________________
૧/
૫/૪
આરંભે છે - તેને કહેવા યોગ્ય પુરુષ હોય છે. જે પ્રમાણે આ શરીર ઉત્પત્તિ ધર્મવાળું છે, તે પ્રમાણે વનસ્પતિ શરીર પણ ઉત્પત્તિ ધર્મવાળું છે, જે પ્રમાણે આ મનુષ્ય શરીર બાળ, કુમાર, યુવાન અને વૃદ્ધત્વ પરિણામી હોવાથી સચેતન જણાય છે, તેમ વનસ્પતિ શરીર પણ સચેતન છે. જેમકે કેતકી વૃક્ષ બાલ, યુવાન અને વૃદ્ધ થાય છે. તેથી બંનેમાં સમાનતા હોવાથી વનસ્પતિ શરીર પણ ઉત્પત્તિ ધર્મવાળુ છે.
પ્રશ્ન - ઉત્પત્તિ ધર્મવાળું હોવા છતાં પણ મનુષ્ય શરીર જેવું સોતન છે, તેવું વનસ્પતિ શરીર નથી. કેમકે વાળ, નખ, દાંત આદિમાં પણ ઉત્પત્તિ ધર્મ છે, લક્ષણ નિર્દોષ હોવું જોઈએ તેથી ઉત્પતિધર્મ જ જીવનું ચિન્હ કહેવું ઠીક નથી.
ઉત્તર : ઉત્પત્તિ મમ કહીએ ત્યારે તમારી વાત સત્ય છે. પણ મનુષ્ય શરીરમાં પ્રસિદ્ધ એવી બાલ, કુમાદિ અવસ્થાનો વાળ આદિમાં સંભવ નથી. માટે તમારું કહેવું અયોગ્ય છે. વળી વાળ, નખ સેનત શરીરમાં જ ઉત્પન્ન થાય છે કે વધે છે હવે તમે તો વનસ્પતિને સચેતન માનતા નથી, તમારા મતે પૃથ્વી આદિ અચેતના હોવાથી તેમ થવું અયુક્ત છે અથવા સૂત્રમાં કહેલ ઉત્પત્તિ ધર્મ આદિનો એક જ હેતુ છે. બીજા હેતુ જરૂરી નથી અને વાળ આદિમાં સમુદાય હેતુ નથી તેથી દોષ નથી. તથા જે પ્રમાણે આ મનુષ્ય શરીર સદા બાલ, કુમાદિ અવસ્થાથી વધે છે, તે પ્રમાણે વનસ્પતિ શરીર પણ અંકુર, કુંપણ, શાખા, પ્રશાખાથી આદિથી વધે છે અને જે રીતે મનુષ્ય શરીર સચેતન છે, તે રીતે વનસ્પતિ શરીર પણ સચેતન છે.
કઈ રીતે ? તે બતાવે છે જેમાં ચેતના હોય તે ચિત્ત-જ્ઞાન. વનસ્પતિ શરીર પણ મનુષ્ય શરીર માફક જ્ઞાનવાળું છે. કેમકે ધાબી, લજામણી આદિને ઉંઘવા તથા જાગવાનો સ્વભાવ છે. ભૂમિમાં રહેલ ધનને પોતાના મૂળીયાથી છૂપાવે છે. વર્ષાના મેઘના અવાજ તથા ઠંડા પવનના સ્પર્શથી અંકુરાનું ઉત્પન્ન થવું, મદ મદન સંગથી
લાયમાન ગતિવાળી ચપળ લોચના સ્ત્રી ઝઝર યુક્ત કોમળ પગે તાડન કરે તો અશોક વૃક્ષમાં પલવ અને ફૂલ ઉત્પન્ન થાય છે. સુગંધી દારુની પીચકારીથી બકુલ અંકુરિત થાય છે. લજામણી સ્પર્શથી સંકોચાય છે. આ બધી વનસ્પતિ સંબંધી વર્તણૂક જ્ઞાન વિના શક્ય નથી. તેથી વનસ્પતિનું સચિતપણું સિદ્ધ થાય છે.
જે પ્રમાણે મનુષ્ય શરીર છેદાતા સુકાય છે, તેમ વનસ્પતિ પણ બ, કુલાદિ છેદાતા સુકાય છે અને ચેતનમાં આવું કદી ન થાય. જેમ મનુષ્ય શરીર સ્તનપાન, શાક, ભાત આદિ આહાર કરે છે તેમ વનસ્પતિ પણ જમીનના પાણી આદિનો આહાર કરે છે અને અચેતનોને આહારપણું ન હોય. તેથી વનસ્પતિ સચેતન છે. વનસ્પતિ શરીર પણ માનવશરીર માફક અનિત્ય છે. સદા રહેનારું નથી. વનસ્પતિનું ઉત્કૃષ્ટ આયુ ૧૦,૦૦૦ વર્ષ છે. જેમ મનુષ્ય શરીર પ્રતિ ક્ષણે આવીપીમરણ વડે અશાશ્વત છે, તેમ વનસ્પતિ શરીર પણ છે. જેમ મનુષ્ય શરીર ઇષ્ટ-અનિષ્ટ આહારાદિથી જાડું પાતળું થાય છે, તેમ વનસ્પતિનું પણ છે.
