________________
I-I-૫૧૨
૨૪૬
• સૂઝ-૫૧૨ - [વિવેયન સુન્ન-૫૩૫ને અંતે
શ્રમણ ભગવંત મહાવીરના માતા-પિતા પાનાથના અનુયાયી શ્રમણોપાસક હતા. તેઓ ઘણાં વર્ષે શ્રમણોપાસક પયરય પાળીને છ જવનિકાયની રક્ષા માટે આલોચના, નિંદા, ગહ પ્રતિક્રમણ કરીને યથાયોગ્ય ઉત્તગુણ પ્રાયશ્ચિત્ત લઈને દર્ભના સંથારે બેસીને ભક્ત પ્રત્યાખ્યાન કરી, અંતિમ મારણાંતિક સંલેખના કરી શરીર કૂશ કરીને મૃત્યુ અવસરે કાળ કરી અશ્રુત સ્વર્ગે દેવરૂપે ઉત્પન્ન થયા. ત્યાંથી આયુ-ભવ-સ્થિતિનો ક્ષય કરી ચ્યવને મહાવિદેહ વર્ષમાં ચમ ઉચ્છવાસે સિહૃદ્ધ, બુદ્ધ, મુકત, પરિનિવૃત્ત થઈ બધાં દુઃખોનો અંત કરશે.
• સૂત્ર-પ૧૩ :- [વિવેયન સૂઝ-૫૩૫ને અંતે.]
તે કાળે તે સમયે જ્ઞાત, જ્ઞldષત્ર, જ્ઞાતકુલોત્પ, વિ-દેહ, બાલા માતાના પુત્ર, વિદેહત્ય, વિદેહસૂમાલ એવા શ્રમણ ભગવંત મહાવીર 30 વર્ષ સુધી ઉદાસીન ભાવે ગૃહ મધ્યે રહી, માતાપિતા આયુષ્યપૂર્ણ કરી દેવલોકને પ્રાપ્ત થયા પછી પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ થઈ જાણી હિરણ, સુવર્ણ, સેના, વાહનનો ત્યાગ કરી, ધન-ધાન્ય-કનક-રનાદિ બહુમૂલ્ય દ્રવ્યોનું દાન આપી, વહેચણી કરી, પગટરૂપે દર્શન દઈ, યાચકોને દાનનો વિભાગ કરી, વર્ષદાન દઈ શીતત્રતુના પ્રથમ માસના પ્રથમ પો-માગસર વદ દશમીએ ઉત્તરાફાગુની નક્ષત્રના યોગે ભગવતે અભિનિષ્ક્રમણ-દીક્ષા ગ્રહણ કરવાની ઇચ્છા કરી.
• સૂત્ર-પ૧૪ થી ૫૧૯ :- વિવેયન સૂપ-પુરૂષને અંતે.]
તીર્થકરોનું અભિનિષ્ક્રમણ-દીક્ષા વર્ષ પછી થાય, (તે પૂર્વે એક વર્ષ) સૂર્યોદયથી દ્રવ્યદાન થાય છે. પ્રતિદિન સૂર્યોદયથી એક પ્રહર પર્યન્ત • જ્યાં સુધી પ્રાતરાશ નાતો ન કરે ત્યાં સુધી - અર્જુન એક કરોડ આઠ લાખ સુવર્ણ મુદ્રાનું દાન અપાય છે. એ રીતે એક વર્ષમાં ૩૮૮ કરોડ, ૮૦ લાખ સુવર્ણ મુદ્રાનું દાન ભગવાન આપે છે.
કુંડલધારી વૈશ્રમણ દેવ અને મહાન ઋદ્ધિવાળા લોકાંતિક દેવ પંદર કર્મભૂમિમાં થતાં તીર્થકરોને પ્રતિબોધ કરે છે.
બ્રહ્મ દેવલોકમાં આઠ કૃણરાજિઓના મધ્યમાં આઠ પ્રકારના લોકાંતિક દેવોના અસંખ્યાત વિસ્તારવાળા વિમાનો છે. આ લોકાંતિક દેવો ભગવંત વીર જિનવરને બોધિત કરે છે - હે અર્જન દેવા સર્વ જગતના હિત માટે તીર્થ પ્રવર્તન કરો.
• સૂત્ર-પ૨૦ - [વિવેચન સૂઝ-૫૩૫ને અંતે.)
ત્યારપછી શ્રમણ ભગવત મહાવીરનો અભિનિષ્ક્રમણ અભિપ્રાય જાણીને ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિક દેવ-દેવીઓ પોતપોતાના રૂપ-વેશ અને ચિહ્નોથી યુકત થઈ, સર્વ ઋદ્ધિ-ઘુતિ-સેના સમૂહની સાથે પોત-પોતાના યાન વિમાનો પર આરૂઢ થાય છે, થઈને ભાદર પુગલોનો ત્યાગ કરી, સૂક્ષ્મ યુગલો ગ્રહણ કરી ઉંચે ઉડે છે, ઉડીને ઉત્કૃષ્ટ, શીઘ, ચપળ, વરિત દિવ્ય દેવગિતથી 2િ/16]
૨૪૨
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ નીચે ઉતરતા-ઉતરતા તિછલોકમાં અસંખ્ય દ્વીપ-સમદ્રોને ઓળંગતા જંબુદ્વીપ નામક દ્વીપે આવ્યા. આવીને ઉત્તર ક્ષત્રિયકુડપુર સંનિવેશે આવ્યા. ઉત્તર ક્ષત્રિયકુડપુર સંનિવેશના ઇશાન ખૂણાની દિશામાં વેગપૂર્વક ઉતયાં.
