________________
૧/૧/૧
૪૯ • સૂત્ર-8 :
શેકમાં આ સર્વે કર્યસમારંભ [કમબંધના હેતુભૂત ક્રિયાના ભેદો] જાણવા જોઈએ.
• વિવેચન :
આટલી જ વિશિષ્ટ ક્રિયાઓ જે પૂર્વે કહેલી છે, તે સર્વ પ્રાણીઓમાં કર્મનો સમારંભ છે. આ કિયા ભૂત, ભાવિ, વર્તમાન ભેદે કર્યું, કરાવ્યું, અનુમોધુ રૂપ છે, જે સર્વ ક્રિયાને અનુસરનાર “વાર તિ''કરે છે શબ્દ વડે બધી ક્રિયાઓનો સંગ્રહ થાય છે. આટલી જ ક્રિયાઓ જાણવી, બીજી નહીં.
પરિજ્ઞા બે પ્રકારે છે - જ્ઞ પરિજ્ઞા, પ્રત્યાખ્યાન પરિજ્ઞા. જ્ઞ પરિજ્ઞા વડે આત્મા અને કર્મબંધનું અસ્તિત્વ આ સર્વે કર્મ-ક્રિયાઓથી જણાય છે. પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે પાપના હેતુરૂપ સર્વે કર્મ-ક્રિયાઓનો ત્યાગ થાય છે. આટલા સામાન્ય વચન વડે જીવનું અસ્તિત્વ સિદ્ધ કર્યું. હવે તે આત્માને દિશા આદિમાં ભટકવાના હેતુ દર્શાવવાની સાથે અપાયોને બતાવવા કહે છે - જે આત્મા તથા કર્મવાદી છે, તે દિશાઓના ભમણથી છુટશે અને જેઓ આત્મા અને કર્મવાદી નથી તેઓ કેવા વિપાક ભોગવશે તે સૂત્રકારશ્રી સ્વયં કહે છે–
• સૂરણ-૮ :
કર્મ અને કર્મબંધના સ્વરૂપને નહીં જાણનાર પક્ષ (આત્મા) જ આ દિશા-વિદિશામાં વારંવાર આવાગમન કરે છે. સર્વે દિશા અને વિદિશાને પ્રાપ્ત કરે છે.
• વિવેચન -
જે પુરુષ (પુરિ અર્થાત્ શરીરમાં રહે તે) અથવા સુખ દુ:ખોથી પૂર્ણ તે કોઈપણ જંતુ કે માણસ કહેવાય છે. અહીં પુરુષના પ્રધાનપણાથી ‘પુરષ’ શબ્દ મૂક્યો છે. પણ ઉપલક્ષણથી ચારે ગતિમાં ફરનાર પ્રાણી. તે દિશા-વિદિશામાં ગમનાગમન કરે છે.
તે કર્મના સ્વરૂપને જાણતો નથી, તેથી ‘અપરિજ્ઞાત કમ' કહેવાય છે. આ અપરિજ્ઞાતકમાં જ નિશે દિશા આદિમાં ભમે છે, કર્મનો જ્ઞાતા ભમતો નથી. ઉપલાણથી અપરિજ્ઞાત આત્મા અને અપરિજ્ઞાત કિયાવાળો બંને જાણવા “અપરિજ્ઞાતકમાં'' દરેક દિશા-વિદિશામાં પોતાના કરેલા કર્મો સાથે બીજી ગતિમાં જાય છે.
મૂળ સૂત્રમાં “મુળ''શબ્દ છે તેનાથી બધી પ્રજ્ઞાપક, બધી ભાવ દિશાને ગ્રહણ કરી છે.
તે આત્મા અને કર્મને ન જાણનારો જે કંઈ ફળ પામે તે સૂગ દ્વારા બતાવે છે– • સૂl-૯ :
(વે આત્મા) અનેક પ્રકારની યોનિઓ સાથે સંબંધ જોડે છે, વિરપ એવો સ્પર્શી (સુખ અને દુઃખ)નું વેદન કરે છે.