" જે રીતે મનુષ્ય શરીર વિવિધ રોગથી પાંડવ, જલોદર, સોજો, કૃશત્વ આદિને તથા બાલ આદિ રૂપને પામે છે, રસાયણ-સ્નેહ આદિના ઉપયોગથી વિશિષ્ટ કાંતિ,
૧oo
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ બળ આદિ વિશેષ પરિણામવાળું થાય છે તે જ પ્રમાણે વનસ્પતિ શરીર પણ વિવિધ રોગથી પુષ્પ, ફળ, છાલાદિથી વિકૃત થાય છે. તથા વિશિષ્ટ દોહદ પુરવાથી પુષ્પ, ફળ આદિનો ઉપચય પણ પામે છે.
આ પ્રમાણે કહેવાયેલ લક્ષણોથી વનસ્પતિ સચિત જ છે. એમ જાણવું. આ પ્રમાણે વનસ્પતિને સચિત બતાવીને તેના આરંભમાં બંધ થાય અને આરંભત્યાગરૂપ વનસ્પતિના સેવનથી મુક્તિપણે દેખાડી ઉપસંહાર કરે છે–
• સૂત્ર-૪૮ -
વનસ્પતિકાયનો સમારંભ કરનાર તેના આરંભના પરિણામોથી અજાણ હોય છેઅને વનસ્પતિશયાનો સમારંભ ન કરનાર આ હિંસાજય વિપાકોનો પરિજ્ઞાતા હોય છે. આવું જાણી મેધાવી પુરષ વનસ્પતિકાયની હિંસા સ્વયં ન કરે, બીજ પાસે ન કરાવે, કરનારને અનમોદે નહીં જે વનસ્પતિકાયની હિંસાના અશુભ પરિણામનો જ્ઞાતા છે,તે જ મુનિ “પરિજ્ઞાતકમ’ છે તેમ હું કહું છું.
• વિવેચન :
આ વનસ્પતિ કાયમાં દ્રવ્ય તથા ભાવ બંને ભેદે શસ્ત્રનો આરંભકતનેિ આ બધાં આરંભોની પરિજ્ઞા અને પ્રત્યાખ્યાન કર્યા નથી અને જે આરંભ નથી કરતા તેઓને આભમાં પાપ છે તેમ ખબર હોવાથી તેનો ત્યાગ કરે છે. તે જ મુનિ પરિજ્ઞાત કમ છે ઇત્યાદિ બધું પૂર્વવત્ જાણવું.
અધ્યયન-૧ “શઅપરિજ્ઞા'ના ઉદ્દેશક-પ વનસ્પતિકાયનો | મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
અધ્યયન-૧ ઉદ્દેશક-૬ “ત્રસકાય” . પાંચમો ઉદ્દેશક કહ્યો, હવે છઠ્ઠા ઉદ્દેશાનો આરંભ કરે છે, તેનો સંબંધ આ પ્રમાણે - પાંચમાં ઉદ્દેશામાં વનસ્પતિકાયનું વર્ણન કર્યું. આગમોમાં તેના પછી ત્રસકાયનું કચન હોવાથી ત્રસકાયના સ્વરૂપના બોધને માટે આ ઉદ્દેશાનો આરંભ કરાય છે તેનાં ઉપક્રમાદિ ચાર અનુયોગ દ્વારો છે. તે પૂર્વ માફક કહેવા. તે નામ નિક્ષેપા પર્યન્ત કહેવું. ત્રસકાયનાં પૂર્વે કહેલા દ્વારોથી કંઈક જુદા લક્ષણવાળા દ્વારોનું નિયુક્તિકાર શ્રી કચન કરે છે.
[નિ.૧૫] જે ત્રાસ પામે તે બસ. તેની કાયા તે ત્રસકાય. તેના દ્વારો પૃથ્વીકાય મુજબ જ છે. પણ વિધાન, પરિમાણ, ઉપભોગ, શસ્ત્ર અને લક્ષણ દ્વારોમાં થોડો તફાવત છે. તેમાં પ્રથમ વિધાન દ્વાર કહે છે
[નિ.૧૫૩] જે હાલ-ચાલે તે બસ તે પ્રાણ ધારણ કરે છે માટે જીવ છે. આ ત્રસજીવના લખિસ અને ગતિરસ બે ભેદ છે. લબ્ધિમસના તેઉકાય અને વાયુકાય એમ બે ભેદ છે. લધિ એટલે શક્તિ માત્ર, તેઉકાય બસનું વર્ણન પૂર્વે કર્યું, વાયુકાય આગળ કહેવાશે. લબ્ધિમસનો કે અધિકાર નથી. તેથી ગતિગસનું