________________
૨/૧/૩/૧/૪૪૫
ચૂલિકા-૧, અધ્યયન-૩, ઉદ્દેશો-૧ o હવે સૂણાનુગમમાં અસ્મલિતાદિ ગુણોવાળું સૂત્ર ઉચ્ચારવું તે કહે છે– • સૂત્ર-૪૪૫ -
સાધુ-સ્વામી જાણે કે વષકાળ આવ્યો, ઘણી વર્ષા થઈ, ઘણા જીવજંતુ ઉત્પન્ન થયા છે, ઘણાં બીજ ઉગ્યા છે, તે માર્ગ મળે ઘણાં પ્રાણી, ઘણાં બીજ વાવ4 કરોળીયાના જાળા થયા છે, માર્ગે ચાલવું કઠિન છે, માર્ગ બરાબર દેખાતો નથી. એમ જાણીને ગામ-ગામ વિહાર ન કરવો, જયણાપૂર્વક વષરવાસ વ્યતીત કરવું જોઈએ.
• વિવેચન :
મુખ્યત્વે વષરિતુ આવે અને વરસાદ વચ્ચે ત્યારે સાધુએ શું કરવું ? અહીં વપકિાળ અને વૃષ્ટિ આશ્રીને ચાર ભાંગા છે. તેમાં સાધુઓને આ જ સામાચારી છે એટલે અષાઢ ચોમાસુ આવ્યા પહેલાં ઘાસ, ફલક, ડગલ, ભસ્મ, માત્રકાદિનો પરિગ્રહ કરવો. કેમકે વધુ વષ થતા ઇન્દ્રગોપકબીયાવક, ગઈભક આદિ ઘણાં પ્રાણી ઉત્પન્ન થાય છે. ઘણાં નવા બીજો અંકુરિત થાય છે. માર્ગે જતાં તે પ્રાણીઓ તથા બીજો ચાવતુ જાળાથી માર્ગ વ્યાપ્ત હોય, તે કારણે માર્ગ શોધવો મુશ્કેલ પડે છે. સાધુ આ જાણી એક ગામથી બીજે ગામ ન જાય. તેથી સંયત સાધુ સમય જોઈને ચોમાસુ કરી લે. હવે તેનો અપવાદ કહે છે–
• સૂત્ર-૪૪૬ -
સાધુ-સાધ્વી જે ગામ યાવતુ રાજધાની વિશે એમ જાણે કે આ ગામ રાવતુ રાજધાનીમાં વિશાળ સ્પંડિલ ભૂમિ કે સ્વાધ્યાય ભૂમિ નથી, પીઠ, ફલક, શવ્યા, સંતાત્કાદિ સુલભ નથી, પાસુક-એષણીય આહાર-પાણી સુલભ નથી, ઘણાં શ્રમણ, બ્રાહ્મણાદિ આવ્યા છે અને આવવાના છે, વસ્તી સઘન છે, સાધુ માટે ભિક્ષાટન, સ્વાધ્યાયાદિ માટે આવાગમન સુગમ નથી. તે જાણીને તે ગામ ચાવતુ રાજધાનીમાં ચોમાસ ન કરવું. પરંતુ સાધુ એમ જાણે કે આ ગામમાં વિશાળ અંડીલભૂમિ અને સ્વાધ્યાય ભૂમિ છે, પીઠ-ફલકાદિ સુલભ છે, ભિu પાસુક મલે છે, શ્રમણ-બ્રાહ્મણદિની ભીડ નથી, આવાગમન સરળ છે. તો તેવા ગામ ચાવતું રાજધાનીમાં ચોમાસુ રહે.
• વિવેચન :
તે ભિક્ષુ ચાવતું એવા રાજઘાતિ આદિ જાણે કે અહીં • x • મોટી સ્વાધ્યાય ભૂમિ તથા સ્પંડિલ ભૂમિ નથી, પીઠ ફલકાદિ સુલભ નથી, પ્રાસુક આહાર સુલભ નથી. એષણીય આહાર ન મળે - તે બતાવે છે - ઉદ્ગમાદિ દોષરહિત તે એષણીય, તે ન મળે. જે ગામ, નગરાદિમાં શ્રમણ, બ્રાહ્મણાદિથી - x • વસતિ કીર્ણ છે. તે ભિક્ષાટન, સ્વાધ્યાય, ધ્યાન, સ્પંડિલાદિ કાર્યમાં જનસંકુલત્વથી આકીર્ણ છે. ત્યાં પ્રાજ્ઞ સાધુને પ્રવેશ-નિર્ગમન યાવત્ ચિંતનાદિક ક્રિયા ઉપદ્રવરહિત સંભવતી નથી.