• વિવેચન :
અનેક સંકટ વિકટરૂપ યોનિયોમાં ઉત્પન્ન થાય છે. અહીં “યોનિ” શબ્દનો 1/4]
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ અર્થ કર્યો- જેમાં દારિક શરીર વર્ગણાના પુગલો સાથે જીવ પોતે જોડાય છે તે. યોનિ એટલે પ્રાણિનું ઉત્પત્તિ સ્થાન. આ યોનિઓ સંવૃત, વિવૃત, મિશ્ર, શીત, ઉષ્ણ, શીતોષ્ણ આદિ અનેક ભેદે કહેલી છે. અથવા યોનિના ચોર્યાશી લાખ ભેદો આ પ્રમાણે છે
પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ એ પ્રત્યેકની સાત-સાત લાખ યોનિઓ છે. પ્રત્યેક અને સાધારણ વનસ્પતિકાયની અનુક્રમે ચૌદ અને દશ લાખ યોનિઓ છે, બેઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય જીવોની પ્રત્યેકની બબ્બે લાખ અને તિર્યંચ પંચેન્દ્રિય નારક તથા દેવોની પ્રત્યેકની ચાર-ચાર લાખ યોનિઓ છે. મનુષ્યની ચૌદ લાખ યોનિઓ છે.
હવે શુભ-અશુભપણે યોનિઓના અનેકરૂપપણાંને જણાવે છેશીતાદિ ભેદે ચોર્યાસી લાખ યોનિઓ છે, તેના શુભ-અશુભ બે ભેદો છે.
શુભ યોનિઓ આ છે– (૧) અસંખ્ય યુવાળા મનુષ્યો, (૨) સંખ્યાત આયુવાળા રાજેશ્વર (3) તીર્થંકર નામ ગોઝવાળા જીવ-તેમને બધું શુભ હોય છે. તેમાં જાતિસ્મરણ જ્ઞાનવાળા વગેરે શુભ હોય છે અને બાકીના અશુભ જાણવા. (૪) દેવ યોનિમાં કિબિષિક સિવાયના બીજા બધાં દેવોની યોનિ શુભ જાણવી. (૫) પંચેન્દ્રિય તિર્યચોમાં ચકવર્તીના રત્નોરૂપ હાથી, ઘોડા વગેરે શુભ યોનિવાળા જાણવા બાકીના અશુભ યોનિ જાણવા. (૬) એકેન્દ્રિય આદિમાં શુભ વણાંદિવાળા જીવોની યોનિઓ શુભ જાણવી.
આ સંસારમાં સર્વે જીવોએ દેવેન્દ્ર, ચક્રવર્તી, તીર્થંકર-ભાવ, ભાવિત અણગારપણું એ છોડીને બાકી બધા પ્રકારના જન્મ અનંતવાર પ્રાપ્ત કર્યા છે.
દિશા-વિદિશામાં ભમતો અને કર્મને ન જાણનારો આત્મા આ અનેકરૂપવાળી યોનિઓમાં વારંવાર જોડાય છે-ઉત્પન્ન થાય છે. તે યોનિના સંધાનથી બિભત્સ અને અમનોજ્ઞરૂપ સ્પર્શી જે દુ:ખ દેનારા છે, તે સ્પર્શની વેદના અનુભવે છે. ઉપલક્ષણથી મન સંબંધી દુ:ખો પણ અનુભવે છે. આ રીતે શારીરિક માનસિક બંને દુ:ખ અનુભવે છે.
અહીં સ્પર્શ ગ્રહણ કરવાથી સ્પર્શ વડે સર્વે સંસારી જીવોને ગ્રહણ કર્યા કેમકે સર્વે સંસારી જીવોને સ્પર્શન-ઇન્દ્રિય હોય જ છે. તેથી સર્વે સંસારી જીવ સમૂહ દુ:ખ ભોગવે છે. એમ સમજવું. વળી અશુભ એવા રૂપ, રસ, ગંધ અને શબ્દને પણ અનુભવે છે.
વિચિત્ર પ્રકારના કર્મોના ઉદયથી વિ૫ અશદિ હોય છે. તેથી વિચિત્ર કર્મોના ઉદયથી અપરિજ્ઞાતકર્તા - જીવ તે તે યોનિઓમાં વિરૂપ સ્પશદિ વેદના પામે છે.
- તે કર્મોથી જીવ પરવશ થઈને સંસાર ચકને પામે છે અને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ ભેટવાળા પુગલ પરાવર્તી સુધી ભટકે છે.
નરક, દેવ, તિર્યંચ અને મનુષ્ય યોનિમાં ઘટી યંત્રની માફક નવા નવા શરીર