ત્યારપછી દેવેન્દ્ર દેવરાજ શકે ધીમે ધીમે યાન વિમાનને રોક્યું. રોકીને ધીમે ધીમે વિમાનથી નીચે ઉતર્યો, ધીમે ધીમે એકાંતમાં ગયા, જઈને મહાન ઐકિય સમુઘાત કર્યો. સમુઘાત કરીને એક મહાન વિવિધ મણિ, કનક, રનોથી જડિત, શુભ-સુંદર-મનોહર દેવછંદક વિકુવ્યું.
- તે દેવછંદકના મધ્ય ભાગે એક મહાન પાદપીઠ યુકત વિવિધ મણિરાનસુવર્ણ જડેલ શુભ-સુંદર-કમનીય સિંહાસન વિકુવ્યું. વિકુનને જ્યાં શ્રમણ ભગવત મહાવીર હતા ત્યાં આવ્યો, આવીને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આ-દક્ષિણ પ્રદક્ષિણા કરી. કરીને ભગવંતને વંદન-ન્નમસ્કાર કર્યો.
ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીરને લઈને જ્યાં દેવછંદક છે ત્યાં આવ્યા. ધીમે ધીમે સિંહાસનમાં પૂતભિમુખ બેસાડ્યા. બેસાડીને ધીમે ધીમે શતપાક, સહાપાક તેલથી ભગવંતના શરીરને માલિશ કર્યો, ગંધયુક્ત કાષાયિક વાથી શરીરને લૂછયું. લૂછીને શુદ્ધ જળથી સ્નાન કરાવ્યું, કરાવીને શરીર પર એક લાખ મૂલ્યવાળા ત્રણ પટને લપેટીને સાધેલ ગોશીષ ક્ત ચંદનનું લેપન કર્યું. કરીને ધીમા શ્વાસના વાયરે ઉડી જાય તેવા, શ્રેષ્ઠ નગર-પાટણમાં નિર્મિત, કુશળ નર પ્રશસિત, ઘોડાના મુખના ફીણ સમાન સ્વચ્છ, મનોહર, ચતુર કારીગરો દ્વારા સુવર્ણ તારોથી ખચિત, હંસલક્ષણ બે વસ્ત્રો પહેરાવ્યા. પહેરાવીને હાર, અધહાર, વાળ-આભૂષણ, એકાવલી, લટકતી માળા, કંદોરો, મુગટ, રતનમાલાદિ પહેરાવ્યા. પહેરાવીને ગ્રંથિમ, વેષ્ટિમ, પૂરિમ, સંઘાતિમ માળા વડે કલાવૃક્ષ સમાન શૃંગાર કર્યો. શણગારીને
શકેન્દ્રએ બીજી વખત મહાન વૈક્રિય સમુઘાત કર્યો, કરીને એક મહાન ચંદ્રપ્રભા નામક અને હજાર પુરુષ દ્વારા વહન કરવા યોગ્ય શિલિકાની સ્ત્રના કરી. તે શિબિકા ઈહામૃગ, વૃષભ, અશ્વ, નર, મગર, પક્ષી, વાનર, હાથી, ગુરુ, સરભ, ચમરી, ગાય, વાઘ, સિંહ, વનલતા ઇત્યાદિ વિવિધ ચિોથી ચિકિત હતી. વિધાધર યુગલના યંત્ર યોગે કરી યુકત હતી. તેમાંથી હજારો તેજરાશિઓમાં ઝળહળતા કિરણો રોશની ફેલાવી રહ્યા હતા. રમણીય સુંદર રૂપથી અદભૂત બની હતી. ઝગમગતી, હજારો રૂપોની સંપન્ન, દેદીપ્યમાન, અત્યંત દેદીપ્યમાન અને અનિમેષ દેષ્ટિથી દેખવા લાયક હતી. તે શિબિકામાં મોતીના અમો ઝુલી . રહ્યા હતા. તપનીય સુવના તોરણો લટકી રહ્યા હતા. મોતીની માળા, હાર, અધહાર આદિ આભૂષણોથી શોભિત અને અતિ દર્શનીય હતી. તેના પર પSલતા, અશોકલતા, કુંદલતાના ચિત્રો હતા તથા અન્યોન્ય વિવિધ લતાઓના ચિત્રોથી શોભિત હતી, શુભ, સુંદર, કાંતરૂપ હતી. તેનો અગ્રભાગ અનેક પ્રકારની પંચવણ મણિયુકત ઘટઓ અને પતાકાઓથી શોભિત હતી. પ્રાસાદીય,