________________
૧/૧/૫/ભૂમિકા
૯૪
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧
નથી, પણ અનંત જીવોનું જ શરીર હોય છે. તો કેવી રીતે જીવોને શરીરવાળા જાણવા ?
બાદર નિગોદ - અનંતકાયના શરીર આંખોથી દેખાય છે. સૂક્ષ્મ નિગોદના શરીરો દેખાતા નથી કારણ કે અનંત જીવોનું શરીર સમૂહરૂપે હોવા છતાં અતિ સૂક્ષમ છે અને નિગોદ છે તે નિયમથી અનંત જીવોનો સમૂહ છે. કહ્યું છે કે
અસંખ્યાતા નિગોદના ગોળા છે, એકએક ગોળામાં અસંખ્યાત નિગોદ છે અને પ્રત્યેક નિગોદમાં અનંતા જીવો છે. એ પ્રમાણે વનસ્પતિના પ્રત્યેક વગેરે ભેદોથી તથા વર્ણ, ગંધ, રસ, સ્પર્શ ભેદથી હજારો ભેદ અને લાખો યોનિ સંખ્યા છે. વનસ્પતિની યોનિ સંવૃત છે. તે સચિવ, અચિત, મિશ્ર તથા શીત, ઉણ, મિશ્ર ભેદે છે. એ પ્રમાણે પ્રત્યેક વનસ્પતિકાયની યોનિના દશ લાખ ભેદ અને સાધારણ વનસ્પતિના ચૌદ લાખ ભેદ છે અને બંનેની કુલ કોટી પચીશ કરોડ લાખ જાણવી.
પરિમાણ દ્વાર કહે છે - તેમાં સૂક્ષ્મ અનંત જીવોનું પરિણામ બતાવે છે[નિ.૧૪૪] પ્રસ્થ કે કડવથી બધા ધાન્યને માપીને એકઠા કરીએ તે રીતે સાધારણ વનસ્પતિના જીવોને લોકરૂપ કુડવથી માપીએ તો અનંતા લોક ભરાઈ જાય.
હવે બાદર નિગોદનું પરિમાણ બતાવે છે –
[નિ.૧૪૫] પર્યાપ્યા બાદ નિગોદ ધનીકૃત સંપૂર્ણ લોકના પ્રતરના અસંખ્યય ભગવર્તી પ્રદેશ રાશી પ્રમાણ જાણવા. તે પ્રત્યેક શરીર બાદર પર્યાપ્તા વનસ્પતિ જીવોથી અસંખ્યાતગુણા છે. પર્યાપ્તા બાદર નિગોદ, અપયક્તિા સૂમ નિગોદ, પયાિ સમ નિગોદ ત્રણે રાશી પ્રત્યેક અસંખ્યય લોકાકાશ પ્રદેશ પરિમાણવાળા છે, પણ ત્રણે ક્રમથી સંખ્યામાં એક એકથી અધિક જાણવા. પરંતુ સાધારણ જીવો સંખ્યામાં તેનાથી અનંતગુણા છે આ જીવનું પરિમાણ છે, પણ પૂર્વે ચાર રાશી કહી તે નિગોદનું પરિમાણ જાણવું - હવે ઉપભોગ દ્વાર કહે છે–
[નિ.૧૪૬] આહાર, ઉપકરણ, શયન, આસન, યાન, યુગ્યાદિમાં ઉપભોગ જાણવો.
(૧) આહાર - કુળ, પાન, કુંપણ, મૂળ, કંદ, છાલ આદિથી બનેલ, (૨) ઉપકરણ - પંખા, કડાં, કવલ, અર્ગલ આદિ. (3) શયન-ખાટ, પાટલા આદિ, (૪) આસન-ખુરશી આદિ. (૫) યાન-પાલખી આદિ. (૬) યુગૃ-ગાડા આદિ, (9) આવરણ - પાટીયા, દરવાજા આદિ. (૮) પ્રહરણ - લાકળી, ધોકા આદિ. (૯) શસ્ત્ર - બાણ, દાંતરડા, તલવાર, છરી આદિ.
આ પ્રમાણે વનસ્પતિના બીજા ઉપયોગ પણ બતાવે છે -
[નિ.૧૪] આતોધ, કાષ્ઠકર્મ, ગંધાંગ, વસ્ત્ર, માલા, માપન આદિમાં ઉપભોગ જાણવો.
