________________
૨/૧/૩/૧/૪૫૩
૧૮૩
નૌકામાં બેઠેલ મુનિને નાતિક કહે કે, હે આયુષ્યમાન શ્રમણ ! નૌકાને આગળ પાછળ ખેંચવામાં કે દોરડાથી નૌકાને સારી રીતે બાંધવામાં કે દોરડાથી ખેંચવામાં સમર્થ ન હોય તો નૌકાનું દોરડું લાવી આપો, અમે પોતે જ નૌકાને આગળ-પાછળ ખેંચી લેશું, દોરડાથી સારી રીતે બાંધીશું અને પછી ખેંચીશું. સાધુ નાવિકના આ વચનને ન સ્વીકારે પણ મૌન રહે.
નૌકામાં બેઠેલ મુનિને નાવિક કહે કે, હે આયુષમાનું શ્રમણ ! આ નાવને તમે હલેસા-પાટીયા-વાંસ-વળી-ચાટવા આદિથી ચલાવો. સાધુ નાવિકના આ વચનને ન સ્વીકારે પણ ઉપેક્ષાભાવે મૌન રહે.
નૌકામાં બેઠેલ મુનિને નાવિક કહે કે, નાવમાં ભરાયેલ હeણીને હાથપગMાસણ કે પગથી નૌકાના પાણીને ઉલેચીને બહાર કાઢો. સાધુ નાવિકના તે કથનને ન સ્વીકારે પણ ઉપેક્ષાભાવે મૌન રહે.
નૌકામાં બેઠેલ મુનિને નાવિક કહે, આ નાવમાં થયેલ છિદ્રને હાથ, પગ, ભુજ, જંઘ, પેટ, મસ્તક, કાયા, ઉપકરણ, વસ્ત્ર, માટી, કુશમ કે કમલપત્રથી બંધ કરી દો; સાધુ તેના આ કથનને ન સ્વીકારે, મૌન રહે.
સાધુ-સાદની નૌકાના છિદ્રમાંથી પાણી ભરાતું જોઈને, તે પાણીથી નૌકાને હાલકડોલક થતી જોઈને નાવિક કે કોઈની પાસે જઈને એમ ન કહે કે, હે આયુષ્યમાન ગાથાપતિ તારી નાવના છિદ્રમાંથી પાણી ભરાઈ રહ્યું છે, નાવ ડબી રહી છે. આ પ્રકારે મન કે વચનને આગળ-પાછળ ન કરીને સાધુ વિચરણ કરે. પોતાના શરીર કે ઉપકરણની મૂછ ન કરીને તથા પોતાની વૈશ્યાને સંયમ બાહ્ય પ્રવૃત્તિમાં ન રોકીને, પોતાના આત્માને એકવ ભાવમાં લીન કરીને સમાધિ સ્થિત થઈ, સુત્સર્ગ કરે.
નૌકામાં બેઠેલ મુનિનો આ આચાર બતાવ્યો, તેનું સમ્યફ પાલન કરી પછી યતનાપૂર્વક નૌકામાંથી ઉતરે. મુનિ આ વિધિનું સારી રીતે પાલન કરતો વિચરે. તેમ હું કહું છું.
• વિવેચન :નિશીથ મૂર્ણિમાં પણ આવા પાઠ જોવા મળે છે.]
સ્પષ્ટ છે. નાવના અગ્ર ભાગે ન બેસે જેથી ખલાસીને ઉપદ્રવ ન થાય. બીજા લોકોને ચડવા પહેલાં પોતે ન ચઢે, કેમકે તેથી પ્રવર્તન અધિકરણ દોષ ન લાગે. તેમાં રહીને કોઈના કહેવાથી નાવ-પ્રવૃત્તિ ન કરે, ન કરાવે. વિશિષ્ટ અધ્યવસાયપૂર્વક વિધિ પાળે, તે ભિક્ષભાવ છે.
