________________
૬૨
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧
૧//ર/ભૂમિકા ઉદીરે છે અને કેટલાંકના તો પ્રાણ પણ જાય છે. ભગવતી સૂત્રમાં તેનું દષ્ટાંત છે
કોઈ ચાતુરંત ચક્વર્તીની સુગંધીચૂર્ણ પીસનારી બલવતી યૌવના સ્ત્રી આમળા પ્રમાણ સચિત પૃથ્વીના ગોળાને ગંધપક ઉપર પત્થર વડે એકવીસ વખત પીસે, તો પણ કેટલાંક પૃથ્વી જીવોને ફકત સંઘન થાય, કેટલાક પરિતાપ પામે અને કેટલાક મરે જ્યારે કેટલાંક જીવોને શિલાપટ્ટકનો સ્પર્શ પણ થતો નથી.
- હવે વધદ્વાર કહે છે
[નિ.૯] આ જગમાં કેટલાક કુમતવાળા સાધુવેશ લઈને કહે છે કે - અમે સાધુ છીએ. પણ તેઓ નિરવધ અનુષ્ઠાનમાં પ્રવર્તતા નથી. તેઓ સાધુના ગુણોમાં કઈ રીતે વર્તતા નથી તે જણાવે છે - તેઓ હંમેશા હાથ, પગ, મળદ્વાર આદિને ધોવાની ક્રિયા દ્વારા પૃથ્વી જીવોને દુ:ખ દેનારા દેખાય છે. આવી શુદ્ધિ અને દુર્ગધ દૂર કરવાનું બીજી રીતે પણ શક્ય છે.
આ રીતે સાધુગુણથી રહિતને બોલવા માગથી પણ ચકિત વિના સાધુપણું મળતું નથી. આ રીતે ગાયાના પૂર્વાર્ધમાં પ્રતિજ્ઞા કહી, હવે ઉત્તરાર્ધમાં હેતુ અને સાધર્મ દૃષ્ટાંતને કહે છે - પોતાને સાધુ માનનાર કુતીર્થિકો સાધુગુણમાં પ્રવર્તતા નથી, પણ પૃથ્વીકાયની હિંસામાં પ્રવર્તે છે અને જેઓ પૃથ્વીની હિંસામાં ગૃહસ્થની જેમ પ્રવર્તે છે, તેઓ સાધના ગુણોમાં પ્રવર્તતા નથી. હવે દેટાંત ગર્ભિત નિગમન કહે છે–
[નિ.૧૦૦] અમે સાધુ છીએ એમ બોલીને પૃથ્વીકાયની હિંસા કરનારા સાધુઓ ગૃહસ્થ જેવા જ છે. સમુચ્ચય અર્થ કહે છે - “પૃથ્વી સચિત” એવું જ્ઞાન ન હોવાથી તેના સમારંભમાં વર્તતા તેઓ દોષિત હોવા છતાં પોતાને નિર્દોષ માને અને પોતાના દોષને જોતા નથી. મલીન હૃદયવાળા તેઓ પોતાની ધૃષ્ટતાથી સાધુજનના નિરવધ અનુષ્ઠાનરૂપ વિરતિની નિંદા કરે છે. આવી સાધુ નિંદાથી અનંત સંસારમાં પરિભ્રમણ કરનારા થાય છે.
- ઉક્ત બંને ગાથા સૂત્રના અર્થને અનુસરનારી છે, છતાં વઘદ્વારના અવસરે નિતિકારે કહી છે. તેની વ્યાખ્યા સ્વયં કરી તે યુક્ત જ છે. કેમકે હવે પછીના સૂર-૧૫માં આ વાતનો નિર્દેશ છે જ. આ ‘વધ' કરવો - કરાવવો - અનુમોદવો એ ત્રણ પ્રકાર હવે કહે છે
[નિ.૧૦૧ કેટલાક પૃથ્વીકાયનો વધ સ્વયં કરે છે, કેટલાક બીજા પાસે કરાવે છે અને કેટલાક વધ કરનારને અનુમોદે છે. તેના આશ્રિત જીવોનો પણ વધ થાય છે. તે કહે છે -
[નિ.૧૦૨] જે પૃથ્વીકાયને હણે છે, તે તેના આશ્રયે રહેલા અકાય, બેઇન્દ્રિય આદિ ઘણાં જીવોને હણે છે. જેમકે ઉદુંબર તથા વડના ફળને જે ખાય તે કુળમાં રહેલા બીજા જીવોને પણ ખાય છે. સકારણ કે અકારણ, સંકતાપૂર્વક કે સંકલારહિત પૃથ્વીજીવોને જે હણે છે તે દેખાતા એવા દેડકા આદિને અને ન દેખાતા એવા ‘પનક' આદિ જીવોને પણ હણે છે.
