________________
૨/૧/૫/૧/૪૮૪
હે આયુષ્યમાન શ્રમણ ! તમે જાઓ, એક માસ કે દશ કે પાંચ દિવસ બાદ કે કાલે અથવા પરમ દિવસે પધારજો, ત્યારે અમે કોઈ વસ્ત્ર આપશું. આવા શબ્દો સાંભળીને, સાધુ પહેલાથી વિચાર કરીને કહી દે કે, અમને આવા સંકેત વાન સ્વીકારવા ન કરો. જો તમે વસ્ત્ર આપવા ઇચ્છતા હો તો હમણાં જ આપી દો.
૨૦૩
તે સાધુ આમ કહે તો પણ તે ગૃહસ્થ એમ કહે, હમણાં જાઓ. પછી તમને કોઈ વસ્ત્ર આપીશું, ત્યારે મુનિ તુરંત કહી દે કે, આ પ્રકારની અવધિ પણ અમારે ન કો. આમ સાંભળી જો તે ગૃહસ્થ ઘરના કોઈ સભ્યને કહે કે, લાવો-આ વસ્ત્ર આપણે શ્રમણને આપીએ, આપણા માટે પાણી આદિનો આરંભ કરી નવું બનાવી લઈશું. આવા શબ્દો સાંભળી વિચારી તે વસ્ત્રને પ્રાસુક ચાવત્ જાણી ગ્રહણ ન કરે.
કદાચ ગૃહસ્વામી એમ કહે કે, તે વસ્ત્ર લાવો, તેને સ્નાનાદિકમાં વપરાતા સુગંધિત દ્રવ્યો વડે સુગંધિત કરીને સાધુને આપીશું. આવા શબ્દો સાંભળી, વિચારી સાધુ પહેલા જ કહી દે કે, આ વસ્ત્રને નાનીય પદાર્થથી યાવત્ પઘર્ષિત ન કરો, આપવું હોય તો સીધું આપો. તેમ છતાં ગૃહસ્થ સ્નાન દ્રવ્યોથી યાવત્ સુગંધિત કરીને આપે તો સાધુ તે પ્રકારના વસ્ત્રને અપાસુક જાણી યાવત્ ગ્રહણ ન કરે.
કદાચ ગૃહસ્વામી કહે કે, લાવો આ વસ્ત્રને ઠંડા કે ગરમ પાણીથી ધોઈને આ શ્રમણને આપીએ. આ શબ્દો સાંભળીને સાધુ કહી દે કે, તમે આ વસ્ત્ર ઠંડા કે ગરમ પાણીથી ધોશો નહીં, આપવું હોય તો એમ જ આપો ઇત્યાદિ યાવત્ સાધુ ગ્રહણ ન કરે
કદાચ ગૃહસ્વામી કહે કે, વસ્ત્ર લાવો, આપણે તેમાંથી કંદ કે યાવત્ લીલોતરી કાઢીને સાધુને આપીશું. આ શબ્દ સાંભળીને યાવત્ સાધુ કહે કે, તમે કંદને યાવત્ દૂર ન કરો, મને આવું વસ્ત્ર લેવું ન કરે. સાધુ એમ કહે તો પણ જો ગૃહસ્થ યાવત્ સાફ કરીને આપે તો તેવા પ્રકારનું વસ્ત્ર પાસુક જાણીને યાવત્ સાધુ ગ્રહણ ન કરે.
કદાચ ગૃહસ્વામી સાધુને વસ્ત્ર કાઢીને આપે તો સાધુ લેતા પહેલા કહે કે, હું તમારી સમક્ષ આ વસ્ત્રને ચારે બાજુથી જોઈ લેવું કેમકે કેવલીએ પ્રતિલેખન કર્યા વિના વસ્ત્ર લેવું તે કર્મબંધનું કારણ કહ્યું છે. કદાચ વસ્ત્રના છેડે કુંડલ, સૂત્ર, ચાંદી, સોનું-મણી યાવત્ રત્નાવલી અથવા પ્રાણી, બીજ કે લીલોતરી હોય તો સાધુનો આ પૂર્વોક્ત આચાર છે કે વસ્ત્ર પડિલેહવું.
• વિવેચન :
હવે પછી કહેવાતાં આયતનોને ઉલ્લંઘીને ભિક્ષુ ચાર અભિગ્રહ વિશેષ થકી વસ્ત્ર શોધવાનું જાણે – ૧-ઉદ્દિષ્ટ-પ્રાસંકલ્પિત વસ્ત્ર યાચીશ, ૨-પેક્ષિત-જોયેલું વસ્ત્ર યાચીશ, બીજું નહીં, ૩-પરિભ્રુક્ત-શય્યાતરે - ૪ - ૪ - વાપરેલ વસ્ત્ર લઈશ, ૪-ઉત્કૃષ્ટ-ફેંકી દેવા જેવું વસ્ત્ર યાચીશ. - x - આ ચારે પ્રતિજ્ઞાની વિધિ પિંડેષણા
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨
માફક જાણવી.