ચૂલિકા-૧, અધ્યયન-3, “ઈય'' ઉદ્દેશા-૧નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ ૬ ચૂલિકા-૧, અધ્યયન-3 - ઉદ્દેશો-૨ . o ઉદ્દેશો-૧- કહ્યો, હવે બીજો કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે. ઉદ્દેશા-૧માં નાવમાં બેઠેલ સાઘની વિધિ કહી, અહીં પણ તે જ કહે છે, આ સંબંધે આવેલા આ ઉદ્દેશાનું પહેલું સૂત્ર કહે છે–
• સૂત્ર-૪૫૪ :
નૌકામાં રહેલ કોઈ નૌકારૂઢ મુનિને કહે, હે આયુષ્યમાન શ્રમણ ! તમે આ છમ યાવ4 ચમદિનકને પકડો, આ વિવિધ પ્રકારના શોને ધારણ કરો અથવા બાળકને પાણી આપો. મુનિ તેમ ન કરે, મૌન રહે.
• વિવેચન :
- સૂત્રાર્થ મુજબ જાણવું - નાવિકના કહ્યા પ્રમાણે ન કરવાથી તો ક્રોધી થઈને સાધુને નાવમાંથી ફેંકી દે તો શું કરવું ? તે કહે છે–
• સૂગ-૪૫૫ -
નૌકામાં રહેલ કોઈ વ્યક્તિ નૌકામાં બેઠેલ કોઈ બીજાને કહે કે, આ શ્રમણ નાવનો ભાર વધારનાર છે, તેને બાહુથી પકડી પાણીમાં ફેંકી દો, આવા શબ્દ સાંભળીને-સમજીને તે જે વધારી હોય તો શીઘ ભારે વય અલગ કરી હળા વસ્ત્રો ધારણ કરે, તેમજ મસ્તકાદિ પર લપેટી લે.
હવે જે મુનિ જાણે કે અજ્ઞાની કૂકમાં લોકો અવશ્ય મને બાહુ પકડીને પાણીમાં ફેંકશે, તો મુનિ પહેલાં જ કહી દે છે આયુષ્યમાન ગૃહસ્થો ! મને બાહુથી પકડી નાવમાંથી પાણી ન ફેંકો, હું જાતે જ નાવથી પણીમાં ઉતરી જઉં છું. મુનિ એમ કહે તો પણ તે જલ્દીથી બળપૂર્વક બાહુ પકડી પાણીમાં ફેંકી દે તો મુનિ હર્ષ કે શોક ન કરે, સંકલ્પ-વિકલ્પ ન કરે, તે જ્ઞાનીજનનો વધ કે ઘાત કરવા તૈયાર ન થાય, શાંત ચિત્તે ગભરાયા વિના સમાધિપૂર્વક યતનાથી પાણીમાં પ્રવેશ કરે.
• વિવેચન :
તે-ગૃહસ્થ સાધુને ઉદ્દેશીને બીજાને કહે કે, આ સાધુ કામ કર્યા વિના માત્ર ભાંડ કે ઉપકરણ વડે બોજારૂપ છે. તેને - x - પકડીને ફેંકી દો. આવા શબ્દો સાંભળીને કે કોઈ પાસેથી જાણીને તે ગચ્છવાસી કે ગચ્છ નિર્ગત મુનિ હોય તે તુર્ત બોજાવાળા નકામા વા ઉતારીને જરૂર જોગ હલકા વસ્ત્રાદિ શરીરે વીંટી લે, માથે બાંધી લે. આ રીતે ઉપકરણ વીંટી લીધેલ સાધુ સુખેથી, નિવ્યકૂિળતાથી પાણીમાં તરે છે. પછી ધર્મોપદેશના વડે સાધુનો આચાર સમજાવે છતાં ગૃહસ્થો પાણીમાં નાંખવા તૈયાર થાય તો ઇત્યાદિ સુગમ છે. હવે પાણીમાં પડેલાની વિધિ કહે છે–
• સૂગ-૪૫૬ :
સાધસાતી પાણીમાં તણાતા હોય ત્યારે હાથથી હાથ, પગથી પણ કે શરીરથી શરીરનો સ્પર્શ ન કરે. પરસ્પર ન સ્પર્શતા યતનાપૂર્વક પાણીમાં તણાય.