૧૮૪
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ તે જાણીને સાધુ ત્યાં ચોમાસુ ન કરે.
ઉકત સમસ્યાઓ ન હોય ત્યાં ચોમાસુ કરે. હવે વર્ષાકાળ પુરો થયા પછી ક્યારે ક્યાં જવું તે અધિકાર કહે છે–
• સૂત્ર-૪૪૭ :
સાધસાદdી જાણે કે પવિાસના ચાર માસ વીતી ગયા છે, હેમલકતુની પણ પાંચ-દશ દિવસ વીતી ગયા છે, પણ માર્ગમાં ઘણાં પાણી લાવ4 જાળા છે, ઘણાં શ્રમણ-બ્રાહ્મણનું આવાગમન થયું નથી, એમ જાણીને સાધુ ગામ-ગામ વિહાર ન કરે. પરંતુ જો એમ જાણે કે ચાર માસ પુરા થયા છે ચાવતું માર્ગમાં છેડા યાવતુ જાળા નથી, ઘણા શ્રમણ-બ્રાહ્મણનું આવાગમન થયું છે તેમ જાણે તો ગામ-ગામ વિહાર કરે.
• વિવેચન :
જો સાધુ જાણે કે ચોમાસા સંબંધી ચારે માસ પૂરા થયા છે અથતુ કારતક ચોમાસું પૂરું થયું છે, ત્યાં જો ઉત્સર્ગથી વૃષ્ટિ ન થઈ હોય તો પડવા દિને જ બીજે સ્થાને જઈ પારણું કરે, પણ જો વર્ષો હોય તો હેમંત ઋતુના પાંચ-દશ દિવસ ગયા પછી વિહાર કરે. તેમાં પણ જો માર્ગમાં ઇંડા ચાવતું જાળા હોય •x• બહું આવાગમન ન થયું હોય તો માગસર પૂનમ સુધી ત્યાં રહે, પછી તો ન જ રહે. તેથી વિપરીત સૂત્ર આ રીતે જ જાણવું. હવે માર્ગની ચેતનાનો અધિકાર કહે છે.
• સૂત્ર-૪૪૮ -
તે સાધુ-સાદડી ગામથી ગામ જતાં આગળ સુગમત્ર ભૂમિ જોઈને ચાલે, મામાં કસ આદિ પ્રાણીને જોઈને પગનો અગ્રભાગ ઉઠાવીને ચાલે કે પગ પાછો હટાવીને કે પણ તિછી કરીને ચાલે. બીજો માર્ગ હોય તો યતનાપૂર્વક બીજ માર્ગે જાય, સીધા માર્ગે ન જાય. એ જ પ્રમાણે યતનાપૂર્વક ગામનુગ્રામ વિચરણ કરે.
તે સાધુન્સાળી ગામથી ગામ જતાં હોય અને માર્ગમાં પ્રાણી, બીજ, હરિતકાય, સચિત્ત પાણી કે માટી હોય તો બીજો માર્ગ મળતો હોય ત્યાં સુધી સીધા માર્ગે ન જાય. એ રીતે જયણાપૂર્વક રામાનુગામ વિચરે.
• વિવેચન :
તે ભિક્ષ બીજે ગામ જતાં આગળ ચાર હાથ પ્રમાણ ગાડાના ધૂસરા આકારે ભૂ ભાગ દેખતો ચાલે, ત્યાં માર્ગમાં પતંગ આદિ ત્રસ જીવોને જુએ કે તે પગને કે પગના તળીયાને અડકે છે તો તેને ઓળંગીને ચાલે. આવા પ્રાણી પણ પાસે આવે
ત્યારે પણ સંભાળીને મૂકે અથવા પગનો અગ્રભાગ ઉંચો કરીને કે પગને તીર્થો કરીને ચાલે. અન્ય માર્ગનો અભાવ હોય તો આ વિધિ છે, જો અન્ય માર્ગ હોય તો તે માર્ગે જ જાય, સીધા માર્ગે ગ્રામાંતરે ન જાય, એ સૂત્રનો સારાંશ છે.
સૂત્ર-૪૪૯ :સાધુ-સાદની એકથી બીજે ગામ જતા માર્ગમાં જુદા જુદા સીમાવર્તી આદિ