કદાચિત્ - ૪ - અનન્તર ઉક્ત વૌષણા વડે વસ્ત્ર શોધતા સાધુને ગૃહસ્થ કહે કે, હે શ્રમણ ! તમે મહિનો આદિ ગયા પછી હું વસ્ત્રાદિ આપીશ. તેની આ વાત ન સાંભળે. બાકી સુગમ છે - x - x - x - [સૂત્રાર્થમાં કહ્યા મુજબ બધું જાણવું.] » X - ૪ - સાધુની આ પૂર્વોપર્દિષ્ટ પ્રતિજ્ઞા છે કે તે વસ્ત્રને જોઈને-પડિલેહીને ગ્રહણ કરે - વળી -
૨૦૮
- સૂત્ર-૪૮૧ :
સાધુ-સાધ્વી જે વસ્ત્રને ઇંડા યાવત્ જાળા સહિત જુએ તો તેવા વસ્ત્રને અપાચુક જાણી ગ્રહણ ન કરે. સાધુ-સાધ્વી જે વસ્ત્રને ઠંડા યાવત્ જાળારહિત જાણે પણ પ્રમાણમાં પર્યાપ્ત ન હોય, અસ્થિર, અધુવ, અધારણીય, દાતાની રુચિરહિત જાણે, તો અપાણુક હોવાથી ગ્રહણ ન કરે.
સાધુ-સાધ્વી તે વસ્ત્રને ઠંડા યાવત્ જાળારહિત, પ્રમાણયુક્ત, સ્થિર, ધ્રુવ, ધારણીય, દાતાની દેવાની ઇચ્છાયુક્ત અને અનુકૂળ જાણી તે પ્રકારના વસ્ત્રને પ્રાસુક જાણી ગ્રહણ કરે. સાધુ-સાધ્વી મારું વસ્ત્ર નવું નથી એમ વિચારી – (૧) બહુ કે થોડા સુગંધિત દ્રવ્યથી યાવત્ પ્રઘર્ષિત ન કરે, (ર) બહુ કે થોડા ઠંડા અથવા ગરમ પાણીથી યાવત્ ધોવે નહીં, (૩) મારા વસ્ત્ર દુર્ગન્ધી છે એમ વિચારીને બહુ કે થોડા સુગંધી દ્રવ્યોથી કે ઠંડા-ગરમ પાણીથી તે વોને ઉત્સિચિતાદિ ન કરે.
• વિવેચન :
તે ભિક્ષુ જો વસ્ત્રને ઇંડાદિ સહિત જાણે તો તે ગ્રહણ ન કરે, પણ જો તે ભિક્ષુ એવું વસ્ત્ર જાણે કે જે ઇંડા યાવત્ જાળારહિત છે પણ નાનું હોવાથી અભીષ્ટ કાર્ય માટે અસમર્થ છે તથા જીર્ણ, થોડા કાળની અનુજ્ઞાવાળું, અપ્રશસ્ત પ્રદેશવાળું - ખંજનાદિ કલંકવાળું છે તો ન લે. - x - x - ૪ - લક્ષણથી હીન ઉપધિ જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિને હણે છે, તેથી હીન વસ્ત્ર ન લે તથા પ્રશસ્યમાનવાળું હોય પણ તે આપતાં દાતાનું મન નારાજ થતું હોય તો સાધુને લેવું ન કો. આ અનન્ત આદિ ચારના સોળ ભાંગા છે. તેમાં પહેલા પંદર અશુદ્ધ છે, સોળમો એક જ શુદ્ધ છે. માટે સૂત્રમાં કહે છે—
તે ભિક્ષુ ચારે પદે વિશુદ્ધ વસ્ત્ર જાણે તો મળે ત્યારે ગ્રહણ કરે.
તે ભિક્ષુ મારું વસ્ત્ર નવું નથી એમ જાણે - ઇત્યાદિ સૂત્રાર્થ મુજબ સમજવું. - ૪ - ૪ - આ પાઠ જિનકલ્પીને આશ્રીને છે, સ્વવિકલ્પીને એટલું વિશેષ છે કે - લોકનિંદા નિવારવા તથા તેલ દૂર કરવા યતનાથી પ્રાસુક પાણી આદિ વડે ધ્રુવે પણ ખરા. ધોયેલાને સુકવવાની વિધિ કહે છે–
• સૂત્ર-૪૮૨ :
સાધુ-સાધ્વી વસ્ત્ર સૂકવવા ઇચ્છે તો તે વસ્ત્રને જીવજંતુવાળી યાવત્ ભૂમિ પર સૂકવે નહીં. સાધુ-સાધ્વી વસ્ત્ર સૂકવવા ઇચ્છે તો વસ્ત્રને સ્તંભ,