(૧) આતોધ - ઢોલ, ભેરી, વાંસળી, વીણા, ઝલ્લરી આદિ વાજિંત્રો, (૨) કાકર્મ-પ્રતિમા, થાંભલા, બારશાખ આદિ, (3) ગંધાંગ-વાળાકુંચી, પ્રિયંગુ, પક, દમનક, કંદન, વ, ઉશીર, દેવદારૂ આદિ, (૪) વરુ - વલ્કલ, કપાસ, ૨ આદિ
(૫) માલા • નવમાલિકા, બકુલ, ચંપક, પુન્નાગ, અશોક, માલતી, મોગરો આદિ. (૬) માપન • લાકડાં બાળવા, (૩) વિતાપન - ઠંડી દૂર કરવા તાપ કરવો. () તેલ-તલ, અળસી, સસેવ, ઇંગુદી, જ્યોતીષમતી, કરંજ આદિ. (૮) ઉધોત-વાટ, ઘાસ, બોયા, મસાલ આદિમાં વનસ્પતિનો ઉપભોગ છે.
[નિ.૧૪૮] ઉક્ત બે ગાથામાં કહેલ હેતુથી સાતા સુખને માટે મનુષ્યો પ્રત્યેક તથા સાધારણ વનસ્પતિકાયના ઘણા જીવોની હિંસા કરીને વનસ્પતિ આદિ જીવોને દુ:ખ આપે છે. હવે શરદ્વાર કહે છે. તે દ્રવ્ય-ભાવ બે ભેદે છે. દ્રવ્ય શસ્ત્રના સમાસ અને વિભાગ બે ભેદો છે તેમાં સમાસ શસ્ત્ર બતાવે છે–
| [નિ.૧૪૯] ૧-જેનાથી વનસ્પતિ છેદાય તે ‘કહાની', ૨. કુહાડી, 3. અસિયગદાત્ર, દાંતરડુ, ૪. દારિકા-દાતરડી, ૫. કુદ્દાલક-કુહાડો, ૬. વાંસલો, 9. ફરસી. આ બધાં વનસ્પતિના શસ્ત્રો છે તથા હાથ, પગ, મુખ, અગ્નિ આદિ સામાન્ય શો છે.
હવે વિભાગ શસ્ત્રોને જણાવે છે–
[નિ.૧૫૦] લાકડી આદિ સ્વકાયશસ્ત્ર છે, પાષાણ, અગ્નિ આદિ પરકાય શા છે, દાતરડી, કહાડો આદિ ઉભયકાય શા છે. આ દ્રવ્યશા જાણવા.
મન, વચન, કાયાથી ખરાબ વર્તનરૂપ અસંયમ એ ભાવશા છે. હવે ઉપસંહાર કરે છે— [નિ.૧૫૧] બાકીના દ્વારા પૃથ્વીકાય મુજબ જાણવા. એ રીતે નિયુક્તિ બતાવી. હવે સૂવાનુગમમાં અખલિત ગુણોવાળા સૂત્રને કહે છે– • સૂત્ર-૪૦ :
હું સંયમ અંગીકાર કરીને વનસ્પતિની હિંસા કરીશ નહીં બુદ્ધિમાન સાધુ-“પ્રત્યેક જીવ ‘અભય' ઇરછે છે”. એ જાણીને હિંસા ન કરે તે જ વિરત છે. જિનમતમાં જે પરમાર્થથી વિરત છે, તે જ અણગાર કહેવાય છે.
• વિવેચન :
આ સૂત્રનો અનંતર-પરંપર સૂત્ર સાથે સંબંધ પૂર્વવત્ કહેવો. સુખવાંછી જીવો વનસ્પતિજીવોને નિશે દુ:ખ દે છે અને દુ:ખવાળા સંસારમાં ભમે છે. આવા કટુફળને જાણનારો સર્વ વનસ્પતિ જીવોને દુ:ખ દેવાના આરંભથી સર્વથા નિવૃત્ત થવાનું આત્મામાં ઇચ્છે છે - વનસ્પતિજીવોને થતી પીડાને જાણીને હવેથી હું દુઃખ નહીં આપું અથવા દુ:ખ થવાના કારણરૂપ છેદન, ભેદન મન, વચન, કાયાથી કરું નહીં, કરાવું નહીં, કરનારને અનુમોદુ નહીં. તે કઈ રીતે ?
સર્વજ્ઞએ બતાવેલા માર્ગને અનુસરીને સભ્ય દીક્ષા માર્ગને સ્વીકારીને સર્વ પાપારંભોનો ત્યાગ કરવા દ્વારા વનસ્પતિને દુઃખ થાય તેવો આરંભ કરીશ નહીં. આથી સંયમક્રિયા બતાવી. મોક્ષ માટે માત્ર કિયા જ નહીં, જ્ઞાન પણ જરૂરી છે. કહ્યું છે કે, “ક્રિયારહિત જ્ઞાન કે જ્ઞાનરહિત ક્રિયા બંને એકલા જન્મ-મરણના દુ:ખોને છે દવા સમર્થ નથી.” (બંને સાથે જોઈએ) તેથી મોક્ષ મેળવવમાં વિશિષ્ટ કારણભૂત જ્ઞાનને બતાવતા કહે છે કે - હે બુદ્ધિમાન શિષ્ય ! દીક્ષા લઈને જીવ-દિ પદાર્થોને