આ જ વાત વધારે સ્પષ્ટ કરે છે–
[નિ.૧૦૩] પૃથ્વીકાયનો સમારંભ કરતા તેને આશ્રીને રહેલા સૂક્ષ્મ, બાદરપર્યાપ્ત અને અપર્યાપ્ત એવા અનેક જીવોને તે હણે છે. અહીં ખરેખર સૂમોનો વધ થતો નથી, પણ પરિણામની અશુદ્ધિથી તેની નિવૃત્તિના અભાવે દોષ લાગે.
હવે વિરતિદ્વા
[નિ.૧૦૪] ઉક્ત પ્રકારે પૃથ્વીના જીવોને તથા તેના વધ, બંધને જાણીને પૃથ્વી જીવોના સમારંભથી અટકે છે - તે હવે પછીના માથામાં કહેવાતા અણગાર થાય છે • તેઓ મન, વચન, કાયા વડે પૃથ્વીના જીવોને કદી હણે નહીં, હણાવે નહીં, અનુમોદે નહીં, સમગ્ર જીવનમાં આવું વ્રત પાળનાર સાધુ કહેવાય.
હવે સાધુના બીજા લક્ષણો કહે છે –
[નિ.૧૦૫ મન, વચન, કાયા એ ત્રણ ગુપ્તિથી ગુપ્ત, ઇર્યા આદિ પાંચે સમિતિથી સમિત, સમ્યક રીતે ઉઠવું, સુવું, ચાલવું આદિ ક્રિયામાં સર્વત્ર પ્રયત્ન કરનારા, જેઓ સમ્યક્ દર્શન આદિ અનુષ્ઠાનથી યુક્ત છે ઇત્યાદિ ગુણવાળા સાધુ હોય છે. પણ પૂર્વે કહેલા પૃથ્વીકાય-વિરાધક શાક્યાદિ મતના સાધુ અહીં ન લેવા.
નામનિષજ્ઞ નિક્ષેપ પુરો થયો. હવે સૂત્ર અનુગમમાં અખલિતાદિ ગુણયુક્ત સૂત્ર ઉચ્ચારાય છે. આ સૂત્ર આ પ્રમાણે છે
• સૂઝ-૧૪ -
વિષયકષાયથી “પીડિત, જ્ઞાનાદિ ભાવોથી ‘હીનમુશ્કેલીથી “બોધ’ પ્રાપ્ત કરનાર અજ્ઞાની જીવ આ લોકમાં ઘણાં જ વ્યથિત છે. કામ, ભોગાદિ માટે આતુર થયેલા તેઓ સ્થાને સ્થાને પ્રણવીકાયિક જીવોને પરિતાપ-કષ્ટ આપે છે.
• વિવેચન :
પૂર્વનો સંબંધ કહે છે. સૂર-૧૩માં પરિજ્ઞાતકર્મા મુનિ હોય છે, તેમ કહ્યું. જે અપરિજ્ઞાતકમ હોય છે, તે ભાવ-પીડિત હોય છે. આ વાત સૂત્ર-૧ સાથે સંબંધિત છે.
સુધર્માસ્વામી કહે છે - હે જંબૂ ! મેં સાંભળ્યું. શું સાંભળ્યું ? પૂર્વ ઉદ્દેશામાં કહ્યું છે અને આ પણ સાંભળ્યું છે કે, “આd” ઇત્યાદિ. તે જીવોને કઈ રીતે સંજ્ઞા નથી હોતી તે બતાવે છે. કેમકે તે જીવો પીડાયેલા છે. આ ‘આઈ' ના નામાદિ ચાર નિપા છે. નામ, સ્થાપના સુગમ છે. દ્રવ્યાdના જ્ઞશરીર, ભવ્ય શરીર, તવ્યતિક્તિ ત્રણ ભેદો છે. તેમાં ગાડા આદિ ચકોના ઉદ્ધીમૂળમાં જે લોઢાનો પાટો ચડાવે છે, તે દ્રવ્ય આd.
ભાવ-આર્ત બે પ્રકારે છે. આગમથી, નો આગમચી. તેમાં આગમથી આdપદની અનિ જાણનારો અને ઉપયોગવંત. નોઆગમથી દયિકભાવમાં વનિારો, રાગદ્વેષયુક્ત અંતર આત્મા વાળો, પ્રિયના વિયોગાદિ દુ:ખમાં ડૂબેલો ભાવાર્તા કહેવાય. અથવા વિષવિપાક તુચ શબ્દાદિ વિષયમાં આકાંક્ષા હોવાથી હિત-અહિતના વિચારમાં શૂન્ય મનવાળો હોવાથી ભાવાઈ છે. તે કર્મોનો સંચય કરે છે. કહ્યું છે કે
હે ભગવન્ ! શ્રોબેન્દ્રિયવશવર્તી જીવ શું બાંધે ? શું એકઠું કરે ? શું ઉપચય કરે ? હે ગૌતમઆઠ કર્મની પ્રકૃતિઓ શિથિલ બંધવાળી હોય તેને ગાઢ બંધવાળી