભગવન્ ! જીવ કેટલાં સ્થાન વડે જ્ઞાનાવરણીય કર્મ બાંધે ? - હે ગૌતમાં રાગ અને દ્વેષ બે સ્થાન વડે બાંધે. રાગ બે પ્રકારે છે - માયા અને લોભ, હેપ બે ભેદે છે - ક્રોધ અને માન. આ ચાર સ્થાનો વડે વીર્યના જોડવાથી જ્ઞાનાવરણીય કર્મ બાંધે. આ પ્રમાણે આઠે કર્મોમાં જાણવું. તે કષાયો મોહનીયના અંતર્વતી છે અને આઠ પ્રકારના કર્મોનું મૂળ છે. હવે કામગુણોનું મોહનીયપણું દશાવે છે.
[નિ.૧૮] પૂર્વે કહેલ કર્મવૃક્ષના પ્રકારો કેટલા છે ?, કયા કારણવાળા છે ?
આઠ પ્રકારના કર્મવૃક્ષો છે. તે બધાનું મૂળ મોહનીય છે. માત્ર કપાયો જ નહીં, કામગુણો પણ મોહનીય મૂળવાળા છે, જે “વેદ'ના ઉદયથી કામ'થાય છે. વેદ” મોહનીય કર્મની ઉત્તર પ્રવૃત્તિ જ છે. મોહનીય સંસારનું મૂળ કારણ છે. આ પ્રમાણે પરંપરાથી સંસાર, કષાય, કામોનું કારણ હોવાથી મોહનીય પ્રધાનભાવે છે. મોહનીયનો (સર્વથા) ક્ષય થવાથી સર્વે કર્મો અવશ્ય ક્ષય પામે છે. તેથી કહ્યું છે કે, “જેમ તાડના ઝાડના મસ્તકે રહેલ સૂઇનો નાશ થવાથી તાલવૃક્ષ નાશ પામે છે, તેમ મોહનીય કર્મ નાશ પામતાં બીજા સર્વે કર્મો નાશ પામે છે - હવે મોહનીય કર્મોના બે ભેદો બતાવે છે
[નિ.૧૯] મોહનીય કર્મના બે ભેદ છે - દર્શનમોહનીય, ચા»િ મોહનીય અને બંધના હેતુનું બે પ્રકારપણું છે. તે બતાવે છે–
અરિહંત, સિદ્ધ, ચૈત્ય, તપ, શ્રત, ગુ, સાધુ, સંઘના પ્રત્યેનીકતા (ગુપણા)થી દર્શન મોહનીયકર્મ બંધાય છે, જેના વડે જીવ અનંતસંસાર સમુદ્રમાં પડે છે.
તીવ્ર કષાય, બહુ ગ-દ્વેષ મોહથી અભિભૂત થઈને દેશ વિરતિ-સર્વવિરતિને હણનારો ચારિત્ર મોહનીય કર્મ બાંધે છે.
દર્શન મોહનીયના મિથ્યાત્વ, મિશ્ર અને સમ્યકત એ ત્રણ ભેદો છે.
યાત્રિ મોહનીય ૧૬-કપાય અને ૯-નોકષાય એ ૫-ભેદે છે. તેમાં “કામ” એ શબ્દ વગેરે પાંચ વિષયો સાત્રિ મોહ જાણવા. તેનો અહીં સૂત્રમાં અધિકાર છે. અહીં ચાલુ વિષયમાં કષાયોનું સ્થાન છે તે શબ્દાદિ પાંચ ગુણરૂપ છે.
ચાસ્ત્રિમોહનીયની ઉત્તર પ્રકૃતિ સ્ત્રી, પુરુષ, નપુંસક વેદ અને હાસ્ય, રતિ,